Mahabharat All Episodes

પ્રશ્નકર્તા: નમસ્કારમ્ સદ્‍ગુરુ, આપે કહ્યું છે કે, જીવનમાં સફળ થવા માટે આ ચાર બાબતો નું હોવું ખૂબ જરૂરી છે:  કૌશલ્ય, બુદ્ધિમત્તા, કૃપા અને ભાગ્ય. શું ભાગ્ય એ કૃપાની જ ઉપપેદાશ નથી? શું બુદ્ધિમત્તા અને હોશિયારી એક જ વસ્તુ છે?

પાંડવો પરની કૃપા અને તેમન ભાગ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?

સદ્‍ગુરુ: પાંડવોને માટે કૃષ્ણ તેમની કૃપા છે અને દ્રૌપદી તેમનું ભાગ્ય. મહાભારતમાં એક સુંદર ઉદાહરણ છે: દ્રૌપદીના પિતા દ્રુપદ, કૃષ્ણ દ્રૌપદીને પત્ની તરીકે સ્વીકારે તેમ ઇચ્છતા હતા, પણ એક રીતે કૃષ્ણ દ્રૌપદીના લગ્ન પાંડવો સાથે થાય તેવું ગોઠવે છે. કૃષ્ણ આ અત્યંત સ્વરૂપવાન સ્ત્રી સાથે લગ્ન કરી શક્યા હોત અને તેમ કરવાથી તે શક્તિશાળી રાજા બની શક્યા હોત. પાંચાલ અને દ્વારકા સાથે મળીને ખુબ શક્તિશાળી રાજ્યો બની શકતે. પણ બીજું કંઇ કરવા નિરધાર્યું. તેથી, તેઓએ જ્યારે દ્રૌપદીને પાંડવોને આપી ત્યારે, તે કૃષ્ણની કૃપા હતી અને તેમનું ભાગ્ય.

કર્મ એ નથી જે તમે વિચારો છો

જો કૃપા હેઠળ તમે કદી બેફિકર નહિ રહેશો. જો તમે જીવનની પ્રક્રિયાઓમાં બેફિકર હેશો તો તમે ચોક્કસ આફતોને આમંત્રિત કરશો. જીવનમાં તમે જે કોઈ પગલું ભરશો ત્યારે તમને વેદના થશે. તમે જો એવું માનતા હોવ કે, બીજાઓને વેદના પહોંચાડીને તમે ફાયદો મેળવી શકો છો, તો તે ફાયદો અલ્પ સમય માટે જ હશે. તમારે તેની કિંમત એ રીતે ચૂકવવી પડશે જે તમને સમજાશે નહિ કે તમારાથી તે સહન ન થઈ શકે. તેમાંથી કોઈ છટકી નથી શકતું. કર્મ એ કોઈ અપરાધ અથવા સજાની કોઈ ધારણા નથી કે, તમે કોઈ અપરાધ કર્યો તો કોઈ તમને તેની સજા કરશે. કર્મ તો તમે પોતે કરેલા કાર્યોનું પરિણામ છે. તમે જો હવામાં પથ્થર ઉછાળો, તો ગુરુત્વાકર્ષણ બળ તમને પથ્થર વડે મારવા માંગે છે તેમ નથી – એ તમારો પથ્થર છે જે પાછો ફરીને તમારા માથામાં વાગે છે. આ કર્મ છે.

કર્મ અપરાધ પ્રમાણે તેની સજા મળે તેવી ધારણા નથી, જેમાં તમે કોઈ અપરાધ કરો અને કોઈ તમને તેને માટે સજા કરે. કર્મ તો તમે પોતે કરેલા કાર્યોનું પરિણામ હોય છે.

લોકો હંમેશા વિચારે છે, “જો હું આવું કર્મ કરીશ તો કોઈ મને સજા કરશે.” કોઈએ તમને સજા કરવાની જરૂર નથી - એ જ તો એની સુંદરતા છે. તમે તમારા કાર્યોના પરિણામને જાણ્યા વિના જીવો - જે તમારી ઓંછી બુદ્ધિમત્તા અને વધુ પડતી હોશિયારીના પરિણામે હોય છે - ત્યારે અસ્તિત્ત્વની સાથે તમારા સંબંધની સંવાદિતા જળવાતી નથી. આવો વિકાસ ભયંકર હોય છે; તમારે તેમા માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. દુર્ભાગ્યપણે, આખી દુનિયા આજે આ જ રીતે જવાનું વલણ ધરાવે છે.

