Mahabharat All Episodes

પ્રશ્નકર્તા: સદ્‍ગુરુ, આપ અસ્તિત્વના ચક્રો વિષે વાત કરતા હતા. આ ચક્રો શા માટે? તેમજ, શું ધર્મ આપણે પસંદ કરીએ છીએ તે છે કે તે આપણે તેને શોધી કાઢીએ તેની તે રાહ જોતો બેઠો હોય છે?

સદ્‍ગુરુ: કુદરતે ચક્ર નું સર્જન માણસોએ તેવું વિચાર્યું તેના કરતાં ઘણું વહેલું કરી નાખ્યું હતું. માણસોએ ચક્રની શોધ નથી કરી - તેઓએ માત્ર પોતાની આંખો ઉઘાડીને જોયું. ચક્ર તો હંમેશથી ત્યાં હતું જ, દરેક સ્થળે હતું, અનેક સ્વરૂપે હતું. ભૌતિકનો મૂળભૂત સ્વભાવ જ ચક્રીય છે. આ ગ્રહ ત્રિકોણ નથી - તે ગોળ છે. લગભગ દરેક અવકાશી પદાર્થ ગોળ હોય છે. સામાન્ય રીતે ગોળાકાર વસ્તુઓની ગતિમાં અવરોધ સૌથી ઓછો હોય છે. વર્તુળાવાર ગતિ સૌથી વધુ કાર્યક્ષમ હોય છે તેથી, સ્વાભાવિક જ બધું ચક્રની જેમ ફરે છે. એનાથી સારી ગતિશીલતા નથી હોતી.  

ભૌતિક પદાર્થોનું અસ્તિત્વ શા માટે ચક્રીય હોય છે

જ્યારે કોઈ ભૌતિક વસ્તુ અને તેની ગતિની વાત હોય ત્યારે, તે સ્વાભાવિક રીતે ચક્રીય રૂપ લઈ લે છે કારણ કે, બ્રહ્માંડ આવું જ છે. આ સર્જનહારની બુદ્ધિમત્તા છે. ભૌતિકવિજ્ઞાનનો આ જ નિયમ છે. પૃથવીની સૂર્યની ભ્રમણકક્ષા લંબગોળ છે તેથી, તે એટલી સરળતાથી ફરે છે કે, તમે એ હકીકત ભૂલી જઈ શકો છો કે તમે પણ પૃથ્વી સાથે અત્યંત વેગપૂર્વક ફરી રહ્યા છો. તે ઓછામાં ઓછા ઘર્ષણ સાથે ફરી રહી હોવા છતાં થોડું ઘર્ષણ તો છે જ. આ નાનકડા ઘર્ષણને કારણે સનયાંતરે આ બ્રહ્માંડ નષ્ટ થશે. પ્રત્યેક વસ્તુની એક શરૂઆત અને એક અંત હોય છે. આ ભૌતિકવિજ્ઞાનનો નિયમ છે. તમારું અસ્તિત્વ એટલે જ છે કારણ તમાંરી પાસે ભૌતિક શરીર છે. ભૌતિક પદાર્થો માટે એક પ્રકારનો નિયમ હોય છે અને અભૌતિક પદાર્થો માટે બીજા પ્રકારનો નિયમ હોય છે. માટે જ ઉર્વશી અર્જુનને કહે છે, “હું મનુષ્ય નથી તેથી, મને તમારા નિયમો લાગુ પડતાં નથી. મારા નિયમો અલગ છે કારણ હું ભૌતિક નથી. મારી ભૌતિકતા આકાશી છે, શુદ્ધ ભૌતિક નથી.”

મનુષ્ય હોવાનો એક વિશેષ પડકાર

પણ મનુષ્ય ખરેખર તો થોડો સંકર(હાઈબ્રીડ) છે. તમારું ભૌતિક પરિમાણ છે અને તમારા બીજા પરિમાણો પણ છે. તમારો સંઘર્ષ તેને કારણે જ છે. જો તમે માત્ર ભૌતિક જીવન હોત, તો નિયમો ઘણા સરળ હોત. માણસ એક વિમાન જેવો હોય છે જે એક ઝડપે ઊડે છે, તેની બેઠકોની ઝડપ અલગ હોય છે અને યાત્રીઓની ઝડપ અલગ. તમારી સાથે આ જીવનની પ્રત્યક ક્ષણે થઈ રહ્યું છે. પૃથ્વી અને તમારું શરીર એક ઝડપે ગતિ કરી રહ્યા છે. તમારું મગજ અલગ ઝડપે ગતિ કરી રહ્યું છે અને તમારું અસ્તિત્વ સાવ અલગ ગતિમાં આગળ વધી રહ્યું છે. પણ તમારે આ ત્રણની વચ્ચે સંતુલન જાળવવું જ પડે છે.

