કવિતા અને આંતરિક અનુભવ

વિશ્વ કવિતા દિવસના પ્રસંગે, ગહન આંતરિક અનુભવની અભિવ્યક્તિ પર સદગુરુ અને મુઝફફર અલી વચ્ચેની વાતચીતનો આનંદ માણો.
કવિતા અને આંતરિક અનુભવ
 

સદગુરુ અને ફિલ્મ નિર્માતા, ફેશન ડિઝાઈનર, કવિ અને કલાકાર મુઝફફર અલી વચ્ચેની વ્યાપક વાતચીત, ભૂતકાળના કેટલાક વિશિષ્ટ કવિઓ તરફ વાળે છે. સદગુરુ કહે છે, રૂમી અથવા કબીરનું અનુકરણ કરવાને બદલે, આપણે આંતરિક અનુભવ પર ધ્યાન આપવું જોઈએ જે કાવ્યાત્મક વિસર્જન લાવે. વિશ્વ કવિતા દિવસના પ્રસંગે, બે કવિઓ પર ગહન આંતરિક અનુભવની અભિવ્યક્તિની ચર્ચા કરે છે.

મુઝફ્ફર અલી: આપણે ઉદાહરણરૂપ જીવનને કેવી રીતે સમજી શકીએ? અહિયાં કેટલાક વિશિષ્ટ જીવન છે, જે માનવીય પરિપ્રેક્ષ્યમાંથી, માનવજાતને નજીક લાવવાના પરિપ્રેક્ષ્યથી, માનવ દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે તે જિંદગીને ઉજવવાની જરૂર છે - જેમ કે રૂમી, ખૂસરો, કબીર, અને ઘણા બધા - અને કદાચ તે પ્રકાશનું સ્ત્રોત પણ બની શકે.

સદગુરુ:જ્યારે તમે અનુકરણીય કહો છો, ત્યારે તમારો અર્થ એ છે કે તેઓ બીજા માટે ઉદાહરણ છે. પરંતુ રૂમી, કબીર અથવા તેના જેવા કોઈક, આપણે ફક્ત તેમનો આનંદ માણવો જોઈએ. આપણે તેમનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તેઓ બગીચાના ફૂલો જેવા છે. તમે ફૂલ બનવાનો પ્રયત્ન કરશો નહીં. તમે ફક્ત ફૂલનો આનંદ માણો. તે સરસ છે કે આવા લોકો જ્યાં પણ કામ કર્યું ત્યાં તે ખીલ્યા. તેમાંના ઘણા ખીલ્યા છે.

શા માટે ગદ્ય કરતાં કવિતા નોંધપાત્ર બની છે, કારણ કે માનવ અનુભવ એટલો બધો તાર્કિક સમજણમાં ફિટ થતો નથી.

આજે પણ, દરેક ગામ અને નગરમાં એવું કોઈ છે. કદાચ તેઓ ખ્યાતિના સ્તર સુધી પહોંચી શક્યા નથી. કોઈક ચોક્કસ કદ પ્રાપ્ત કરી શકે છે, અને કોઈ નહીં પણ - તે સામાજિક અને ઐતિહાસિક બાબત છે, પરંતુ તે પાસું મૃત નથી, અને તે ક્યારેય મરી શકતું નથી. ક્યાંક, તે ઘણી રીતે અભિવ્યક્તિ શોધે છે. કબીરને આપણા માટે એક ઉદાહરણ બનાવવાની જગ્યાએ, આપણે કબીરની અંદર તે અનુભવના પાછળ જવું જોઈએ જે તેને ઓવરફ્લો મનુષ્ય બનાવે છે.

બાહ્ય ક્ષમતાની વાત આવે ત્યારે, આપણે બધા જુદી જુદી રીતે સક્ષમ છીએ. તમે જે કરી શકો છો, હું કરી શકતો નથી. હું જે કરી શકું છું, તમે કરી શકતા નથી. પરંતુ જ્યારે આંતરિક શક્યતાઓ આવે છે, ત્યારે આપણે બધા સમાન સક્ષમ છીએ. તે એક વ્યક્તિમાં કેમ થાય છે અને બીજા વ્યક્તિની અંદર કેમ થતું નથી તે માત્ર એટલા માટે કે એક વ્યક્તિએ તે પરિમાણ પર ધ્યાન આપ્યું છે, પરંતુ બીજાએ નહીં.

