પ્રશ્નકાર: પ્રેમ એ મારા જીવનનું બળ છે. હું થોડી મુંઝવણમાં છું, કોઈની સાથે એક થઇ જવા વિરુદ્ધ કોઈને બિનશરતી પ્રેમ....

સદગુરુ: શું તે ખરેખર શરત વિનાનો છે?

પ્રશ્નકાર: મને ખબર નથી... ઓકે... કદાચ નથી.

સદગુરુ: અહી ઘણી બધી શરતો છે, નહિ? આ બધી શરતો તમે સામી વ્યક્તિ માટે નિર્ધારિત કરી છે, બધી અપેક્ષાઓ પણ સામી વ્યક્તિ પાસેથી છે, જો એ બધી કાલે તૂટી જશે તો આજનો પ્રેમ ગુસ્સામાં પરિવર્તિત થઇ જશે. જો આપણે પ્રેમ જાળવી રાખવો હોય તો સામી વ્યક્તિને એવી રીતે કાબુમાં રાખવી કે, તે એજ કરશે જે તમે ઈચ્છો છો. નહીંતર આ અદ્દભૂત પ્રેમ ખુબજ બીભત્સ ક્રોધમાં ફેરવાઈ જશે.

પ્રેમ એ જીવનનું એક નાજુક પાંસુ છે

હું અહી સંબંધોને અલ્પ કે નીચા દર્શાવવા નથી માંગતો, પરંતુ તેની મર્યાદાઓને જોવામાં કાંઈ ખોટું નથી. તેની મર્યાદાઓ છે પણ તેનો અર્થ એવો નથી કે તે સુંદર નથી. એક ફૂલ ખુબ સુંદર છે, પરંતુ જો હું તેને કચડી નાખું તો માત્ર બે જ દિવસમાં તે ખાતર બની જશે. હું એકજ પળમાં ફુલનો નાશ કરી શકું છુ, પણ તેનાથી ફૂલની સુંદરતા અને મહત્વ ઘટી જાય છે? ના. એજ રીતે તમારો પ્રેમ નાજુક છે. તને વધુ કાલ્પનિક ના બનાવો. હું તેની સાથે જોડાયેલ સુંદરતાને નકારતો નથી.

પરંતુ જો તમે આવા નાજુક પરિમાણને તમારા જીવનનો પાયો બનાવશો, તો સ્વાભાવિક રીતે તમે ચિંતિત રહેશો કારણકે તમે એક નાજુક ફૂલ પર બેઠા છો. ધારો કે તમે તમારું ઘર ધરતી પર નહિ પણ એક ફૂલ પર બનાવ્યું, કારણકે તે સુંદર છે, તો તમે હંમેશા એક ભયમાં જીવશો. જો તમે પૃથ્વી પર તમારા ઘરના પાયા નાખ્યા, અને સુંદર ફૂલ તરફ જોયું, સ્પર્શ્યું અને તેની સુગંધ માણી તો તે ખુબ અદ્દભૂત હશે. પરંતુ જો તમે ફૂલ પર તમારું ઘર બનાવ્યું છે તો તમે સતત ડરમાં રહેશો. હું માત્ર એ સંદર્ભમાં કહું છુ, પ્રેમ ને નામંજૂર કરવાનો મારો કોઈ ઈરાદો નથી.

પ્રેમ એક જરૂરીયાત

એક સ્તર પર, જો તમે તેની પર નજર નાખો, - હું તેને સામાન્ય નથી કરવા માંગતો, પરંતુ મોટા ભાગના લોકો માટે આ સત્ય છે – પ્રેમ તે માત્ર એક વધુ જરૂરિયાત છે જેના વગર તેઓ જીવી નથી શકતા. જેમ શરીરને તેની જરૂરિયાતો હોય છે તેમ લાગણીને તેની જરૂરિયાતો હોય છે. જયારે હું કહું, “હું તારા વિના જીવી નહિ શકું”, એ એવું કેહેવા બરાબર છે કે, “હું કાખ-ઘોડી/સહારા વિના ચાલી નહિ શકું.” જો તમારી પાસે હીરા-જડિત કાખ-ઘોડી હોત તો, તમે સરળતાથી તેના પ્રેમમાં પડી જાત. અને આ કાખ-ઘોડી દસ વર્ષ વાપર્યા પછી હું તમને કહું, “તમે આરામથી આના વિના ચાલી શકો છો,” તમે કહેશો, “નાં, હું મારી કાખ-ઘોડી કેમની છોડી દઉં?” આમાં કોઈ સમજદારી નથી! એજ રીતે, પ્રેમના નામે, તમે તમારી જાતને અંદરથી એકદમ લાચાર અને અધુરી બનાવી દીધી છે.શું આનો અર્થ એ છે કે આમાં કોઈ સુંદરતા નથી કે આમાં કોઈ બીજું પરિમાણ નથી? નાં એવું નથી. ઘણા લોકો એવા હતા કે તેઓ એવી રીતે જીવતા કે જાણે તેઓ બીજા વીના અસ્તિત્વમાં ના રહી શકે. જો ખરેખર એવું બને, તો બે જીવો એક થઇ ગયા કહેવાય, અને તે અદ્દભૂત છે.

