યુનાઇટેડ નેશન્સ દ્વારા દર વર્ષની ૨૧ જુનને ઈંટરનેશનલ યોગ દિન તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી છે. આ ઠરાવને ૧૯૩માંના ૧૭૫ સભ્ય રાષ્ટ્રો દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવ્યો હતો, અને તે એટલો લોકપ્રિય નીવડ્યો કે તેને મતદાનની જરૂર ન પડી અને તેને સર્વ સંમતિ દ્વારા અપનાવામાં આવ્યો હતો. 

આ મહત્વપૂર્ણ અવસર પર સદ્દગુરુનો સંદેશ અહીં રજુ કરીએ છીએ.

યોગ જીવનની કાર્યપ્રક્રિયાની છાનબીન છે. તે બધાં ધર્મોથી પહેલાં અસ્તિવમાં આવ્યું અને તેણે મનુષ્યની સામે સંભાવના/શક્યતા ખોલવાનું કામ કર્યું કે જેના વડે, જો માનવ પ્રયત્ન કરવા ઈચ્છે તો કુદરત દ્વારા નિર્ધારિત કરાયેલ મર્યાદાઓથી પર જઈ શકે/ઓળંગી શકે છે. યોગવિજ્ઞાનને તેના અતિશુદ્ધ રૂપમાં ઉપલબ્ધ કરાવવું તે આ પેઢીની જવાબદારી છે. આંતરિક વિકાસ, માનવ કલ્યાણ તથા મુક્તિનું આ વિજ્ઞાન ભાવી પેઢીઓ માટે સૌથી મોટી/મહાનતમ ભેટ છે. ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવા માટેની પ્રક્રિયાનો આરંભ કરવા બદલ વડાપ્રધાનને ખુબ અભિનંદન.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અતિમહત્ત્વનો છે.

‘યોગ’ શબ્દનો અર્થ ખરેખર થાય છે એકાત્મકતા. યોગનો અર્થ એટલે શરીરને આડું-અવળું વાળવું કે અંગોને ગાંઠોમાં બાંધવું, કે પછી શ્વાસ રોકવો કે અન્ય કોઈ સર્કસ કરવું તેવો નથી. ‘યોગ’ શબ્દનો અર્થ થાય છે કે પોતાના અનુભવમાં બધું એક થઇ જવું. તે મનુષ્યની અનુભૂતિ કરવાની/સુઝબુઝની ક્ષમતાને વધારવાની અને વ્યક્તિગત મનુષ્યોને પોતાના અંતિમ સ્વભાવને પામવાની સીસ્ટમ છે. યોગ એ જીવનની કાર્યપ્રક્રિયાની સૌથી ગહન છાનબીન છે.

અંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક ખુબ જ નિર્ણાયક સમયે આવી રહ્યો છે. આજે જે મહત્વ યોગ વિજ્ઞાન ધરાવે છે તેવું પહેલાં ક્યારેય નહોતું. આજે આપણી પાસે વિજ્ઞાન અને ટેકનોલોજીના તમામ સાધનો છે જે વિશ્વને જોડી અથવા તોડી શકે છે. તેથી તે ખુબ જ મહત્વપૂર્ણ બની રહે છે કે આપણી પાસે આંતરિક જીવન પ્રતિ જાગૃતિ અને એવો ભાવ બની રહે કે આપણે દરેક બીજા પ્રાણી/જીવને આપણો પોતાના એક અંગ/ભાગ તરીકે અનુભવી શકીએ. નહિતર માનવ કલ્યાણ/ આપણી પોતાની સુખ અને ભલાઈની/ આ દૌડ બધાનો સર્વનાશ લાવશે.

