અંદર વાંચો
૧. કઈ રીતે ખાવું
   ૧-૧. ધ્યાન આપો
   ૧-૨. કૃતજ્ઞતાભાવ વડે ખાઓ
   ૧-૩. જમીન ઉપર પલાંઠી વાળીને બીસીને ખાઓ
   ૧-૪. હાથેથી ખાઓ
   ૧-૫. એક કોળિયાને ચોવીસ વખત ચાવો
   ૧-૬. જમતી વખતે કોઈ વાતચીત નહિ!
૨. ક્યારે ખાવું
   ૨-૧. ખાતા પહેલા બે મિનિટ રાહ જુઓ
   ૨-૨. પાચન અગત્યનું છે – પોતાની ઉંમર અને પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ખાઓ
   ૨-૩. દિવસ દરમિયાન બે ભોજન અને અધવચ્ચે કોઈ નાસ્તા નહિ
   ૨-૪. મન શરીર ખાલી પેટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે
   ૨-૫. રાત્રિભોજન અને સૂવાનો સમય
   ૨-૬. અગિયારસનો ઉપવાસ
૩. શું ખાવું
   ૩-૧. જે તમને જીવંત અને સ્ફૂર્તિલું બનાવે
   ૩-૨. વધુ પડતું ખાવું
   ૩-૩. તાજું ખાઓ
   ૩-૪. જે તમારાથી સૌથી દૂર હોય તે ખાઓ
   ૩-૫. આને પચાવો!
   ૩-૬. સ્થાનિક આહાર લો
   ૩-૭. સુખાકારી માટે ખાવું
   ૩-૮. ઋતુ પ્રમાણે ખાવું
   ૩-૯. વનસ્પતિજન્ય આહાર
   ૩-૧૦. ફળાહાર
   ૩-૧૧. એક કરતા વધારે અન્ન વડે બનેલો(મલ્ટીગ્રેઇન) આહાર
   ૩-૧૨. પ્રવાસ સમયે યોગ્ય ખાવું

સદ્‍ગુરુ: મેં ક્યાંક વાંચ્યું હતું કે અમેરિકામાં ૨૦% જેટલું ભોજન ગાડીમાં જ લેવાય છે. જો ૨૦% જેટલું ભોજન ગાડીમાં જ લેવાતું હોય તો કદાચ બીજું ૨૦% ભોજન બારમાં લેવાતું હશે! મને નથી ખબર કે કેટલા લોકો ખરેખર ટૅબલ પર બેસીને જાગરૂકપણે અને તેઓ જે ખાય છે તેની સાથે અને આસપાસના લોકો અમુક પ્રકારની ભાગીદારી સાથે ખાય છે. આજે મને લાગે છે કે દુનિયામાં આહારની સામગ્રીઓ વિષે પૂરતું જ્ઞાન છે પણ લોકોએ હજી જરૂરી પરિવર્તનો લાવવાના બાકી છે. આપણે આહારમાં શું લઈએ છીએ તેની ચોક્કસ જ મોટી અસર રહીલી છે પણ તમે આપણે તેને કઈ રીતે લઈએ છીએ તે પણ એટલું જ મહત્ત્વનું છે. શું ખાવું તેના વિષે બહુ બધી વાતો થાય છે પણ, લોકોમાં કઈ રીતે આહાર લેવો તે વિષે જાગૃતિ લાવવાના ભાગ્યે જ કોઈ પ્રયત્ન થયા છે. ભલે તમે કોઈ આહારમાં કોઈ પ્રાણીને ખાતા હો, શાકભાજી હોય કે બીજું કંઇ – આહાર એ મૂળભૂત રીતે જીવનનો એક અંશ છે. એવું કંઇ જે પોતે જીવન હતું તે તે તમારો ભાગ બની રહ્યું છે. આહાર એ માત્ર પાચન જ નથી, એક જીવન બીજા જીવનમાં ભળી જાય છે.

તમારે ક્યારે ખાવું, કઈ રીતે ખાવું અને ભોજનને પોતાની અંદર કઈ રીતે આવકારવું જોઈએ તેને આજે તદ્દન અવગણવામાં આવી રહ્યું છે.  

કઈ રીતે ખાવું

sadhguru-eating-healthy-tips-how-to-eat

#૧ ધ્યાન આપો

ખાવું એ કોઈ નિશ્ચિત કરી રાખેલ કાર્યક્રમ ન હોવો જોઈએ. તમારે અવલોકન કરવું જોઈએ. આજે, શરીરને આટલા ખોરાકની જરૂર છે, તો તમારે તેટલું ખાવું . આવતીકાલે, તેને કદાચ તેટલા ખોરાકની જરૂર નહિ પડે. દરેક પ્રાણી આના પ્રત્યે સભાન છે. જો તમારા ઘરે કૂતરું હશે તો તે પણ અમુક દિવસોએ ખાવાની ના પાડશે. એ થોડું ઘાસ ખાશે, ઊલ્ટી કરશે અને પોતાને માટે તેની આગવી સફાઈ પ્રક્રિયા કરશે. દરેક જીવ આના પ્રત્યે સભાન છે પણ, મનુષ્યો તેમણે શું કરવું જોઈએ તેને માટે તેમની બુદ્ધિનો ઉપયોગ કરે છે.  

લોકો જે શિક્ષણ-પ્રણાલીમાંથી પસાર થાય છે, તેમાં આપણે આપણા વિચારોને અત્યંત મહત્ત્વ આપ્યું છે. આપણી પાસે જે શ્રેષ્ઠ છે તે છે આપણું ધ્યાન, આપણા વિચાર નહિ. આપણા વિચારો તો આપણે જે થોડું ઘણું એકત્રિત કર્યું છે તેની એક પેદાવાર છે.તે આપણને કશે નથી લઈ જવાનું. એ અપણા ધ્યાનની ઉત્સુકતા અને તીવ્રતા છે જે આપણને એક પરિમાણથી બીજા પરિમાણમાં લઈ જાય છે.  

#૨   કૃતજ્ઞતાભાવ વડે ખાઓ 

વ્યક્તિએ ખાવું જ જોઈએ પણ, આપણે ભોજન જે પોષણ આપે છે તેને આનંદથી એ આપણા જીવન માટે શું મહત્ત્વ ધરાવે છે તે કૃતજ્ઞતાભાવ વડે ખાવું જોઈએ. આ ભોજનનો આનંદ ઝૂંટવી લેવા વિષે નથી. ભોજનનો ખરો આનંદ એ છે કે કોઈ અન્ય જીવન તમારા જીવન સાથે ભળી જવાની અને ‘તમે’ જ બની જવાની ઈચ્છા ધરાવે છે તે બાબત પ્રત્યે જાગૃત હો. મનુષ્ય જાણે છે તે આનંદોમાંનો આ સૌથી મોટો આનંદ છે કે, કોઈક રીતે કંઇક જે તમે નથી તે તમારો ભાગ બનવા માટે ઇચ્છુક છે. તમે આને જ પ્રેમ કહો છો. તમે આને જ ભક્તિ કહો છો. તમારી આધ્યાત્મિક પ્રક્રિયાનું આ અંતિમ લક્ષ્ય છે.  

ભલે તે ઉત્કટ ઇચ્છા હોય, જુનૂન હોય, ભક્તિ હોય કે પરમ્ આત્મજ્ઞાન હોય, એ બધાં જ સરખા છે, માત્ર તેઓ અલગ પ્રમાણમાં છે. જો એ બે વ્યક્તિઓ વચ્ચે થાય તો અમે એને જુનૂન કહીએ છીએ. જો એ મોટા જૂથ સાથે થાય તો અમે તેને પ્રેમ કહીએ છીએ. જો એ એકદમ ભેદભાવરહિત થાય તો અમે તેને કરુણા કહીએ છીએ. જો એ કોઈ પણ રૂપ કે આકાર વિના તમારી આસપાસ થાય તો તેને ભક્તિ કહેવાય છે. જો એ તેના ચરમ્ પ્રમાણમાં થાય તો અમે તેને આત્મજ્ઞાન કહીએ છીએ.  

