ઈનર એન્જિનિયરિંગ - આનંદ માટેની યોગીની માર્ગદર્શિકા, ન્યુ યોર્કની બેસ્ટસેલર, તે એક સ્વ-
સશક્તિકરણ માટેની માર્ગદર્શિકા જે પારંપરિક જ્ઞાન અને સિદ્ધાંતો પર આધારિત છે અને વાચકોને આંતરિક
સ્થિરતા અને શાંતિ માટે કાયમી પાયો બનાવવામાં મદદ કરે છે. પહેલી વાર, સદ્ગુરુ, વાચકો માટે યોગના
વિજ્ઞાન દ્વારા સંપૂર્ણ સુખાકારી હાંસલ કરવાનો વ્યવહારિક માર્ગ આ સુલભ પુસ્તકમાં રજૂ કરે છે. તે આંતરિક
પરિસ્થિતિઓને તમે જે રીતે ઇચ્છો છો તે રીતે બનાવવાનું એક માધ્યમ છે, જે તમને તમારા પોતાના
આનંદના ઘડવૈયા બનાવે છે.
આ પરિવર્તનકારી પુસ્તકમાં, સદ્ગુરુ કુદરતી વિશ્વ પ્રત્યે લગાવ ધરાવતા એક છોકરાથી માંડીને એક
હિંમતવાન યુવાન સુધીની પોતાની જાગૃતિની વાત કહે છે જેણે તેની મોટરસાઇકલ પર ભારતીય ખંડ પાર
કર્યો હતો. તેઓ દક્ષિણ ભારતમાં એક પર્વતની ટોચ પર તેમના આત્મજ્ઞાનની ક્ષણને વર્ણવે છે, જ્યાંથી
તેઓ ધરમૂળથી બદલાઈને બહાર આવ્યા હતા. આજે, ઈશાના સ્થાપક તરીકે, તે લાખો લોકો માટે માર્ગ
પ્રકાશિત કરે છે. આ સુલભ, ગહન અને આકર્ષક પુસ્તકનું શાણપણનું સારરૂપ વાચકોને આનંદભર્યું જીવન
જીવવાની તક આપે છે.
૩ લાખ કોપી વેચાઈ ચુકી છે.
આપણેને શા માટે ઈનર એન્જિનિયરિંગ પુસ્તકની જરૂર છે? આ વિડીઓ જુઓ