જો આ વિશ્વની અમૂક આબાદી પણ આનો અનુભવ કરી લે, જો અમૂક ટકા આબાદી ખરેખર ધ્યાનમય બને/ધ્યાન કરે, તો ચોક્કસપણે વિશ્વની ગુણવત્તામાં બદલાવ આવશે. ખાસ કરીને જો વિશ્વનાં નેતૃત્વમાં જીવનના યોગ એકાત્મકતાનો અનુભવ થાય તો ચોક્કસપણે વિશ્વની કાર્યપદ્ધતિમાં નાટકીય પરિવર્તન આવશે. જીવન પ્રત્યેની સમજણ/સુઝબુઝને વિસ્તૃત કરીને તેને વ્યક્તિગત સ્તર થી સાર્વત્રિક સ્તર સુધી લઇ જવામાં જ માનવતાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા આ દિશા તરફ એ મહત્ત્વપૂર્ણ પગલું છે, અને જે સમગ્ર ગ્રહ ઉપર એક લહેર પેદા કરી શકે છે. 

આ રીતે યોગની સ્વીકૃતિ ખુબ જ ફાયદાકારક રહેશે, ખાસ કરી યુવા માટે. આજકાલ, ઘણા બધા યુવાનો યોગ તરફ વળી રહ્યાં છે, કારણકે, સામાન્ય રીતે વિશ્વના યુવાનો જ ઉત્કટ હોય છે. યુવા એ માનવતા નિર્માણની ચાલુ પ્રક્રિયા છે. કારણકે તેમનું બંધારણ હજી સંપન્ન નથી થયું એટલે તેઓ પોતાને જે રીતે ઈચ્છે તે આકાર આપી શકે છે. જો યુવાનોને માત્ર એટલું શિક્ષણ આપવામાં આવે કે પોતાની જાતને થોડી વધારે જાગૃતિ/ચેતના વડે કેવી રીતે કેળવવી, તો તેઓ એક મહાન શક્યતા બની રહેશે. નહીંતર, યુવાનો ઘણા બેકાબુ અને મજબુર બની શકે છે. પરંતુ જો તેઓ થોડા વધારે જાગૃત બને, તો આપણી સામે માનવતાનું  તથા આપણી આસપાસના પર્યાવરણનું એક ઉત્તમ ભવિષ્ય છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ૨૧ જૂન 

ઇકોલોજી અને માનવ ચેતના જુદા ન કરી શકાય. પહેલી મૂળભૂત હકીકત જે ભીતર જોવાની છે તે હંમેશા એ છે કે તમે કુદરતી રીતે તમારી આસપાસની વસ્તુઓનો એક અવિભાજ્ય અંગ છો. પરંતુ હવે સમસ્યા એ છે કે આપણે જીવનને અલગ ભાગોમાં/ભાગલાં પાડીને જોવાનો પ્રયાસ કરીએ છીએ, જે ક્યારેય કામ નહીં કરે. માત્ર એટલા જ કારણે કે મનુષ્યો ખૂબ જ અસંવેદનશીલ/લાગણીશુન્ય બની ગયા છે એટલે આપણે આજે આ વિશ્વના બચાવ વિષે વાત કરવી પડે છે, જે એક મૂર્ખામીભર્યો વિચાર છે કારણકે આ ધરતી માતા આપણી રક્ષા કરી રહી છે અને ન કે આપણે તેની (સુરક્ષા) કરીએ છીએ. આ બધાંની કોઈ જરૂરત ન રહે જો આપણે માત્ર એટલું સમજી લઈએ કે આપણને ગમે કે ન ગમે, આપણે આ અસ્તિત્વનો જ એક ધબકતો અંગ/ભાગ છીએ.

