આપણામાંથી ઘણા આ પ્રશ્ન પાછળની ઉપરછેલ્લી હકીકત જાણે છે: એક વખત જ્યારે અર્જુનને જાણ થાય છે કે, એક આદિવાસી યુવક છે એકલવ્ય, જેણે ગુપ્ત રીતે દ્રોણાચાર્ય પાસે ધનુર્નિદ્યા શીખ્યો છે અને તે ધનુર્વિદ્યામાં પોતાનાથી વધુ પારંગત છે ત્યારે તેને ભય લાગે છે કે, તેનું શ્રેષ્ઠ ધનુર્ધારી તરીકેનું બિરુદ છીનવાઈ જશે. અર્જુન આ બાબતમાં દ્રોણાચાર્યને ફરિયાદ કરે છે અને દ્રોણાચાર્ય એકલવ્ય પાસે ગુરુદક્ષિણામાં તેના જમણા હાથનો અંગૂઠો માંગી લે છે. એકલવ્ય સહેજ પણ અચકાયા વગર પોતાનો અંગૂઠો કાપીને આપી દે છે, એમ જાણવા છતાં કે, તેમ કર્યા બાદ તે ક્યારેય શ્રેષ્ઠ ધનુર્ધારી નહિ બની શકે.

મહાભારત ધારાવાહિકના બધા અંક

પ્રશ્નકર્તા: સદ્‍ગુરુ, આપણે એકલવ્યની વાત પરથી શું શીખી શકીએ? તે અર્જુન કરતા વધુ નિપુણ બાણાવળી હતો, છતાં હારી ગયો.

સદ્‍ગુરુ: દ્રોણાચાર્યના દુષ્ટ મન અને અર્જુનનું અપાર મિથ્યાભિમાન, જે બીજા કોઈને ચઢિયાતા સહી નહોતા શકતા, તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. દ્રોણ સ્પષ્ટ સમજતા હતા કે, તેઓ ખોટું કરી રહ્યા છે. તેમને માટે આ સારો મોકો હતો કે જેમાં તેઓ અર્જુનના મગજમાં એ વાત ઊતારી શકતા હતા કે, તેણે પોતાનામાં રૂપાંતર લાવવું જોઈએ. પણ દ્રોણાચાર્યએ તેમ ન કર્યું કારણ કે, તેઓ અર્જુન અને તેના ભાઈઓમાં ભવિષ્યના રાજાઓ જોઈ રહ્યા હતા અને તેઓ તેમને નારાજ કરવા નહોતા ઇચ્છતા.

હું લોકોને સતત ટપારતો રહું છું. લોકોમાં અપ્રિય થવાની એક પણ તક હું જતી કરતો નથી. લોકપ્રિય થવું સરળ છે. લોકપ્રિય થવાની ઇચ્છા એ ભ્રષ્ટાચાર છે. આ પરિસ્થિતિ દ્રોણના ભ્રષ્ટ મનને દર્શાવે છે અને તે તેમના વંશના ઉછેરમાં પણ પાછળથી દેખાઈ આવે છે. આ ભ્રષ્ટાચાર ક્ષુદ્રતામાં ફેરવાઈ ગયો જ્યારે અશ્વાથામાનાએ દ્રૌપદીના પાંચ પુત્રોને હણી નાખ્યા. દ્રોણ અને અશ્વસ્થામા, પિતા-પુત્રએ સાથે મળીને સમગ્ર યુદ્ધમાં અત્યંત ભયાનક કૃત્યો કર્યા હતા. બીજા યોદ્ધાઓએ પોતાનું રાજ્ય જોખમમાં હોવા છતાં અને લોહી ઊકળી રહ્યું હોવા છતાં થોડો સંયમ રાખ્યો હતો, પરંતુ દ્રોણ શરૂઆતથી જ ભ્રષ્ટ હતા. 

દ્રોણ અત્યંત પ્રતિભાશાળી હતા, પણ તેમના ક્ષુદ્રતા અને ભષ્ટાચાર એકલવ્યના દુઃખમાં પરિણમ્યા.

દ્રોણાચાર્યના બાળપણના મિત્ર દ્રુપદે વાયદો કર્યો હતો કે, જીવનમાં તેઓ જે કંઈ મેળવશે, એક બીજા સાથે વહેંચશે. પણ રાજા બન્યા પછી, દ્રુપદ વચન પાળવામાં પાછા પડ્યા. બાળક તરીકે તમે કોઈ વચન આપી દઈ શકો, પરંતુ દ્રોણનું દ્રુપદ પાસે આવીને તેનું અડધું રાજ્ય માંગી લેવું એ ક્ષુદ્રતાની ચરમસીમા અને મિત્રતાનો ગેરલાભ ઉઠાવવા જેવી વાત હતી. દ્રોણ દ્રુપદની રાજ્યસભામાં સહેલાઈથી કામ મેળવી શક્યા હોત અને તેમને સારું વળતર અને સન્માન પણ મળ્યા હોત. પણ તેમણે તો કહ્યું કે, “હું દાન માંગવા નથી આવ્યો. હું અહીં એક મિત્ર તરીકે આવ્યો છું. મને તારું અડધું રાજ્ય આપી દે!” દ્રોણ અત્યંત પ્રતિભાશાળી હતા, પણ તેમની ક્ષુદ્રતા અને ભ્રષ્ટાચાર એકલવ્યના દુ:ખમાં પરિણમ્યા.

આ પાઠ શીખવા જેવો છે: તમે ક્યારેક કોઈને કશુંક શીખવો, તેની કિંમત ન આંકો. કોઈ તમારી પાસે કશુંક સ્વીકારી રહ્યું છે તે સદ્ભાગ્ય છે. જો તમે કોઈને કંઇ આપો તો કદી તેની કિંમત નક્કી ન કરો. જે ક્ષણે તમે કિંમત મૂકો, તે ક્ષણે તમે ભ્રષ્ટાચારને મૂર્તિમંત કરો છો.

ક્રમશ:...

મહાભારતની વાર્તાઓ