પણ જો તમે કૃપા હેઠળ હશો, તો અમારે તમને કઈ રીતે ચાલવું તે શીખવવું પડે નહિ. ઢોંગ કરવાની કોઈ આવશ્યકતા નહિ રહે – તમારી અંદર એક ખાસ પ્રકારની વિનમ્રતા હશે. તમે જે કાર્ય કરશો તેમાં એક ખાસ પ્રકારની કાળજી હશે તેમજ તમારી અંદર એક કુદરતી બુદ્ધિમત્તાનો વિકાસ થશે, જેથી તમે જીવનમાં પરિસ્થિતિ સંરેખિત થાય તેને માટે રાહ જોશો; તમારે તે માટે કોઈ બળ લગાડવું નહિ પડે. ભાગ્ય આપોઆપ ઉદય પામશે.

શા માટે હોશિયારી એ બુદ્ધિમત્તા નથી

શું કૃપા અને ભાગ્ય અલગ અલગ છે? ના તે અલગ નથી. હકીકતમાં તો ત્રણે વસ્તુઓ, તેમાં બુદ્ધિમત્તાનો પણ સમાવેશ થાય છે, તે અલગ બાબતો નથી. જો તમારામાં બુદ્ધિમત્તા ન હોય તો તમારા સુધી કૃપા પહોંચશે નહિ. કૃપા પામવા માટે હોશિયાર હોવું જરૂરી નથી. તેને માટે પીએચ.ડી જરૂરી નથી, પણ તેને માટે બુદ્ધિમત્તા આવશ્યક છે. બુદ્ધિમાન હોવાનો અર્થ છે કે, તમે અસ્તિત્વની સાથે એકરાગ છો. એક ખેડૂત, જે જમીન ખેડે છે, જે કદી નિશાળે નથી ગયો, તે આપણા લવારાઓને સમજી શકતો નથી. છતાં, તે તમારાથી અનેકગણો બુદ્ધિમાન હોઈ શકે કારણ કે, તે અસ્તિત્વ સાથે એકરાગ છે. ધારો કે, આવતીકાલે પૂર આવે છે અને તમારા મકાનો અને સગવડો બધી તણાઈ જાય છે, તો આવી પરિસ્થિતિમાં એ અભણ ખેડૂત તમારા કરતા ઘણી સારી રીતે ટકી જશે. તમારા બધા ઉપકરણો બતાવીને તમે તેને મૂર્ખ દેખાડી શકો. પણ જો તમને બે જણાને જંગલમાં છોડી દેવામાં આવે, તો તે જીવી જશે પણ તમે ગભરાઈ જશો અને ભૂખથી મારી જશો.

બુદ્ધિમત્તા એ કંઇ વિચારવું તે નથી - બુદ્ધિમત્તા એટલે તમે પોતાને સાંકળી લીધા છે અને તમે સર્જનની સાથે સુસંગત છો. ધ્યાનનો અર્થ આ જ છે; યોગનો અર્થ આ જ છે.

બુદ્ધિમત્તા એ કંઇ વિચારવું તે નથી - બુદ્ધિમત્તા એટલે તમે પોતાને સાંકળી લીધા છે અને તમે સર્જનની સાથે સુસંગત છો. ધ્યાનનો અર્થ આ જ છે; યોગનો અર્થ આ જ છે. યોગ નો અર્થ છે કે, તમે તમારી જાતને સર્જન સાથે એ રીતે સાંકળો છો કે, તમારી હોશિયારી ને કારણે નહિ પણ બુદ્ધિમત્તાને કરણે કાર્ય કરશો એને તે બુદ્ધિમત્તા તમારી નહિ હોય; તે બુદ્ધિમત્તા સૃષ્ટિ અને સૃષ્ટાની હશે.

ક્રમશ:...

More Mahabharat Stories