આહાર લેવો એ અસ્તિત્ત્વની એકરૂપતાનું એક પ્રદર્શન છે. આ સુંદર પ્રક્રિયા દરરોજ તમારા ભોજનના સમયે થઈ રહી છે. એ જે એક છોડ, એક બીજ, કોઈ પ્રાણી, માછલી કે પક્ષી હતું, તે માત્ર ભળી રહ્યું છે મનુષ્ય બની રહ્યું છે જે અસ્તિત્ત્વની એકરૂપતાનું બધી વસ્તુઓમાં સૃષ્ટિકર્તાનો હાથ છે તેનું સ્પષ્ટ પ્રદર્શન છે.  

#3  જમીન ઉપર પલાંઠી વાળીને બીસીને ખાઓ  

યોગિક સંસ્કૃતિમાં તમને હંમેશા પલાંઠી વાળવા અને કોઈ પણ ઊર્જા સ્ત્રોતની સામે તમારા પગ ન લાંબા કરવા માટે કહેવામાં આવે છે. આવું કરવું જરૂરી છે કારણ કે, તમારી સમક્ષ જે પણ આવી રહ્યું હોય તમે તેને તમે અનેક રીતે ગ્રહણ કરી શકો છો. યોગિક સંસ્કૃતિનો આશય હંમેશા તેને તમારા જીવનના ઉચ્ચ પાસાઓ વડે ગ્રહણ કરવાનો છે. જ્યારે કોઈ પ્રાણ-પ્રતિષ્ઠિત જગ્યા હોય એટલે કે ત્યાં કોઈ શક્તિશાળી ઊર્જા છે જેની પાસે તમારું રૂપાંતરણ કરવાની સંભાવના રહેલી છે. એ ઊર્જા હંમેશા તમે જે સર્વોચ્ચ શક્યતા વડે ગ્રહણ કરી શકો તે માર્ગે તમારી પાસે આવવી જોઈએ. અમારે તમારી જીવન ટકાવી રાખવાની પ્રક્રિયાને વૃદ્ધિ નથી આપવી; અમારે તમારા જીવનના અન્ય પરિમાણોને મઠારવા છે. આપણે જીવન ટકાવી રાખીએ તે ખૂબ જ અગત્યનું છે પણ, બીજા કરતાં વધુ સારી રીતે જીવન ટકાવી રાખવું તે જે જીવનનું લક્ષ્ય નથી. એ સમયની બરબાદી છે કારણ કે, તમે જે પણ કંઇ કરો તને કાયમ માટે જીવી શકવાના.  

તમારા જીવન ટકાવી રાખવાના બધી જ આવડતો, પોતાને બચાવી રખવાની વૃત્તિ એ મીચેના ત્રણ ચક્રો છે – મણિપુરક, સ્વાદિષ્ઠાન અને મૂલાધાર. આ બધાને તોડીને આગળ વિશુદ્ધિ, અજ્ઞા અને સહસ્રારછે. અનાહત એ સંગમબિંદુ છે. 

તમે જ્યારે પણ કોઈ એવ સ્થાન ઉપર બેસો છો જ્યાં તમને લાગે છે કે ત્યાં શક્તિ અને ઊર્જા છે ત્યારે તમારે હંમેશા પલાંઠી વાળીને બેસો છો કારણ કે તમારે તમારા શરીરના નીચેના ભાગને બંધ કરી દેવો છે. તમારે કોઈ પ્રાણ-પ્રતિષ્ઠિત સ્થાન આગળ પગ ખુલ્લા કરીને નથી બેસવું કારણ કે એ તમારી પાસે તદ્દન અલગ પ્રકારની ઊર્જા લાવશે જે તમારે માટે હાનિકારક હોઈ શકે છે. તમારે એ સ્થાન આગળ તમાર શરીરનો ઉપરનો ભાગ – અનાહતથી આગળનો ભાગ ખુલ્લો રાખવો છે.  

જ્યારે પણ તમે કોઈ પણ શક્તિશાળી સ્થાન જુઓ ત્યારે પલાંઠી વાળી લેવી ખૂબ જ જરૂરી છે. ખોરાક પણ ખૂબ શક્તિશાળી છે. જો તમે ત્રણ દિવસથી વધારે સમય સુધી નથી ખધું તો તમને તે સમજાશે. જ્યારે ભોજન તમારી સમક્ષ આવે ત્યારે તમે પલાંઠી વાળીને બેઠા હો તે ખૂબ જ જરૂરી છે. જો તમે ખૂબ જ ભૂખ્યા હો અને તમારું આખું શરીર ખોરાક આગળ ખુલ્લુ હોય તે તમારે માટે સારુ નથી. તમે ક્યારેય પગ ખોલીને ભોજન, પ્રાણ-પ્રતિષ્ઠિત સ્થાન અથવા એવા મનુષ્યો જેમની પાસે અમુક શક્તિઓ રહેલી છે તેમની સામે નથી બેસતા કારણ કે, એ તમારી આગળ ખોટા પ્રકારની ઊર્જાઓ દોરશે.

#૪ હાથેથી ખાઓ

જ્યારે તમે ખોરાકને અડતા નથી ત્યારે તમને એ શું છે એ ખબર પડતી નથી. જો ખોરાક સ્પર્શ કરવા જેટલો પણ સારો ન હોય તો હું નથી જાણતો કે એ ખાવા માટે સારો હશે કે કેમ! સાથે જ તમારા હાથની સ્વચ્છતા સંપૂર્ણપણે તમારા જ હાથમાં છે, જ્યારે કોઇ કાંટા કે ચમચાની સ્વચ્છતા તમારા હાથમાં નથી. બીજા કોઇએ નહિ પણ તમે જ આ હાથ વાપર્યા છે તેથી તમને જ ખબર છે કે તેઓ અત્યારે કેટલા ચોખ્ખા છે. તમને ખબર નથી કે એ ચમચો કોણે વાપર્યો છે, કઈ રીતે વાપર્યો છે અને શેને માટે વાપર્યો છે. તેઓએ તો માત્ર તેને ટીશ્યૂ પેપરથી લૂછી કાઢવાનો છે અને તે ચોખ્ખો દેખાય છે.  

અને સૌથી વિશેષ, જ્યારે તમે ચમચો વાપરો છો ત્યારે તમે ખોરાકનો અનુભવ નથી કરતા. જ્યારે ભોજન તમારી સામે આવે ત્યારે ભોજન ઉપર અમુક ક્ષણ તમારા હાથ મૂકી રાખો અને ભોજન જેવું છે તેનો અનુભવ કરો. જો કંઇ મારી થાળીમાં આવે અને હું માત્ર તેને અનુભવું છું, મને ચાખ્યા વિના ખબર પડી જાય છે કે શું ખાવું અને શું નહિ. મારા હાથ ખોરાકને જાણવા માટેનું પહેલું સ્તર છે.  

#૫ એક કોળિયાને ચોવીસ વખત ચાવો

યોગમાં અમે કહીએ છીએ કે, “જ્યારે તમે એક કોળિયો ભરો છો ત્યારે તમારે તેને ચોવીસ વખત ચાવવો જોઈએ.” તેની પાછળ ખૂબ વિજ્ઞાન છે પણ, મૂળભૂત રીતે ખોરાકનું પાચન તમારા મોઢામાં જ થઈ જાય છે અને તે તમારી સિસ્ટમમાં સુસ્તી નથી લાવતું. જો તમે તેને ચોવીસ વખત ચાવો તો તમારી સિસ્ટમમાં માહિતિ સુદૃઢ થઈ જાય છે અને તમારા શરીરનો દરેકેદરેક કોષ એ નિર્ણય લેવાની શરૂઆત કરે છે કે, તમારે માટે શું સારું છે અને શું નહિ – માત્ર જીભના સંદર્ભમાં જ નહિ પણ તમારી આખી સિસ્ટમ માટે શું અગત્યનું છે. જો તમે આને થોડા સમય માટે કરશો તો શરીરના પ્રત્યેક કોષ પાસે એ જ્ઞાન હશે કે તેને શું ગમે છે અને શું નથી ગમતું.  

#૬ જમતી વખતે કોઈ વાતચીત નહિ!