આ સમજ અને અનુભવ લાવવા માટે યોગ એક આવશ્યક વિજ્ઞાન છે. આ જ્ઞાન હજારો વર્ષ પૂર્વે પ્રથમ યોગી અથવા આદીયોગી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. ઉનાળાના અયનકાળના દિવસે, આદીયોગીએ દક્ષીણની દિશા તરફ મુખ કર્યું અને પ્રથમ વાર તેમની નજર સપ્તઋષિઓ  અથવા સાત ઋષિઓ પર પડી, જેઓ યોગ વિજ્ઞાનને વિશ્વના ઘણા ભાગોમાં લઇ જનારા તેમના પ્રથમ શિષ્યો હતાં. આ એક અદ્ભુત વાત છે કે ૨૧ જૂન માનવતાના ઈતિહાસમાં આ મહત્ત્વપૂર્ણ પ્રસંગની એક નિશાની બની રહેશે.

આધ્યાત્મિક પ્રક્રિયાને વિશ્વમાં લાવવાનો પ્રયાસ એક લાંબા સમયથી ચાલી રહ્યો છે, અને ખાસ કરીને એવી વ્યક્તિઓ કે જેમનો બાકીના વિશ્વ ઉપર એક મોટો પ્રભાવ છે. લગભગ આઠ હજાર વર્ષ પૂર્વે અષ્ટવક્રએ જનકને અંતર્જ્ઞાન પ્રદાન કર્યું. કૃષ્ણના આખા જીવનનું લક્ષ્ય આધ્યાત્મિક પ્રક્રીયા અને રાજકીય પ્રક્રિયાને જોડવા વિષે હતું. કૃષ્ણએ માત્ર રાજા-મહારાજાઓ સાથે જ કાર્ય નહોતું કર્યું પરંતુ, તેમણે ભારતનાં ઉત્તરીય ભાગમાં લગભગ ૧૦૦૦ કરતાં પણ વધુ આશ્રમોની સ્થાપના કરી હતી.

આંતરરાષ્ટ્રીય દિવસ: આંતરિક ઝાંખી/ધ્યાન

યોગનો મૂળભૂત થાય છે માનવ કલ્યાણની શોધમાં તમે ઉપર જોતાં નથી. કારણકે જો તમે ઉપર જોશો તો તમે ભ્રમિત થશો, તમે એવી બધી વસ્તુઓની કલ્પના કરવાનું શરુ કરશો જે તમારા અનુભવમાં નથી. અને સૌથી મહત્વનું એ છે કે કઈ બાજુ ઉપર છે અને કઈ નીચે, તેની તમને જાણ નથી. છેલ્લા ૧૫૦ વર્ષમાં, લગભગ આખી માનવતાએ ઉપર જોયું અને તેમાંના જુજ લોકોએ બહાર જોવાનું પસંદ કર્યું- ધનનો સંગ્રહ કરીને અને મહેલોના નિર્માણ કરીને. પરંતુ આજે, મોટાભાગની માનવતા ઉપર જોવાને બદલે બાહ્ય અભિગમ/ધ્રષ્ટિ ધરાવે છે. જો આપણે માનવ કલ્યાણ તરફનું ધ્યેય રાખીશું તો આપણે આપણા અસ્તિત્વના મૂળ આધારનો નાશ કરીશું, જે આપણે કરી રહ્યાં છીએ. આ કૃત્યને આપણે અલગ અલગ નામ આપ્યા છે- ઇકોલોજીની સમસ્યાઓ, ગ્લોબલ વાર્મિંગ, કલાયમેટ ચેન્જ, પરંતુ મનુષ્યો માત્ર પોતાના કલ્યાણ તરફ ધ્યાન આપી રહ્યાં છે. બસ માત્ર એટલું જ છે. એકમાત્ર અંતિમ ઉકેલ અને એક જ રસ્તો છે જેનાં વડે મનુષ્યો સુખાકારી પ્રાપ્ત કરી શકશે જે છે પોતાની ભીતર જોવું. આ યોગનો અર્થ છે. આજુબાજુ કે ઉપર નહીં પરંતુ પોતાની ભીતર જોવું. બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ભીતર છે. 

