સેક્સ કે સેક્સુઆલીટી- મન પર કાયમ કેમ ચડેલું રહે છે?

કિશોર અવસ્થા અથવા તો “ટીન એજ” એ એક એવો પડાવ છે જ્યારે આપણાં મન માં સેક્સ અથવા સેક્સુઆલીટી સૌથી વધુ ચડેલું રહે છે. શું એ સ્વાભાવિક છે કે ખોટું છે?
સેક્સ કે સેક્સુઆલીટી- મન પર કાયમ કેમ ચડેલું રહે છે?
 

પ્રશ્ન  : મને લાગે છે કે હું સેક્સ અને સેક્સુઆલીટી વિષે વિચારવામાં ખુબ સમય અને ઉર્જા ખર્ચી રહ્યો છું. મને લાગે છે કે કદાચ હું વિચિત્ર છું  પણ હું માનું છું કે મોટાભાગના લોકો આવુ જ વિચારતા હશે. પણ મારા વડીલો અને મારા માતાપિતા તેને વર્જ્ય (ટૈબૂ)  માને છે.  હું આના પર તમારા વિચાર જાણવા માંગુ છું.

સદગુરૂ :એક જોક સંભડાવું છું. એક વાર છ વર્ષની એક છોકરી સ્કુલે થી ઘરે આવી અને તેની મમ્મીને પૂછ્યું “મમ્મા , હુ કેવી રીતે જન્મી? મમ્મી શરમાઈ ગઈ .તેણે કહ્યું “ એક બગલો તને નાખી ગયો. “પેલી છોકરી એ તે નોધી લીધું .

પછી તેણે મમ્મીને પૂછ્યું , “ મમ્મા , તારો જન્મ કેવી રીતે થયો?”

“મને પણ એક બગલો નાખી ગયો “

“ મમ્મા , દાદીનો જન્મ કેવી રીતે થયો ? ”

“ બગલો તેમને પણ નાખી ગયો હતો “

પેલી છોકરી ગંભીર થઈ  ગઈ.તે જઈને બેસી ગઈ અને તેના હોમવર્કમાં કઈક લખવાનું શરુ કર્યું. માતા ખુબ બેચેની અનુભવવા લાગી. છોકરીએ લખવાનું પૂરું કર્યું એટલે માતા તેની પાસે ગઈ અને નોટ ઉઠાવી. વંશ વૃક્ષ  વિષે નિબંધ હતો. છોકરી એ લખ્યું હતું કે, “ મારા કુટુંબમાં ત્રણ પીઢિથી  કોઈનો પણ જન્મ કુદરતી રીતે થયો નથી.
 

સેક્સ કુદરતી છે,  સેક્સુઆલીટી તમે બનાઈ છે.

સેક્સ એક  સ્વાભાવિક બાબત છે.- તે શારીરિક છે. પણ  સેક્સુઆલીટી તમારા દ્વારા શોધી અને સર્જન કરાવાઈ છે. તે મનોવૈજ્ઞાનિક છે. આજે દુનિયાભર માં અનેક રીતે  ફેલાઈ રહી છે. તે બીમારી બની ગઈ છે.કેમકે જો સેક્સ શરીર માં હોય તો બરાબર છે-તે તેની કુદરતી જગ્યા એ છે.પણ જે ક્ષણે તે તમારા મનમાં  પ્રવેશે છે. ,  ત્યારે તે વિકૃતિ બની જાય છે. તેને તમારા મન સાથે કોઈ લેવા દેવા નથી.
 

સેક્સ એક  સ્વાભાવિક બાબત છે.- તે શારીરિક છે. પણ  સેક્સુઆલીટી તમારા દ્વારા શોધી અને સર્જન કરાવાઈ છે. તે મનોવૈજ્ઞાનિક છે.

જોકે સેક્સુઆલીટી માનવ મન માં એક મોટો સવાલ બની ગઈ છે પણ અસલમા  તે એક નાનો પ્રશ્ન છે. જો તમે શરીર થી ઉપર ઊઠશો તો પછી કોઈ સ્ત્રી કે પુરુષ નથી. તે માત્ર શરીરના સ્તર પર જ કોઈ પુરુષ અને કોઈ સ્ત્રી છે.  પ્રજનનને સમાવવા માટે અને જાતીને આગળ વધારવા માટે નાનો શારીરિક તફાવત છે. તે તફાવતને  સહાય કરવા માટે એક ખાસ મનોવૈજ્ઞાનિક તફાવત છે. પણ બન્નેમાં એજ બે આંખ , નાક , મોઢું  એ બધું સમાન છે બસ પ્રજનનના અંગો  જ અલગ છે.
 