જ્યારે હું પહેલી વખત અમેરિકા ગયો માત્ર ત્યારે જ મેં જોયું કે, દરેક જાહેર જગ્યાઓએ – ખાસ કરીને શાળાઓમાં અને એ સમર કૅમ્પોમાં જ્યાં અમે કાર્યક્રમો યોજતા હતા – ત્યાં એ દર્શાવતી નૉટીસો મૂકાઈ હતી કે, કોઈ ભોજનથી ગૂંગળાઈ જાય તો શું કરવું. મને સમજ ન પડી કે કોઈ ભોજનથી કઈ રીતે ગૂંગળાઈ જઈ શકે. હું સમજી શકું કે, કદાચ કોઈ કુંડમાં ડૂબી જાય પણ, આપણે માછલી જેવા નથી બનેલા – આપણે તરતા શીખવું પડે છે. જો કોઈને સારી રીતે તરતા આવડતું હોય તે પણ ડૂબી શકે છે પણ લોકો ભોજનથી કઈ રીતે ગૂંગળાઈ શકે છે? એનું એક મુખ્ય કારણ એ હતું કે, એ લોકો ખાતી વખતે બહુ મોટા પ્રમાણમાં વાતો કરતા હતા. આપણને આ સરળ વસ્તુનું ભાન ન થયું. આપણે માત્ર શાંતિથી બેસીને ખોરાકને માણવા; બસ એટલી જ જરૂર છે.  

જ્યારે બાળકોને એક જ સમયે ખાવું પણ હોય છે અને વાત પણ કરવી હોય છે ત્યારે પહેલી વસ્તુ આપણે તેમને શીખવીએ છીએ તે છે, “શ્શ્શ.... ખાતા ખાતા વાતો નહિ.” કારણ કે, તમારી વાતે બહાર આવવાનું હોય છે અને ખોરાકે અંદર જવાનું હોય છે – તમે કઈ રીતે બધું એક જ સમયે કરી શકો છો? જ્યારે મારે બોલવું હોય છે ત્યારે મારા મોંમાંથી કશુંક બહાર આવતું હોય છે. જો મારે ખાવું છે તે કશુંક અંદર જતું હોય છે. સ્વાભાવિક રીતે જ હું આ બન્ને વસ્તુઓને એક જ સમયે નથી કરી શકતો. જો હું આ બન્ને વસ્તુઓને એક જ સમયે કરું તો ખોટી વસ્તુઓ થઈ શકે છે.  

ક્યારે ખાવું

sadhguru-eating-healthy-tips-when-to-eat

#૧. ખાતા પહેલા બે મિનિટ રાહ જુઓ 

જ્યારે ખાવા જેવું લાગે ત્યારે નહિ ખાવું એ સાધનાનો એક ભાગ છે, જેથી ખોરાકની અથવા આ રીતે કોઈ પણ વસ્તુની વિવશતા તોડી શકો. ભોજન સૌથી મૂળભૂત વસ્તુ છે. આના આધારે, જીવનના બીજા પાસાઓ પણ વિવશતાપૂર્ણ થઈ જાય છે.

તમારામાંના ઘણા બધા જ્યારે પહેલી વાર આશ્રમ આવ્યા ત્યારે આ અત્યાચર સહન કર્યો હશે: આશ્રમમાં ભોજનનો સમય છે, તમે ખરેખર ભૂખ્યા છો અને તમે ભોજનગૃહમાં આવો છો. તમારી આગળ ભોજન પડ્યું છે અને તમારે તેની ઉપર તૂટી પડવું છે પણ લોકો તેમની આંખો બંધ કરી રહ્યા છે અને હાથ ઉપર હાથ ધરીને આવાહન્ કરી રહ્યા છે. આની પાછળનો આશય છે કે – તમે બીજી બે મિનિટ માટે ભૂખ્યા રહો. એ તમને નહિ મારી નાખે. એ તમને ખૂબ જ મજબૂત બનાવશે.  

ગૌતમ બુદ્ધે તો એ હદ સુધી કહ્યું હતું કે, “જ્યારે તમે ખૂબ ભૂખ્યા હો અને તમને ખોરાકની સખત જરૂર હોય ત્યારે તમે તમારું ભોજન બીજા કોઈને આપી દો તો તમે વધુ બળવાન બનશો.” હું તેટલો આગળ નથી જતો. હું કહું છું,“માત્ર બે મિનિટ માટે રાહ જુઓ.” – એ ચોક્કસપણે જ તમને વધુ બળવાન બનાવશે.

શરીરમાં આવિવશતાને તોડી પાડવી ખૂબ અગત્યની છે. તમારા શરીર અને મન વિવશતા છે. ભૂતકાળની દરેક પ્રકારની છાપોએ વૃત્તિઓનું નિર્માણ કર્યું છે જે વિવશ કરનારી છે. જો તમે તેના થકી જશો તો તેનો અર્થ એ થશે કે તમે નક્કી કરી લીધું છે કે તમારે વિકસિત નથી થવું. તમે નક્કી કરી લીધું છે કે તમારે એક જ ફરમામાં જીવવું છે. તમારે એ ફરમાને નથી તોડીને નવી શક્યતાઓને નથી જાણવી.

ખોરાક એ સૌથી સરળ અને મૂળભૂત છે છતાંય, આ પાસાની કઈ રીતે સંભાળ લેવામાં આવે છે તે મોટો તફાવત સર્જે છે. આ તમારી અંદર જે માહિતિઓ છે, જે તમને અંદરથી નિયંત્રિત કરી રહી છે તેનાથી ધીરે રહીને અંતર ઊભું કરી વધારે જાગૃત રીતે કાર્ય કરવાની યાત્રા છે. બંધન અલગ અલગ અનેક સ્તરે છે પણ, બધા જ પ્રકારના બંધનોની આધારશિલા તમારું શરીર છે, તેથી જ તમે તમારા શરીર સાથે કામ કરો છો.

#૨. પાચન અગત્યનું છે – પોતાની ઉંમર અને પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ખાઓ 

જેને તમે તમારું શરીર કે તમારું મન કહો છો તે એક પ્રકારે એકત્રિત થયેલી સ્મૃતિઓ છે. આ સ્મૃતિઓને કારણે –અથવા તો તમે તેને માહિતિ પણ કહી શકો છો – તેને કારણે જ આ શરીરે તેનો આકાર લીધો છે. જે ખોરાક આપણે ખાઈએ છે તે શરીરમાં તેની સ્મૃતિઓને આધારે રૂપાંતરિત થાય છે. ઉદાહરણ તરીકે, મેં એક કેરી ખાધી. કેરી મારી અંદર જઈને એક પુરુષ થઈ જશે, એ જ કેરી એક સ્ત્રીની અંદર જઈને એક સ્ત્રી થઈ જશે. જો કોઈ ગાય એ કેરી ખાય તો એ ગાયની અંદર જાઈને ગાય થઈ જશે. શા માટે આ કેરી મારી અંદર જઈને એક પુરુષ બની જાય છે અને એક સ્ત્રી કે ગાય નથી બનતી? એ મૂળભૂત રીતે તમારી સ્મૃતિઓને કારણે છે, એક ચોક્કસ પ્રકારની સ્મૃતિ જે તમારી સિસ્ટમમાં છે.  

એવું શા માટે છે કે, હું કેરી ખાઉં અને તેનો એક ભાગ મારી ચમડી બની જાય અને તેનો રંગ પણ મારે જૂની ચામડી જેવો જ આવે? તમને તમારા હાથ ઉપર તરત જ એક કેરીના રંગનો પટ્ટો નથી દેખાઈ જતો કારણ કે, ત્યાં સ્મૃતિઓનું ખૂબ જ શક્તિશાળી માળખું છે, તેમે જે પણ અંદર નાખશો, સ્મૃતિઓ એ સુનિશ્ચિત કરશે કે તે એ જ વ્યક્તિ બને બીજું કંઈ નહિ.

જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારા શરીરની ખોરાકને તમારામાં ભેળવી લેવાની ક્ષમતા ઘટવા લાગે છે કારણ કે, તમારી આનુવંશિક સ્મૃતિઓ અને તમારી ક્રમિક વિકાસની સ્મૃતિઓ તમે જે પણ ખાઓ છો તેને રૂપાંતરિત કરવા માટે ઓછા સક્ષમ બને છે. તમે કદાચ સ્વસ્થ અને તમે જે પણ ખાઓ તેને પચાવવા માટે સક્ષમ હો પણ શરીર એ કેરીને એક મનુષ્યમાં એ જ તાકાતથી રૂપાંતરિત કરી નહિ શકે. પાચન થાય છે પણ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ નથી થતું કારણ કે, સ્મૃતિઓ નબળી પડી રહી છે.  

