આધુનિક તબીબી શોધખોળો મનુષ્યો પર, તેમની નિદ્રા પર, તેમના મૂડ પર અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર ચંદ્રની અસરો વિષે જાણવાના પ્રયાસો કરી રહી છે. આ ક્ષેત્રના આગળ પડતા સંશોધક ડો. હોરાસીઓ તેની અસર વિષે ચર્ચા કરે છે અને સદ્ગુરુ પાસેથી યોગિક દ્રષ્ટિકોણ મેળવે છે. ડો. હોરાસીઓ યુનિવર્સીટી ઓફ વોશિંગ્ટન ખાતેના એક રિસર્ચ એસોસિએટ અને બાયોલોજીના પ્રોફેસર છે. આ ચર્ચામાં ડો. ડેવિડ વાગો એન્કરની ભૂમિકા ભજવી રહ્યા છે, જેઓ વાંડરબિલ્ટ યુનિવર્સીટી ખાતે સાયકોલોજીના પ્રોફેસર અને બ્રિગહૅમ એન્ડ વિમેન્સ હોસ્પિટલ, હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતેના રિસર્ચ એસોસિએટ છે.