પ્રશ્નકર્તા: સદ્‍ગુરુ, શું તમે જીદ્દુ કૃષ્ણમૂર્તિ વિષે થોડી વાત કરશો અને તેમણે સત્યના સાક્ષાત્કાર માટે ગુરુઓને શા માટે નકારી નાખ્યા હતાં તે કહેશો?

સદ્‍ગુરુ: જીદ્દુ કૃષ્ણમૂર્તિનો જન્મ મદનપલ્લિ નામના ગામમાં થયો હતો. મેં તેમના એક સદી જૂના ઘર, જ્યાં તેમનો જન્મ થયો હતો અને જ્યાં તેઓ રહ્યાં હતાં તેની મુલાકાત લીધી છે. તે એક સુંદર નાનકડું ઘર છે. અત્યારે તે ઘરને કૃષ્ણમૂર્તિના સ્મારકની જેમ રાખવામાં આવી છે. મદનપલ્લિ એક નાનું ગામ છે, પરંતુ કૃષ્ણમૂર્તિએ નજીકમાં એક શાળા બનાવી હોવાથી, ઘણા પ્રકારના લોકો હવે ત્યાં જાય છે.

મૅડમ બ્લેવાત્સ્કી અને થિયોસોફિકલ સોસાઈટી

Helena_P._Blavatsky_wikipediaએક સમયે, ૧૯મી સદીના અંતભાગમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં, થિયોસોફિનો દુનિયાભરમાં મોટાપ્રમાણમાં ફેલાવો થયો. આની શરૂઆત મૅડમ બ્લેવાત્સ્કી, જેમને તંત્રવિદ્યા અને રહસ્યવાદમાં ખૂબ જ રસ હતો, તેમના દ્વારા થઇ હતી. તે એવો સમય હતો જયારે ઘણા બધા બ્રિટિશ અને અન્ય યુરોપીય શોધકો - રહસ્યવાદના શોધકો - મેક્સ મુલર, પૉલ બ્રૂન્ટોન વગેરે ભારત આવ્યાં હતાં અને તેમણે અનેક પુસ્તકો લખ્યા હતાં. બ્લેવાત્સ્કી તેમના પહેલાં ભારતમાં આવ્યાં હતાં.

તેઓનું સપનું એક "આદર્શ જીવ" નિર્માણ કરવાનું હતું.

એ દિવસોમાં, આ કોઈ સ્થળે કંઈક શીખવા માટે જઈ શકવું મુશ્કેલ હતું. તમારે ઘોડા પર ચડીને અજાણ્યા દેશમાં જઈ, બધા પ્રકારની મુશ્કેલીઓ સાથે લડીને સાચા પ્રકારના ગુરુને મળવાના પ્રયત્નો કરવા પડે. આ એક સાહસ માંગી લે એ પ્રકારનું કામ હતું. આવા સાહસ પર જવા માટે એક તીવ્ર ઝંખના હોવી જોઈએ, નહીંતર તમે એવી યાત્રા ના કરી શકો જેમાં તમારા જીવનું જોખમ હોય.

મૅડમ બ્લેવાત્સ્કી બધા પ્રકારની જગ્યાઓએ ગયા. તેઓ તિબેટ ગયા, ભારત આવ્યા અને પછી તેઓ નીચે તામિલનાડુમાં આવ્યા અને અહીં તેમણે થિયોસોફિકલ સોસાઈટીની સ્થાપના કરી - જે આજે પણ છે. તેઓનું સપનું એક "આદર્શ જીવ" નિર્માણ કરવાનું હતું.

