દુનિયાના મોટાભાગના સમાજોમાં મૃત્યુ વિશેની વાતચીત વર્જિત છે. પણ જો આપણે મૃત્યુને સાવ ખોટી રીતે સમજી રહ્યા હોઈએ તો? જો મૃત્યુ તેને માનવામાં આવે છે તેવી આફત નહીં, પણ જીવનનું એક મૂળભૂત પાસું જેમાં પરે જવાની આધ્યાત્મિક સંભાવના રહેલી હોય તો? પહેલીવાર, કોઈ બસ આવી જ વાત કરી રહ્યું છે.
આ અનોખા પુસ્તકમાં, મૃત્યુના ગહન પાસાંઓ જેમના વિષે ભાગ્યે જ વાત કરવામાં આવે છે તેમના પર ચર્ચા કરતી વખતે સદ્ગુરુ તેમના આંતરિક અનુભવો વડે મૃત્યુના ઘણા રહસ્યોને ઉજાગર કરે છે. તેઓ વ્યવહારિક સ્તર પર વિગતવાર જણાવે છે કે આપણે આપણા મૃત્યુ માટે કેવી તૈયારીઓ કરી શકીએ, મૃત્યુ પામી રહેલી વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરી શકીએ અને મૃત્યુ પછી પણ આપણે તેમની યાત્રાને સુખદ બનાવવા માટે કેવી રીતે મદદ કરી શકીએ છીએ.
આસ્તિક હોય કે નાસ્તિક, ભક્ત હોય કે સંશયવાદી, સાધક હોય કે ભોગી, આ પુસ્તક તે બધા માટે છે જેઓ એક દિવસ મરવાના છે!
“આદર્શ રીતે તો, હું ઈચ્છીશ કે સૌને એવું શીખવાડી શકું કે કઈ રીતે તેઓ જીવનની દરેક ક્ષણ સુંદર રીતે અને આનંદથી જીવી શકે. પછી કુદરતી રીતે, તેઓ શક્ય તેટલી સારી રીતે મૃત્યુ પામશે. પણ જેમ હું ઘરડો થતો જાઉં છું એમ મને સમજાય છે કે તેમાં ઘણો વધારે સમય અને મહેનત લાગી રહ્યા છે. તેથી જો એ શક્ય ન હોય તો હું ઓછામાં ઓછું તેમને સારી રીતે મૃત્યુ પામવાનું શીખવાડવા માગું છું જેથી તેઓ તેમના જીવનની છેલ્લી ક્ષણને સમજદારીપૂર્વક સંભાળી શકે. મારી ઈચ્છા છે કે કોઈ કારણથી જો લોકો આનંદપૂર્વક જીવી ન શક્યા હોય તો ઓછામાં ઓછું તેઓ સારી રીતે મૃત્યુ પામવા જોઈએ.” - સદ્ગુરુ, મૃત્યુ: અંદરની વાત જાણો એક મહાયોગીથી