સંબંધો આટલા જટિલ કેમ હોય છે?

જ્યારે સંબંધો આપણાં જીવનને મીઠાશથી ભરી દે છે, તે ઘણી વાર ખટાશ પણ છોડે છે. મૌની રોય સદગુરુ ને પૂછે છે કે કેમ સંબંધોમાં ઘણી વાર ખટાશ આવી જાય છે.
સંબંધો આટલા જટિલ કેમ હોય છે?
 

મૌની રોય:- સંબંધો આટલા જટિલ કેમ બની જાય છે ખાસ કરીને એક છોકરી અને છોકરા અને પતિ-પતિની નો સંબંધ હોય.

સદગુરુ:- નમસ્કારમ મૌની. નિશ્ચિત રીતે બધા સંબંધોની મીઠાશને જાણે છે, પણ ઘણી બધી ખટાશ પણ હોય છે. દુર્ભાગ્યપણે આજે આપણે આને પણ પશ્ચિમથી ગ્રહણ કર્યું છે, કે જ્યારે તમે સંબંધો વિષે વાત કરો છો તો સામાન્ય રીતે લોકો શારરિક સંબંધ વિષે વિચારે છે અથવા તો એક પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ માનવમાં આવે છે, કા તો કઈ બીજું, પણ મૂળરૂપ થી શરીર પર આધારિત સંબંધ. ના, સંબંધો ઘણા પ્રકાર ના હોય શકે.

જો તે સંબંધોનો આધાર શરીર છે તો સમાન્ય રીતે એક બીજાના શરીર પરની ઉત્તેજના થોડા સમાયમાં ખતમ થઈ જશે. જેને તમે અદ્ભૂત સમઝ્યું હતું તે થોડા સમય પછી અદ્ભુત નહીં લાગે. તમારા માટે આમાં થી બહાર નીકળવુ સ્વાભાવિક છે. જ્યારે બે લોકોને નજીક લાવવાનું મુખ્ય આકર્ષણ ઓગળવા લાગે, તો એનું કારણ જાણ્યા વગર, તેઓ એક બીજા સાથે અપ્રિય વ્યવહાર કરવા લાગે છે.(હસે છે) કારણ કે મૂળ રીતે આ સંબંધોનો હેતુ બીજા વ્યક્તિથી મીઠાશ ખેંચવા, બીજા વ્યક્તિથી સુખ ચૂસી લેવુ હોય છે. જો તમે બીજા માથી આનંદ ચૂસી લેવાના પ્રયત્નો કરશો તો થોડા સમયમાં, જ્યારે તમને લાગશે કે હવે પહેલા જેવા પરિણામો નથી નીકળતા, તો સંબંધોમાં કડવાશ આવી જશે.

જો તે સંબંધોનો આધાર શરીર છે તો સમાન્ય રીતે એક બીજાના શરીર પરની ઉત્તેજના થોડા સમાયમાં ખતમ થઈ જશે. જેને તમે અદ્ભૂત સમઝ્યું હતું તે થોડા સમય પછી અદ્ભુત નહીં લાગે.

એ અગત્યનું છે......જ્યારે તમે યુવાન છો તો ઘણી વસ્તુઓ થઈ શકે છે. જ્યારે તમે વૃદ્ધ થવાનું શરૂ કરો...... વૃદ્ધ થવા થી મારો અર્થ છે કે, કાલથી આજ સુધીમાં તમારી ઉમર થોડી વધી ગઈ છે. માટે આજે તમારે એ સંબંધની દ્રષ્ટિએ વિચારવું પડશે, જે તમારા જીવમમાં છે, જરૂરી નથી કે તે એ જૈવિક સંબંધો હોય, કોઈ પણ પ્રકાર ના સંબંધ જે તમારા જીવનમાં હોય, એ સંબંધ તમારા આનંદની અભિવ્યક્તિ પર આધારિત હોય, આનંદ ચૂસી લેવા માટે નહીં.

આની માટે તમારે સૌથી પહેલા પોતાના સ્વભાવથી આનંદિત થવું પડશે. જો તમે આના પર ધ્યાન આપશો કે તમે આનંદના પ્રવાહ હોવ અને તમારો સંબંધ ફક્ત આની સહભાગિતા માટે હોય, તો સમાન્ય રીતે લોકો સંબંધો માં જે સર્કસથી પસાર થાય છે, તમારે તેની ચિંતા કરવાની જરૂર નહીં હોય. 

સંબંધોની સંભાળ

સંબંધોને સંભાળવાનો અર્થ છે..... રોજના જીવનના કેટલાય સંબંધ જીવનના કોઈ એક ક્ષેત્રમાં નથી રહેતા, એકવાર સાથે આવ્યા પછી લોકો ઘણી વસ્તુઓ ની સહભાગિતા કરે છે. સ્વાભાવિક રીતે નાની નાની વસ્તુઓ ને લઈને મતભેદ ચાલુ થઇ જાય છે. આના કારણે તમારી વચ્ચે વાત બગડી શકે છે કાતો તમે એને ઝગડો પણ કહી શકો છો, એ થશે જ.

તમે આ બધુ રોજ રોજ મેનેજ નથી કરી શકતા. તો સૌથી સારું છે કે તમે પોતાને એવી રીતે મેનેજ કરો કે તમે સ્વાભાવિક રીતે એક આનંદિત અને ખુશદિલ માણસ હોવ. જો એવું થશે તો સંબંધો બનશે અને એ જરૂરિયાત પર આધારિત નહીં હોય.

જ્યારે સંબંધો જરૂરિયાત પર ટકેલા હોય છે, તો જરૂરિયાત પૂરી ન થવાને કારણે તમે ચિળચિળયા બની જાઓ છો, તમે ફર્યાદ કરવાની શરૂ કરી દો છો અને કળવાહટ અનુભવવા લાગો છો, કે જે તમને મળવાનું હતું તે મળી નથી રહ્યું. જો તમે તમારી અંદર આ જરૂરિયાત ને ખતમ કરી દો અને કુદરતી રીતે આનંદનો ઊભરો બની જાઓ, જો તમે આ કરી શકો, તો બધા લોકોની સાથે અકલ્પ્ય સંબંધો બની શકે છે, પછી તે કોઈ પણ હોય. જરૂરી નથી કે તેઓ તમારી જેવા હોય. બધી રીતે લોકો સાથે તમારા સંબંધ સારા થઈ શકે છે. હું કામના કરું છું કે તમારા જીવનમાં સૌથી સુંદર સંબંધો બને. 

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1