મૈત્રેય અથવા જગદ્‍ગુરુ

તેઓ તેમાં કેટલા ઊંડા ઉતર્યા તે મને ખબર નથી, પરંતુ યોગિક કથાઓમાં, લગભગ ૪૦,૦૦૦ વર્ષ પહેલા એક સુનિરા નામના યોગી હતાં. સુનિરાએ જોયું કે જો આપણે એક સંપૂર્ણ મનુષ્યનું નિર્માણ કરીએ કે જે બધા પ્રકારના મનુષ્યો માટે તેમની ચેતનાને વિકસિત કરવાનું કામ કરી શકે. એક રીતે જોઈએ તો સુનિરા શિવની પરંપરામાંથી આવતાં હતાં, તેથી તેનું સપનું હતું કે તેમના જેવા એક અન્ય જીવનું નિર્માણ કરવું. તે એક જીવંત શિવ ફરીથી બનાવવા માંગતાં હતાં - દુનિયા માટે એક આદર્શ ગુરુ કે જે સંપૂર્ણ રીતે બહુઆયામી હોય, જે કોઈ એક પ્રકારની શિક્ષણપ્રણાલીથી મર્યાદિત ન હોય. શિવે મનુષ્યની સંપૂર્ણ ચેતના અને મનુષ્ય શરીરનું શક્ય તેટલી બધી રીતે અન્વેષણ કર્યું, તેથી સુનિરા તેવાં પ્રકારના જીવંત વ્યક્તિને બનાવવા ઈચ્છતાં હતાં.

શિવે મનુષ્યની સંપૂર્ણ ચેતના અને મનુષ્ય શરીરનું શક્ય તેટલી બધી રીતે અન્વેષણ કર્યું, તેથી સુનિરા તેવાં પ્રકારના જીવંત વ્યક્તિને બનાવવા ઈચ્છતાં હતાં.

સુનિરાએ તે પ્રકારના જીવ માટે ઊર્જા શરીરની રચના કરવાની શરૂઆત કરી. તેઓ માનતા હતાં કે આ ઊર્જા શરીર પર પછી તેઓ ભૌતિક શરીર બનાવી શકશે. પછી આવા જીવને અમુક સદીઓ કે અમુક હજાર વર્ષના આયુષ્ય સાથે આ દુનિયામાં છોડી દેશે જેથી તે આખી દુનિયાને રૂપાંતરિત કરી શકે.

સુનિરા આ યોજના પર કામ કરવા લાગ્યા - જેને તેમણે મૈત્રેય એટલે કે મનુષ્યજાતિના સર્વોચ્ચ મિત્ર એવું નામ આપ્યું. પરંતુ તેઓ સફળ થયાં વગર મૃત્યુ પામ્યા. અહીં તહીં આ ૪૦,૦૦૦ વર્ષોમાં અનેક મહત્વકાંક્ષી યોગીઓએ સુનિરાની આ અધૂરી યોજના ઉપાડી અને આ આદર્શ ગુરુ કે જે મનુષ્યની ચેતનાને રૂપાંતરિત કરી શકે તેના ઊર્જા શરીરને ફરીથી બનાવવાના પ્રયત્નો કર્યા. આ કાર્ય ચાલુ બંધ ચાલુ બંધ થતું રહ્યું. અનેકવિધ યોગીઓએ આ યોજના ઉપાડી અને આ જ વસ્તુ ફરીથી બનાવવાના અનેક વાર પ્રયત્નો કર્યા.

થિયોસોફી

 

charles-webster-leadbeater-&-annie-besant-wikipedia

આ થિયોસોફી ચળવળને દુનિયાભરમાં ગતિમાન કરવા માટે મૅડમ બ્લેવાત્સ્કી, લીડબીટર અને ઍની બેસન્ટ ભેગા થયાં. જેમાં તેઓ ઘણીમાત્રામાં સફળ રહ્યાં. તેઓએ તંત્રવિદ્યા માટેનું દુનિયાનું સૌથી અસાધારણ પુસ્તકાલય બનાવ્યું, જે અત્યારે પણ થિયોસોફિકલ સોસાઈટી ઓફ ઇન્ડિયામાં મોજુદ છે. તેઓએ તંત્રવિદ્યા પર દરેક પ્રકારનાં પુસ્તકો એકત્ર કર્યાં અને એક આખું અભ્યાસ મંડળ ઉભું કર્યું.

અત્યારે પણ, જીદ્દુ કૃષ્ણમૂર્તિના મંડળોને અભ્યાસ વર્તુળ કે અભ્યાસ મંડળ કહેવાય છે કારણ કે, આ અભ્યાસ મંડળો લીડબીટર અને ઍની બેસન્ટ દ્વારા સ્થપાયેલા. લીડબીટર અને ઍની બેસન્ટ અત્યંત બુદ્ધિશાળી હતાં પરંતુ તેઓને કોઈ આંતરિક અનુભવ ના હતો.

