મહાભારત કથા- કળિયુગ થી સતયુગ તરફ

સદગુરૂ ચાર યુગોનું વિજ્ઞાન સમજાવે છે તથા કળિયુગની સમય રેખાની અને ૭૦ વર્ષમાં માનવ ચેતનામાં આવનાર બદલાવની ગણતરી કરે છે.
કળિયુગ- તેનો અંત ક્યારે થયો અને આગળ શું?
 

સદગુરૂ ચાર યુગોનું વિજ્ઞાન સમજાવે છે તથા કળિયુગની સમય રેખાની અને ૭૦ વર્ષમાં માનવ ચેતનામાં આવનાર બદલાવની ગણતરી કરે છે.

 

આકાશ અને માનવ શરીરમાં ચક્ર

સદગુરૂ: યોગિક ખગોળશાસ્ત્રમાં સૂર્યની આસપાસ પૃથ્વીની પરિભ્રમણ કક્ષાને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ જેને ૨૭ ભાગમાં વહેચી છે. દરેક નક્ષત્રને પદ અથવા સ્ટેપ્સ તરીકે ઓળખાતા ચાર સમાન ક્ષેત્રમાં વહેચી નાખવામાં આવ્યું છે. ૨૭ ને ૪ વડે ગુણતા ૧૦૮ મળે . આ ૧૦૮ અંક ૧૦૮ સ્ટેપ્સનું સૂચન કરેં છે જે પૃથ્વી અવકાશમાં ભરે છે. દરેક નક્ષત્ર પૃથ્વીની આસપાસ ચંદ્રની અડધી કક્ષાને અનુસરે છે. માનવ શરીરની અંદર રહેલા ચક્ર તેને અનુસરે છે અને પ્રતિક્રિયા આપે છે.

The Nakshatras and Padas


 સંપૂર્ણ સ્વસ્થ સ્ત્રીના શરીરમાં ૨૭.૫૫ દિવસનું ચક્ર હોય છે. પુરુષના શરીરમાં આ ચક્રો ઓછા સ્પષ્ટ અને નિશ્ચિત હોય છે. તે જુદી રીતે થાય છે અને સમયગાળો લાંબો હોય છે. કોઈ પણ રીતે આ ચક્રો સૌરમંડળમાં સતત ચાલતા હોય છે. બ્રહ્માંડના પીંડ અને સૃષ્ટિ એક સરખી રમત રમે છે. પણ કોણે કોની રમત રમવી જોઈએ? જો તમે એમ વિચારતા હોવ તો આ સૃષ્ટિ તમારી રમત રમવાની છે, તો તમે તમારું જીવન બગાડશો. જો તમે સૃષ્ટિની રમત રમશો તો તમારું જીવન તમારી ધારણાઓથી પર હશે.

ચાર યુગોનું ચક્ર

પૃથ્વીની ધરીના ધીમા પરિભ્રમણથી થતી સમપ્રકાશીય ઘટનાનું પ્રીસેશન એવો સમયનો ગાળો છે કે તે રાશીના એક સંપૂર્ણ ચક્રમાંથી પસાર થવા માટે પૃથ્વીની ધરી લે છે. રાશીની એક ડિગ્રીમાંથી પસાર થવા માટે આ ગ્રહ ૭૨ વર્ષ લે છે અને ૩૬૦ ડિગ્રીનું એક સપૂર્ણ ચક્ર પૂરું કરવા માટે ૨૫,૯૨૦ વર્ષ લે છે. અડધી સફર માટે ૧૨,૯૬૦ વર્ષ અને ચાર યુગ આવરી લે છે. સતયુગ ૫૧૮૪વર્ષ સુધી, ત્રેતા યુગ ૩,૮૮૮ વર્ષ અને દ્વાપર યુગ ૨,૫૯૨ વર્ષ ચાલે છે. કળિયુગ ૧,૨૯૬ વર્ષ ચાલે છે. આમ ચારેય યુગ ભેગા થઈને કુલ ૧૨૯૬૦ વર્ષ લે છે.

 

 

કળિયુગની શરૂઆત

મહાભારતની વાર્તાને ચોક્કસ સંદર્ભમાં જોવાની જરૂર છે. ઈ.સ. પૂર્વે ૩૧૪૦માં, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને ઈ.સ. પૂર્વે ૩૧૦૨માં કૃષ્ણે દેહત્યાગ કર્યો, યુદ્ધના ત્રણ ચાર મહિના પછી કળિયુગ શરુ થયો. ૨૦૧૨ મુજબ કૃષ્ણનો યુગ ૫૧૧૪ વર્ષ પહેલા પૂરો થયો. જો તમે બે કળિયુગના વધેલા વર્ષોમાંથી ૨૫૯૨ ને બાદ કરો. જે અક્ષીય પ્રિસેસન ને વર્ણવતા દીર્ઘ વર્તુળના તળિએ છે. તમે ૨૫૨૨ વર્ષે આવો છો. તેનો અર્થ એ થયો કે આપણે દ્વાપર યુગના ૨૫૨૨ વર્ષને ક્યારનાય પુરા કરી દીધા છે. અને ત્યારથી તેની કુલ અવધી ૨૫૯૨ વર્ષ છે. ૨૦૮૨ માં આપણે દ્વાપર યુગ પૂરો કરીશું. અને ત્રેતાયુગ તરફ આગળ વધીશું. વિશ્વ અન્ય ઉથલપાથલમાંથી પસાર થશે. જરૂરી નથી કે તે યુદ્ધ જ હોય. પણ વસ્તી વિસ્ફોટ અને કુદરતી આપત્તિઓં સંદર્ભમાં આ શક્ય બને.

યુગ અને માનવ ચેતના


 
સૂર્ય અને ગ્રહો સાથેનું સૌરમંડળ તેની આસપાસ ગેલેક્ષીમાં વધે છે. એક મોટા તારાની આસપાસ એક ચક્ર પૂરું કરવા માટે ૨૫,૯૨૦ વર્ષ લાગે છે. ગ્રહ પરની અસરથી અમે માનીએ છીએ કે આ મોટો તારો કે મોટી સિસ્ટમ જે આપણી સિસ્ટમ ની આસપાસ ચાલી રહી છે તે ભ્રમણકક્ષાની મધ્યમાં કેન્દ્રિત નથી પણ બાજુમાં ક્યાંક સ્થિત છે. જ્યારે જ્યારે આપણું સૌરમંડળ આ મોટી સિસ્ટમની નજીક આવે છે ત્યારે આપણી સિસ્ટમમાં રહેતા જીવો શક્યતાઓ ઉપલા સ્તર સુધી આવે છે. અને આપણી સિસ્ટમ તેનાથી દૂર જાય છે ત્યારે તેમાં રહેતા જીવો શક્યતાઓના નીચામાં નીચા સ્તરે આવે છે. આને આપણે કળિયુગ કહીએ છીએ.

જ્યારે આપણું સૌરમંડળ “સુપર સન” ની નજીક હશે ત્યારે સત્ય યુગ શરુ થશે. માનવ મન તેની ઉચ્ચ ક્ષમતાઓ પર હશે. લોકોની જીવનને જાણવાની, વાતચીત કરવાની અને આનંદ પૂર્વક રહેવાની ક્ષમતા સર્વોચ્ચ સ્તરે હશે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણી પાસે સંવેદનશીલ લોકો હશે.

સત્યયુગમાં વાતચીત કરવાની માનવની ક્ષમતા શ્રેષ્ઠ હશે કારણકે આકાશ ખૂબ નજીક હશે. અત્યારે આ ગ્રહના અલૌકિકક્ષેત્રને ચોક્કસ બિંદુ સુધી ઉઠાવવામાં આવે છે. એક સમય એવો હતો કે જ્યારે તે ખૂબ ઉંચે હતું. હવે તે થોડું નજીક આવ્યું છે. જ્યારે આકાશ ખૂબ નજીક છે અને હું તમને કઈક અભિવ્યક્ત કરવા માંગું છું. મારે તેને શબ્દોમાં કહેવું નથી. મારી આંખો બંધ હોય તો પણ તમે જાણી જશો કે મારે શું કહેવું છે. જયારે આકાશ સહેજ વધે છે પણ હજુ ચોક્કસ અંતર પર છે. જો હુ મારી આંખ બંધ કરું તો તમને ખબર પડશે નહિ પણ જો હું મારી આંખ ખોલું અને તમારી તરફ જોઉં તો તમને ખબર પડી જશે કે હું શું કહેવા માંગું છું.

આકાશ અને અધ્યાત્મિક શક્યતાઓ

જોં આકાશ થોડું વધુ આગળ આવે તો તમે શ્વાસથી જાણી શકો છો. જો તમે જંગલમાં જાઓ છો તો તમે જોશો કે તમારી દ્રષ્ટિ અમુક અંશે અવરોધાય છે. થોડા સમય પછી વસ્તુઓને જાણવાની સૌથી નોધપાત્ર રીત ગંધ છે. ત્યાં રહેતા મોટાભાગના પ્રાણીઓ ગંધ દ્વારા જ વસ્તુઓને જાણે છે. આવી કેન્દ્રિત જીવનઉર્જાને કારણે આકાશ ઊંચું છે. તમારે તે જોવાની જરૂર નથી. જો તમે વાત કરતા હોવ તો તેઓ મુંઝવણમાં મુકાશે. જ્યારે આકાશ નીચું હોય છે ત્યારે તમારે બધો સમય વાતો કરવી પડશે નહિ તો લોકો તે સમજશે નહિ. તમારે સતત વાતો અને અવાજ કરવો પડશે. વાતાવરણમાં રહેલુ અલૌકિક તત્વ વાતચીત કરવાની તમારી ક્ષમતાના સંદર્ભમાં તમે કેટલા સંવેદનશીલ છો તે નક્કી કરે છે.

કૃષ્ણ એ એમ પણ કહ્યું હતું કે ૫૦૦૦ વર્ષો પછી ઘણા હજાર વર્ષોનો સમય આવશે જે અકલ્પ્ય હશે.

ગમે તે સમયે ગમે તે યુગમાં , આપણે અત્યારે જે ગ્રહોની સ્થિતિમાં છીએ છતાં કોઈ વ્યક્તિ આ બધાથી આગળ વધી શકે છે અને પોતાની અંદર સુવર્ણ સમયમાં રહી શકે છે. ખરાબ સમયમાં પણ આ બધાંથી આગળ સારા રહેવાની શક્યતા હંમેશા ત્યાં કોઈવ્યક્તિ માટે રહેલી છે.

આકાશ કે અલૌકિક તત્વને વધારવા માટે કોઈ ઘણી બધી બાબતો કરી શકે છે. કૃષ્ણ એ કહ્યું હતું કે કળિયુગમાં આકાશ એટલું બધું નીચું હશે કે તેમને યોગ, ધ્યાન, મંત્રો કે યંત્ર શીખવવાનો કોઈ અર્થ નથી. તેમને માત્ર ભક્તિ શીખવો. જો તેઓ શ્રદ્ધાળુ હશે તો તેઓ તેમાંનું ખુદનું આકાશ બનાવશે. અને વાતાવરણમાં અલૌકિક તત્વને કારણે તેઓ સમજી શકશે. મુર્ખ માટે ભક્તિ નથી. પણ તમે બેવકૂફ છો તો પણ તેને મેળવી શકો છો.

હજારો વર્ષો પહેલા તેમણે કહ્યું હતું કે, જેમ સૌરમંડળ સુપર સનની નજીક જાય છે તેમ માનવ બુદ્ધિ ખીલશે. સૌર મંડળ નજીક જાય છે, સપૂર્ણ શરીર અને સપૂર્ણ બ્રહ્માંડ ઇલેક્ટ્રિક માળખું છે એવી સભાનતા સ્વાભાવિક રીતે આવશે. અત્યારે આપણે ત્રેતાયુગ તરફ આગળ વધી રહ્યા છીએ જે યુગોના ચક્રમાં થઈ શકતો બીજો સર્વશ્રેષ્ઠ સમય છે.

કૃષ્ણ એ એમ પણ કહ્યું હતું કે, ૫૦૦૦ વર્ષો પછી ઘણા હજાર વર્ષોનો સમય આવશે જે અકલ્પ્ય હશે. આપણે ત્યાં તે બનાવી શકતા નથી પણ તેના માટેનો પાયો ગોઠવી શકીએ છીએ. આ ગ્રહ પર હજારો વર્ષોના સુવર્ણ સમય ગાળા માટે વાતાવરણ બનાવાવામાટેનો આનંદ મેળવી શક્યા છીએ. આ બધી આગાહીઓ અને ધારણાઓ નથી. પણ આપણે જે ગ્રહ પર જીવી રહ્યા છીએ તે ગ્રહના સંબંધમાં માનવ મનમાં શું થાય છે તે અંગેની ઊંડી સમજણ પર આધારિત છે. જો તમે આજે આને નહિ સમજી શકો તો જ્યારે તમને દફનાવવામાં આવશે ત્યારે સમજશો. આ ગ્રહ સમજે છે કે તમે તેના ભાગ છો. –માત્ર તમે જ તમારા માટે બીજું કઈ વિચારો છો.

