પ્રશ્ન : મને લાગે છે કે હું સેક્સ અને સેક્સુઆલીટીના વિચારો કરવામાં ખૂબ સમય અને ઊર્જાઓ વેડફી રહ્યો છું. મને થાય છે કે કદાચ હું વિચિત્ર છું, પણ મને લાગે છે કે મોટાભાગના લોકો આવું જ વિચારતા હશે. પણ મારા વડીલો અને મારા માતાપિતા તેને વર્જ્ય માને છે. હું આના વિષે આપના વિચાર જાણવા માંગુ છું.

સદ્‍ગુરુ: એક જોક કહું, એક વાર છ વર્ષની એક છોકરી સ્કુલેથી ઘરે આવી અને તેની મમ્મીને પૂછ્યું મમ્મી, મારો જન્મ કઈ રીતે થયો?" મમ્મી મૂંઝાઈ ગઈ. તેણે કહ્યું "એક બગલો આવીને તને નાખી ગયો." પેલી છોકરીએ આ વાત નોધી લીધી.

પછી તેણે મમ્મીને પૂછ્યું , “મમ્મી, તારો જન્મ કેવી રીતે થયો?”

મને પણ એક બગલો નાખી ગયો.

મમ્મા, દાદીમાનો જન્મ કેવી રીતે થયો ?”

તેમને પણ બગલો જ નાખી ગયો હતો.

પેલી છોકરી ગંભીર થઈ ગઈ. તે બેસી ગઈ અને તેની ગૃહકાર્યની નોટબુકમાં કંઇક લખવા માંડી. તેની મામ્મી ખૂબ અસ્વસ્થતા અનુભવવા લાગી. જેવું છોકરીએ લખવાનું પૂરું કર્યું કે તેણે ત્યાં જઈને તેની નોટબુક ખોલીને જોયું. તેણીએ તેના કુટુંબ-વૃક્ષ વિષે નિબંધ લખ્યો હતો. તેણીએ લખ્યું હતું કે, “છેલ્લી ત્રણ પેઢીઓથી મારા કુટુંબમાં કોઈનો પણ જન્મ કુદરતી રીતે થયો નથી.

સેક્સ કુદરતી છે, સેક્સુઆલીટી એટલે કામુકતા તમારા દ્વારા બનાવવામાં આવી છે.

તો, સેક્સ વિષે કંઇ અજુગતું નથી. તમારી બુદ્ધિમત્તા ઉપર તમારા જાતીય હોર્મોંસ હાવી થઈ ગયાં છે - એ માત્ર એટલું જ છે. એ માત્ર એક વિવશતાપૂર્ણ વર્તન છે. જ્યારે તમે એક બાળક હતાં, ત્યારે કોઈ વ્યક્તિ કયા પ્રકારનાં પ્રજનન અંગો ધરાવે છે તેનાથી તમને કોઈ ફેર નહોતો પડતો. પણ, જ્યારથી હોર્મોંસ તમારી અંદર રમવા માંડ્યા, ત્યારથી તમે તેનાથી પરે વિશ્વને કલ્પી શકતાં નથી. તમાારી સમગ્ર બુદ્ધિમત્તા તમારા જાતીય હોર્મોંસ દ્વારા નિયંત્રિત થઈ રહી છે.

સેક્સ એ કુદરતી વસ્તુ છે.- તે શારીર સાથે જોડયેલું છે. પણ સેક્સુઆલીટી એટલે કામુકતા તમારા દ્વારા બનાવી કાઢવામાં આવી છે. તે મનોવૈજ્ઞાનિક છે. આજે દુનિયાભરમાં અનેક રીતે ફેલાઈ રહી છે. તે બીમારી બની ગઈ છે કારણ કે, જો સેક્સ શરીરમાં હોય તો બરાબર છે-તે તેની કુદરતી જગ્યાએ છે. પણ જે ક્ષણે તે તમારા મનમાં ઘૂસી જાય છે ત્યારે તે વિકૃતિ બની જાય છે. તેને તમારા મન સાથે કોઈ લેવા-દેવા નથી.

 

સેક્સ એ કુદરતી વસ્તુ છે. - તે શરીર સાથે જોડયેલું છે. પણ સેક્સુઆલીટી એટલે કામુકતા તમારા દ્વારા બનાવી કાઢવામાં આવી છે. તે મનોવૈજ્ઞાનિક છે.

જોકે, સેક્સુઆલીટી એ માનવમનમાં એક મોટો સવાલ બની ગઈ હોવાં છતાં પણ, અસલમાં તે ખૂબ નાનો પ્રશ્ન છે. જો તમે શરીરથી થોડાં ઉપર ઊઠશો તો પછી કોઈ સ્ત્રી નથી કે કોઈ પુરુષ નથી. માત્ર શરીરના સ્તર ઉપર જ કોઈ પુરુષ અથવા સ્ત્રી છે. માનવ-પ્રજાતિને આગળ વધારવા માટે તે નાનકડો શારીરિક તફાવત છે. તે તફાવતને સહાય કરવા માટે અમુક મનોવૈજ્ઞાનિક તફાવતો પણ છે. પણ બન્નેમાં બે આંખ, નાક, મોઢું; એ બધું સમાન છે બસ, પ્રજનન અંગો જ અલગ છે.

