Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
તમે એકલતા એટલે નથી અનુભવતા કે કોઈ તમારી સાથે નથી. તમે એકલતા એટલે અનુભવો છો કેમ કે તમે તમારી આસપાસની બધી વસ્તુઓનો અસ્વીકાર કરો છો.
બિઝનેસ માણસોની સુખાકારી માટે બનાવવામાં આવ્યા હતા. માણસો બિઝનેસની સુખાકારી માટે નહોતા બનાવવામાં આવ્યા.
મૂર્ખતા અને આત્મવિશ્વાસ એક બહુ ખતરનાક જોડી છે, પણ ઘણીવાર તે બંને એકસાથે હોય છે.
જ્યારે તમે તમારી યાદો કે કલ્પનાઓથી દુઃખી થાઓ છો, ત્યારે તમે એવી વસ્તુથી દુઃખી થાઓ છો જેનું અસ્તિત્વ જ નથી.
યોગ "મહામાનવ" બનવા વિષે નથી. તે એ જાણવા વિષે છે કે માણસ હોવું જ મહાન છે.
જો તમે તમારું જીવન પરમ સંભાવનાને મેળવવાના પ્રયત્નમાં જીવો, તો તે પ્રયત્નમાં જ મુક્તિ રહેલી છે.
શાંતિ અને આનંદ એવી વસ્તુઓ નથી જે તમે જીવનના અંતે મેળવો છો. તેઓ તો જીવનનો પાયો છે.
તમે પોતાની અંદર કઈ રીતે છો તે તમે પોતે નક્કી કરવા જોઈએ. આધ્યાત્મિક હોવાનો તે જ અર્થ છે.
તમારે ખુશીનું નિર્માણ કરવાની જરૂર નથી. જો તમે દુઃખનું નિર્માણ ન કરો, તો તમે ખુશ હશો.
જો તમે લગ્નને એક સંસ્થા કહો, તો લોકો સ્વાભાવિક રીતે તેમાંથી બહાર નીકળવા માંગશે.
ઈશ્વર પણ તમારી આંતરિક સુખાકારી નક્કી નથી કરી શકતા. જો તમે પોતાને દુઃખી ન કરવાનું નક્કી કરો, તો કોઈ તમને દુઃખી ન કરી શકે.
પ્રેમનો મતલબ છે પોતાને વિલીન કરવા. તે તમારા પડવાથી ઘટિત થાય છે, તમારી ગણતરીઓ અને સગવડોથી નહિ.