મહાભારત – દરેક માનવીની વાર્તા

આ વાર્તા શરુ થાય છે કારણકે તમારી પાસે તમારા વિષે ખોટા ખ્યાલો છે. મહાભારત જીવન વિષે લોકોની પીડાઓ, તેમની ચડતી-પડતી વિષે મનુષ્યની બધી ગેરમાન્યતાઓને રજુ કરે છે. આ આગળ વધ્યા જ કરે છે કારણ કે, મનુષ્ય જીવન સાથે તાલ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જે આમાં સફળ છે તે કહેવાનો પ્રયત્ન કરે છે અને બીજા ગેરસમજણ કરશે. પ્રકાશને શબ્દોમાં મૂકી શકાય નહિ, પણ જો તમે તમારી આંખો ઉઘાડો તમને પ્રકાશ દેખાશે. તેવી જ રીતે તમે જે જીવનને ખોલી રહ્યા છો તે જીવન ને મહેસુસ કરી શકશે અને તે જીવન બની શકે છે.

જીવન કહી શકાય નહીં. પ્રેરણા આપવા તમારા ખુદના સંમોહનથી તમને દૂર રાખવા માટે જ કહેવું, દરેક મનુષ્યએ પોતાની જાતને તેમની ખુદની મર્યાદાઓમાં સંમોહીત કરી નાખી છે અને તેઓ માને છે કે આ તે છે. જો તમે તે સંમોહનને પૂર્વવત કરો છો, તો તેઓ ભયભીત થશે કારણ કે અસ્તિત્વ અમર્યાદિત છે. તેથી, જો તેઓ એક બાજુ ફરી રહ્યા હોય, તો તમારે તેમને અમુક સમય માટે વિરુદ્ધ દિશામાં ફેરવવા પડશે જેથી તેમને લાગે કે તેઓ ક્યાંક જઈ રહ્યા છે.

સમગ્ર મહાભારત -આ જ પ્રયાસ છે. તેઓ શું કરી રહ્યા છે તે અગત્યનું નથી, દરેક એવું વિચારે છે કે તેઓ તેના સારા માટે કરી રહ્યા છે. ભલે તે "મારૂ સારૂ ," "તમારૂ સારૂ ," કોઈ બીજાનું સારૂ, અથવા બીજા બધાનું સારૂ હોય - દરેકને લાગે છે કે તેઓ તે સારા માટે કરી રહ્યા છે. પરંતુ દરેક વ્યક્તિ ન તો સારી છે કે ન ખરાબ, ન તો સાચી છે કે ખોટી છે - વાર્તા ફક્ત આગળ વધે છે.

આ વાર્તા કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે નથી - મહાભારત ઇતિહાસના વર્ગીકરણ હેઠળ આવે છે. ભારતમાં, મહાન ગ્રંથોની ત્રણ શ્રેણીઓ છેઃ ઈતિહાસ, પુરાણ ,વેદ , વેદ અમૃત વિચારો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, અને આકાશી ઘટનાઓ માટેની સ્પષ્ટતાઓથી ભરેલા છે. પુરાણો મનુષ્ય નથી એવા માણસોની વાર્તાઓ છે. ઇતિહાસ એ મનુષ્યની વાર્તા છે, જે ઇતિહાસની દ્રષ્ટિએ નથી, છતાં તેમાં ઐતિહાસિક તત્વ છે. હકીકતો ઇતિહાસના મૂળમાં છે, પરંતુ આ દરેક મનુષ્યની વાર્તા છે - તે તમારા જીવનના અર્થ વિશે છે. જો તે તમારી જ વાર્તા હોય તો તે તમારા માટે વૃદ્ધિની પ્રક્રિયા બની શકે છે

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1