આપણે શા માટે શરીરના આ નાનકડા અંગોને આપણા મનમાં આટલા બધાં અતિ-મહત્વના બનાવી દીધાં છે? જો શરીરના કોઈ ભાગને અતિ-મહત્વપૂર્ણ હોવું જોઇએ તો એ તમારું મગજ હોવું જોઈએ નહીં કે તમારા પ્રજનન અંગ.

સેક્સુઆલીટીની ફિલોસોફી

સેક્સુઆલીટી બહુ વિશાળ એટલે બની ગઈ છે કારણ કે, ક્યાંક આપણે આપણી જૈવિકતાને યોગ્ય રીતે સ્વીકારી નથી. આપણે શરીરના બીજાં ભાગોને સ્વીકાર્યાં છે આ ભાગને જ નથી સ્વીકાર્યો. તમારા જાતિય અંગો તમારા હાથ, પગ અને બીજા અંગો જેવાં જ છે. પણ, તમે એના વિષે કંઇક બનાવી કાઢ્યું છે. અને આ કંઇક વધુને વધુ બનતું ગયું અને તે લોકોના મનમાં એક મોટી વસ્તુ બની ગયું.

જેને તમે ખરાબ વસ્તુમાં ગણો છો તેને તમે છોડી જ ન શકો. તમે આનું અવલોકન કરો, તમે જેને ખરાબ ગણો છો તે વસ્તુઓ તમને બધે જ અનુસરશે.

આ વસ્તુ તમારા મનમાં ઘૂસી ગઈ છે કારણ કે, કોઈકે કહ્યું હતું કે તે ખોટું છે. હવે તમે તેને છોડી શકો તેમ નથી કારણ કે તે ખરાબ વસ્તુ છે. જેને તમે ખરાબ માનો છો જેને તમે ખરાબ વસ્તુમાં ગણો છો તેને તમે છોડી જ ન શકો. તમે આનું અવલોકન કરો, ખરાબ વસ્તુઓ વસ્તુઓ તમને બધે જ તમારી પાછળ પાછળ આવશે.

જે ખરેખર સરળ અને મૂળભૂત છે તેને આપણે સાચું અથવા ખોટું બનાવી દીધું છે. અને તેને સાચું-ખોટું બનાવ્યાં પછી તમે ખોટી બાબતને ઊથલાવી પાડવા માટે ફિલોસોફીઓ શોધવા માંગો છો પણ તેનાથી છૂટી શકતાં નથી. તેથી ઘણીબધી ફીલોસોફીઓને માત્ર અને માત્ર લોકોની સેક્સુઆલીટીને સમર્થન આપવા માટે પ્રતિપાદિત કરવામાં આવી રહી છે. મને સમજાતું નથી કે તમારે સેક્સ કરવા માટે કઈ ફિલોસોફીની જરૂર શા માટે છે? તે માત્ર જીવવિજ્ઞાન છે. આ બધો ગૂંચવાડો બિનજરૂરી છે. જો તમે તેને જટિલ બનાવશો તો તે તમારા જીવનનો બિનજરૂરી મોટો ભાગ બની જશે.

સેક્સુઆલીટીની તમારા જીવનમાં એક ચોક્કસ ભૂમિકા છે. જો તમે તેને બહુ મોટી બાબત બનાવશો તો તે તમારા મગજને વિકૃત કરશે અને જો તમે તેનો નાશ કરવાનો પ્રયત્ન કરશો તો તે તમારા મનને વધારે વિકૃત કરશે.

આપણા વાહિયાત વિચારોને કારણે આપણે કશાકમાં અતિશયોક્તિ કરીએ છીએ અથવા તો તેને બિનજરુરી રીતે મામુલી બનાવવા પ્રયત્ન કરીએ છીએ. હું એમ કહીશ કે, આધુનિક સમાજોમાં માનવ ઊર્જાઓનો ૯૦ ટકા ભાગ સેક્સ પાછળ અથવા તો તેને ટાળવા પાછળ ખર્ચાઈ રહયો છે. જો તમે તેને બહુ મોટી બાબત બનાવશો તો તે તમારા મગજને વિકૃત કરશે અને જો તમે તેનો નાશ કરવાનો પ્રયત્ન કરશો તો તે તમારા મનને વધારે વિકૃત કરશે.

