પ્રશ્ન: હું સી.ઇ.જી. માં કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષની છાત્રા છું. મારો પ્રશ્ન છે કે, અહીં અમે બધાંએ પંદર વર્ષથી વધુ શિક્ષણ પાછળ આપ્યાં છે, પણ મેં શિખેલી ઘણી વસ્તુઓ માટેનો કોઈ ઉપયોગ મળ્યો નથી. તેથી, શા માટે હું કેટલીક એવી વસ્તુઓ ભણી જે અર્થહીન છે?

સદગુરુ: ના, ના, એન્જિનિયરિંગ કોલેજમાં એવું ન થવું જોઈએ! હું સમજી શકું છું કે ઉચ્ચ શાળામાં - તેમાંની મોટા ભાગની વસ્તુઓ અર્થહીન છે. પરંતુ તકનીકી શાળામાં, એવું થવું જોઈએ નહીં.

આપણી શિક્ષણ પ્રણાલી મોટાભાગે રાણીની સેવા માટે કારકુનો બનાવવા માટે છે. તેની પાછળ કોઈ કલ્પના નહોતી - આજ્ઞાપાલન એ આપણી શિક્ષણ પદ્ધતિનું સૌથી મહત્વપૂર્ણ પાસું હતું.

આપણી શિક્ષણ પ્રણાલી મોટાભાગે રાણીની સેવા માટે કારકુનો આપવા માટે બનાવવામાં આવી હતી. તેની પાછળ કોઈ કલ્પના નહોતી - આજ્ઞાપાલન એ આપણી શિક્ષણ પદ્ધતિનું સૌથી મહત્વપૂર્ણ પાસું હતું. આ જ કારણ છે કે તમારે ફક્ત એક આખી પાઠયપુસ્તક ગોખવી પડતી હતી અને તેની ત્યાં પરીક્ષામાં ઊલટી કરવી પડતી હતી. તે શિક્ષણમાં શ્રેષ્ઠતા માનવામાં આવે છે. તકનીકી શિક્ષણ વિશે હું એટલું કહીશ નહીં - મને લાગે છે કે તે જુદું છે.

સરકારે હાલમાં જ સ્કૂલોમાં પરિવર્તન લાવવાની ઘોષણા કરી

Children holding slate and chalk in school

અમે ભારતમાં કાપડ-ઉદ્યોગ પર નીતિ લખી, અમે નદીઓ અને કૃષિ પર નીતિ લખી, અને અત્યારે અમે શિક્ષણ અંગેની નીતિ લખવામાં વ્યસ્ત છીએ. મારા સતત દબાણ પછી, સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે, ભવિષ્યમાં, શાળામાં ફક્ત પચાસ ટકા સમય ભણવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ, અને બાકીનો રમત, કળા, સંગીત, શિલ્પ અને વિવિધ વસ્તુઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ. આ વિષે એક મહિના પહેલા જ ઘોષણા કરવામાં આવી હતી. ઘોષણા બરાબર છે, પરંતુ શાળાઓ બદલાવ કરવા સાધન સંપન્ન નથી. મેં હંમેશાં કહ્યું હતું કે જેટલું ગણિત અને વિજ્ઞાન છે, તેટલું જ સંગીત, કળા અને અન્ય વિવિધ વસ્તુઓ હોવી જોઈએ. અમારી શાળાઓ આ રીતે સંચાલિત છે, પરંતુ તે ઘણી ઓછી સંખ્યા છે.

https://twitter.com/Ra_THORe/status/1033648868196528128

હમણાં કેન્દ્ર સરકારે આની ઘોષણા કરી છે, પરંતુ વાસ્તવિક રીતે તેનો અમલ કરવો હજી ઘણું દૂર છે. તેને માનવીય માળખાઓ, ભૌતિક માળખાઓ, તાલીમ અને વિવિધ વસ્તુઓની જરૂર છે જે હજી આ દેશમાં બનવાનું બાકી છે. તે સમય લેશે, પરંતુ ઓછામાં ઓછો તે માટેનો હેતુ આવ્યો છે. અમે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે તમામ બાળકો માટે શાળાનો શૈક્ષણિક ભાગ દિવસમાં મહત્તમ ત્રણથી ચાર કલાક સુધી મર્યાદિત હોય. બાકીનો સમય, તેઓએ અન્ય વસ્તુઓ શીખવી જ જોઇએ.

એક વધતો જોખમ

Farmer ploughing with cows

હમણાં આપણે એક એવું રાષ્ટ્ર બનાવ્યું છે, જ્યાં જો કોઈ ખેડૂતનો પુત્ર તેના પિતા સાથે ખેતરમાં જાય છે અને તે બંને જમીન પર કામ કરે છે, તો બાળ મજૂરી માટે પિતાની ધરપકડ કરી શકાય છે. હા ખરેખર! દેશમાં કંઈક ખૂબ જ જોખમી વિકસ્યું છે. જો તમે દેશના કોઈપણ ખેડૂતને પૂછો કે તેઓ તેમના બાળકોને ખેતીમાં જાય તેવું ઇચ્છે છે, તો તે ફક્ત બેથી ચાર ટકા છે. તો પછી બીજા પચ્ચીસ વર્ષોમાં જ્યારે આ પેઢી પસાર થશે, ત્યારે આ દેશમાં કોણ અનાજ ઉગાડશે?