જો તમે પાંત્રીસ વર્ષ કરતા વધુ વયના છો તો જ્યાં સુધી તમે શારીરિક રીતે અતિશય સક્રીય નથી અથવા તો કોઈ તબીબી સમસ્યા નથી ત્યાં સુધી દિવસમાં બે ટંકનું ભોજન તમારે માટે સ્વાસ્થ્યકારક રહેશે. શરીર પોતાને આમ ધીમા પડવા સાથે ઢાળી લેશે પણ, જો તમે કઈ રીતે ખાઓ છો અને શું ખાઓ છો તેના પ્રત્યે જાગૃત હશો તો તમે તેને વધુ સમજદારીપૂર્વક ઢાળી શકશો. જો તમે વધુ ખાઈ રહ્યા છો તો તમે સિસ્ટમ ઉપર વગર કામનો બોજ નાખી રહ્યા છો. તમને તેટલા ખોરાકની આવશ્યકતા નથી કારણ કે, તમારી ઉંચાઈમાં વૃદ્ધિ તદ્દન અટકી ગઈ છે. જો તમને થોડી ભૂખ કે થાક લાગે તો તો તમે એક ફળ ખાઈ શકો છો. જોન તમે આને જાળવી રાખો તો તમે ખૂબ સારી રીતે જીવશો. આ સોંઘુ છે, પર્યાવરણને અનુકૂળ છે તેમજ તમે સ્વસ્થ રહેશો.  

#૩. દિવસ દરમિયાન બે ભોજન અને અધવચ્ચે કોઈ નાસ્તા નહિ 

જ્યારે જઠરમાં પાચનની પ્રક્રિયા થઈ રહી હોય ત્યારે શરીરમાં કોષીય સ્તર પર સફાઈકામ લગભગ બંધ જ થઈ જાય છે. જો તમે આખો દિવસ ખાધે જ રાખો તો કોષિકાઓ અશુદ્ધિઓને લાંબા સમય સુધી જાળવી રાખશે, જે એક સમય પછી વિવિધ સમસ્યાઓ સર્જી શકે છે. ઉત્સર્જનની પ્રક્રિયા પણ સારી પેઠે નહિ થાય કારણ કે, મળ એક વાર આવવાને સ્થાને સતત આંતરડા સુધી આવતો જ રહે છે.

જો આંતરડું સ્વચ્છ નહિ હોય તો તમે સમસ્યાઓને આમંત્રી રહ્યા છો. યોગમાં અમે કહીએ છીએ કે, એક અસ્વચ્છ આંતરડું અને માનસિક અશાંતિ સીધેસીધા જોડાયેલા છે. જો આંતરડું સ્વચ્છ નહિ હોય તો તમે તમારું મન સ્થિર નહિ રાખી શકો.

ભારતીય પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓ જેવી કે, આયુર્વેદ અને સિદ્ધ પ્રણાલીમાં દર્દીના કોઈ પણ પ્રકારના રોગથી નિરપેક્ષ રીતે પહેલી વસ્તુ તેઓ તમારા પાચનતંત્રને સ્વચ્છ કરવાની કરશે તમારી કારણ કે, મોટાભાગની સમસ્યાઓ એક અસ્વચ્છ આંતરડાને કારણે જ હોય છે. આજે લોકો જે રીતે ખાઈ રહ્યા છે તે રીતે આંતરડાને સ્વચ્છ રાખવું તેમને માટે એક મોટી સમસ્યા છે.  

પણ જો તમે દિવસમાં માત્ર બે જ ટંક ખાઓ અને અધવચ્ચે કંઇ(સામાન્ય રીતે અમે આશ્રમમાં આમ કરીએ છીએ), અથવા જો તમે ખૂબ જ સક્રિય છો તો તમે અધવચ્ચે એક ફળ ખાઈ શકો છો, આ રીતે તમારું આંતરડું હંમેશા સ્વચ્છ રહેશે. યોગિક પ્રણાલીમાં અમે કહીએ છીએ કે, બે ભોજન વચ્ચે ૬થી ૮ કલાકનું અંતર હોવું જોઈએ. જો એ શક્ય ન હોય તો ઓછામાં ઓછું ૫ કલાકનું અંતર તો હોવું જ જોઈએ. એના કરતાં ઓછું અંતર એટલે તમે પોતાની જાતને તકલીફ આપી રહ્યા છો.  

#૪. મન શરીર ખાલી પેટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે

શક્ય છે તમને લાગતું હોય કે, આખા દિવસ દરમિયાન કંઇ ખાધે રાખવું તમને વધુ સક્રિય રાખવામાં મદદરૂપ નીવડશે પણ, જો તમે અવલોકન કરશો કે જ્યારે તમારા પેટમાં ખોરાક હોય ત્યારે તમને કેવું લાગે છે અને જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે તમને કેવું લાગે છે, તો તમને જણાશે કે તમારા શરીર અને મગજ જ્યારે તમારું પેટ ખાલી હોય છે ત્યારે જ સૌથી સારી રીતે કાર્ય કરે છે. જો તમારા પાચનતંત્રમાં સતત પાચનની પ્રક્રિયા ચાલુ હોય તો અમુક માત્રાની ઊર્જા કુદરતી રીતે જ તેમાં રોકાયેલી રહેશે, તો તમારા શરીર અને મન બન્ને તેમના શ્રેષ્ઠ ક્ષમતાથી કાર્ય નહિ કરી શકે.  

જો તમારે તમારી પૂરેપૂરી ક્ષમતા વડે કાર્યરત રહેવું હોય તો જાગૃત રહેવાય અને એવા પ્રકારનો ખોરાક ખાઓ કે જે દોઢથી અઢી કલાકમાં પચી જાય, તમારું જઠર ખાલી થઈ જાય અને ખોરાક આંતરડામાં જતો રહે. શરીર તે ક્ષણ પછી બહુ બધી ઊર્જાનો વપરાશ નહિ કરે અને બારથી અઢાર કલાકમાં ખોરાક સંપૂર્ણપણે શરીરની બહાર નીકળી જાય. યોગમાં આના ઉપર પહેલેથી જ ભાર મૂકવામાં અવ્યો છે. જો તમે આ સરળ સભાનતા જાળવી રાખો તો તમે ઘણા વધારે ઊર્જા, સ્ફૂર્તિ અને સતર્કતાનો અનુભવ કરશો. આ તમે જે પણ કંઇ કરવાનું નક્કી કર્યું હોય તેનાથી નિરપેક્ષ એક સફળ જીવન માટેની સામગ્રીઓ છે.  

એક સ્તરની આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ છે કે એ તમારા શરીરની અંદર અમુક પ્રકારની પૂર્ણતા લાવે. પૂર્ણતા સાથે મારો અર્થ છે કે, જ્યારે તમારી સિસ્ટમ અમુક રીતે એકીકૃત ન હોય, જો તે ઢીલી હોય તો તે કંઇ પણ અનુભવ કરવા માટે સક્ષમ નથી. જો મોટામાં મોટી વસ્તુ પણ થાય તો પણ તમે તેને ચૂકી જશો. યોગીઓ અને સાધનાના માર્ગ પર ચાલનારા લોકો દિવસમાં એક કે બે જ વાર ખાય છે અને અધવચ્ચે કંઇ નહિ કારણ કે, તેમને તેમનું શરીર કશા માટે ખુલ્લું નથી મૂકવું. હવા અને પાણી સિવાય કોઈ બાહ્ય તત્ત્વો સિસ્ટમમાં વારંવાર પ્રવેશ નહિ કરવા જોઈએ કારણ કે, તે સંવેદનશીલતાના સંદર્ભમાં સિસ્ટમની પૂર્ણતા ઢીલી પાડશે. જો તમારે તમારી જાતને ખૂબ સંવેદનશીલ રાખવી હોય તો એ ખૂબ અગત્યનું છે કે તમે તમારા માર્ગમાં આવતી કોઇ પણ વસ્તુ સામે કે દરેકેદરેક વસ્તુઓ સામે તમારા શરીરને ખુલ્લું ન મૂકો. તમારે સારી પેઠે ખાવું જ જોઈએ પણ, તમારે ઘણી બધી વખત ન ખાવું જોઈએ.  