તાલીમ

તેઓએ આ બધી વસ્તુઓ વિષે વિપુલમાત્રામાં માહિતી ભેગી કરી અને તેઓ માનતા હતાં કે આ બધી માહિતી અને તેમની બુદ્ધિ વડે તેઓ આ બધું ફરીથી બનાવશે. તેઓ યોગ્ય શરીરો શોધવા લાગ્યા જેના પર આ મહા-શિક્ષકનું શરીર લાદી શકાય. તેઓએ જીદ્દુ કૃષ્ણમૂર્તિને પસંદ કર્યા અને તેમને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવા માટે અત્યંત તીવ્ર તાલીમમાં મૂકવાનું શરૂ કર્યું.

...તેઓ એક ફૂલ જેવા હતાં - તેઓની સુગંધ કોઈ ચૂકી ના શકે.

લીડબીટર જીદ્દુ કૃષ્ણમૂર્તિ સાથે ભારત છોડીને યુ.કે. ગયા, જ્યાં જીદ્દુ કૃષ્ણમૂર્તિએ સંપૂર્ણ પાશ્ચાત્ય જીવનશૈલી અપનાવી. તેઓ પિકકેડિલી ગયા, જે તે સમયથી એક પ્રસિદ્ધ બજાર છે અને ત્યાંથી સારામાં સારા સૂટ અને ટાઇ લઈને અને પહેર્યાં. તેઓ એટલા ચોક્સાઈભર્યા માણસ હતાં કે તેઓ ટાઇની પસંદગી કરવામાં કલાકો કાઢતા. તેઓએ પોતાના માટે બીએસએ મોટરસાયકલ ખરીદી અને તેઓ તેની સવારીનો આનંદ ઉઠાવતા..

તેઓની તાલીમનું ધ્યાનને લાગતું પાસું ચાલતું રહ્યું અને તેઓ એક ઉત્કૃષ્ટ મનુષ્ય બન્યા. આપણે નથી જાણતા કે તેઓ જયારે યુ.કે.માં હતાં ત્યારે તેઓ શું હતાં પરંતુ તેમના પાછળના વર્ષોમાં તેઓ એવું કંઈક હતાં જે કોઈ કળી ના શક્યું. પરંતુ તેઓ એક ફૂલ જેવા હતાં - તેઓની સુગંધ કોઈ ચૂકી ના શકે.

જીદ્દુ કૃષ્ણમૂર્તિ દ્વારા જગદ્‍ગુરુના પદનો અસ્વીકાર

જયારે જીદ્દુ કૃષ્ણમૂર્તિ લગભગ ૩૨ - ૩૩ વર્ષના હતાં ત્યારે, ધ થિયોસોફિકલ સોસાઈટીએ તેઓ જગદ્‍ગુરુ છે તેવું વિશ્વમાં જાહેર કરવાનું નક્કી કર્યું. તેઓએ નેધરલેન્ડમાં એક મોટી સભાનું આયોજન કર્યું. એવું કહેવાય છે કે તેમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યાં.

જીદ્દુ કૃષ્ણમૂર્તિ મંચ પર આવ્યા અને કહ્યું, "હું જગદ્‍ગુરુ નથી. હું કોઈ નથી."

જીદ્દુ કૃષ્ણમૂર્તિ મંચ પર આવ્યા અને કહ્યું, "હું જગદ્‍ગુરુ નથી. હું કોઈ નથી." આખી થિયોસોફિકલ સોસાઈટી અને તેમની યોજના પાણીમાં ગઈ. તેઓએ ક્રિષ્નમૂર્તિને પોતાનું આખું જીવન આપીને તૈયાર કર્યા હતાં અને તેઓએ ત્યાં જઈને કહ્યું, "હું જગદ્‍ગુરુ નથી. હું કોઈ નથી." મોટાભાગના મૂર્ખાઓએ કહ્યું હોત, "હા, હું જગદ્‍ગુરુ છું, હું બુદ્ધ અને જીસસનો પુનર્જન્મ છું." તેઓ પાસે એવું કહેવાની સૂઝ, સમજણ અને દૃષ્ટિ હતી કે, "તેઓ મને જે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે હું એ બકવાસ નથી."