થોડાક સમયથી અમે લોકો રાજકીય, આર્થિક અને શૈક્ષણિક નેતાઓ સાથે કાર્યરત છીએ, કારણકે તેઓ અન્ય લોકોના માનવકલ્યાણ અને જીવન પર અમુક પ્રમાણમાં પ્રભાવ પાડી શકે છે. લગભગ ૧૧ વર્ષ પહેલાં, અમારા વેલનેસ પ્રોગ્રામમાં કોઈકે કહ્યું કે, ‘સદ્દગુરુ, આ બધું તો અદ્ભુત છે, પરંતુ દેશનું શું? આપણા રાષ્ટ્રનું શું? તેથી મેં કહ્યું, “આપણી પાસે બે હાજર લોકોની યાદી છે, જે આ દેશમાં એક પરિવર્તન લાવી શકે છે. જો તમે મને આ બે હજાર લોકોનો સંપર્ક કરાવી આપો તો એક અદ્ભુત પરિવર્તન આવશે.” મને લાગે છે કે આ વર્ષો દરમિયાન આ બે હજારમાંથી લગભગ ૪૦ ટકા જેવા લોકોને પહોંચી શક્યા છીએ. તેઓ એક શાંત પરિવર્તન લાવી રહ્યાં છે.

અને હવે એક સ્થિતિ એવી આવી છે કે જ્યાં વિવિધ રાષ્ટ્રોના નેતાઓ યોગ વિષે વાત કરી રહ્યાં છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેવી કે યુનાઇટેડ નેશન્સમાં પણ આ વિષે વાત થાય છે. યુ. એનમાં આપણા વડાપ્રધાનના ભાષણની ૨ મિનીટ યોગને ફાળવવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની તેમની વાતચીતમાં ૭ મિનીટ યોગ વિષે હતી. આવું પહેલાં ક્યારેય નથી બન્યું. ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાના ઠરાવને પસાર કરવા માટે, ૧૯૩ દેશોમાંથી ૧૭૫ દેશોએ સમર્થન આપ્યું હતું. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: તેનો પ્રભાવ પાડવો જરૂરી છે.

આપણે આ ગ્રહ પર આંતરરાષ્ટ્રીય દિવસનો એક મોટો પ્રભાવ પડે તે માટે ચોક્કસપણે કંઈક કરવું છે. આપણે આ વિશ્વને સાદું યોગ આપવા માંગીએ છીએ જે દરેક વ્યક્તિ કરી શકે. એવું કંઈક જે લોકોને તુરંત એક લયમાં લાવી શકે અને તેમની સીસ્ટમમાં અમૂક સુમેળ લાવી શકે. ત્યાંથી પછી આપણે યોગના વધુ અને વધુ વિસ્તૃત સ્વરૂપો પ્રદાન કરી શકીએ છીએ. આપણે લગભગ એક સો જેવા ઠેકાણે સવારથી સાંજ સુધી મોટા પાયે યોગના પ્રોગ્રામ થાય એવી યોજના વિચારી રહ્યાં છીએ. તમે આ બધાં ઠેકાણે વોલન્ટીયર/સ્વયંસેવક તરીકે કામ કરી શકો છો અથવા તમે બીજે કશે તમારી પોતાની કોઈ પ્રવૃત્તિ કરી શકો છો. અને જો તમે પોતાની કોઈ પ્રવૃત્તિ કરવા ઈચ્છો, તો અમે તમને એક પ્રારંભિક વિડીઓથી સજ્જ કરીશું. તમે તે દિવસે ઓછામાં ઓછી એ ખાતરી કરી શકો છો કે દસ અલગ અલગ લોકો કોઈ પ્રકારનું સાદું યોગ શીખે- એક, પાંચ અને સાત મિનીટના યોગ પછી એક સુક્ષ્મ પરિવર્તનની પ્રક્રિયા શરુ થશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિનનો અર્થ છે કે સમગ્ર વિશ્વએ કોઈક પ્રકારનું યોગ કરવું જોઈએ. ચાલો આપણે તેને શક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ.