સદ્દગુરુ ત્રણ મૂળભૂત નાડીઓ – ઇડા, પિંગળા અને સુષુમ્ન- અથવા સીસ્ટમમાં રહેલી ઉર્જાની ગતીરેખાઓ વિષે વાત કરે છે.


સદ્દગુરુ: જો તમને કરોડરજ્જુની શારીરિક બંધારણ વિષે જાણ હોય તો તેની બંને બાજુ બે છીદ્રો/કાણા હોય છે જે બધી ચેતાઓને/જ્ઞાનતંતુઓને પસાર થવા માટેની વાહક નળીઓ જેવી હોય છે. આ છે, ઇડા અને પિંગળા, જે ડાબા અને જમણા માર્ગો છે. 

પ્રાણમયકોષ અથવા ઉર્જા શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ હોય છે. આ ૭૨૦૦૦ નાડીઓનું ઉત્થાન આ ત્રણ મૂળભૂત નાડીઓમાંથી થાય છે –ડાબી, જમણી અને વચલી- એટલે ઇડા, પિંગળા અને સુશૂમ્ન. નાડી શબ્દનો અર્થ ચેતા/જ્ઞાનતંતુ નથી. નાડીઓ એટલે સીસ્ટમમાં રહેલી પ્રાણની ગતીરેખાઓ અથવા માર્ગો છે. આ ૭૨૦૦૦ નાડીઓની ભૌતિક અભિવ્યક્તિ નથી. જો તમે શરીરનું અંગવિચ્છેદન કરીને આંતરિક પરીક્ષણ કરો તો તમને તે જડશે નહીં. પરંતુ જેમ જેમ તમે વધુને વધુ સચેત/જાગૃત થશો, તમે જોશો કે/તમને ભીતિ થશે કે ઉર્જાનો વહાવ અવ્યવસ્થિત રીતે નહીં પરંતુ સ્થાપિત ગતીરેખાઓમાં પ્રયાણ કરે છે. ઉર્જા અથવા પ્રાણ ૭૨૦૦૦ અલગ અલગ રીતે વહે છે/ગતિમાન છે.

જયારે ઉર્જા સુશૂમ્નમાં પ્રવેશે છે ત્યારે જ ખરેખર જીવનની શરૂઆત થાય છે.

ઇડા અને પિંગળા અસ્તિત્વમાં રહેલા મૂળભૂત ધ્વૈતનું પ્રતિનિધિત્વ કરે છે. આ ધ્વૈતને આપણે પરંપરાગત રીતે શિવ અને શક્તિ તરીકે મૂર્તિમંત કરીએ છીએ/ઓળખીએ છીએ..અથવા તમે માત્ર તેને પુરુષવાચી અને સ્ત્રીત્વ, અથવા તે તમારું તાર્કિક કે અંતર્જ્ઞાનનું પાસું હોય શકે છે. તેના આધારે જીવનનું સર્જન થાય છે. આ બંને દ્વૈત વિના, જીવનનું અસ્તિત્વ હાલ જે રીતે છે તે રીતે શક્ય ન બની શકે. શરૂઆતમાં બધું આદિકાળ લાગતું હોય છે, કશું દ્વૈત નથી, પરંતુ એકવાર શ્રુષ્ટિસર્જન થાય એટલે દ્વૈત આકાર લે છે. 

હું જયારે પુરુષવાચી અને સ્ત્રીત્વ વિષે કહું છું ત્યારે હું લિંગના સંદર્ભમાં વાત નથી કરતો- નર કે નારી હોવા વિષે- પરંતુ અસ્તિત્વમાં રહેલાં અમુક ગુણ/લક્ષણના રૂપમાં વાત કરું છું. પ્રકૃતિમાં અમુક લક્ષણોને પુરુષવાચી તરીકે ઓળખાયેલા છે. અમુક બીજા લક્ષણોને સ્ત્રીત્વ સાથે ઓળખવામાં આવેલાં છે. તમે એક પુરુષ છો પરંતુ જો તમારી ઇડા વધારે પ્રબળ હશે તો તમારી અંદર સ્ત્રીત્વનો પ્રભાવ વધુ હશે. તમે એક સ્ત્રી છો પરંતુ જો તમારી પિંગળા વધુ પ્રબળ હશે તો તમારી ઉપર પુરુષત્વનો પ્રભાવ વધુ હશે.