જેમ જેમ તમે તમારા શરીર વડે વધુ ઓળખાવા લાગો છો તેમ તેમ સેક્સુઆલીટી વધુ મહત્વની બની જાય છે. જો તમે પોતાને તમારા શરીર વડે ઓછા ઓળખાવો છો તો સેક્સુઆલીટી ઘટવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ બૌદ્ધિક રીતે ખૂબ સક્રિય બને છે, સેક્સ માટેની તેની જરૂરિયાત ઓછી થઈ જાય છે. પણ, મોટાભાગના લોકો મનની મધુરતા અને બૌદ્ધિક ઉચ્ચતાઓ જાણતા નથી. તેઓને લાગણીઓની મધુરતા અંગે વધુ માહિતી હોતી નથી, ઊર્જાઓની મધુરતા તો દૂરની વાત છે. એક માત્ર સેક્સ જ એ વસ્તુ છે જે તેમને ઉચ્ચતાના સ્તરે લઇ જાય છે. શરીરની થોડી મધુરતા એ સેક્સ છે અને તેઓના એકધારા નિરસ જીવનમાં રસ લાવે તેવી આ એક જ વસ્તુ છે.

એવું કંઇક છે જે કામુકતા કરતાં પણ વધુ કામુક છે

જો તમે જાગરુક હોવ અને તમારી આસપાસના લોકોનું અથવા તમારી જાતનું નિરિક્ષણ કરો, જો તેઓમાં શારીરિક શિસ્તતાનો અભાવ હોય, તો તમે જોશો કે તેઓ ધીરે ધીરે સતત ખુશ રહેવાનો સતત પ્રયત્ન કરી રહ્યા હોય તેવા બની જશે. કોઈ આનંદ નહીં બચ્યો હોય. તમે જેટલા આનંદી બનશો, તમારા જીવનમાં બાહ્ય સુખની જરૂર તેટલી ઓછી હશે. જો તમે આનંદમાં ના હોવ, તો તમારા જીવનમાં વિવશતાયુક્ત પ્રવૃત્તિઓ હશે અને સેક્સુઆલીટી એમાંની એક હશે. હું એ મૂળભૂત કાર્ય વિષે વાત નથી કરી રહ્યો કે જે આપણ સૌને આ દુનિયામાં લાવ્યું છે. હું તેની વિરુદ્ધમાં પણ વાત નથી કરી રહ્યો, પણ સેક્સુઆલીટીને તમારા મગજમાંથી કાઢવી જ જોઈએ.

જેમ જેમ તમે પોતાને તમારા શરીર વડે ઓછા ઓળખાવો છો તેમ તેમ સેક્સુઆલીટી ઘટવા માંડે છે.

હું જોઉં છું કે, લોકો જે કંઇ કરી રહ્યા હોય તેઓ કહે છે કે , આ વસ્તુ સેક્સ પછીની શ્રેષ્ઠતમ વસ્તુ છે. સેક્સ એ શ્રેષ્ઠ વસ્તુ નથી. તે દુનિયામાં સૌથી લોકપ્રિય છે પણ શ્રેષ્ઠ નથી. જો તમે જીવનના બીજા પાસાઓનો સ્વાદ ચાખો, તેમ તેમ સેક્સ્યુઆલીટી છૂટી જવી જોઈએ. એક બાળકની જેમ. એક બાળક તેનાં બાળપણમાં અમુક બાબતો માટે ખૂબ રોમાંચિત હોય છે પણ, મોટા થયા પછી તમે તે બાબતો વિનાપ્રયત્ને છૂટી જાય છે. સેક્સુઆલીટી પણ એજ રીતે છૂટી જવી જોઈએ.

જો તમારી ઊર્જાઓ પૂરતી સ્થાપિત અને સૂક્ષ્મ હોય; એટલી સુંદર કે તમારે બીજા શરીર સાથે કંઇ જ કરવાની જરૂર ન રહે પણ, માત્ર અહીં બેસવું તે જ તમારા માટે કામુકતા કરતાં વધારે કામુક બની જાય. જ્યારે એ સ્થિતિ દરેક ક્ષણે તમારે માટે એક જીવંત વાસ્તવિકતા બની જાય, ત્યારે સેક્સ તમારા જીવનમાંથી અદૃષ્ય થઈ જશે. એવું નથી કે તમે તેના માટે અસમર્થ છો કે તમે વિચારો છો કે તે અનુચિત કે અનૈતિક છે પણ, આવું શક્ય બને છે કારણ કે, બીજા કોઈને ચોંટી રહેવું અને કંઇક કરવું અને એમ વિચારવું કે તે શ્રેષ્ઠતમ છે તે તમને બાલિશ લાગશે.

 

સેક્સુઆલીટી ઓકે છે. એમાં કશું સાચું કે ખોટું નથી. પણ તે જીવનનું પ્રારંભિક પાસું છે.

સેક્સુઆલીટી ઠીક છે. એમાં કશું સાચું કે ખોટું નથી. પણ તે જીવનનું એક પ્રારંભિક પાસું છે. જો તે તમારા શરીરમાં રહે તો તે ઠીક છે. પણ જો તે તમારા મગજમાં ચઢી બેસે તો તે ખોટી જગ્યાએ છે. જો તે ખોટી જગ્યાએ હોય તો તમારું જીવન અસ્ત-વ્યસ્ત બની જશે.

તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

 

 

Youth and Truth Banner Image