એક રાણીની પ્રેમ કથા

ભારતમાં આવેલ રાજસ્થાન રાજ્યના રાજા સાથે આ ઘટ્યું. તેની એક યુવાન પત્ની હતી જે તેને ખૂબ પ્રેમ કરતી હતી અને સંપૂર્ણપણે તેને સમર્પિત હતી. પરંતુ રાજાઓ હંમેશા ઘણી ઉપપત્નીઓ રાખતા. તેથી તેણે વિચાર્યું કે આમ તેનામાં ખુબ મગ્ન રહેવું તે તેની મુર્ખામી છે. તે ખુશ થતો અને તેને તે ધ્યાન ગમતું, પણ ક્યારેક તે ખૂબ થઇ જતું. ત્યારે તે રાણીને આઘી કરી, બીજી રાણીઓ પાસે જતો, પણ આ સ્ત્રી સંપૂર્ણપણે તેનેજ સમર્પિત હતી.

રાજાએ મજાકમાં પૂછ્યું, “શું આ તારા માટે પણ સત્ય છે? શું તું મને એટલું જ ચાહે છે?”

રાજા અને રાણી પાસે બે બોલતી મેના હતી, જે ટ્રોપીકલ પંખી છે, જેમને જો સરખી તાલીમ આપવામાં આવે તો તેઓ પોપટથી પણ વધુ સારું બોલી શકે છે. એક દિવસ આમાંથી એક પક્ષી મારી ગયું, અને બીજું ત્યાં બેસી રહ્યું, કંઈ જ ખાધા પીધા વિના. રાજાએ પક્ષીને ખવડાવવા શક્ય તેટલા પ્રયાસો કાર્યા, પરંતુ તેણે કંઈ જ ના ખાધું, અને બે દિવસ પછી તે પણ મારી ગયું.

રાજાને આ સ્પર્શી ગયું, “આ શું છે? કોઈ પણ જીવ માટે સ્વાભાવિક છે કે તે પોતાના જીવની ચિંતા પહેલા કરે. પણ આ પક્ષી તો જાતેજ મૌત ને ભેટયું!” જયારે તેણે આમ કહ્યું ત્યારે તેની પત્ની બોલી,” જો કોઈ બીજાને ખરેખર પ્રેમ કરે છે, એ સ્વાભાવિક છે કે એક જાય તો બીજું પણ તેની પાછળ ચાલ્યું જાય, કારણકે એકના ગયા પછી, બીજા માટે જીવનનો કોઈ અર્થ નથી રહેતો.”

રાજાએ મજાકમાં પૂછ્યું, “શું આ તારા માટે પણ સત્ય છે? શું તું મને એટલું જ ચાહે છે?”

એક દિવસ રાજા તેના મિત્રો સાથે શિકાર કરવા ગયા. તેના મગજમાં પેલા મરતા પક્ષીઓ અને તેના પછી થયેલ પોતાની પત્ની સાથેનો સંવાદ રમી રહ્યો હતો. તે તેને તપાસવા માંગતો હતો. તેથી તેણે પોતાના કપડા લીધા, તેને લોહીલુહાણ કાર્યા અને કોઈની સાથે રાજમહેલમાં મોકલાવ્યા જેણે જાહેર કર્યું, “રાજા એક વાઘ જોડે લડતા માર્યા ગયા.” રાણીએ, એક પણ અશ્રુ વિના, ખુબ માનથી તે કપડા લીધા. તેણે એક ચિતા ઉપર તે કપડા મુક્યા, અને પોતાને તેના પર મૂકી, જતી રહી.

લોકોને આ અમાનનીય લાગ્યું. રાણી ચિતા પર બેઠા અને જતા રહ્યા. તેઓ કાંઈજ કરી શક્ય નહિ, કારણ કે રાણી મૃત્યુ પામ્યા હતા. તેથી તેઓએ તેનો અંતિમ સંસ્કાર કર્યો. જયારે રાજાને આ ખબર પહોચ્યા, તે તૂટી ગયા. તેઓએ તો એક મજાક કરી હતી, પણ રાણી તો મૃત્યુ પામી – આત્મહત્યા કરીને નહિ, તેઓ આમજ જતા રહ્યા.

