Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જેમ આપણી જીવિત લોકો પ્રત્યે જવાબદારી છે તેમ જ આપણી મરેલા લોકો પ્રત્યે જવાબદારી છે. મૃત્યુ પછીના અમુક મર્યાદિત સમય સુધી મરેલાઓને અસર કરવાની સંભાવના રહેલી હોય છે.
છેવટે તો, તમે કેવા છો તે જ દુનિયામાં પ્રગટ થશે.
જેમણે પોતાને નર્ક જેવા બનાવી દીધા છે તે લોકો સ્વર્ગમાં જવા માંગે છે. જેમણે પોતાને સ્વર્ગ જેવા બનાવ્યા છે તેઓ ગમે ત્યાં જાય, તેઓ ઠીક જ હશે.
જો તમે તમારા જીવનને રિએક્શનથી જાગરૂક રિસ્પોન્સ તરફ લઈ જાવ, તો તમારા જીવનની ગુણવત્તા અને અનુભવ તમે નક્કી કરશો. આ જ આત્મજ્ઞાન છે.
ધ્યાન એક ગુણ છે, એક કાર્ય નહિ.
જીવન કોઈ ઉપયોગ કરવાની વસ્તુ નથી. તે જેવી રીતે છે તે રીતે જ શાનદાર છે.
તમે કેટલા પૈસા કમાવ છો તેનાથી તમારા જીવનની સગવડો જ નક્કી થાય છે, જીવનની ગુણવત્તા ક્યારેય નહિ.
સર્જનનો સ્ત્રોત તમારી અંદર છે. તમારે બસ તેની સાથે જરૂરી સંપર્ક સાધવા માટેનો પ્રયાસ કરવાની જરૂર છે.
જો તમે જાણતા હોય કે તમારા મનમાં સ્પષ્ટતા કઈ રીતે લાવવી, તો તમે જોશો કે આખું અસ્તિત્વ ખુલ્લું છે.
કંટાળો આ જીવન જે બહ્માંડિય ઘટના છે તેની સાથે સામેલ ન થવાને કારણે આવે છે.
પરેનો બોધ અને બુદ્ધિમત્તા તમારા મનના સ્થિર થવામાં રહેલા છે.
દરેક મનુષ્યને જીવતા હોય ત્યારે શાંત હોવાનો હક છે, ખાલી મારે ત્યારે જ "ૐ શાંતિ" નહિ. ચાલો આ કરી બતાવીએ.