સદ્‍ગુરુ: જીવનની બધી ઈચ્છનીય વસ્તુઓ કાં તો અનૈતિક, ગેરકાયદેસર અથવા તો શરીર જાડું કરે તેવી કેમ છે? યુવાન લોકો ઘણી વાર આ પ્રશ્ન પૂછે છે અથવા તે વિષે વિચારે છે. ચાલો પહેલા શબ્દ વિષે વાત કરીએ: “અનૈતિક”. મોટાભાગના સમયે જ્યારે લોકો આ શબ્દનો ઉપયોગ કરે ત્યારે તેમનો સંકેત સેક્સ તરફ હોય છે. સેક્સ એક એવો વિષય છે જેના પર લોકો તેમના જીવનમાં બહુ મોટા પ્રમાણમાં વિચારે છે. એક સરળ શારીરિક જરૂરિયાત ઘણા લોકો માટે એક જીવનભરની ઘેલછા બની ગઈ છે. ચાલો આ સમજીએ: સેક્સ આપણી અંદરની એક સરળ ઈચ્છા છે, એક રાસાયણિક પરિવર્તન છે જે તરુણાવસ્થા સાથે ઘટિત થાય છે. તે એક સુખદ અનુભવ છે કેમ કે તે પ્રકૃતિની આપણને પ્રજનન માટે પ્રેરિત કરવાની એક રીત છે. સમય જતાં, આપણે પ્રજનનને એક વૈકલ્પિક વસ્તુ બનાવી છે, પરંતુ એક સુખદ અનુભવ હજુ રહેલો છે. તેમાં કંઇ સાચું કે ખોટું નથી. વ્યક્તિની કામેચ્છાને ભૌતિક અસ્તિત્વના એક જરૂરી ભાગ તરીકે સ્વીકારવી જરૂરી છે. બે લોકોને કામેચ્છા થઈ એટલા માટે જ તમારું અને મારું અસ્તિત્વ છે. આ એક સત્ય છે. 

મનુષ્યના જીવનમાં સેક્સની ભૂમિકા રહેલી છે, પણ મૂળભૂત રીતે તે ભૂમિકા સીમિત છે. જેઓ મન પર વધુ કેન્દ્રિત છે તેઓ જુએ છે કે તે ઈચ્છા ઓછી પ્રબળ છે.

સૌથી મોટી સમસ્યા એ છે કે ધર્મો અને નૈતિકતાના શિક્ષકોએ આપણને કહ્યું છે કે આપણી શારીરિકતા એક પાપ છે. આને કારણે સદીઓથી અકથિત અપરાધભાવ અને પીડાનું સર્જન થયું છે. તમે કોઈ વસ્તુનો જેટલો વધુ ઇન્કાર કરો, તમારા મનમાં તે તેટલું વધુ મહત્ત્વનું બની જાય છે. આ દમનને કારણે મનુષ્યની માનસિકતામાં અકથિત વિધ્વંસ થયો છે.

તે જ સમયે, શું આપણે ખાલી આપણા રસાયણોની કઠપૂતળી છીએ? ચોક્કસ તેવું નથી. મનુષ્યના જીવનમાં સેક્સની ભૂમિકા રહેલી છે, પણ મૂળભૂત રીતે તે ભૂમિકા સીમિત છે. જેઓ મન પર વધુ કેન્દ્રિત છે તેઓ જુએ છે કે તે ઈચ્છા ઓછી પ્રબળ છે. એકવાર તમે મનથી ઊંડા સુખ ખોજી  લો પછી કામુકતાનું મહત્ત્વ ઘટી જાય છે.

કામુકતાને યોગ્ય સ્થાન લેવા દેવું 

સેક્સના પારંપરિક ધાર્મિક દમનની પ્રતિક્રિયામાં, પશ્ચિમે શરીર સાથે વધુ પડતા ઓળખાવાની ઊંધી દિશા પકડી છે. તેની નકલ કરવી દુર્ભાગ્યપૂર્ણ રહેશે. આપણી મૂળભૂત શારીરિકતાની નિંદા કરવાની જરૂર નથી. પણ તેને એક ભવ્ય વસ્તુ બનાવવાની પણ જરૂર નથી. જો તમે બાળપણથી તરુણાવસ્થા સુધીનો તમારો વિકાસ જુઓ તો તમને તેની જિજ્ઞાસા થવી જોઈએ, તે તમારા પર રાજ ન કરવું જોઈએ. એક પ્રાકૃતિક બુદ્ધિમત્તા છે જે આપણને એ વિષે જાગરૂક બનાવે છે કે આપણે હોર્મોનની રમતથી કૈક વધુ છીએ. પ્રાણીઓ કરતા અલગ, મનુષ્યો તેમની કેમેસ્ટ્રીના ગુલામ નથી. મનુષ્યની ભાવનાત્મક અને બૌદ્ધિક સાથ-સંગાથની જરૂરિયાત શારીરિક જરૂરિયાત કરતાં ઘણી વધુ પ્રબળ છે.

દુર્ભાગ્યે, જેઓ હોર્મોનની પ્રક્રિયાઓને તેમની બુદ્ધિમત્તા પર હાવી થવા દે છે તેઓ તેમનું આંતરિક સંતુલન ગુમાવી બેસે છે. તે દયનિય બાબત છે કે આટલા બધા યુવાન લોકો તેમની બુદ્ધિમત્તાને તેઓ જે વાંચે અને ઓનલાઇન અથવા ફિલ્મોમાં જે જુએ તેના વશમાં થવા દે છે. તેનું પરિણામ છે કામુકતા પ્રત્યે એક આંતરિક જાગરૂકતા અને સંતુલન પર આધારિત પ્રતિસાદને બદલે એક નિશ્ચિત, પ્રમાણિત પ્રતિસાદ. લોકો કામુકતાના સમર્થનમાં અને વિરોધમાં બોલતા રહેશે. બંનેમાંથી કોઈની જરૂર નથી. આપણે જેની જરૂર છે તે છે શરીર અને મનમાં એક આંતરિક સમતા કેળવવાની, જેથી કામુકતા કુદરતી રીતે તેની જગ્યા શોધી લે. કામેચ્છાને સ્વીકારવી મહત્ત્વનું છે, પરંતુ તેનું સંચાલન જવાબદારી પૂર્વક કરવું પણ મહત્ત્વનું છે.

લોકો કામુકતાના સમર્થનમાં અને વિરોધમાં બોલતા રહેશે. બંનેમાંથી કોઈની જરૂર નથી. આપણે જેની જરૂર છે તે છે શરીર અને મનમાં એક આંતરિક સમતા કેળવવાની, જેથી કામુકતા કુદરતી રીતે તેની જગ્યા શોધી લે.

કોઈ સરળ યોગ, જો વ્યક્તિ નાની ઉંમરે કરવાનું ચાલુ કરે તો તે મોટા પ્રમાણમાં ફાયદાકારક થઈ શકે છે કેમ કે તે શરીર અને મનને કોઈ પણ શિક્ષા કરી શકે તેના કરતા વધુ અસરકારક રીતે સુમેળમાં લાવે છે. 

Editor's Note: Whether you're struggling with a controversial query, feeling puzzled about a taboo topic, or just burning with a question that no one else is willing to answer, now is your chance to ask! Ask Sadhguru your questions at UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image

A version of this article was originally published in Speaking Tree