#૫. રાત્રિભોજન અને સૂવાનો સમય

સાંજના ભોજન અને સૂવાની વચ્ચે ઓછામાં ઓછા ત્રણ કલાક હોવા જ જોઈએ. જો આની અંદર ઓછામાં ઓછી ૨૦થી ૩૦ મિનિટની શારીરિક ગતિવિધિ પણ હોય જેવી કે, ચાલવા જવું – તો તમારી સિસ્ટમ મોટાભાગે સ્વસ્થ રહેશે. જ્યારે તમે સૂવા જાઓ ત્યારે તમારા પેટમાં હજી ખોરાક હોય તો એ સિસ્ટમમાં અમુક પ્રકારની નિષ્ક્રિયતા ઉત્પન્ન કરે છે. શરીરિક રીતે, આ નિષ્ક્રિયતા એ મૃત્યુને પ્રવેગ આપવા જેવું છે. મૃત્યુ એ પરમ્ નિષ્ક્રિયતા છે.

જો તમે ભરેલા પેટે સૂવા જાઓ તો બીજું પાસું એ છે કે, એ પેટ અને બીજા અવયવો ઉપર દબાણ વધારે છે. એ પણ વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તરફ દોરી જાય છે. એ કારણે પણ સૂવા જતા પહેલાં તમે જે ભોજન ખાધું હોય તે પેટથી બહાર નીકળી જાય. તમે અલગ અલગ અવસ્થામાં સૂઓ છો તેથી, પેટે કોઈ પણ સંજોગોમાં બીજા કોઈ અવયવ ઉપર દબાણ મૂકવું જોઈએ નહિ.  

#૬. અગિયારસનો ઉપવાસ

અમુક દિવસોમાં તમે એક વાર ઉપવાસ કરો છો તે એક રીતે સારું છે પણ, જો તમે જબરજસ્તી ખોરાક વિના રહેશો તો તે તમારી સિસ્ટમને નુક્સાન કરશે. જો તમારે ઉપવાસ કરવો હોય તો શારીરિક અને માનસિક રીતે તૈયાર થવું પડશે, જેથી વિનાપ્રયત્ને ખોરાક વગર ચલાવી શકો. ચંદ્ર આધારિત કૅલેન્ડરમાં અમે અમુક દિવસો શોધી કાઢ્યા છે જ્યારે પાચનક્રિયા તેના શ્રેષ્ઠ સ્તર ઉપર નથી હોતી. મહિનાના આ બે દિવસો એકાદશી અથવા અગિયારસ છે, જે પૂનમ અને અમાસ પછીનો અગિયારમો દિવસ છે. તે દિવસે હળવો ખોરાક લેવો અથવા આખેઆખો ઉપવાસ કરવો ઉત્તમ રહેશે. એક સિસ્ટમમાં બંધાઈ ગઈ હતી. જો તમે ઉપવાસ કરી શકો છો તો તેમ કરો જ. જો એ તમારે માટે શક્ય ન હોય તો તમે ફળાહાર કરી શકો છો.  

શું ખાવું

sadhguru-eating-healthy-tips-what-to-eat

#૧. જે તમને જીવંત અને સ્ફૂર્તિલું બનાવે

કોઈ ચોક્કસ ખોરાક તમારી અંદર જવો જોઈએ કે નહિ તેનો નિર્ણય દરરોજ બદલાય છે કારણ કે, તમારું શરીર દરરોજ અને દરેક ક્ષણે અલગ છે. જો તમે ખોરાકનો અનુભવ કરો તો તમને જણાશે કે, આ દિવસે તેને તમારામાં જવું જોઈએ કે નહિ. જો પૂરતી જાગૃતિ લાવવામાં આવે તો અમારે લોકોને શું ખાવું કહેવાની જરૂર હથી. દરેક ભોજન સમયે તેમણે નક્કી કરવું જોઈએ કે આ વખતે શું ખાવું છે.  

તમારે બાકીના આયુષ્ય શું ખાવું તેને માટે કોઈ નિર્દેશ નથી. એમ કહેવામાં આવે છે કે શર્કરા(ખાંડ) અને કાર્બોદિત પદાર્થો ખૂબ જ ગંભીર મુદ્દો છે પણ, લાંબા ગાળાનો ખરો પડકાર લોકોને માંસ છોડાવવું તે છે. અમેરિકામાં દર વર્ષે વ્યક્તિદીઠ ૨૦૦ પાઉન્ડ(૯૧ કિલો) માંસ ખવાય છે અને સ્વાસ્થ્યસેવાઓ પાછળ ૩ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે– અમેરિકામાં સ્વાસ્થ્યસેવાઓનો ખર્ચ મોટેભાગના દેશોના વિકાસદર કરતા પણ વધુ છે.  

આ જીવવા માટેની ખૂબ જ હિંસક રીત છે અને તમારા સિસ્ટમ માટે ખૂબ સખત છે. માંદગી એ પહેલા સ્તરની હિંસા છે. જ્યારે તમે માંદા હો ત્યારે તમે શાંતિમય નહિ હોઈ શકો કારણ કે, તમારું શરીર સતત સંઘર્ષ હેઠળ છે. કોઈ કોઈ વાઇરસ, બૅક્ટેરિયા અથવા બીજું કંઇ બહારથી આવે એ એક વસ્તુ છે પણ, લાંબી બિમારીઓ તો આંતર્વિગ્રહ છે. તમે કોઈ પણ પ્રકારના બાહ્ય શત્રુ વગર તમારી પોતાની સિસ્ટમમાં લડાઇ ઉત્પન્ન કરી છે.  

કેટલા બધા લોકો લાંબી બીમારીઓથી મરે છે અને તેના કરતા પણ વધારે જ્યારે જેઓ જીવતા હોય છે ત્યારે તેઓ સારી પેઠે જીવી શકતા નથી તેમજ દુર્ભાગ્યપણે, સૌથી વધુ સંખ્યામાં આવા લોકો દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક (અમેરિકા)માં છે. આ આખી દુનિયા સાથે એક સમયે થશે. અમે ભારતીય શહેરોમાં પણ આવી જ વસ્તુઓ જોઈએ છીએ. અમેરીકા માત્ર પૂર્વગામી હોઈ શકે છે. આ એ સંદેશ આપે છે કે, જો સમૃદ્ધિ આવે તો આપણે આપણી બધી સુધ બુધ ખોઈ બેસીશું. અમેરિકા આને જાતે જ સુધારે તે અગત્યનું છે કારણ કે, તેઓ જે પણ કરશે કોઈક કારણોસર બાકીની દુનિયા તેમને જ અનુસરશે.  

#૨. વધુ પડતું ખાવું

અનુચિત અને અયોગ્ય રીતે ખાવું એ પણ મોટું પાસું છે. જે રીતે આપણે ભોજન કરીએ છીએ તે હિંસક છે અને જો આપણે આ શરીરમાં હોવું જોઈએ તેના કરતાં વધુ માત્રામાં લઈને ફરીએ છીએ, આ એક પ્રકારે જમીનને બરબાદ કરવા જેવું છે. આપણે લઈને ફરીએ છીએ તેમાંથી ગમે તેટલા કિલોગ્રામ ઘટાડી દઈએ તો તે પાછું હવામાં ઊડી નથી જવાનું. પાછું જમીનમાં જઈને તેને બરબાદ કરશે.  

આપણે બધાને જે જોઈએ છે તેટલું લઈને ફરવાની પરવાનગી છે પણ, આપણે માટે જે ઉપયુક્ત છે તેના કરતા વધારે નહિ. જે લોકો આ સ્થિતિમાં જીવી રહ્યા છે કે તેમની પીડા એ છે કે તેઓ ભૂલી ગયા છે કે હળવા, સ્ફૂર્તિલા અને ખરેખર જીવંત રહેવાનો અર્થ શું છે. આ માત્ર તબીબી પાસાઓ અને જે લોકો મરી રહ્યા છે તેના પૂરતું નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે, જેટલી સંખ્યામાં લોકો જીવીત છે પણ તેઓ એક સંપૂર્ણ જીવન જીવી શકતા નથી.  

#૩. તાજું ખાઓ 

દરેક થોડા વર્ષોમાં કયા પ્રકારનો ખોરાક લેવો તેનો એક અલગ સિદ્ધાંત બહાર આવે છે અને કેટલા બધા લોકો તેને ચૂસ્તપણે અનુસરે છે. આપણે ભોજનને ધર્મ નથી બનાવવાનો. એ તમે કે બીજું કોઈ શું માને છે તેના વિષે નથી. એ સમજદારીપૂર્વક ખાવા વિષે છે.  