આપણે શા માટે શરીરના આ નાના અંગોને આપણા મનમાં આટલા બધાં મહત્વના બનાવી દીધા છે? જો શરીર ના કોઈ ભાગને મહત્વપૂર્ણ હોવું જોઇયે તો એ મગજ હોવું જોઈએ નહિ  કે તમારા પ્રજનન ના અંગ. 

સેક્સુઆલીટીની ફિલોસોફી

સેક્સુઆલીટી બહુ વિશાળ એટલે બની ગઈ છે કારણ કે આપણે આપણા જીવવિજ્ઞાનને યોગ્ય રીતે સ્વીકાર્યું નથી.આપણે શરીરના બધાં ભાગોને સ્વીકાર્યા છે બસ આ ભાગને નહીં. તમારા પ્રજનન અંગો તમારા હાથ, પગ અને બીજા અંગો જેવા જ છે. પણ તમે એના વિષે “કઈક “ બનાવી દીધું છે. આ વધુ ને વધુ બનતા , લોકોના મનમાં એક મોટી વસ્તુ બની ગઈ .
 

તમે તેને છોડી શકો તેમ નથી કારણકે તે “ખરાબ” વસ્તુ છે. તમે કશું જ છોડી ના શકો કે જેને તમે ખરાબ માનો છો. તે તમને બધે જ અનુસરશે.  

આ તમારા મનમાં પ્રવેશી છે કેમકે કોઈકે કહ્યું કે તે ખોટું છે. હવે તમે તેને છોડી શકો તેમ નથી કારણકે તે “ખરાબ” વસ્તુ છે. તમે કશું જ છોડી ના શકો કે જેને તમે ખરાબ માનો છો. તે તમને બધે જ અનુસરશે.    

જે ખરેખર સરળ અને મૂળભૂત છે તેને આપણે સારું નરસું બનાવી દીધું છે. પછી તમે ખોટી બાબત ને નબળી પાડવા માટે ફિલોસોફી શોધવા માંગો છો . તેથી ઘણીબધી ફીલોસોફીને માત્ર લોકોની સેક્સુઆલીટીને સમર્થન આપવા માટે પ્રતિપાદિત કરવામાં આવી રહી છે. તમારે સેક્સ માટે કઈ ફિલોસોફીની જરૂર છે તે મને સમજાતું નથી.  તે માત્ર જીવવિજ્ઞાન છે. આ બધો ગૂંચવાડો બિનજરૂરી છે. જો તમે તેને જટિલ બનાવશો તો તે તમારા જીવનનો બિનજરૂરી રીતે મોટો ભાગ બની જશે.આપણા વાહિયાત વિચારોને  કારણે આપણે કશાકમાં અતિશયોક્તિ કરીએ છીએ અથવા તો તેને બિન જરુરી રીતે મામુલી બનાવી દઈએ છીએ. હું એમ કહીશ કે , માનવ શક્તિનો ૯૦ ટકા ભાગ સેક્સ પાછળ અથવા તો તેને ટાળવા પાછળ ખર્ચાઈ રહયો છે.  જો તમે તેને બહુ મોટી બાબત બનાવશો તો તે તમારા મગજ માં ભરાઈ રહશે અને જો તમે તેને  ટાળવાનો પ્રયત્ન કરશો તો તે તે વધુ ને વધુ તમારા મન માં ભરાશે.
 

જેમ જેમ તમે તમારા શરીર થી વધુ પરિચિત થાવ છો  તેમ તેમ સેક્સુઆલીટી વધુ મહત્વની બને છે.  અને તમે તમારા શરીર થી ઓછા  પરિચિત થાવ છો  તેમ  સેક્સુઆલીટી ઘટે છે.જ્યારે કોઈ બૌદ્ધિક રીતે ખૂબ સક્રિય બને છે , સેક્સ માટેની જરૂરીયાત ઘટે છે.પણ મોટા ભાગ ના લોકો મનની મીઠાશ અને બૌદ્ધિક ઉચ્ચતાઓ  જાણતા નથી . તેમને લાગણીની મીઠાશ અંગે વધુ માહિતી હોતી નથી, ઉર્જાની મીઠાશ અંગે પૂછવું જ નહિ.માત્ર સેક્સ તેમના માટે ઉચ્ચતાના સ્તરે લઇ જનારું હોય છે. શરીરની થોડી મીઠાશ એ સેક્સ છે અને તેઓના એકધારા જીવનમાં રસ લાવે તેવું આ એકજ છે. 
 