મંગળસૂત્ર – બે જીવોને એક સાથે ગૂંથવા

લોકોએ આમ પ્રેમ કર્યો છે કારણકે ક્યાંક તેઓ એકબીજા સાથે ગૂંથાઈ ગયા હતા. ભારતમાં લગ્ન કેવી રીતે કરાવવા તેનું એક આખું વિજ્ઞાન હતું. જયારે બે લોકોને પરણાવવાના હોય તો માત્ર બે પરિવારો અને શરીરની સુસંગતા નોતી જોવાતી. તેમની ચેતનાશાક્તિઓ એકબીજાને અનુરૂપ છે તે પણ જોવાતું.

મોટા ભાગે, તે બન્ને વ્યક્તિઓ એ એકબીજાને જોયા પણ ના હોય. તે મહત્વનું નહોતું, કારણકે તેમની સુસંગતા એવા વ્યક્તિએ જોઈ ને નક્કી કરી હોય, જે તેમના કરતા વધુ જાણકાર હોય. જો તેમણે પોતે પસંદગી કરી હોત, તો તેમણે બીજાના નાક નકશા પ્રમાણે પસંદગી કરી હોત, જે લગ્ન ના બે ચાર દિવસ પછી કોઈ મહત્વ ના ધરાવે. જો તમારી પત્નીની આખો ખુબ સુંદર હોય, પણ તેઓ માત્ર તમારી સામે આખો કાઢે, તો એ સુંદર આખો શી કામની?

મંગળસૂત્ર એટલે એક પવિત્ર દોરો. આ પવિત્ર દોરાને તૈયાર કરવા પાછળ એક વિસ્તૃત વિજ્ઞાન છે.

જયારે કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા લગ્ન નક્કી કરવામાં આવતા, તેઓ કંઈક તૈયાર કરતા, જેને મંગળસૂત્ર કેવાતું. મંગળસૂત્ર એટલે એક પવિત્ર દોરો. આ પવિત્ર દોરાને તૈયાર કરવા પાછળ એક વિસ્તૃત વિજ્ઞાન છે. કાચી સુતરાઉના થોડા દોરા લેવામાં આવતા, જેને હળદર ચોપડવામાં આવતી/ અને પછી તેને ચોક્કસ રીતે સક્રિય/જીવંત કરવામાં આવતું. એક વખત આ બંધાઈ જાય, પછી તે બંધન પુરા જીવન માટે અને તેનાથી પરે પણ કાયમ રહેતું.

તેવી ઘણી પરિસ્થિતિઓ છે, જ્યાં એક દંપત્તિ અનેક જીવનકાળો દરમ્યાન પતિ પત્નીજ રહ્યા છે, સભાનપણે તેઓએ આવી પસંદગી કરી છે, કારણકે તેઓએ લોકોને ખરી રીતે એક બીજા સાથે જોડ્યા છે, માત્ર શરીર કે લાગણી સુધી તે સીમિત નથી. જે તમે શરીર, મન તથા લાગણીના સ્તર પર કરો છો, તે મૃત્યુ સાથે ખતમ થઇ જાય છે. પણ જે કાર્ય ઉર્જોઓં પર કરવામાં આવ્યું હોય તે કાયમ રહે છે. તમે ખરેખર લોકોની નાડી ને જોડી શકો છો. એટલે જ એવું માનવામાં આવે છે કે એક વખત આ થઇ જાય તો તે જીવનભર માટે છે. આમાં શંકા/પુનઃવિચારણા ને કોઈ સ્થાન નથી કારણકે તમારી સમજ કરતા કંઈક ઊંડું બંધાઈ ગયું છે, તમારા કરતા ઘણી વધુ જાણકાર વ્યક્તિ દ્વારા.

જે તમે શરીર, મન તથા લાગણીના સ્તર પર કરો છો, તે મૃત્યુ સાથે ખતમ થઇ જાય છે. પણ જે કાર્ય ઉર્જોઓં પર કરવામાં આવ્યું હોય તે કાયમ રહે છે.

આજકાલ એવુજ કાઈ કરવામાં આવે છે, પરંતુ એવી વ્યક્તિઓ દ્વારા જેમને તેના વિષે કોઈ જ્ઞાન નથી. તેથી લોકો સ્વાભાવિક રીતે ના પાડી રહ્યા છે, “મારે આ મંગલસૂત્ર નથી પહેરવું.” ભલે તમે તેને પહેરો કે નહિ, હવે તેનો કોઈ ખાસ અર્થ નથી, કારણકે તેની પાછળનું વિજ્ઞાન હવે ખોવાઈ ગયું છે.