તેઓ પછી થિયોસોફીમાંથી બહાર આવ્યા અને જાહેરસભાઓમાં બોલવા લાગ્યા. તેઓ એક તેજસ્વી વક્તા હતાં. લોકો તેમની આસપાસ એકઠા થયાં અને તેઓએ હંમેશા ગુરુ પર આધારિત ના રહેવાનું કહ્યું કારણ કે, તેઓનો તેમના શિક્ષકો સાથેનો અનુભવ ખૂબ ખરાબ હતો.

તેમની તીવ્ર સૂઝ અને સમજણના કારણે જયારે તેઓ બોલતા ત્યારે લોકો તલ્લીન થઇ જતા. તેમની બોલવાની ઢબ જાણે જાદુઈ છે. એક વસ્તુ તમે તેમના વિષે જોઈ શકો તે એ છે કે તેઓ સતર્ક અને સ્પષ્ટ છે. તેઓનું શારીરિક ઉપસ્થિતિ જ એ પ્રકારની છે. જો તમે ત્યાં દૂર બેસીને તેમને સાંભળી રહ્યાં છો અને તમે ખાલી તમારો હાથ ખસેડો તો તેઓ સીધા ઊભા થઈને ચાલ્યા જશે!

જયારે સદ્‍ગુરુએ એક જીદ્દુ કૃષ્ણમૂર્તિના વર્ગમાં ભાગ લીધો

જયારે હું માત્ર ૧૭ - ૧૮ વર્ષનો હતો ત્યારે કૃષ્ણમૂર્તિ અભ્યાસ વર્તુળ પ્રચલિત હતાં. ભારતના બુદ્ધિજીવી વર્ગમાં જો તમે જે. કૃષ્ણમૂર્તિ, કિઅરકેગાર્ડ અને દોસ્તોવેસ્કીને વાંચ્યા ના હોય તો જાણે તમારે મગજ જ નથી - એવું ગણાતું!

આ માણસ સીધા અને સ્પષ્ટ છે. આ વ્યક્તિની અખંડિતતા તેની આસપાસ છલકાઈ રહી છે.

તેઓ દર શનિવારે બપોરે અભ્યાસ વર્તુળ ગોઠવતા જ્યાં તેઓ અમુક ઑડિયો ટેપ વગાડતા અને તેમના પુસ્તકો વાંચતા. અમુક મિત્રોએ મને આવવા માટે કહ્યું અને હું ગયો. તેઓ એક નાનો વિડિયો વગાડી રહ્યાં હતાં. તે સમયે તેઓ હજુ જીવિત હતાં. વીડિયોમાં તેઓ બોલી રહ્યાં હતાં અને પ્રેક્ષકોમાં બેઠેલી કોઈ વ્યક્તિ માત્ર તેમને જોઈ રહી હતી. તેઓ કહે છે, "મારી સામે આ રીતે ના જુઓ." તે વ્યક્તિ કહે છે, "હું શું કરી શકું? મારી આંખો જ આ પ્રકારની છે." , "નહીં સર, મહેરબાની કરીને મારી સામે આ રીતે ના જુઓ." તે વ્યક્તિ કહે છે, "હું શું કરી શકું? મારી આંખો બંધ કરી દઉં? હું માત્ર તમને સાંભળી રહ્યો છું. તમારી સામે જોઈ રહ્યો છું, બસ એટલું જ." "નહીં, તમે મારી સામે આ રીતે ના જુઓ. આ વ્યક્તિને અહીંથી લઇ જાઓ."

હું પહેલા દિવસે ગયો ત્યારે આ જોઈને મને ખૂબ ગમ્યું. આ માણસ સીધા અને સ્પષ્ટ છે. આ વ્યક્તિની અખંડિતતા તેની આસપાસ છલકાઈ રહી છે. આ માણસની અખંડિતતા ચૂકી જ ના શકાય. મેં ખાસ વાંચન ના કર્યું પણ મેં થોડા ઓડિયો સાંભળ્યા અને થોડા વિડિઓ જોયા. મેં તેમને માણ્યાં, પરંતુ કોઈને સાંભળવા માટે જોઈએ એ કરતા હું ઘણો તોફાની હતો. જીવન મને દરેક સમયે બોલાવી રહ્યું હતું. મારી પાસે મારા માતા-પિતા કે મારા શિક્ષકો કે કૃષ્ણમૂર્તિને સાંભળવા માટે સમય ના હતો. મારી પાસે કોઈ વસ્તુ માટે સમય ના હતો. તેથી મેં અભ્યાસ વર્તુળ છોડ્યું અને આગળ વધ્યો.

