અનુક્રમણિકા
1. વૈજ્ઞાનિકો નવા રિસર્ચ વિષે જણાવે છે
2. ચંદ્રની મનુષ્યો પર અસર
3. શું ચંદ્ર આપણી નિદ્રાને અસર કરે છે?
4. યોગમાં સૂર્ય અને ચંદ્ર
5. શું યોગિક સાધનામાં ચંદ્રની કળાઓનું કંઇ મહત્ત્વ છે?
6. શું ચંદ્ર તમારા મૂડને અસર કરે છે?
7. શું પૂનમ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે?

વૈજ્ઞાનિકો નવા રિસર્ચ વિષે જણાવે છે

ડો. ડેવિડ વાગો : ડો. હોરાસીઓએ હમણાં અલગ અલગ પરિસ્થિતિઓમાં ચંદ્રના ચક્રો અને મનુષ્યોની નિદ્રા વચ્ચેના સંબંધ વિષે એક રિસર્ચ પેપર લખેલું. શું તમે તેના વિષે અમને જણાવશો?

ડો. હોરાસીઓ: સ્લીપ લેબોરેટરીઓમાં અમુક અભ્યાસો થયેલા છે જેમાં તેઓએ નિદ્રાના ઇલેક્ટ્રોએન્સફાલોગ્રાફિક રેકોર્ડિંગ્સ (મગજની ગતિવિધિઓનું એક પ્રકારનું રેકોર્ડિંગ) પર ચંદ્રના ચક્રોની અસર શોધી કાઢેલી. અમારા સંશોધનમાં અમે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે કે શું ચંદ્રની કળાઓ વ્યક્તિગત સ્તર પર નિદ્રાને અસર કરે છે કે નહિ. અને અમે જોયું કે તે અસર કરે છે.

ચંદ્રની મનુષ્યો પર અસર

ડો. ડેવિડ વાગો: શું પૃથ્વી અને ચંદ્રના દળ સાથે સંબંધિત કોઈ વસ્તુ છે જે મનુષ્યોના શરીરતંત્રને અસર કરે છે?

ડો. હોરાસીઓ: દર પંદર દિવસે, પૂનમ અને અમાસની પાસેના સમયે દરિયામાં સૌથી વધુ ભરતી અને ઓટ આવે છે કેમ કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ ધરીને (એક્સિસ) સમાંતર હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળનો સરવાળો થવાથી તમે સૌથી વધુ ભરતી આવતી જુઓ છો. પરંતુ અત્યાર સુધીમાં એવી કોઈ સાબિતી મળી નથી કે મનુષ્યો ગુરુત્વાકર્ષણના આ ફેરફારને અનુભવી શકે છે. બીજી તરફ, અમારી પાસે તે સમજાવવા માટેનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, કે તેવા સ્થળોએ જ્યાં તમે ચંદ્રના પ્રકાશને કોઈ રીતે જોઈ ન શકો ત્યાં પણ તમે ચંદ્રની કળાઓને પ્રતિસાદ આપો છો, જે અમે અમારા અભ્યાસોમાં જોયું છે.

શું ચંદ્ર આપણી નિદ્રાને અસર કરે છે?

ડો. હોરાસીઓ: તે જોવું રસપ્રદ છે કે પૂનમ પહેલાની અમુક રાત્રિઓ દરમ્યાન નિદ્રા મોડી આવે છે અને ઊંઘનું પ્રમાણ ઓછું હોય છે. પૂનમના ત્રણથી પાંચ દિવસ પહેલા ઊંઘનો ગાળો સૌથી ઓછો હોય છે. તે એવા દિવસો છે જયારે ચંદ્રનો પ્રકાશ દિવસના અંતે અને મોડી સાંજે અને રાતની શરૂઆતના ભાગમાં ઉપલબ્ધ હોય છે. અને જો તમે ચંદ્રના પ્રકાશના ફાયદા વિષે વિચારો, તો આપણા પૂર્વજો જેઓ શિકારી હતા તેમના સંદર્ભમાં, ચંદ્રના પ્રકાશની મદદથી દિવસના કામ કરવાના સમયગાળાને વધારવો એ અડધી રાતે ચંદ્રના પ્રકાશની અસરને લીધે ઉઠવા કરતાં ઘણું વધારે ઉપયોગી છે.