તમારી શક્તિ વધુ સ્થાપિત અને સ્થિર બનતા તમેં બીજા કોઈ શરીર સાથે લેવાદેવા રાખવા માંગતા નથી  કારણકે અહી બેસી રેહવું એ   સેક્સુઆલીટી કરતા પણ વધુ ઉત્તેજક છે. તે જીવંત વાસ્તવિકતા બનતા સેક્સ તમારા જીવનમાંથી અદ્રશ્ય થઈ જાય છે.એનું કારણ એ નથી કે તમે અસક્ષમ છો  અથવા તમે તેને ખોટું કે અનૈતિક માનો છો. પણ કોઈક વ્યક્તિને વળગી રેહવું અને કઈક કરવું અને માનવું કે આ શ્રેષ્ઠ છે ,આ બધું  બાળસહજ લાગે છે.
 

સેક્સુઆલીટી કરતા પણ વધુ ઉત્તેજક

જો તમે જાગરુક હોવ અને તમારી આસપાસના લોકોનું અથવા તમારી જાતનું નિરીક્ષણ કરો  , જો તેઓ શારીરિક શિસ્ત વગરના જોવા મળે , તો  તમે જોશો કે તેઓ ખુશ રહેવાનો સતત પ્રયત્ન કરતા હશે. આનંદ બચ્યો હશે નહિ. જો તમે મોજ માં ના હોવ તો ,હતાશા સાથેની પ્રવૃત્તિઓ  હશે. અને સેક્સુઆલીટી એમાંની એક હશે. હું કોઈ મૂળભૂત કાર્ય વિષે વાત નથી કરી રહ્યો કે જે આપણને આ દુનિયા માં લાવ્યું છે. હું તેની વિરુદ્ધમાં પણ વાત કરી રહ્યો નથી, પણ તેને તમારા મગજ માંથી કાઢવી જ જોઈએ.
 

તમે તમારા શરીર થી ઓછા  પરિચિત થાવ છો  તેમ  સેક્સુઆલીટી ઘટે છે.

હું લોકોને આવું કહેતા જોવું છું  -   તેઓ જે કઈ કરી રહ્યા હોય તેઓ કહે છે કે ,” આ સેક્સ પછીની શ્રેષ્ઠ બાબત છે “. સેક્સ એ  વસ્તુ નથી. તે દુનિયામાં સૌથી લોકપ્રિય હશે પણ શ્રેઠ નથી. જો તમે જીવનના બીજા પાસાનો સ્વાદ બાળકની જેમ  માણો . તમે એક બાળકની જેમ  અમુક બાબતો થી એટલા બધા રોમાંચિત થયા હતા પણ મોટા થયા કે તમે તે બાબતો ને કોઈપણ જાત ના પ્રયત્ન વગર છોડી દીધી .  સેક્સુઆલીટીને પણ એજ રીતે છોડી દેવી જોઈએ.
 

જો તમે જાગરુક હોવ અને તમારી આસપાસના લોકોનું અથવા તમારી જાતનું નિરીક્ષણ કરો  , જો તેઓ શારીરિક શિસ્ત વગરના જોવા મળે , તો  તમે જોશો કે તેઓ ખુશ રહેવાનો સતત પ્રયત્ન કરતા હશે. આનંદ બચ્યો હશે નહિ. જો તમે મોજ માં ના હોવ તો ,હતાશા સાથેની પ્રવૃત્તિઓ  હશે. અને સેક્સુઆલીટી એમાંની એક હશે. હું કોઈ મૂળભૂત કાર્ય વિષે વાત નથી કરી રહ્યો કે જે આપણને આ દુનિયા માં લાવ્યું છે. હું તેની વિરુદ્ધમાં પણ વાત કરી રહ્યો નથી, પણ તેને તમારા મગજ માંથી કાઢવી જ જોઈએ.
 

સેક્સુઆલીટી ઓકે છે. એમાં કશું સાચું કે ખોટું નથી. પણ તે જીવનનું મૂળભૂત પાસું છે.

સેક્સુઆલીટી ઓકે છે. એમાં કશું સાચું કે ખોટું નથી. પણ તે જીવનનું મૂળભૂત પાસું છે.જો તે તમારા શરીર માં રહે તો તે ઓકે છે. પણ જો તે તમારા મગજમાં રહે તો તે ખોટી જગ્યાએ   છે. જો તે ખોટી જગ્યાએ હોય તો તમારુ જીવન જટિલ બની જશે.                                    

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1