ઇડા અને પિંગળા વચ્ચે એક સંતુલન લાવવાથી તે તમને આ વિશ્વમાં વધુ અસરકારક બનાવશે, જે તમને જીવનના પાસાઓનું યોગ્ય સંચાલન કરાવશે. મોટાભાગના લોકો ઇડા અને પિંગળામાં જીવે છે અને મૃત્યુ પામે છે; સુશૂમ્ન, જે મધ્ય જગ્યા છે, તે નિષ્ક્રિય/સુષુપ્ત રહે છે. પરંતુ સુષુમ્ન માનવ શરીરવિજ્ઞાનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. જયારે ઊર્જાઓ સુષુમ્નમાં પ્રવેશે છે ત્યારે જ ખરેખર જીવનની શરૂઆત થાય છે.

વૈરાગ્ય

મૂળભૂત રીતે સુષુમ્નનો કોઈ ગુણધર્મ નથી હોતો/લક્ષણ-વિહીન હોય છે, તેની પોતાની કોઈ લાક્ષણિકતા નથી હોતી. તે એક ખાલી જગ્યા છે. જો જગ્યા ખાલી હોય તો તમે તેમાં જે ઈચ્છો તે સર્જી શકો છો. એકવાર ઊર્જાઓ સુષૂમનામાં દાખલ થાય, તો તેને વૈરાગ્ય પ્રાપ્તિ કહેવાય છે. “રાગ” એટલે રંગ અને “વૈરાગ” રંગ વિહીન, તમે પારદર્શક બની ગયા છો. જો તમારી આસપાસ લાલ રંગ હોય તો તમે પણ તે રંગમાં રંગાઈ જશો. જો તમે પારદર્શક બની જાઓ અને તમારી આસપાસનો રંગ ભૂરો હશે તો તમે પણ ભૂરો રંગ અપનાવશો. તમારી આસપાસ પીળો રંગ હશે તો તમે પણ પીળા બની જશો. તમને કોઈ પૂર્વગ્રહ નથી રહેતો. તમે જ્યાં પણ છો તેનો એક ભાગ બની જશો, પરંતુ કશું તમને બાંધી નહીં શકે. જો તમે માત્ર આમ હશો, જો તમે વૈરાગની સ્થિતિમાં હશો, તો જ તમે અહીં રહેતાં રહેતા જીવનના દરેક/અલગ અલગ પરિમાણોને ચકાસવાની હિંમત કરી શકશો.

અત્યારે તમે વ્યાજબી રીતે સંતુલિત છો, પરંતુ જો કોઈ કારણસર બાહ્ય પરીસ્થિતિ બેકાબુ બને તો તમે પણ તેની પ્રતિક્રિયા સ્વરૂપ બેકાબુ બની જશો, કારણકે તે ઇડા અને પિંગળાની પ્રકૃતિ છે. તે બાહ્ય પરીસ્થિતિઓ તરફ પ્રતિક્રિયાશીલ છે. પરંતુ એકવાર ઊર્જાઓ સુષૂમનામાં પ્રવેશ લેશે ત્યારબાદ તમે એક નવા પ્રકારનું સંતુલન પ્રાપ્ત કરશો, એક આંતરિક સંતુલન જ્યાં બાહ્ય રીતે કશું પણ ઘટિત થાય પરંતુ તમારી અંદર એક એવી જગ્યા બનશે કે જેની ક્યારેય શાંતિભંગ નહીં થાય, જ્યાં ક્યારેય કોઈ પ્રકારની ગરબડ/ગભરાટ નહીં રહે, કે જેને કોઈપણ બાહ્ય પરીસ્થિતિ સ્પર્શી નહીં શકે. જો તમે અંતરીક સ્તરે આવી સંતુલિત પરિસ્થિતિનું સર્જન/નિર્માણ કરી શકશો તો જ તમે ચેતનાના સ્તરોને સર કરવાની હિંમત કરી શકશો.