યાદ રાખવા જેવી પહેલી વાત એ કે મૂળે તો ખોરાક એ ઈંધણ છે. જો તમારે તમારી ગાડીમાં ઈંધણ રાખવું હોય તો તમે પૅટ્રોલ પંપ ઉપર જાઓ છો અને આ ચોક્કસ મશીનની શ્રેષ્ઠ કાર્યક્ષમતા પામવા માટે એક ચોક્કસ ઈંધણ પસંદ કરો છો. તમે તમારી ગાડીમાં કૅરોસીન પણ નાખશો તો પણ તે ચાલશે પણ, તે ધૂમાડા કાઢશે, આંચકા ખાશે અને તમને જે જોઈએ છે તેવી કાર્યક્ષમના નહિ મળે. જ્યારે વાત ખોરાકની પસંદગીની આવે ત્યારે મોટેભાગના લોકો સાથે આ જ પરિસ્થિતિ છે. યોગ્ય ઈંધણ પસંદ કરવા માટે તમારે એ જાણવું પડશે કે તમે કયા પ્રકારનું મશીન છો.  

જો તમને તમારી અને તમારા બાળકોની સુખાકારીમાં રસ હોય અને તો તમારે એ વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે, જે ખોરાક તમે ખાઓ છો તે તાજો હોય. યોગિક સંસ્કૃતિમાં અમે હંમેશથી જ રાંધેલો ખોરાક ચૂલા પરથી ઊતર્યાના દોઢ કલાકમાં ખાઈ લઈએ છીએ. જો એ એનાથી મોડો ખવાય તો તેમાં નિષ્ક્રિયતા પેંસી જાય છે. જો તમે એવો ખોરાક ખાઓ છો જે તમારી સિસ્ટમમાં નિષ્ક્રિયતા સર્જે છે તો તમે તમારી બધી ગતિશીલતા ખોઈ બેસો છો. તમે જે પ્રકારનો ખોરાક ખાઓ છો અને જેટલા પ્રમાણમાંમ ઊંઘ તમને જોઈએ છે તેની વચ્ચે સીધો સંબંધ છે. સામાન્ય રીતે ડૉક્ટરો સલાહ આપે છે કે દરેકે ઓછામાં ઓછા આઠ કલાક સૂવું જ જોઈએ. જો તમે એક રાત્રે આઠ કલાક સૂઓ છો તો એનો અર્થ એ કે તમે તમારા જીવનનો એક તૃતિયાંશ ભાગ સૂઈને વિતાવી રહ્યા છો.  

દરેકે આઠ કલાક સૂવું અને નહિ સૂઓ તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહો, આ વિષય પર લોકો પુસ્તકો લખી રહ્યા છે. આજ-કાલ હું થોડો આળસુ થઈ ગયો છું અને ચાર કલાક સૂઉં છું. પણ પહેલાં પચીસ વર્ષ સુધી હું એક દિવસમાં ત્રણ કલક કરતા પણ ઓછો સમય સૂતો હતો અને હું સ્વસ્થ છું. શરીરને આરામ જોઈએ છે; ઊંઘ નહિ. તમને કેટલી ઊંઘ જોઈશે તેનું એક પાસું તમે કયા પ્રકારનું ઈંધણ તમારી સિસ્ટમમાં નાખો છો તે છે. જો તમે તમારી ગાડીમાં ખોટા પ્રકારનું ઈંધણ નાખશો તો તેને ઘણીબધી સર્વિસિંગની જરૂર પડશે. તેજ રીતે, જો તમે તમારી સિસ્ટમમાં ખોટા પ્રકારનું ઈંધણ નાખશો તો તેને ઘણીબધી ઊંઘની જરૂર પડશે.  

#૪. જે તમારાથી સૌથી દૂર હોય તે ખાઓ 

તમારું શરીર માત્ર તમે જે ખાધું છે તેને પચાવીને રૂપાંતરિત થઈને જે એકત્રિત થયું છે તે છે. શરીરના અમુક બુદ્ધિમત્તા, સ્મૃતિ અને આનુવંશિક કૉડ છે જે નિર્ધારિત કરે છે કે, તમે જે ખાઓ છો તેને શેમાં રૂપાંતરિત કરવાનું છે. ઉદાહરણ તરીકે, એક સફરજન, તેને પુરુષ, સ્ત્રી કે ગાય કોણ ખાય છે તેના આધારે તેના શરીરનો ભાગ બની જાય છે.  

જેમ જેમ જીવન વિકસિત થતું જાય છે તેમ તેમ સજીવોની અંદર રહેલા માહિતિ અને સ્મૃતિઓ જટિલ થતા જાય છે. યોગિક પરંપરામાં અમે હંમેશથી કહીએ છીએ કે, તમારે તમારાથી આનુવંશિક રીતે સૌથી દૂર હોય તે જ ખાવું જોઈએ. આ અર્થમાં વનસ્પતિ જીવન આપનાથે સૌથી દૂર છે. જો તમારે બિન-શાકાહારી ભોજન ખાવું જ પડે તેમ હોય તો અમે માછલી ખાવા સૂચવીએ છીએ કારણ કે, ઉત્ક્રાંતિના સંદર્ભમાં બધા પ્રાણીઓમાં માછલી માનવ કરતાં સૌથી દૂર છે. આ ગ્રહ પર સૌથી પહેલી પ્રાણીસૃષ્ટિ પાણીમાં રહીને વિકસિત થઈ હોવાનું માનવામાં આવે છે તેથી જ, પ્રથમ અવતાર મત્સ્ય અવતાર છે.

પશ્ચિમના ડૉક્ટરો એક સદી સુધી ખાવા માટે માંસ સૌથી ઉત્તમ વસ્તુ છે તેમ કીધા પછી આજે ધીરે રહીને અલગ નજરિયા ઉપર આવી રહ્યા છે. આજથી થોડા સમય પહેલાથી તેઓ કહી રહ્યા છે કે, અમેરિકામાં મોટાભાગના હૃદયરોગ માટે પશુમાંસ જવાબદાર છે અને છેલ્લા થોડા વર્ષોમાં માંસ ખાવાથી કૅન્સરની બીમારી પણ થઈ શકે છે તેમ પણ કહે છે. યોગિક સંસ્કૃતિમાં અમે તમને દસહજારથી વધુ વર્ષોથી કહેતા આવ્યા છીએ કે જો તમે જટિલ આનુવંશિક કૉડવાળો ખોરાક ખાશો તો તમારી સિસ્ટમ એક કે બીજી રીતે તૂટી પડશે. અમે આ નિષ્કર્ષ ઉપર લાખો ડૉલરના શોધકાર્ય પછી નથી આવ્યા પણ, માત્ર અમે જે ખાઈએ છીએ ત્યારે આપણી સિસ્ટમ ઉપર શું અસર થાય છે તેના અવલોકન દ્વારા આવ્યા છીએ. જો તમે પૂરતું ધ્યાન આપશો તો તમને જણાશે.  

તો, તમારા ખોરાકને કોઈ પ્રકારનો ધર્મ ન બનાવો. જો એ જીવન ટકાવી રાખવાનો પ્રશ્ન હોય તો જે ઉપલબ્ધ હોય તે ખાઓ, પણ જ્યારે જીવન ટકાવી રાખવાની પ્રક્રિયાની સારી એવી કાળજી લેવાઈ હોય ત્યારે વિકલ્પ હોય છે. જ્યારે તમારી પાસે વિકલ્પ હોય ત્યારે તમારે સમજદારીપૂર્વક, જે તમારી સિસ્ટમ માટે સૌથી ઉત્તમ હોય તે જ ખાવું જોઈએ. જે તમને સતર્ક, જીવંત અને ગતિશિલ રાખે તે તમારા શરીર માટે આદર્શ ઈંધણ છે. એક દિવસ માત્ર ફળ ખાઓ; બીજા દિવસે માત્ર કાચું શાકભાજી ખાઓ; ત્રીજા દિવસે શાકભાજી રાંધીને ખાઓ; પછી માછલી ખાઓ, અને માંસ ખાઓ – બધી વસ્તુઓ અજમાવી જુઓ. જે પ્રકારના ભોજનથી તમને સૌથી વધારે પ્રમાણમાં ઊર્જા અને સતર્કતાનો અનુભવ થાય છે, કૃપા કરી તમે તે જ ખાઓ અને તમે સ્વસ્થ રહેશો.  

#૫. આને પચાવો! 

