જીવનનાં અનેક પાસાંઓ છે - પરિવાર, સંબંધો, શિક્ષણ કારકિર્દી, સ્વાથ્ય, રોજગાર અને ન જાણે કેટલીય એવી
બાબતો, જેના પર આપણો આનંદ અને સફળતાનો આધાર હોય છે. સમયના વહેણમાં વહેતા આપણે, તેમાં ક્યાંકને
ક્યાંક ગૂંચવાતા, અટકતા અને લડખડાતા રહીએ છીએ. જીવનસાગરમાં એવી પણ લહેરો ઉઠે છે, જેની ઝપટમાં
આવીને આપણે લગભગ ડૂબવા લાગીએ છીએ. ત્યારે આપણને ખોજ હોય છે એક નાવની, એક નાવિકની જે
આપણને ભવસાગર પાર કરાવી દે. આ પરિસ્થિતિમાં કોઈ એવું મળી જાય કે જે આપણને માત્ર માર્ગ જ ન
બતાવે, પણ આપણી નિરાશાને જ પ્રેરણા બનાવી દે, આપણાં દુઃખદર્દને જ આનંદમાં બદલી નાખે, અને
મુશ્કેલીઓથી ભરેલી આપણી જીવનધારામાં આનંદની લહેર વહાવી દે, તો તમે શું કહેશો ?
સદ્ગુરુ એવી વ્યક્તિ છે, જે માત્ર આધ્યાત્મની જ ચર્ચા નથી કરતા, પરંતુ જીવનની દરેક પરિસ્થિતિ વિષે એવો
અભિપ્રાય બતાવે છે, કે જે આપણી અંદર સ્પષ્ટતા લાવે છે, આપણી જીવનનૌકાને વમળમાંથી બહાર લાવે છે. આ
વમળ એ જ છે, જેમાંથી આપણે બધાએ ક્યારેક તો પસાર થવું પડે છે. સ્વાભાવિક છે કે આપણા બધાની
પરેશાનીઓ લગભગ એક જેવી જ હશે, સદ્ગુરુ-સિન્ધ સમુદ્રમાંથી ઉઠેલી આનંદની કેટલીક લહેરોને તમારા સુધી
પહોચાડવાનો પ્રયત્ન છે આ પુસ્તક. પૂરો વિશ્વાસ છે કે આ લહેરો - આનંદની લહેરો તમારા અત:કરણને સ્પર્શશે
અને તમને આનંદથી તરબોળ કરી દેશે.
સદ્ગુરુ આપણે સદીઓથી જુદા જુદા ધર્મ, ગ્રંથો કે સંતો પાસેથી જે વાતો સાંભળતા આવ્યા છીએ, તે જ વાતોને ફરીથી
નથી કહેતા. તેઓ જે પણ વિષય પર બોલે છે તેમાં તેમના જ્ઞાન અને અનુભવનો ઊંડાણ સાથે આધુનિકતા અને
વિજ્ઞાનનો પણ સમન્વય હોય છે. દરેક વિષયના મૂળ સુધી જઈને પોતાના અનુભવમાં ઉતાર્યા પછી જ, તેને તેઓ
બીજાની સાથે વહેચે છે. વિશ્વશાંતિ અને આનંદમય દુનિયાની દિશામાં અવિરત કાર્ય કરતા રહેતા સદ્ગુરુના
રૂપાંતરણકારી કાર્યક્રમો દ્વારા દુનિયાના કરોડો લોકોને નવી દિશા મળી છે.