જ્ઞાનનો માર્ગ

પાંચ અઠવાડિયા સુધી દર શનિવારે બપોરે લગભગ દોઢ કલાક જેટલું જ હું ત્યાં ગયો. તેઓ એક અડધા કલાકનો ઓડિયો અથવા વિડિયો વગાડતા અને પછી ચર્ચા કરતા. આ એક બહુ મોટી મૂંઝવણ રહેતી કારણ કે તેમની આસપાસ તેઓ શું કહી રહ્યાં છે તે કોઈ સમજતું ના હતું. તેઓ માત્ર આ, આ અને આ વિષે બોલી રહ્યાં છે. "શું છે આ?" તેઓ કહેશે, "આ છે આ." કારણ કે, તેઓ કોઈ પદ્ધતિ, કોઈ ઉદાહરણ, કોઈ વાર્તા, કોઈ કહેવત અથવા ટુથકાનો ઉપયોગ નથી કાર્યો. આ માત્ર બૌદ્ધિક વિશ્લેષણ છે. આ વિશુદ્ધ જ્ઞાન માર્ગ છે. જ્ઞાન એટલે બુદ્ધિનો માર્ગ.

...કારણ કે, તેઓ કોઈ પદ્ધતિ, કોઈ ઉદાહરણ, કોઈ વાર્તા, કોઈ કહેવત અથવા ટુથકાનો ઉપયોગ નથી કાર્યો. આ માત્ર બૌદ્ધિક વિશ્લેષણ છે.

જો તમે મને પૂછો તો, આ દુનિયાના સાતસો કરોડ જેટલા લોકોમાં આ પ્રકારની પ્રક્રિયા માટે યોગ્ય હોય એવા ૧૦,૦૦૦ લોકો પણ નહી હોય જેમની પાસે અત્યંત તીક્ષ્ણ બુદ્ધિ હોય અને જેઓ કોઈપણ પ્રકારના સંદર્ભ વિના વસ્તુઓનું વિશ્લેષણ કરી શકે. કદાચ તમને એવા હજાર લોકો મળી શકે અને તે હજાર લોકોને કદાચ આધ્યાત્મિક પ્રક્રિયામાં રુચિ ના પણ હોય. તેઓ કદાચ શેરબજાર કે બીજી કોઈ વસ્તુના વિશ્લેષણ કરવામાં પડ્યાં હશે.

જીદ્દુ કૃષ્ણમૂર્તિની આસપાસ બધા અનુભવ કરતાં કે આ એક ખાસ વ્યક્તિ છે પણ તેઓ શું કહી રહ્યાં છે તે કોઈ સમજી ના શકતું કારણ કે તેઓએ ગુરુની ભૂમિકા નિભાવવાનો ઇન્કાર કરી દીધો હતો. તેઓએ કોઈને કોઈપણ પ્રકારની દીક્ષા આપવાનો કે કોઈપણ પ્રકારની પદ્ધતિ કે પ્રક્રિયા આપવાનો ઇન્કાર કરેલો.

તમારી ગાડી ને એક પૈડાં પર ચલાવવી

તેમણે કહ્યું, "તે આમ પણ થશે જ." તે સાચી વાત છે. તે આમ પણ થશે જ, પરંતુ કદાચ લાખો જન્મ પછી. તેથી જો તમે ઉતાવળમાં હોવ તો તમારી પાસે ક્યાં તો એ પ્રકારની બુદ્ધિ હોવી જોઈએ - જે દુર્લભ છે – ક્યાં તો તમે અન્ય સંસાધનો - શરીર, ઊર્જા અને ભાવનાનો ઉપયોગ કરવા માટે તૈયાર હોવા જોઈએ. તેઓએ તેમની ગાડીની એક પૈડાં ઉપર જ સવારી કરી. તેઓ તેમાં પારંગત છે પણ બીજું કોઈ એ ના કરી શકે.

