પ્રશ્નકર્તા: સદગુરુ, અમાસ કે નવા ચંદ્ર દિવસનું શું મહત્વ છે?

સદગુરુ: અમાસ એટલે નવા ચંદ્રનો દિવસ. જ્યારે પણ કોઈ વસ્તુ અથવા કોઈ ગેરહાજર થઈ જાય છે, ત્યારે તે ગેરહાજરી દ્વારા, તેમની હાજરી હંમેશા વધુ શક્તિશાળી બને છે. જો તમારી સાથે તમારો મિત્ર અથવા કોઈ પ્રિય વ્યક્તિ હોય, તો તમે ક્યારેય તેમની હાજરી એટલી ન અનુભવી હોય. પરંતુ જે ક્ષણે તેઓ અદૃશ્ય થઈ જાય છે, તમે તેમની હાજરીને ખૂબ અનુભવો છો - તેમની હાજરી ખૂબ શક્તિશાળી બની જાય છે, છે કે નહીં? ભાવનાત્મક સ્તરે પણ, તે સાચું છે. જ્યારે તેઓ આસપાસ હોય ત્યારે તમને ખરેખર તેમની હાજરીનો અનુભવ થતો નથી. જ્યારે તેઓ જાય છે, ત્યારે જ તેઓએ જે શૂન્યાવકાશ છોડી દીધો છે તે તેમની હાજરી કરતાં વધુ શક્તિશાળી બની જાય છે. તેવી જ રીતે ચંદ્રની સાથે, તેની ગેરહાજરી તેને પહેલા કરતાં વધુ હાજર બનાવે છે. અન્ય કોઈ પણ દિવસે, પુનમમાં પણ, તે ત્યાં છે, પરંતુ અમાસ પર, ઉપસ્થિતિ વધુ અનુભવાય છે - તે ગુણવત્તા હજી પણ વધુ છે.

અમાસ પર જીવન પ્રક્રિયા ગ્રહ પર ધીમી પડી જાય છે અને તે એક મહાન તક છે કારણ કે આ દિવસે જીવનનું એકીકરણ વધુ સારું થાય છે. જ્યારે ચોક્કસ મંદ ગતિ થાય છે, ત્યારે તમે તમારા શરીર પર ધ્યાન આપશો. જ્યારે બધું બરાબર થઈ રહ્યું છે અને તમે વ્યસ્ત છો, ત્યારે તમને ખબર હોતી નથી કે શરીર સાથે શું થઈ રહ્યું છે; શરીર ફક્ત તમે જ છો. પરંતુ જો થોડી બીમારી આવે, તો અચાનક શરીર એ એક મુદ્દો છે અને તે એવી વસ્તુ છે જેના પર તમારે ધ્યાન આપવું પડશે. જ્યારે તે સારું કામ કરતું નથી, ત્યારે જ તમે જાણો છો, ‘આ હું નથી. આ ફક્ત મારું શરીર જ મને મુશ્કેલીઓ આપે છે. ’ખૂબ સ્પષ્ટ રીતે અંતર ઉભું થાય છે.

અમાસ એ દિવસ છે જ્યારે કોઈ વ્યક્તિ સહેલાઇથી જાગૃત થઈ શકે છે, ‘હું શું છું અને હું શું નથી,’ અને ત્યાંથી અસત્યથી સત્ય તરફની યાત્રા શરૂ થાય છે.

તેથી તે અમાસનું મહત્વ છે. તે દિવસે, કારણ કે તત્વોનું ચોક્કસ એકીકરણ થઈ રહ્યું છે, તેથી દરેક વસ્તુમાં મંદી છે. જો તમે સુખાકારી શોધી રહ્યા છો, તો પુનમ પવિત્ર છે. જો તમે મુક્તિની શોધમાં છો, તો અમાસ પવિત્ર છે. તે અનુસાર, જીવનના તે બે પરિમાણો માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ અને સાધનાઓ છે. તે એવો દિવસ છે જ્યારે કોઈ વ્યક્તિ સહેલાઇથી જાગૃત થઈ શકે છે, ‘હું શું છું અને શું નથી,’ અને ત્યાંથી અસત્યથી સત્ય સુધીની સફર શરૂ થાય છે. અમાસથી લઈને પુનમ સુધી દર મહિને તક કુદરતી રીતે સર્જાય છે. સંપૂર્ણ અજાણ લોકો માટે પણ, દરેક અમાસની શરૂઆત એ આગળ વધવાની પ્રાકૃતિક તક છે