જો તમે એક ફળ ખાઓ છો તો તે દોઢ કલાકના સમયગાળામાં પૂરેપૂરું પચી જશે. જો તમે રાંધેલું શાકભાજી ખાઓ છો તો તેને પચવવા માટે બારથી પંદર કલાકનો સમય જોઈશે. જો તમે રાંધેલું અન્ન અને બીજો ખોરાક ખાશો તો તેને ચોવીસથી ત્રીસ કલાક લાગશે. જો તમે રાંધેલું માંસ ખાશો તો તેને અડતાળીસથી બાવન કલાક વાગશે. જો તમે કાચું માંસ ખાશો તો તેને પચતા બોંતેર કલાક લાગશે. જ્યારે ખોરાક સિસ્ટમમાં આટલા લાંબા અંતરાલ માટે રહે છે ત્યારે તે સડે છે અને બિનજરૂરી બૅક્ટેરિયા ઊપજાવે છે. આવા પ્રકારના ખોરાકની પસંદગીથી તમે સિસ્ટમને નુક્સાન કરો છો. તમે સ્વસ્થ રીતે રહેતા નથી અને પછી તમને લાગે છે કે દવાઓની જરૂર છે. તમને દવાઓની જરૂર પડે છે કારણ કે, તમે તમારી ભીતર ઝેર પેદા કરી રહ્યા છો.  

તમે તમારી સિસ્ટમમાં શું મૂકો છો તેનાથી મોટો ફરક પડી શકે છે. ઉદાહરણ તરીકે –જ્યારે તેઓએ બાર વર્ષ પહેલા ઈથેનૉલ ગૅસોલીન બહાર પાડ્યું ત્યારે મેં કહ્યું, “મારે મારી ગાડીમાં ઈથેનૉલ નથી નાખવું કારણ કે, તેનાથી ઍન્જીન કટાઈ જશે, – તમારે ત્યાં સુધી પહોંચવા માટે કોઇ તેજસ્વી વૈજ્ઞાનિક હોવાની જરૂર નથી – એ માત્ર સામાન્ય બુદ્ધિ છે.. આજે જ્યારે લગભગ બાર વર્ષ કરતા વધુ સમયથી એ વપરાઈ રહ્યું છે ત્યારે તેઓ કબૂલે છે કે એના દ્વારા ઍન્જીનને કાટ લાગી શકે છે. તમારે માત્ર વસ્તુઓ કઈ રીતે થઈ રહી છે તેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. મોટેભાગના લોકો કશા ઉપર ધ્યાન નથી આપતા. બધી જ વસ્તુઓ માટે તેમને પ્રિસ્ક્રિપશનની જરૂર પડે છે.  

જો તમે લાંબા સમયથી ખોટા પ્રકારનું ભોજન લેતા આવ્યા છો તો શરીર કદાચ એટલું મંદ અને ઠોસ બની શકે છે કે, કદાચ તમને કંઇ ફરક નહિ અનુભવાય. એ કિસ્સામાં ઉપવાસ તમને વિરામ આપશે.આ લોકોને શીખવવાનો સમય આવી ગયો છે કે, તેમની સિસ્ટમમાં જે થઈ રહ્યું છે તેની ઉપર કઈ રીતે ધ્યાન આપવું. માત્ર તમારી જાતને પૂછો – શું એ અત્યારે સારી પેઠે કામ કરી રહી છે કે નહિ? જાણવાનો આ એક સરળ માર્ગ છે. 

#૬. સ્થાનિક આહાર લો

પ્રશ્ન:નમસ્કારમ્ સદ્‍ગુરુ. શું શરીર અને એ જે ચોક્કસ જગ્યાએ સ્થિત છે તેમની વચ્ચે કોઈ સંબંધ છે? શું કોઈ વ્યક્તિ જ્યાં ઉછરે છે એ સ્થાન તેની ઉપર અસર કરી શકે છે? શું તેથી તેઓ અમને સ્થાનિક આહાર લેવા કહે છે?  

સદ્‍ગુરુ: સ્થાનની ચોક્કસપણે જ માનવીની સિસ્ટમ ઉપર તે કેટલી ઊંડાણપૂર્વક કામ કરે છે; તેવી અસર રહેલી હોય છે. એ બીજા દરેક જીવન માટે પણ જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણી જીવન દક્ષિણ ભારતમાં ખૂબ જ આરામદાયક છે જ્યારે ન્યૂયૉર્ક રાજ્ય કે વિશ્વના બીજા ભાગમાં તે સૂકાઈ જાય છે કારણ કે, જીવન અહીં અલગ રીતે વિકસિત થયું છે. એ હવામાન, સૂર્યપ્રકાશની માત્રા અથવા ઠંડીને કારણે નથી. તેમની પણ મોટી અસર છે પણ, જીવન ચોક્કસ રીતે વિકસ્યું છે તે તેના સ્થાન સાથે ખાસ રીતે સંકળાયેલું છે.  

યોગમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે વ્યક્તિ એક દિવસમાં જેટલું અંતર ચાલી શકે તેટલું જ ખાવું જોઈએ. એક દિવસમાં તમે તમારા સ્થાનથી જેટલું અંતર કાપી શકો તેટલા વર્તુળમાં પેદા થતું જ તમારે ખાવું જોઈએ. તમારે તમારાથી દૂરદૂરના પ્રદેશમાં પેદા થતો ખોરાક તમારે ન ખાવો જોઈએ કારણ કે, તમે જે શરીરનું વહન કરી રહ્યા છો તે મૂળભૂત રીતે ગ્રહનો એક ટુકડો છે. જો તમે જે તે પ્રદેશમાં રહી રહ્યા છો તે પ્રદેશમાં પેદા થઈ રહેલું ખાઈ રહ્યા છો તો તમારા શરીર અને પૃથ્વી વચ્ચે પરસ્પર સતત ક્રિયાપ્રતિક્રિયા થશે. આજે પણ જ્યારે તમે અહીં બેઠા છો ત્યારે તમારું શરીર જે ધરતી ઉપર બેઠા છો તેની સાથે સતત અને ખૂબ ઊંડાણપૂર્વક સંપર્કમાં થશે.  

પૃથ્વી સાથે સંપર્કમાં રહેવું વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ખૂબ જ જરૂરી છે. યોગ કેન્દ્રમાં અમે હંમેશા એ લોકો જેઓ સ્વસ્થ નથી તેઓને બગીચામાં કામ કરાવીએ છીએ, જેથી તેઓ સતત પૃથ્વીના સંપર્કમાં રહે. આજે આધુનિક સ્પામાં ધરતી સાથેના આ સંપર્કને મડ બાથ સુધી ઘટાડવામાં આવ્યો છે. સારું છે, કોઈ રીતે તો તમે તેના સંપર્કમાં આવો છો. તમે તેને કઈ રીતે કરો છો તે અગત્યનું નથી, મડ બાથ દ્વારા બગીચામાં કામ કરીને, જમીનપર સૂઈને અથવા કંઇ પણ કરીને– મૂળભૂત રીતે તમે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

#૭. સુખાકારી માટે ખાવું

ખોરાક એક વિનિમયની પ્રક્રિયા છે. જે પૃથ્વીમાં હતું, તમે તેને શરીરમાં લઈ રહ્યા છો. શરીર તેની શ્રેષ્ઠતાપૂર્વક કામ કરશે જો તમે જે ખોરાક ખાઓ છો તે એ પ્રદેશમાંથી આવતો હોય જ્યાં તમે રહી રહ્યા છો. ધારો કે, તમે કોઈ જમીનના પટ્ટા ઉપર રહી રહ્યા છો અને તમારો પોતાનો ખોરાક ઊગાડીને ખાઈ રહ્યા છો. એક જ મહિનાની અવધિમાં તમે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં વિશિષ્ટ તફાવત જોશો. જો આપણે જે ધરતી ઉપર રહી રહ્યા છીએ તેની સાથે સંપર્કમાં હોઈએ અને આપણો ખોરાક પણ તે જ પ્રદેશમાંથી આવતો હોય, અન્ય ક્યાંકથી નહિ તો મને લાગે છે આપણે આ ગ્રહ ઉપર ઓછામાં ઓછા કૅન્સરના ૫૦% કિસ્સાઓ ઘટાડી શકીએ છીએ.