જયારે તે એવી વ્યક્તિ દ્વારા કરવામાં આવતું જેને પૂરું જ્ઞાન હતું કે આને કેવી રીતે કરવું, ત્યારે તે બે વ્યક્તિઓ વચ્ચે, ક્યારેય એવો વિચાર ન આવતો, “ શું આ વ્યક્તિ મારી પત્ની બનશે કે નહિ?” “ શું આ વ્યક્તિ કાયમ મારો પતિ બનશે?” આ બંધન કાયમી રહશે. મૃત્યુ પછી પણ તે રહેશે.

ભારતમાં પણ અનેક એવા દંપત્તિ છે, જ્યાં એક ના મૃત્યુ પછી, બીજું થોડાજ મહિનામાં ગુજરી જતું હોય છે, ભલે તેઓ સ્વસ્થ હોય, માત્ર એ કારણે કે તેમની ઊર્જાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. જો તમે એક બીજા સાથે આમ બંધાયા હોવ, તો બે વ્યક્તિઓ એક બને છે, જે ખુબ સુંદર અસ્તિત્વ છે. તે કોઈ અંતિમ સંભાવના નથી, પરંતુ જીવન જીવવાની અત્યંત સુંદર રીત છે.

પ્રેમ એ કોઈ લક્ષ્ય નથી.

આજે, જયારે લોકો પ્રેમ વિષે વાત કરે છે, તેઓ ફક્ત તેના ભાવાત્મક ભાગ વિશેજ વાત કરે છે. લાગણીઓ આજે કંઈ કહેશે તો કાલે કંઈ બીજુ જ કહેશે. જયારે તમે સંબધ બાંધ્યો ત્યારે તમેં વિચાર્યું હશે, “આ કાયમ માટે છે.”, પણ માત્ર ત્રણ મહિનામાં તમે વિચારશો, “ ઓહ, હું કેમ આ વ્યક્તિ જોડે નિભાવું છુ?” કારણકે બધું તમારી પસંદ નાપસંદ અનુસાર નથી થતું. આવ સંબંધોમાં તમે માત્ર સહનજ કરશો કારણકે, જયારે સંબંધ ડામાડોળ હોય છે – જયારે તે ચાલુ તથા બંધ હોય છે – તમે ભારે પીડા તથા વેદનાથી પસાર થશો, જે બિનજરૂરી છે.

પ્રેમનો હેતુ દુ:ખ ઉત્તપન્ન કરવાનો નથી, જોકે પીડા વિષે ઘણી કવિતાઓ લખાઈ છે. તમે કેમ પ્રેમમાં પડો છો, કારણકે તમારે આનંદમય થવું છે. પ્રેમ એ ધ્યેય નથી, આનંદમય થવું તે ધ્યેય છે. લોકો પ્રેમમાં પડવા આતુર અને પાગલ હોય છે, પછી ભલેને પ્રેમમાં પડી અસંખ્ય વાર તેઓ ઘવાયા અને પીડાયા હોય, કારણકે જયારે તેમને થયું કે તેઓ પ્રેમમાં છે, ત્યારે તેઓ થોડા આનંદિત હતા. પ્રેમ તે આનંદ માટેનું એક ચલણ છે. અત્યારે, મોટા ભાગના લોકોને માત્ર આમજ આનંદિત થતા આવડે છે.

પણ તમારા પોતાના સ્વભાવ થકી પણ તમે આનંદમય થઇ શકો છો. જો તમે આનંદમય હશો, તો પ્રેમાળ હોવું કઈ અઘરું નહિ હોય, તમે એમજ પ્રેમાળ બનશો. માત્ર જયારે તમે પ્રેમ દ્વારા આનંદમય થવાનો રસ્તો શોધશો, ત્યારે તમે ખુબ પસંદગીયુકત થઇ જશો, કોને પ્રેમ કરવો તેના વિષે. પણ જયારે તમે આનંદમય હોવ છો, જે તમે જુઓ, તમે તેના પ્રેમમાં પડી શકો છો કારણ કે અહી કોઈ ફસાઈ જવાનો ભય નથી. જયારે ફસાવવાનો ભય નથી, તો જ તમે જીવન સાથે ખરી રીતે સંડોવાઈ શકશો.

સંપાદકની નોંધ:આ લેખ, સદગુરુની ૨ ઇન ૧ પુસ્તક “ઇમોશન: જ્યુસ ઓફ લાઈફ એન્ડ રિલેશનશીપ: બોન્ડ ઓર બોંડેજ” માંથી લેવામાં આવ્યો છે. તમે આ પુસ્તક એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.Flipkart and Amazon.