કબીર રુમી, કૃષ્ણ અથવા આદિઓગી ગમે તે હોય, આપણે બધા તેમાં સક્ષમ છીએ. પરંતુ શું એમના સમાન કવિતા, નૃત્ય, સંગીત, ગણિતમાં સક્ષમ છીએ? કદાચ નહિ. પરંતુ આપણે બધા એક જ અનુભવમાં સક્ષમ છીએ. જ્યારે તે કબીરમાં થયું ત્યારે કદાચ તે સામાજિક અને અન્ય પરિસ્થિતિઓને આધારે તે પ્રકારની કવિતામાં વહે છે. આજે, જો તે કોઈકમાં થાય છે, તો તેઓ કંઈક અલગ અલગ કરી શકે છે. તેઓ આ જ વસ્તુ કરી શકતા નથી.

આંતરિક અનુભવ જે આ કવિતા, નૃત્ય, સંગીત, ગણિતશાસ્ત્ર અથવા વિજ્ઞાનનું કારણ બને છે તે કોઈ ચોક્કસ વ્યક્તિમાં જે પ્રકારની અભિવ્યક્તિ મળે તે કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તે અલગ-અલગ લોકોમાં અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપો શોધી શકે છે, અને તે સંપૂર્ણ રીતે સુંદર છે. જો તમે કંઇક જુઓ છો, તો તમે કદાચ સિનેમા બનાવવા ઇચ્છશો. જો હું કંઇક જોઉં, તો તરત જ હું જોવા માંગું છું કે લોકોને અનુભવ કરાવવા માટે સિસ્ટમ કેવી રીતે બનાવવી.

અભિવ્યક્તિ કેવી રીતે મળે છે તે અલગ છે, અને તે અદ્ભુત છે તે પણ વાત અલગ છે, પરંતુ અંદર શું થાય છે, આપણામાંના દરેક તે માટે સક્ષમ છે. તે માત્ર એટલા માટે નથી થતું કારણ કે આવશ્યક ધ્યાન અને સંસાધન આપવામાં આવતા નથી. દરેક માણસ કંઈકમાં વ્યસ્ત છે. તેથી, દરેક પેઢીમાં, તે ખૂબ જ અગત્યનું છે કે ગઇકાલે જે કંઇક બન્યું હતું તેની મજાક કરવા કરતાં આપણે હંમેશાં તે અનુભવને લોકોમાં લાવવાનો પ્રયાસ કરીએ. હા, અમે તેમનો આદર કરીએ છીએ અને અમે તેમને ઉજવણી કરીએ છીએ.

જો તેઓ સંપૂર્ણ છે, અને તેઓ જે અનુભવે છે તે અહીં શક્ય નથી, તો તે એક અપ્રસ્તુત પ્રક્રિયા છે અને તે મરી જશે. જો તેને જીવવાનું હશે, તો દરેક પેઢી પાસે હજારો લોકો હોવા જોઈએ જેમણે એનો અનુભવ કર્યો હોય. ફક્ત પછી જ પરંપરા જીવંત બને છે અને તે જીવે છે. તે અનુભવ લાવવા માટે, આપણે લોકોને એ જે કહેવાયું અને લખાયું છે એને માનવા પર થી ખસેડીને કહેલાં શબ્દોના અન્વેષણ અને અનુભવના સાર તરફ દોરવાના છે ના કે એ જે કહેવાયેલું છે એના શબ્દો પર.