આજે જો હું સવારના નાસ્તા માટે જાઉં તો ખાવાનું કદાચ ન્યૂઝીલૅન્ડ, વિએત્નામ અથવા કોણ જાણે ક્યાં ક્યાંથી આવેલું હોય છે. આપણે બધેથી વસ્તુઓનું વહન કરવા માટે સક્ષમ બન્યા છીએ અને અમુક સુપરમાર્કેટો છે જે તમને દુનિયાભરનો ખોરાક પીરસી શકે છે પણ આપણે આ માત્ર આસ્વાદ દેવા માટે કરીએ છીએ, સુખાકારી માટે નહિ.

#૮. ઋતુ પ્રમાણે ખાવું

ભારતમાં ખોરાકને ઉનાળામાં અલગ રીતે રાંધવામાં આવે છે, ચોમાસામાં અલગ રીતે અને શિયાળામાં અલગ રીતે જે-તે સમયે ઉપલબ્ધ શાકભાજીઓ અને શરીરને શું ઉચિત છે તેને આધારે અલગ-અલગ રીતે રાંધવામાં આવે છે. આ ડહાપણ લાવીને શરીરની જરૂરીયત પ્રમાણે અને ઋતુપ્રમાણે ખાવું સારું રહેશે.  

ઉદાહરણ તરીકે, જ્યારે ડિસેમ્બર મહિનો આવે છે ત્યારે અમુક ખોરાક એવા છે જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જેવા કે, તલ અને ઘઉં. ચામડી ફાટી જાય છે કારણ કે પર્યાવરણ ઠંડું થઈ જાય છે અને લોકો પરંપરાગત રીતે મોઇશ્ચ્યુરાઈઝિંગ ક્રીમ કે એવી વસ્તુઓ વાપરતા નથી. તો દરેક વ્યક્તિ દરરોજ તલ ખાય છે. એ શરીરને ગરમ અને ચામડીને સ્વચ્છ રાખે છે. શરીરમાં ખૂબ પ્રમાણમાં ગરમીને કારણે તમારી ચામડી ફાટશે નહિ. ઉનાળામાં જ્યારે ગરમી હોય છે ત્યારે ઠંડો ખોરાક ખાવામાં આવે છે. દાખલા તેરીકે, તમિલનાડુમાં તેઓ અમુક પ્રકારના અન્ન ખાય છે. આ વસ્તુઓ પ્રસ્થાપિત કરવામાં આવી જતી જેથી શરીર પોતાને ઋતુપ્રમાણે તેની મેળે જ ઢાળી લે.  

#૯. વનસ્પતિજન્ય આહાર

એક જીવિત કોષમાં જીવન ચલાવવા માટે બધું જ હોય છે. જો તમે એક જીવિત કોષ ખાઓ છો તો તમે જોશો કે, તમારી સિસ્ટમમાં સ્વાસ્થ્ય તમે જાણો છો તે બધાં કરતા ખૂબ અલગ છે. જ્યારે આપણે ખોરાકને રાંધીએ છીએ ત્યારે આપણે તેની અંદરના જીવનનો નાશ કરી નાખીએ છીએ. આ રીતે જીવનનો નાશ કરીને ખાવાથી તે સિસ્ટમને તે જ માત્રામાં ઊર્જા નહિ આપી શકે.  

આખો અહેવાલ અહીં વાંચો 

#૧૦. ફળાહાર

પાચન એટલે જઠરાગ્નિ – પાચક અગ્નિ. જો આ અગ્નિએ પોતાની શ્રેષ્ઠ ક્ષમતાથી પાચન કરવું હોય, તો ફળ ચોક્કસપણે જ સર્વોત્તમ ચીજ રહેશે. દુર્ભાગ્યપણે, અનેક લોકો આળસ અને નિષ્ક્રિયતાને પાળે છે. જીવન જેમને આડ્યું નથી તેથી તેઓ તેમના એક ભાગના મૃત હોવાના આનંદને માણે છે.  ઊંઘ,નશો, વધુ પડતું ખાવું અને માત્ર પડ્યા રહેવું જીવંત, સ્ફૂર્તિલા અને ગતિશીલ રહેવા કરતા સારું લાગે છે. ફળ માત્ર આવા લોકો માટે જ સમસ્યા છે કારણ કે, એ તમને સતર્ક અને સજાગ રાખે છે. કોઈ પરમાનંદ, માદકતા અથવા ચરમસુખ ને જાગરુકતાના ઉચ્ચતર સ્તરો સાથે પણ જાણી શકે છે.  

આખો અહેવાલ અહીં વાંચો

#૧૧. એક કરતા વધારે અન્ન વડે બનેલો(મલ્ટીગ્રેઇન) આહાર

આજે ડૉક્ટરો લગભગ આઠ કરોડ લોકો ડાયાબિટિસ તરફ જઈ રહ્યા છે. તેનું એક કારણ એ છે કે, મોટેભાગના ભારતીયો એક જ પ્રકારનું અન્ન ખાય છે. લોકો ક્યાં તો ઘઉં કાય છે ક્યાં તો ચોખા. આ ચોક્કસપણે જ સ્વાસ્થ્ય સમસ્યા સર્જી શકે છે. લોકોના જીવનમાં એક કરતા વધારે અન્ન લાવનાની જરૂર છે.  

પારંપરિક રીતે લોકો અનેક પ્રકારના કઠોળ, દાળ અને અનેક પ્રકારના અન્ન ખાય છે પણ, આ વસ્તુઓ દૂર જઈ રહી છે અને જો તમે આજે દક્ષિણ ભારતીય થાળીમાં જોશો તો એમાં મોટા પ્રમાણમાં ભાત જ હશે અને બહુ થોડા પ્રમાણમાં શાકભાજી કશે. આ ગંભીર સમસ્યા છે. છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષ દરમિયાન કાર્બોદિત પદાર્થોના બહુત્ત્વવાળા આહાર તરફ ઝૂકાવ થયો છે તેને પાછા બદલવાની જરૂર છે કારણ કે, જો વ્યક્તિ માત્ર કાર્બોદિત પદાર્થો જ ખાયે રાખશે અને બીજી વસ્તુઓ ખૂબ ઓછી ખાશે તો તેની લાંબાગાળાના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થશે. આ પાયાગત પરિવર્તન લોકોના મગજમાં થવાની જરૂર છે. આહારનો મોટો હિસ્સો ઘઉં કે ચોખા નહિ પણ બીજી વસ્તુઓ હોવી જોઈએ. ભાત તમારી પસંદગી છે – તમારે ખાવો હોય કે નહિ તે તમારી ભૂખના આધારે નક્કી કરો.  

#૧૨ પ્રવાસ સમયે યોગ્ય ખાવું

આપણે દરેક વખતે આદર્શ ખોરાક નથી લઈ શકતા, ખાસ કરીને આપણામાંથી એ લોકો જેઓ પ્રવાસ કરી રહ્યા હોય છે અને ઘણીબધી વસ્તુઓ કરી રહ્યા હોય છે. જો તમે તમારા શરીરને તમારા શરીરને હળવું સુસ્ત બનાવે એવી વસ્તુઓ ખાવાની બંધ કરી દીધી છે – જો તમે તમારી સિસ્ટમમાં શું થઈ રહ્યું છે તેના વિષે સજાગ છો – તમારે માત્ર આમ કરવાની જરૂર છે, તમારા આગામી ભોજનને અડધું કરી કાઢો અથવા ભોજન ન કરો. શરીરને પાછું હતું તેવું કરી કાઢવા માટે તમારે આ જ કરવાની જરૂર છે.  

પ્રવાસ ચોક્કસપણે જ થકવી નાખનારો હોય છે પણ, જ્યારે તમે વિમાનમાં હો તમે તેને માત્ર થોડી જ માત્રામાં ખોરાક લઈને ઘટાડી શકો છો. જો તમારે કંઇ ખાવાની જરૂર જણાય તો એક ફળ ખાઓ અથવા ઘણુંબધું પાણી પીઓ. ભૂખને કારણે પેટમાં અમુક જલદ રસ(ઍસિડ) ઉત્પન્ન થાય છે જે ખાવાની ઉત્કંઠા ઉપજાવે છે. જો તમે એક ગ્લાસ પાણી પી લો અથવા એક ફળ ખાઈ લો તો જે રસ ઉત્પન્ન થયા છે તે મંદ થઈ જશે આને ભૂખ ગાયબ થઈ જશે.  

Editor's Note:  Learn to eat the Yogic way with a wide variety of healthy and delicious recipes from “A Taste of Well-Being” – now available from Isha Downloads and Amazon