ટીપ #૧: સ્મિત સાથે જાગો

સદ્ગુરુ: આવતીકાલ સવાર સુધીમાં દુનિયાભરમાં આશરે દોઢ લાખ લોકોનું કુદરતી મૃત્યુ થશે. તમે કોઈ ગેરંટી કાર્ડ સાથે નથી આવ્યા. આવતીકાલે સવારે જ્યારે તમે જાગો, ત્યારે તપાસો કે ખરેખર તમે જાગ્રત છો કે મૃત છો? જો તમે જીવિત હોવ તો તે એક નાનકડી ઉજવણીને લાયક તો છે જ. એના માટે તમારે ઊઠીને નાચવાની જરૂર નથી પણ ઓછામાં ઓછું તમે એક સ્મિત તો કરી જ શકો! જે લોકો ગુજરી આજે ગયા છે તેઓ મારા અને તમારા જેવા જ હતા. તમે ગમે ત્યાં જુઓ હવે તે લોકો હયાત નથી! “પણ, હું અહીં જીવું છું,” તો તમારી જાતને એક મોટું સ્મિત આપો.

અને જે દોઢ લાખ લોકો મરી ગયા છે તો બીજા અમુક લોકોની એવા હશે જેમની પ્રિય વ્યક્તિ ગુજરી ગઈ છે. જરા તપાસો, તમારા માટે જે ચાર કે પાંચ વ્યક્તિઓ મહત્વની છે, તેઓ જીવિત છે કે નહિ. આજે બધ લોકો જીવિત છે. તો તમારી જાતને વધું એક મોટું સ્મિત આપો! હું તમને કહી રહ્યો છું કે તમારી આધ્યાત્મિક પ્રક્રિયા તરફ આગળ વધવાનું આ પહેલું, સરળ પગલું છે.

તમે જીવો છો. જો હમણાં જ અમે તમારા માથે બંદૂક ધરી દઈએ તો શું તમને આ કોઈ રાહતની વાત લાગશે? ના, તમે ભયભીત થઈ જશો. તો, તમે જીવો છો, તે તમારા માટે આટલી કિંમતી વાત છે!

ટીપ #૨: એલાર્મનો ઉપયોગ ના કરો

જે પ્રકારના અવાજ સાંભળીને તમે સવારે જાગો છો, એ ઘણી રીતે, તમારો દિવસ કેમ રહેશે અને તમારા જીવનનું ભવિષ્ય કેવું રહેશે, તે નક્કી કરે છે. અચાનક જોરથી આવાજ કરતો એલાર્મ નો ઘોંઘાટ સાંભળી ઝાટકાથી જાગવું, તે તમારા માટે રોજીંદુ જીવન શરૂ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી. જે પ્રકારનું ભોજન તમે લો છો, જે પ્રકારના વિચારો અને જેવી ભાવનાઓ તમે તમારી અંદર રાખો છો તેમજ તમારા શરીરમાં ગતિશીલતાનો અને કંપનોનું જે સ્તર તમે જાળવો છો. તે નક્કી કરશે કે તમારા શરીરને કેટલી નિદ્રા જોઈશે. તમારા શરીરને કેટલી નિદ્રા જોઈએ તે તમે જાણતા હોવ તો તમારે યોગ્ય સમયે ઊંઘી જવું જોઈએ, જેથી તમે કુદરતી રીતે જાગી જાઓ. જો તમે કુદરતી રીતે જાગતા હોવ પણ તમને હજુએ શંકા હોય કે તમે સમયસર જાગશો કે નહિ, તો તમે કોઈ મંત્ર, જેમ કે ‘વૈરાગ્ય મંત્રો’ માંથી કોઈ પણ મંત્રનો ઉપયોગ કરી શકો છો.

ટીપ #3:  સાચા પડખે ઊઠવું

તમારું હૃદય તમારા શરીરનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. તમારા લોહી માટે આ એક પંપિંગ સ્ટેશન છે, જે આખા શરીરને લોહી પહોંચાડીને જીવંત રાખે છે. જો આ એક કામ ન થાય તો કંઇપણ ન થાય. આ પ્રક્રિયા ડાબી બાજુથી શરૂ થાય છે. ભારતમાં આપણને કહેવામાં આવે છે કે જાગતી વખતે તમારે જમણા પડખે નમી આરામથી ઊઠવું જોઈયે. ભારતમાં તમણે હંમેશા સમજાવ્યું છે કે જો તમે ડાબા પડખે નમીને ઊઠશો તો તમારા માટે ખરાબ વસ્તુઓ બનશે. તેનું કારણ એ છે કે જ્યારે શરીર આરામની ખાસ અવસ્થામાં હોય ત્યારે જીવન પ્રક્રિયા ઓછી હોય છે. જાગવાની સાથે તમારી ગતિવિધિઓ વધે છે. એટલે જ તમને આવું કહેવામાં આવ્યું કે ઊઠતી વખતે જમણા પડખે નમીને ઊઠો.

ટીપ #૪: તમારી હથેળીઓ એક બીજા સાથે ઘસો અને તમારી આંખો પર મુકો

કેવી રીતે જીવવું તેવું એક આખું વિજ્ઞાન તમારા જીવનમાં બંધાયેલું છે. તેમણે તમને હંમેશા કહ્યું છે કે સવારે ઊંઘમાંથી જાગતી વખતે, તમારી હથેળીઓ એક બીજા સાથે ઘસીને આંખો ઉપર મુકવી જોઈએ અને પછીજ આંખો ખોલવી જોઈએ. તમારી હથેળીઓમાં જ્ઞાનતંતુઓના છેડા મોટા પ્રમાણમાં હાજર હોય છે. તમે જ્યારે આ હથેળીઓ એક બીજા સાથે ઘસો છો ત્યારે આખી સીસ્ટમ તાત્કાલિક જાગી જાય છે. જો તમને હજુ પણ ઊંઘ જેવું લાગતું હોય તો આવું કરવાથી તમારી આખી શારીરિક પ્રણાલી જાગૃત થઈ જશે. તે જ ક્ષણે તમારી આંખો અને તમારી બીજી ઇન્દ્રિયો સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ જાગી જશે. તમે તમારા શરીરનું હલનચલન કરો તે પહેલાં તમારું શરીર અને મગજ સક્રિય થઈ જવા જોઈએ. તમારે આળસની અવસ્થામાં ના ઊઠવું જોઈએ, તે જ હેતુ છે. તમારે તેમ કરવું અને પછી જમણી પડખે વળીને ઊઠવું જોઈયે.

તંત્રીની નોંધ: સારી રીતે ઊંઘવું એ પણ તમે કઈ રીતે ઊઠો છો, એનો મહત્વનો ભાગ છે. સદ્‍ગુરુ સારી રીતે સૂવા માટે આ ૬ સૂચનો આપે છે.