મુઝફ્ફર અલી: મેં રહસ્યવાદની કવિતા ઉજવવા માટે મારું જીવન સમર્પિત કર્યું છે, અને મને મળતી સમાનતા એ બળી રહી છે. હું હંમેશાં કવિતા શોધતો રહું છું અને મને એવી કવિતા મળી નથી જે લોકોના હૃદયમાં પ્રવેશવા જેટલી શુદ્ધ છે. વીસમી સદીમાં, તે કવિતા ગેરહાજર છે કારણ કે લોકોમાં એટલી આગ નોહતા, અને તેથી, તેઓ તમને તે આઉટપુટ આપી શકતા નથી જે લોકોના હૃદયમાં પ્રવેશી શકે છે. તે સમાજનું એક ગંભીર લક્ષણ છે. કદાચ તમારા શાણપણ દ્વારા, આપણે તે મુદ્દાને સંબોધિત કરી શકીએ છીએ, પરંતુ તે ખૂબ જ ગંભીર બાબત છે જે થઈ રહ્યું છે. મારા માટે કવિતા પવિત્ર કળા છે, તે માતૃ કળા છે. તે એક કળા છે જે વિશ્વનું પ્રતિબિંબ છે, સમાજનું પ્રતિબિંબ. તમે કવિતા ખરીદી શકતા નથી. કવિતા આંતરિક આગથી આવે છે. કવિતા ઘણી વસ્તુઓ તરફ દોરી જાય છે. કવિતા આર્કિટેક્ચર તરફ દોરી શકે છે, તે હસ્તકળા તરફ દોરી શકે છે, તે સંગીત તરફ દોરી શકે છે, તે નૃત્ય તરફ દોરી શકે છે, તે ગમે તે તરફ દોરી શકે છે, પરંતુ જો તે આગ નથી, તો ત્યાં નૃત્ય નથી.

સદગુરુ: શા માટે ગદ્ય કરતાં કવિતા મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે માનવ અનુભવ એટલો બધો તાર્કિક સમજણમાં ફિટ થતો નથી. જો તમે તમારા હાઇ સ્કૂલ અથવા કૉલેજમાં દેડકાઓનું સૂક્ષ્મ પરક્ષણ કર્યું હશે અને દેડકાના હૃદયમાં જોયું હશે, તો તમે તેના પર ખૂબ જ ગદ્ય સ્વરૂપમાં થીસીસ લખવા શક્ષમ છો. પરંતુ ધારો કે કોઈ બીજાએ તમારા હૃદયમાં પ્રવેશ કર્યો છે. અને હવે, જો તમે તેને ગદ્યમાં લખો છો, તો તે મૂર્ખતા પૂર્ણ કાર્ય લાગશે કારણ કે તે તર્કસંગત નથી. તે લોકો જે અનુભવના અયોગ્ય પરિમાણોને સ્પર્શ કરે છે, તેમને કવિતા પર પાછા આવવું પડશે કારણ કે તે જ એક માત્ર સહાયક છે.

જો તમે કવિતા લખો છો, તો અચાનક સંપૂર્ણ પ્રેમ ચક્કર, સુંદર બની જાય છે કારણ કે જે અતાર્કિક છે તે માત્ર કાવ્યાત્મક સ્વરૂપમાં જ ભાષા દ્વારા અભિવ્યક્તિ શોધી શકે છે. દરેક રહસ્યવાદી હંમેશાં કવિતા નો જ આશરો લે છે, કેમ કે ગદ્ય કેવી રીતે લખવું? કવિતા એ પસંદગી નથી, તે ફરજિયાત છે! શબ્દોમાં મૂકવાનો બીજો કોઈ રસ્તો નથી.

મુઝફફર અલી: આ સારના સારનો સાર છે, અને તમારા હૃદયમાં પ્રવેશ મેળવવાની લય મળી છે કારણ કે તમારે કઈ પણ કરવા માટે લયની જરૂર છે. સાધુગુરુ: ના, તે કવિતાના કારણે નથી કે તમારી પાસે લય છે. કારણ કે તમારી પાસે લય છે, કવિતા તમારામાંથી બહાર આવી શકે છે.

સંપાદકની નોંધ: સદગુરુની કવિતાઓ બે સંગ્રહમાં ઉપલબ્ધ છે. ડીવીડીમાં, "પોએટિક ફ્લિંગ", સદગુરુ તેમની કવિતાઓ પાઠવે છે અને ઘણી પરિસ્થિતિઓ સમજાવે છે જેના કારણે આ બહાર નીકળે છે. ઇબુક, "એટર્નલ ઇકોઝ," માં 84 કવિતાઓનો સંગ્રહ છે.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1