આ ન્યુરોલોજીકલ વિકાસ આપણે જે છીએ તેનું સૌથી મહત્ત્વનું પાસું છે. અને આપણી માનસિક પ્રણાલી કેટલી ઉતેજીત, સક્રિય અને સંતુલિત છે તે ચંદ્રની કળાઓ સાથે સીધો સંબંધ ધરાવે છે.

બીજા શબ્દોમાં, જો ચંદ્રનો પ્રકાશ રાતે 3 વાગે આવે, તો તમે કદાચ ત્યારે ગાઢ નિદ્રામાં હશો અને તમે તેને પ્રતિસાદ નહિ આપો, તે તમને ઉઠાડશે નહિ. પરંતુ જો તમે રાતે 8 વાગે સુવા જવાના હોવ અને તમે અચાનક પ્રકાશનો આ તેજસ્વી સ્ત્રોત જુઓ તો તમે કદાચ જાગતા રહેશો અને તમે જે કરતા હોવ તે કરવાનું ચાલુ રાખશો. અને આપણે હાલમાં આપણી કૃત્રિમ લાઇટથી એ જ કરીએ છીએ - આપણે સામાન્ય રીતે તેનો ઉપયોગ આપણી સાંજની ગતિવિધિઓને લંબાવવા માટે કરીએ છીએ.

અમને લાગે છે કે, એક રીતે જોતા, કૃત્રિમ લાઈટે ચંદ્રની આપણી નિદ્રા પરની આપણા પૂર્વજોના સમયથી થતી અસરને સક્રિય કરી છે. પરંતુ તમારા ગુરુત્વાકર્ષણના સવાલ પર પાછા આવીએ તો, અત્યાર સુધી અમારી પાસે તે માટે જે બસ એક સ્પષ્ટીકરણ છે તે એ છે કે કદાચ, ગુરુત્વાકર્ષણનો આ બોધ તમને સાંજના પ્રકાશ અથવા જાગતા રહેવા પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.

ડો. ડેવિડ વાગો: પરંતુ અવલોકનો પૂરા સ્પષ્ટ નથી, બરાબર?

ડો. હોરાસીઓ ના. અત્યાર સુધી એવા કોઈ શરીરતંત્ર આધારિત અવલોકનો નથી જે દર્શાવે કે મનુષ્યો ગુરુત્વાકર્ષણના આ ફેરફારોને પ્રતિસાદ આપે છે.

યોગમાં સૂર્ય અને ચંદ્ર

ડો. ડેવિડ વાગો: સદ્‍ગુરુ, તમે યોગિક દ્રષ્ટિકોણ વડે તેના પર થોડો પ્રકાશ ફેંકશો. ચંદ્ર આપણા શરીરતંત્રને કઈ રીતે અસર કરી શકે તેના વિષે ઘણું બધું વિવરણ ઉપલબ્ધ છે, પરંતુ આધુનિક વિજ્ઞાન પાસેથી એવી કોઈ સાબિતી નથી મળી કે જે બળો આ બે દળોને સાથે લાવે છે તે કઈ ચોક્કસ રીતે આપણા શરીર અને મનના કાર્યોને પ્રભાવિત કરી શકે છે.

સદ્‍ગુરુ: જો તમે તેને યોગિક દ્રષ્ટિકોણથી જુઓ, તો યોગના એક મહત્ત્વના ભાગનેહઠ યોગ કહેવામાં આવે છે.. નો અર્થ સૂર્ય છે, નો અર્થ ચંદ્ર છે. હઠનો અર્થ છે આ બે બળો વચ્ચે સંતુલન લાવવું. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની આ ગ્રહ પર જીવનના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા છે. પુરુષો કદાચ તે વિષે મૂંઝાયેલા હશે, પરંતુ સ્ત્રીઓ હંમેશાથી ચંદ્રના ચક્રો સાથે સુમેળમાં છે અને અત્યારે આપણા જન્મનો આધાર તે સુમેળ છે.

