પ્રશ્નનકર્તા: હું જે પણ કામ કરું છું, મને ખૂબ જ ઘર્ષણનો સામનો કરવો પડે છે. તે વિશે શું કરવું?

સદ્ગુરુ: હું ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની સાથે દરરોજ આવું જોઉં છું. ચાલો આપણે કહીએ કે થોડુંક કાર્ય કરવાનું છે. જો તે ન થાય, તો મોટાભાગના લોકોમાં પ્રારંભિક વૃત્તિ એ વિચારવાની છે કે તે કોઈ અન્ય વ્યક્તિને કારણે છે કે તે નથી થઈ રહયું. તેઓ અન્ય તરફ આંગળીઓ ચિંધતા હોય છે. ઘણા બધા લોકો કંઈક કેમ ન બન્યું તે માટે કેટલાક આધ્યાત્મિક કારણો શોધે છે. તેઓ મને પણ આક્ષેપ કરી રહ્યા છે કે, “સદ્ગુરુ, તમારી કૃપા કામ કરતી નથી.” પહેલા દિવસથી ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામ અથવા નિ:શુલ્ક પ્રારંભિક ચર્ચાના સમયથી, અમે આ એક વસ્તુ તમારા માથામાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ: જો કંઈક કામ ન કરી રહ્યું હોય તો દેખીતી રીતે, તે સારી રીતે કરવામાં આવેલ નથી.

ઇનર એન્જિનિયરિંગનો અર્થ ફક્ત આ છે: કે તમે અહીં કોઈ ઘર્ષણ વિના બેસી શકો. જો તમે અહીં કોઈ ઘર્ષણ વિના બેસી શકો છો, તો બહારનું ઘર્ષણ પણ ઓછું થશે.

કદાચ તમે તેને હમણાં જાણવામાં સમર્થ નથી, પરંતુ જો કંઈક જે રીતે કામ કરવું જોઈએ એ રીતે ન કરે તો, દેખીતી રીતે કંઈક બરાબર થયું ન હતું. પરંતુ લોકો આધ્યાત્મિક ઉકેલો શોધે છે. ઘણા લોકો માટે, રહસ્યવાદનો અર્થ આ છે: તેઓ તેમના જીવનમાં સરળ વસ્તુઓ જટિલ બનાવે છે અને તે રહસ્યવાદી લાગે છે. ના, રહસ્યવાદનો અર્થ સૌથી રહસ્યવાદી વસ્તુઓ બનાવવાનો છે - જે વસ્તુઓ તમે તમારી પાંચ ઇન્દ્રિયો દ્વારા અથવા તમારા મૂળભૂત તર્ક દ્વારા સમજી શકતા નથી - વાજબી તાર્કિક રીતે ઉપલબ્ધ છે. સરળ વસ્તુઓને અનુપલબ્ધ અને આધ્યાત્મિક બનાવવી એ કોઈ પણ પ્રકારનો રહસ્યવાદ નથી.

જો તમે જે કંઈપણ કરવાનો પ્રયાસ કરો છો, અને જો ઘર્ષણ થઈ રહ્યું છે, તો દેખીતી રીતે, તમે કાચપેપર સમાન છો. અમે તમને કાચપેપરનો એક નાનો ટુકડો પ્રદાન કરી શકીએ છીએ. દરરોજ, જ્યારે પણ તમે કોઈની સાથે ઘર્ષણનો સામનો કરો છો, ત્યારે તમારી ત્વચાને ઘસશો. જો તમે ઝડપથી પોતાનો ઇલાજ નહીં કરો, તો તમારી પાસે કોઈ ત્વચા બાકી રહેશે નહીં. જ્યારે તમારી પાસે ત્વચા બાકી ન હોય, તો તમે કોઈ ઘર્ષણ શોધી શકશો નહીં. તમે નરમાશથી ચાલશો. જો તમને તે પ્રકારની સારવાર જોઈએ છે, તો અમે તે આપી શકીએ છીએ. નહિંતર, તમારા હોશમાં આવો. જો તમે જ્યાં પણ જાઓ છો, ઘર્ષણ થઈ રહ્યું છે, તો તે (ઘર્ષણ પેદા કરનાર) તમે જ છો.

ઘર્ષણ ઘટાડવા માટે તમે કરી શકો તેવી એક સરળ વસ્તુ આ છે: તમે એક દિવસ, એક કલાક અથવા એક મિનિટમાં જે પણ શબ્દો ઉચ્ચારતા હોવ - તેને પચાસ ટકા ઘટાડી દો. ફક્ત આ જ કારણે કે તમે બકવાસ કરી રહ્યાં નથી માટે ઘણું ઘર્ષણ ઘટી જશે. અને તમે જે કઈ જુઓ છો, ભલે તમે કોઈ પુરુષ, સ્ત્રી, બાળક, ગાય અથવા ગધેડો જોશો, તમે તેને નમન કરો. તે રીતે ઘર્ષણ થશે નહીં. આ ગુણને તમારામાં લાવો, ફક્ત પ્રતીકાત્મક રીતે નહીં પણ ખરેખર ગધેડાને નમન કરવાનું શીખો.

બે પ્રકારના ઘર્ષણ છે: એક આપણી અંદર છે. બહારનું ઘર્ષણ એ ફક્ત એક અભિવ્યક્તિ અને પરિણામ સ્વરૂપ છે. ઇનર એન્જિનિયરિંગનો અર્થ ફક્ત આ છે: કે તમે અહીં કોઈ ઘર્ષણ વિના બેસી શકો. જો તમે અહીં કોઈ ઘર્ષણ વિના બેસી શકો છો, તો બહારનું ઘર્ષણ પણ ઓછું જશે. છતાં પણ, જ્યારે તમે કાચપેપર સમાન વ્યક્તિને મળો છો, ત્યાં થોડું ઘર્ષણ થશે. તેથી સામાન્ય રીતે, જો આપણે શક્ય હોય તો કાચપેપર સમાન વ્યક્તિને ટાળીએ છીએ, પરંતુ કેટલીકવાર આપણે તેમની સાથે કામ કરવું પડે છે. જ્યારે તમારે કાચપેપર સમાન વ્યક્તિ સાથે કામ કરવું હોય, ત્યારે તમારે કુનેહની જરૂર છે. આ તમારે કંઈક શીખવાનું છે.

જ્યારે કેટલાક લોકો કાચપપેર સમાન વ્યક્તિને મળે ત્યારે ખૂબ જ કુશળતાપૂર્વક વર્તતા હોય છે. તેઓ એટલા સરળ બની જાય છે કે પછી ભલે તે વ્યક્તિ ઘણી ઘર્ષણ પેદા કરનાર હોય, આ લોકો તેમનું કામ પૂરું કરશે અને આગળ ચાલશે. કાચપેપર સમાન વ્યક્તિ સાથે કામ કરવા થોડી કુશળતા અને અનુભવ માંગી લે છે. તે વિષે આધ્યાત્મિક જેવુ કંઈ નથી - તે એક સામાજિક કુશળતા છે. જ્યારે શાહુડી પોતાના કાંટા ઉપર લાવે છે, ત્યારે તમારે થોડું દૂર રહેવું જોઈએ. જ્યારે કાંટા નીચે હોય, ત્યારે તમે તેની સાથે વાત કરી શકો છો. તેમાં બધા સમય કાંટા ઊંચા રાખવાની શક્તિ નથી.

નહિંતર, તમારે સમજવું જ જોઇએ, તમારું ઘર્ષણ ફક્ત તમે જ છો.

Editor's Note: Find out more about Inner Engineering, including upcoming program dates and venues.