પુનમનો સ્વભાવ ઇડા અથવા વધુ સ્ત્રૈણ છે. અમાસ ખૂબ કાચી છે. અમાસથી પહેલાનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે કારણ કે તે શિવની રાત છે. તે પ્રકૃતિથી મૌલિક છે. જ્યારે દરેક વસ્તુ અંધારાવાળી હોય છે, ત્યારે સર્જન અલોપ થઈ ગયું, તેમ લાગે છે. અમાસમાં વિનાશકનો આભાસ છે. સામાન્ય રીતે, અમાસની રાતે એકદમ સ્ત્રૈણ ઊર્જા વ્યાકુળ હોય છે કારણ કે તેનાથી એની અંદર ચોક્કસ ડર અને ખલેલ ઉત્તપન્ન થાય છે, અથવા તે બદમાશ અને પુરુષ જેવી થઈ શકે છે

પુનમ સ્ત્રૈણ ઉર્જા માટે વધુ અનુકૂળ છે. તેથી પુનમનો ઉપયોગ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. કોઈ માણસ માટે, જો તે વિસર્જન ઈચ્છે છે, તો પુનમની રાત સારી નથી. જો તે સુખાકારી ઈચ્છે છે, તો માણસ પુનમનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જો તે મુક્તિ અથવા વિસર્જનની શોધમાં છે, તો અમાસ વધુ સારી છે. તે બધા માટે કે જેઓ સંપૂર્ણ વિસર્જન (મુક્તિ)ની શોધમાં છે, અમાસ વધુ સારી છે.

તમે સાંભળ્યું હશે કે જે લોકો માનસિક રીતે થોડા અસંતુલિત હોય, તો પુનમ અને અમાસ પર તેઓ વધુ અસંતુલિત થઈ જાય છે. કેમ આવું છે, ચંદ્રના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ આપણા ગ્રહ પર કાર્યરત છે. તેથી તે બધું ઉપર ખેંચી રહ્યું છે. સંપૂર્ણ મહાસાગરો વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ જ રીતે, તમારું પોતાનું લોહી ચંદ્રના ગુરુત્વાકર્ષણ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. આને કારણે, જો તમે તે દિવસે તમારા મગજમાં અતિશય પરિભ્રમણને કારણે માનસિક રીતે થોડો અસંતુલિત હો, તો તમે વધુ અસંતુલિત થશો. જો તમે ખુશ છો, તો તમે વધુ ખુશ થશો; જો તમે નાખુશ હો, તો તમે વધુ નાખુશ થશો. તમારી ગુણવત્તા ગમે તે હોય, તે દિવસોમાં તે થોડો વધતો જાય છે કારણ કે લોહી ઉપર તરફ ખેંચાઈ રહ્યું છે. તો આખી ઉર્જા કોઈક રીતે ઉપર તરફ ખેંચાઇ રહી છે. આધ્યાત્મિક સાધક કે જે હંમેશાં પોતાની શક્તિઓને ઉપર તરફ વધારવા માટે દરેક સંભવિત સાધનનો ઉપયોગ કરે છે, આ બે દિવસ પ્રકૃતિના વરદાન સમાન છે.

સંપાદકની નોંધ: વર્ષના મહત્વપૂર્ણ દિવસો અને ઇશાના કેલેન્ડર સાથે ચંદ્રની કળાના સંપર્કમાં રહો, જે આરએસએસ (RSS) ફીડ તરીકે ઉપલબ્ધ છે, ical, HTML (તમારા બ્રાઉઝરમાં જુઓ), અથવા તમારી સાઇટ પર કેલેન્ડર એમ્બેડ કરો.