અમે આપણા પર ખાલી ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરને જ નથી જોતા. અમે ચંદ્રને તે મૂળભૂત વસ્તુ તરીકે જોઈએ છીએ જે પૃથ્વીને સૂર્યની આસપાસના તેના ચક્રના માર્ગ પર જાળવી રાખે છે. આજે, આધુનિક વિજ્ઞાન તેની સાબિતી આપી રહ્યું છે કે ચંદ્ર પૃથ્વીથી દર વર્ષે દૂર જઈ રહ્યો છે. જ્યારે તે અમુક સીમાથી વધુ દૂર ચાલ્યો જાય ત્યારે આ ગ્રહ પરના જીવન પરની તેની અસર ઘટવા લાગશે. મનુષ્યના પ્રજનનના ચક્રો તેમના સામાન્ય ચક્રોથી દૂર જશે અને ધીમે ધીમે મનુષ્યો ચાલ્યા જશે. પરંતુ સૌથી મહત્ત્વનું કે, જો ચંદ્ર દૂર ચાલ્યો જાય, જે તે અમુક અબજ વર્ષ પછી જવાનો છે, તો પૃથ્વી તેના ચક્રનો માર્ગ જાળવી નહિ શકે અને ભાંગી પડશે. યોગિક પ્રણાલી તેને આ રીતે જુએ છે.

શું યોગિક સાધનામાં ચંદ્રની કળાઓનું કંઇ મહત્ત્વ છે?

સદ્‍ગુરુ: ભારત મોટાભાગે હિન્દૂ કેલેન્ડરનો ઉપયોગ કરે છે. દેશના જે ભાગો માતૃપ્રધાન વ્યવસ્થા ધરાવે છે ત્યાં ચંદ્રનું કેલેન્ડર વપરાય છે. અને જે પિતૃપ્રધાન ભાગો છે જ્યાં ચંદ્ર-સૂર્યના મિશ્રણ વાળું કેલેન્ડર વપરાય છે. અમે કેલેન્ડરને ખાલી વસ્તુઓને નોંધવાની એક આંકડાકીય ખાતાવહી તરીકે જ નથી જોતા, પરંતુ આપણે તેને આપણી અંદર કઈ રીતે અનુભવીએ છીએ, આપણું શરીર અલગ અલગ સમયે તેને કેવો પ્રતિસાદ આપે છે તે રીતે જોઈએ છીએ.

જો તમે ધ્યાનમય હોવ, તો તમે વધુ ધ્યાનમય બની જશો. જો તમે માનસિક રીતે બિમાર હોવ તો તેમાં પણ વધારો થશે. તમારો જે પણ ગુણ હોય, પૂનમના લીધે તેમાં વધારો થાય છે.  

તે મુજબ, વિવિધ અભ્યાસો, વિધિઓ અને પરંપરાઓ બનાવવામાં આવી હતી જેથી તમે પૃથ્વીની ઊર્જા, તેના માર્ગની દિશા, તેનો ઉત્તર-ગોળાર્ધ જે તરફ મંડાયેલો છે તેની દિશા અને સૂર્યથી તેના સામીપ્ય વગેરેનો ઉત્તમ લાભ મેળવી શકો. તમે કેવા અભ્યાસો અને સાધના કરો તેમાં આ બધા પાસાંઓને આવરી લેવામાં આવે છે.

સૂર્યનું એક ચક્ર 4356 દિવસનું હોય તેવું ગણવામાં આવે છે અને આ ચક્રને અલગ અલગ લોકો માટે અલગ અલગ રીતે વિભાજીત કરવામાં આવે છે. યોગીઓ, સંન્યાસીઓ, ગૃહસ્થો અને બીજા લોકો જેઓ સામાન્ય સંસારી જીવન જીવતા હોય તેમના માટે તે અલગ અલગ હોય છે કેમ કે તેમના શરીર અલગ અલગ રીતનો સુમેળ ધરાવતા હોય છે અને તેમને અલગ અલગ રીતે કામ કરવાનું હોય છે. કેલેન્ડર ચંદ્રની કળા અને સૂર્યની સાપેક્ષમાં ગ્રહની સ્થિતિના આધારે બનેલું છે. તો, રોજબરોજ ચંદ્રની શું અસર પડે છે? તે ખાલી ચંદ્રનો પ્રકાશ જ નથી - આજે, લોકો વૈજ્ઞાનિક ભાષામાં વિદ્યુત ભાર, વિદ્યુતચુંબકીય અસર અને બીજા પાસાંઓ વિષે વાત કરી રહ્યા છે. હું તે વિષયનો નિષ્ણાત નથી, પરંતુ યોગિક સિસ્ટમમાં, અમે અમાસ અને પૂનમના દિવસને ઘણું બધું મહત્ત્વ આપીએ છીએ. આ દિવસોએ, અમે અલગ અલગ પ્રકારની સાધનાઓ અથવા અભ્યાસો કરીએ છીએ.

