શિવના ગણો - વિકૃત જીવો કે આકાશી જીવો?
યોગિક કથાઓમાં શિવના ગણો હંમેશા તેમની સાથે રહેતા મિત્રો તરીકે પ્રખ્યાત છે પરંતુ તે સિવાય તેમના વિષે આપણે બહુ જાણતા નથી. આ બ્લોગમાં સદ્ગુરુ આ રહસ્યમય જીવો વિષે વધુ જણાવે છે.

Read in Telugu: శివుని గణాలు…
સદ્ગુરુ: યોગિક કથાઓમાં, ગણો શિવના મિત્રો છે. તેઓ હંમેશા તેમની આસપાસ રહેતા. તેમના શિષ્યો હતા અને એક પત્ની હતી અને બીજા ઘણા ચાહકો હતા, પણ તેમનો ખાનગી સાથ સંગાથ હંમેશા ગણો સાથેનો હતો. ગણોને વિકૃત અને તરંગી જીવો તરીકે વર્ણવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેમના શરીરના વિચિત્ર ભાગોમાંથી હાડકા વગરના અંગો નીકળતા હતા, તેથી તેમને વિકૃત જીવો તરીકે વર્ણવવામાં આવે છે. તેઓ બસ આપણે જેવા છીએ તેનાથી અલગ હતા.
તેઓ આટલા અલગ કઈ રીતે હોય શકે? આ જીવનનું એક એવું પાસું છે જે કદાચ અત્યારે પચાવવું થોડું અઘરું પડે. જુઓ, શિવને પોતાને હંમેશા એક યક્ષસ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે. યક્ષનો અર્થ છે એક આકાશી જીવ. એક આકાશી જીવનો અર્થ છે કોઈક એવું જે બીજે કશેકથી આવ્યું છે. લગભગ 15,000 થી વધુ વર્ષો પહેલા, શિવ માનસરોવર ખાતે આવ્યા, જે તિબેટમાં આવેલ એક તળાવ છે. તે ટેથિસ સમુદ્રનો એક અવશેષ છે, જેને માનવ સભ્યતાઓનો જનક ગણવામાં આવે છે. આજે, તે દરિયાની સપાટીથી લગભગ 15,000 ફીટની ઊંચાઈએ છે, પરંતુ તે વાસ્તવમાં એક સમુદ્ર છે જે ઉપર ઉઠ્યો છે અને હવે એક તળાવ બની ગયો છે.
શિવના મિત્રો, ગણો મનુષ્યો જેવા ન હતા અને તે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ મનુષ્યોની કોઈપણ ભાષા બોલતા નહિ. તેઓ જાણે એક કર્કશ ઘોંઘાટની જેમ બોલતા હતા. જ્યારે શિવ અને તેના મિત્રો વાત કરતા, તો તેઓ એવી ભાષામાં બોલતા જે કોઈને સમજાતી નહિ, તેથી માણસો કહેતા કે તે એક કર્કશ ઘોંઘાટ છે. પરંતુ શિવ ગણોની ઘણા નજીક હતા.
અને તમે ગણપતિનું માથું કપાવાની વાર્તા જાણો છો ને. જયારે શિવ આવ્યા અને આ છોકરાએ તેમને રોકવાની કોશિશ કરી અને શિવે તેમનું માથું કાપી નાખ્યું. જ્યારે પાર્વતી વ્યથિત થયા અને શિવને બીજું માથું લગાવવા કહ્યું ત્યારે તેમણે બીજા જીવનું માથું લઈને આ બાળકના માથાની જગ્યાએ મૂક્યું. આ બીજો જીવ હાથી હતો તેવું કહેવામાં આવે છે. પરંતુ તમારે સમજવું જોઈએ કે કોઈ તેમને ગજપતિ (હાથીઓના રાજા) નથી કહેતું. આપણે હંમેશા તેમને ગણપતિ (ગણોના રાજા) કહીએ છીએ. શિવે તેમના એક મિત્રનું માથું કાપીને આ બાળકના માથાની જગ્યાએ મૂક્યું.
ગણો પાસે હાડકા વગરના અંગો હતા, તેથી આ છોકરો ગણપતિ બન્યો. કેમ કે આ સંસ્કૃતિમાં એક હાડકા વિનાના અંગનો અર્થ હાથીની સૂંઢ એવો થાય, તેથી કલાકારોએ તેને એક હાથીનું માથું બનાવ્યું – પરંતુ વાસ્તવમાં, તેઓ ગજપતિ નથી, તેઓ ગણપતિ છે. તેમને એક ગણનું માથું મળ્યું અને શિવે તેમને ગણોના આગેવાન બનાવ્યા.
Editor’s Note: Download “Shiva: Ultimate Outlaw”, for more of Sadhguru’s insights on Shiva.