જો તમે દેશના કોઈપણ ખેડૂતને પૂછો કે શું તેઓ તેમના બાળકો ખેતીમાં જાય તેવું ઇચ્છે છે, તો તે તરફના ફક્ત બેથી ચાર ટકા લોકો છે. તો પછી બીજા પચ્ચીસ વર્ષોમાં જ્યારે આ પેઢી પસાર થશે, ત્યારે આ દેશમાં કોણ અનાજ ઉગાડશે?

તમારી પાસે તકનીકી જ્ઞાન હોઈ શકે છે, તમે એમબીએ અને વિવિધ કોર્સ કરી શકો છો, પરંતુ ફક્ત જમીન પર જાઓ અને એક પાક ઉતારીને મને બતાવો. તે ખૂબ જટિલ છે! આપણને લાગે છે કે ખેતી અભણ માટે છે, પરંતુ એવું નથી. તે એક ખૂબ જ જટિલ, ચોકસાઈપૂર્વકનું ઓપરેશન છે. માત્ર એટલા માટે કે તેની પાસે ઔપચારિક શિક્ષણ નથી, એનો અર્થ એ નથી કે તેની પાસે મગજ નથી. તે ખૂબ જ મહત્વપૂર્ણ કંઈક જાણે છે, અને આને કારણે, આપણે બધા અત્યારે ખોરાક લઈ રહ્યા છીએ. આપણા પેટ ભરાયા છે. પરંતુ આ રાષ્ટ્ર પર આગામી પચીસ વર્ષોમાં પોતાનો ખોરાક ઉગાડવામાં સક્ષમ ન હોવાનો ખતરો છે.

અભિગમ ઓળખવા

Isha Vidhya kindergarten students in activity

ફક્ત અમુક નિશ્ચિત માત્રાના બાળકોને શૈક્ષણિક શિક્ષણમાં જવાની જરૂર છે. બીજાને તેમની ભલાઈ અને સુખાકારી માટે દેશમાં કરવા માટે અન્ય કૌશલ અને વિવિધ વસ્તુઓ શીખવાની જરૂર છે. દરેકના મગજ પુસ્તકીય શિક્ષણ માટે નથી બન્યા. તેમાંના ઘણા તેમના શૈક્ષણિક જીવનથી સંપૂર્ણ રીતે દુખી રહે છે. તેમાંના કેટલાકને શૈક્ષણિક શિક્ષણમાં ખૂબ આનંદ મળે છે, પરંતુ તેમાંથી ઘણાને પરીક્ષાઓ અને અભ્યાસ સહન કરવા પડે છે. આ લોકોએ શૈક્ષણિક શિક્ષણ ન કરવું જોઈએ; તેઓએ કેટલીક અન્ય કુશળતા શીખવી જોઈએ જેમાં તેમની યોગ્યતા હોય. પરંતુ તમારી યોગ્યતાને ઓળખવા માટે કોઈ નથી - કે એવું શું છે કે તમે આનંદથી, સારું કરી શકો છો.

ઇલેક્ટ્રિશિયન અથવા સુથારની પણ, ડોક્ટર અથવા એન્જિનિયર સમાન પ્રતિષ્ઠા હોવી જ જોઇએ. તો જ, શિક્ષણની બરાબરી થઈ શકશે.

દસ અને પંદર વર્ષની વયની વચ્ચે, આપણી પાસે શિક્ષણ પ્રણાલીમાં એક પ્રક્રિયા હોવી આવશ્યક છે જ્યાં લોકો પસંદગી કરી શકે. અત્યારે, દરેક વ્યક્તિ ડોક્ટરીમાં કે એન્જિનિયરિંગમાં જવા માંગે છે તેનું એક કારણ સામાજિક પ્રતિષ્ઠાનો બકવાસ છે. ઇલેક્ટ્રિશિયન અથવા સુથારની પણ ડોક્ટર અથવા એન્જિનિયર સમાન પ્રતિષ્ઠા હોવી જ જોઇએ. તો જ, શિક્ષણની બરાબરી થઈ શકશે. આ બધામાં, ખેડૂતને આપણામાંના બધા કરતા આ સમાજમાં ઉચ્ચ સ્થાન હોવું આવશ્યક છે. તે આપણને ખવડાવી રહ્યો છે.

Editor's Note:Whether you're struggling with a controversial query, feeling puzzled about a taboo topic, or just burning with a question that no one else is willing to answer, now is your chance to ask! Ask Sadhguru your questions at UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image