જયારે તેઓ હતાં, ત્યારે એક સુગંધ હતી. આજે જયારે તેઓ નથી ત્યારે ખાલી પુસ્તકો રહ્યાં છે કારણકે, તેઓએ કોઈ જીવંત પ્રક્રિયા નથી આપી.

તમારામાંથી કેટલા લોકો તમારી ગાડીને બે પૈડાં પર ચલાવી શકે છે? એવા લોકો છે જે તે કરી શકે, પરંતુ શું તે ગાડી ચલાવવાની શ્રેષ્ઠ રીત છે? તે વ્યક્તિ કદાચ ભલામણ કર્યે રાખશે, "જો તમે તમારી ગાડી ને બે પૈડાં પર ચલાવો, પૈડાને ઓછો ઘસારો લાગશે, બહુ ઓછી જગ્યાની જરૂર પડશે, હાઈ-વે લેન પાતળો થઇ જશે, ઘણાબધા ફાયદા છે." પરંતુ કેટલા લોકો આ કરી શકે? અને તેઓ તો એક પૈડાં પાર ચલાવી રહ્યાં છે - વધુ ખરાબ.

તેઓ એક ઉત્કૃષ્ટ મનુષ્ય હતાં પરંતુ તેઓ એક ફૂલની જેમ જીવ્યા અને ફૂલની જેમ સુકાઈ ગયા. જયારે તેઓ હતાં, ત્યારે એક સુગંધ હતી. આજે જયારે તેઓ નથી ત્યારે ખાલી પુસ્તકો રહ્યાં છે કારણકે, તેઓએ કોઈ જીવંત પ્રક્રિયા નથી આપી.

ખલિલ જિબ્રાન અને જીદ્દુ કૃષ્ણમૂર્તિ

kahlil-gibran-wikipediaહું ખલિલ જિબ્રાનના લેબનોનમાં આવેલા ઘરે ગયો છું. આ એક મુલાકાત લેવા જેવું ઘર છે. આ એક પહાડોની વચ્ચે આવેલ સુંદર સ્થળ છે જેમાં એક નાનું ઝરણું બેઠકખંડમાંથી પસાર થાય છે. એકવાર જીદ્દુ કૃષ્ણમૂર્તિ કોઈ જગ્યાએ હતાં અને ખલિલ જિબ્રાન તેમને મળવા ગયા.

જિબ્રાને પછી કહ્યું, "જયારે હું તે કક્ષમાં પ્રવેશ્યો તો જાણે હું એક પ્રેમરૂપી દીવાલમાં પ્રવેશ્યો.” તમે જીદ્દુ કૃષ્ણમૂર્તિને ક્યારેય પ્રેમ સાથે સાંકળી શકશો નહીં. તેઓ ચોક્સપણે પ્રેમાળ નથી દેખાતા, પરંતુ તેઓ ખૂબ પ્રેમાળ હતાં. તેમની ઊર્જા સંપૂર્ણપણે કરુણામય હતી, પરંતુ તેમના શબ્દો ચપ્પુ જેવા છે.

તેમની આસપાસ લોકોએ કોઈ અનુભવો કર્યાં પરંતુ તેઓ તેને પકડી ના શક્યા કેમ કે તેઓ લોકોને પકડવા ના દેતા. તેઓએ કહ્યું, "જો તમે પકડી રાખશો તો કદાચ તમે તેનાથી બંધાઈ જશો, તેથી તેમને ના પકડો." આ એક પ્રકારનો અભિગમ છે. હું નથી કહેતો કે આ ખોટું છે. આ એક સુંદર માર્ગ છે. જો દુનિયામાં તીક્ષણ બુદ્ધિ ધરાવતા લાખો લોકો હોત તો વસ્તુઓ કરવા માટેનો આ એક અદ્‍ભૂત માર્ગ બન્યો હોત. પરંતુ અત્યારે માનવજાત એવી સ્થિતિમાં છે કે લોકોની બુદ્ધિ લાખો વસ્તુઓમાં ફસાયેલી છે ત્યારે આ પદ્ધતિ મોટાભાગના લોકોને ક્યાંય પણ પેહોચાડશે નહીં. આ એક સુંદર પ્રક્રિયા છે પરંતુ તેને પચાવી શકે એવા લોકો પણ હોવા જોઈએ.

જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફૂલ જેવા હતાં કે જેની સુગંધ તેઓ જ્યારે તેઓ જીવિત હતાં ત્યારે અનુભવી શકાઈ. તેમના શબ્દો સારા છે. જો તેનો બૌદ્ધિક કવાયત તરીકે ઉપયોગ કરીને અમુક વસ્તુઓ છોડવા માંગો તો તે ઉપયોગી બની શકે. તેમનું બુદ્ધિચાતુર્ય તેમના જીવનની દરેક ક્ષણમાં ઉભરાઈ ઉભરાઈને બહાર આવે છે.

જીદ્દુ કૃષ્ણમૂર્તિએ સદ્‍ગુરુ પર કેવી રીતે અસર કરી

જયારે હું આ પાંચ શનિવાર સુધી બપોરે દોઢ કલાક માટે ગયો, તેમાંથી એક દિવસ તેઓ શિક્ષણ પર બોલ્યા. તેમણે મને ખરેખર મને આકર્ષિત કર્યો કેમ કે મેં લોકોને શિક્ષિત કરવાના એક અલગ વૈકલ્પિક રસ્તા વિષે ક્યારે પણ વિચાર્યું ના હતું. હું મારા મનમાં બધી શિક્ષણપ્રણાલીઓને વિખેરવા જ વિચારતો હતો. હું વિચારતો હતો કે આ બધી શિક્ષણપ્રણાલીઓ અત્યંત ભયાનક છે અને હું એક તેમાં જવા પડવાં કરતા એક આંબાનાં ઝાડ નીચે – અથવા તો ઋતુ એવી હોય તો ઝાડ પર ચઢીને વધુ સારી રીતે મોટો થઇ શકું.

તો એ પાંચ શનિવારની બપોરના દોઢ કલાકોએ મારા પર એટલી અસર કરેલી કે, એક યા બીજી રીતે જોઈએ તો મેં મારી દીકરીને તેમની સંભાળમાં સોંપી.

જયારે તેઓ શિક્ષણ પર બોલ્યા અચાનક મેં જોયું કે આ કરવા માટેનો એક બીજો રસ્તો પણ છે. હું કદાચ ૧૭ કે ૧૮ વર્ષનો હતો અને હું તોફાની રીતે જીવતો હતો અને મને કોઈ જગ્યાએ ભાગી જવાની ઈચ્છા હતી. મેં વિચાર્યું કે બાળકોને તેઓ કહી રહ્યાં છે એ પ્રકારના શિક્ષણમાં મોકલવા મને ગમે.

બન્યું એવું કે જયારે મારી દીકરીને શાળાએ જવાનું થયું, તેને ઊટીની સૌથી ઉત્તમ શાળામાં ઍડમિશન મળ્યું. તે એવી શાળા છે જ્યાં બધાને જવાની ઈચ્છા હોય છે, પરંતુ પછી અચાનક મારા મગજમાં ચમકારો થયો, "ત્યાં એક જીદ્દુ કૃષ્ણમૂર્તિની શાળા છે, તેને શા માટે તેને ત્યાં ના મોકલવી?" એ તે શાળામાં ગઈ અને આઠ વર્ષ ત્યાં અભ્યાસ કર્યો.

તો એ પાંચ શનિવારની બપોરના દોઢ કલાકોએ મારા પર એટલી અસર કરેલી કે, એક યા બીજી રીતે જોઈએ તો મેં મારી દીકરીને તેમની સંભાળમાં સોંપી. મારો જીદ્દુ કૃષ્ણમૂર્તિ સાથેનો સંપર્ક માત્ર સાડા સાત કલાકનો હતો પરંતુ તેનો આટલો પ્રભાવ તેઓનો મારા પર હતો.

 

Editor's Note:  This article was created from a talk given by Sadhguru in 2010 at the Isha Institute of Inner-sciences in USA, 2010. Click here to watch the whole talk.