તમારો મૂળભૂત ધર્મ એ નથી જેને તમે પસંદ કરો છો. અસ્તિત્વના નિયમો અગાઉથી ગોઠવાયેલા જ છે - તમારે માત્ર તેમને સમજવાના છે.

જો તમારું અસ્તિત્વ યોગ્ય રીતે બેઠું હોય અને તમારું મન તેને પૂરક હોય તો તમે એક આદર્શ અસ્તિત્વ છો. પણ જો તેમ ન હોય તો તમે એક સાથે ઘણી જગ્યાઓએ છો અને તમારી સાથે શું ખોટું છે તે સમજી નથી શકતા, તેનો અર્થ એ કે, તમારામાં એટલી નમ્રતા છે કે તમે જોઈ શકો છો કે તમારામાં કોઈ ખામી છે. ઘણા લોકોને એવી ખબર પણ નથી હોતી કે તેમનામાં ખરાબી છે; તેઓ એમ જ માને છે કે તેઓ બરાબર છે. જો તમે જીવનને તેની ગહનતાના ચરમ સુધી આગળ વધારવા માટે તૈયાર છો, તો જીવનનું કોઈ પણ પાસું તમને અસ્તિત્વના કેન્દ્ર સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે, જે સર્જનનો સ્ત્રોત છે.

તમારો ધર્મ શા માટે તરલ હોવો જોઈએ 

તમારો મૂળભૂત ધર્મ એ નથી જેને તમે પસંદ કરો છો. અસ્તિત્વના નિયમો અગાઉથી ગોઠવાયેલા જ છે - તમારે માત્ર તેમને સમજવાના છે. પણ તેમનો બોધ પામવા માટે પણ તમારે પોતાના ધર્મની એક ચોક્કસ અવસ્થામાં હોવું પડે. તમારો આગવો ધર્મ હોવો જોઈએ કારણ કે તમારે પોતાના કર્મો પણ આગવા છે. તમને તમારા પોતાના કર્મ બંધનો હોય છે તેથી, તમારે પોતાનો નાનકડો ધર્મ નિર્ધારિત કરવો પડે. પણ તમારા ધર્મને વધુ પડતો મોટો ન બનાવશો. અનંત અસ્તિત્વનો ધર્મ તમારા નાનકડા ધર્મ કરતા અનેક વધુ મહત્ત્વપૂર્ણ છે. તમારો નાનકડો ધર્મ સતત, જીવવની દરેક ક્ષણે માપાંકિત થવો જોઈએ. ગઈકાલે તમારો જે ધર્મ હતો તે આજે તેવો ન હોય તેવું બની શકે. પણ અસ્તિત્વનો નિયમ અનંતકાળ સુધી એ જ રહેશે. પણ તમે પોતાને માટે નક્કી કરેલો નાનકડો ધર્મ અસ્તિત્વના ધર્મ સાથે તાલ મેળવી રાખે તેને માટે સતત દેખરેખ રાખવી પડે. સાધનાનો અર્થ આ જ છે.

એક યોગ્ય સાધના કંઈ રીતે તમારા ધર્મનું માપન કરી શકે

જો તમે જરૂરી ભક્તિભાવથી નિયમિત રીતે તમારી સાધના કરો તો તમે જોશો કે, સાધનાનો અનુભવ રોજ જુદો હશે. જો તમે બારીકાઈથી જોવા માટે સક્ષમ હશો, તો તમે જોઈ શકશો કે માત્ર સાધના જ નહિ, તમારો રોજેરોજનો અનુભવ પણ અલગ હશે. તે એટલા માટે નહિ કે રોજેરોજ તમે વધું સારું કરી રહ્યા છો. તેવું શરૂઆતના એકાદ મહિનામાં થઈ શકે. સાધનાની આ જ ખૂબી છે: જ્યારે તમને સાધના યોગ્ય રીતે આપવામાં આવે છે ત્યારે તમારે તમારા ધર્મનો બ્રહ્માંડના નિયમો સાથે તાલ મેળવવાની વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી રહેતી. તે આપમેળે અનુકૂલન સાધી લેશે.

જો તમે બારીકાઈથી જોવા માટે સક્ષમ હશો, તો તમે જોઈ શકશો કે માત્ર સાધના જ નહિ, તમારો રોજેરોજનો અનુભવ પણ અલગ જશે.

યોગનો અર્થ છે જોડાવું અને સાધના એક સાધન છે. યોગ સાધના આ માટે આ જોડાણને પામવા માટે અને બ્રહ્માંડના નિયમો સાથે તાલ મેળવવા માટે એક સાધન છે. સાધના તેના પોતાના જ સ્વભાવથી, દરરોજ તમારા કર્મોની પૅટર્ન અનુસાર પોતાને ગોઠવી લે છે. તે તમારે કરવું નહિ પડે. સાધનાની પોતાની બુદ્ધિમત્તા હોય છે.

ક્રમશ:...

More Mahabharat Stories