સંન્યાસીઓ સામાન્ય રીતે અમાસના દિવસે અમુક સાધનાઓ કરે છે, જયારે ગૃહસ્થ જીવન જીવતા લોકો પૂનમના દિવસે અમુક સાધનાઓ કરે છે કેમ કે તેની અસર ઘણી અલગ હોય છે. એક સમયે અમે ઘણા પ્રકારની સાધના બનાવેલી – ઉદાહરણ તરીકે, પૂનમના દિવસે તમારી કરોડરજ્જુને એક ચોક્કસ રીતે ચંદ્રની સામે રાખવી. આવી ત્રણ પૂનમ તમારી સિસ્ટમને બીમારીથી સ્વાસ્થ્ય તરફ પૂરી રીતે ફરીથી ગોઠવી શકે છે.

શું ચંદ્ર તમારા મૂડને અસર કરે છે?

sadhguru-wisdom-article-does-moon-affect-humans-illustrative-img

સદ્‍ગુરુ: રહસ્યવાદની દુનિયામાં, મનુષ્યનો બોધ અને ચંદ્ર સીધા સંકળાયેલા છે. આદિયોગી, પહેલા યોગી, તેમના માથા પર ચંદ્રને એક ઘરેણાંની જેમ ધારણ કરે છે. આ એ દર્શાવવા માટે છે કે તેઓ બોધના સર્વોચ્ચ સ્તર પર છે. તબીબી દ્રષ્ટિએ આપણે તેને અમુક સ્તરના ન્યુરોલોજીકલ (ચેતાઓને લગતું) ઉત્તેજક તરીકે જોઈ શકીએ. જીવનની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં, આપણે આ ગ્રહ પરનું સૌથી બળવાન જીવન નથી, પરંતુ આપણી પાસે સૌથી જટિલ અને અત્યાધુનિક ન્યુરોલોજીકલ સિસ્ટમ એટલે કે ચેતાઓની પ્રણાલી છે. તે જ આપણને બીજા જીવોથી ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉપર મૂકે છે.

આ ન્યુરોલોજીકલ વિકાસ આપણે જે છીએ તેનું સૌથી મહત્ત્વનું પાસું છે. અને આપણી ન્યુરોલોજીકલ સિસ્ટમ કેટલી ઉતેજીત, સક્રિય અને સંતુલિત છે તે ચંદ્રની કળાઓ સાથે સીધો સંબંધ ધરાવે છે. તેવી ઘણી રીતો છે જેના દ્વારા લોકો તેમની માનસિક ચડ-ઉતરને સંભાળવા માટે આનો ઉપયોગ કરી શકે છે. ઘણા મનુષ્યો તેમની અંદર ભરતીનો ઉછાળો અનુભવે છે કેમ કે આખો સમુદ્ર ઉછળી રહ્યો હોય છે. આપણા શરીરના સાંઠ ટકા પાણી છે, તેથી સિસ્ટમમાં ચડ-ઉતર આવે છે.

શું પૂનમ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે?

સદ્‍ગુરુ: અમુક અભ્યાસો જણાવે છે કે પૂનમના દિવસોએ, લોકો વધુ અસ્થિર બને છે, અથવા જેઓ એન્ઝાઈટી અને મેનિક ડિપ્રેસન ધરાવે છે તેઓ નિયંત્રણની બહાર ચાલ્યા જાય છે. ચંદ્ર ગાંડપણને વધારતો નથી, તે બસ તમારી ઊર્જાને એક ચોક્કસ રીતે ધકેલે છે. જો આનંદ તમારો ગુણ છે તો તમે વધુ આનંદ પૂર્ણ બનશો. જો પ્રેમ તમારો ગુણ છે તો તમે વધુ પ્રેમાળ બનશો. જો તમે ધ્યાનમય હોવ તો વધુ ધ્યાનમય બનશો. જો તમારે માનસિક બીમારી હોય તો તેમાં પણ વધારો થશે. તમારો જે પણ ગુણ હોય, તે પૂનમને લીધે વધી જશે.  

Editor's Note: For people on the spiritual path, full moon nights are conducive for meditation as nature gives you a free ride of energy. Sadhguru is offering an online, monthly full moon Satsang, opening a doorway to seekers across the globe to imbibe the spiritual possibilities of a full moon night. Register for Full Moon Flirtations for free.

Electrophysiological monitoring to record electrical activity on the scalp that represents the macroscopic activity of the surface layer of the brain underneath