પ્ર: મેં સાંભળ્યું છે કે સમ્યમા તમારા કર્મ તોડવામાં મદદ કરે છે પરંતુ હું એ પૂછવા માંગુ છું કે તે કેવી રીતે કામ કરે છે અને શું તે તમને મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાંથી નીકળવામાં સહાયતા કરે છે?"

સદગુરુ: આવશ્યકરૂપે બધી આધ્યાત્મિક પ્રક્રિયા તમારા જીવનને ઝડપી આગળ ધપાવવા માટે છે. જો તમે સામાન્ય માર્ગ પર જાઓ છો, તો તે ઘણો સમય લેશે. તેથી, આધ્યાત્મિક પ્રક્રિયા તે લોકો માટે છે જે ઉતાવળમાં છે. તેઓ શક્ય તેટલા ઝડપથી લક્ષ્ય પર પહોંચવા માંગે છે. જો તમે મને કહો કે તમે ત્યાં કેટલું ઝડપથી પહોંચવા માંગો છો, તો અમે તમારી સાધનાને એ હદ સુધી ચાવી ભરી શકીશું. જ્યારે વસ્તુઓ ખૂબ ઝડપથી આગળ વધી રહી હોય ત્યારે તમારે એ સમજવું આવશ્યક છે, ત્યાં એક નિશ્ચિત શિસ્ત છે જેને તમારે જાળવવું પડશે. જો તમે શેરીમાં ચાલતા હોવ કે તમે જંગલના રસ્તેથી ચાલતા હોવ, જો તમે આમલી જોશો, તો તમારા મોંમાં પાણી આવશે. તમે તેમને તોડી શકો છો, એના ફૂલ પણ સારા છે. થોડા આમલીનાં ફૂલ તમે ખાઈ શકો છો.

તેથી, જો તમે ચાલતા હોવ તો તે સારું છે. તમે ઝાડ પર ચડી શકો છો, તમને જોઈતી બધી આમલી ખાઈ શકો છો અને જઈ શકો છો. જો તમે બળદ-ગાડી ચલાવતા હો, તો તમારે ઝડપી હોવું જ જોઇએ - જે ઉપલબ્ધ છે, તમારે તેને લઈ લેવું જ જોઇએ. તમે પસંદ કરીને લઈ ચૂંટી શકશો નહીં. તમે કારમાં જઇ રહ્યા છો, તો ચૂંટવું થોડું જોખમી થશે. જો તમે ચૂંટશો, તો એ ફક્ત તમારા હાથ કાપી શકે છે. જો તમે કંઈક બીજું કરી રહ્યા છો, જો તમે વિમાન ઉડાડતા હોવ, તો તમે આવી વસ્તુઓની કલ્પના પણ કરી શકતા નથી. તમે તમારો હાથ બહાર કાઢશો જ નહીં.

તમે જીવનના મૂળ સ્ત્રોતને જાણવા માગો છો, જો આવી ઝંખના આવે છે, તો તમારે થોડો વધુ ગંભીર પ્રયાસ કરવો પડશે. સમ્યમા બસ એજ છે.

તેથી લોકો તેમની ઇચ્છા મુજબ પ્રવાસની પસંદગી કરે છે. લોકોએ તેમની ઇચ્છા અનુસાર મુસાફરીની રીત પસંદ કરવી જોઈએ કે તેઓ તેમના લક્ષ્યસ્થાન પર પહોંચવા માટે કેટલી ઝંખના કરે છે અથવા તેઓ મુસાફરીનો કેટલો આનંદ લે છે અને મંજિલની કાળજી લેતા નથી. એવું નથી કે તેઓને ફરક નથી પડતો - કોઈ એમ કહી શકે નહીં કે તેઓને ફરક નથી પડતો. જ્યારે તેઓ અહીં બેસે છે, તેઓને ફરક નથી પડતો કારણ કે તે આરામદાયક છે. પરંતુ જ્યારે સમય પસાર થશે ત્યારે તેઓ કાળજી લેશે. દરેક વ્યક્તિ મંજિલ સુધી પહોંચવા ઈચ્છે છે. પ્રશ્ન ફક્ત એ છે કે તમે કેટલી લાંબી પ્રતીક્ષા માટે તૈયાર છો?

સમ્યમાં એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા છે, જ્યાં અમે તમને ઝડપી આગળ વધારી રહ્યા છીએ, પરંતુ એક અત્યંત સલામત વાતાવરણમાં. જો તમે રક્ષણાત્મક વાતાવરણ વિના જાતે જ તે કરવાનો પ્રયાસ કરો છો, તો તે ખતરનાક બની શકે છે. લોકો પોતાના મગજને ઉડાવી શકે છે, જો તે સુરક્ષિત વાતાવરણમાં ન થાય તો. આપણે આવા કડક ફિલ્ટર્સ લગાડવાનું કારણ એ છે કે જે થઈ રહ્યું છે એના પ્રત્યે અમને યોગ્ય શિસ્ત અને લોકોનું કેન્દ્રિત ધ્યાન જોઈએ છે. નહિંતર, જો તમે બસની મુસાફરી કરો અને જો તમે આમલીના ઝાડને પકડો, કાં તો બસ રોકવી જોઈએ અથવા તમારે તમારો હાથ ત્યાં છોડી દેવો પડશે. આમાંની એક વસ્તુ તો થશે જ. અન્યથા તમારા હાથને બહાર કાઢવો ન જોઈએ. તમે ફક્ત વિશ્વને પસાર થતાં જોશો. જો તમે ચાલતા હોવ તો તે એના જેવું નથી, પરંતુ તે ઘણો સમય લે છે. કોઈમ્બતુર પહોંચવા માટે પણ ઘણો સમય લાગશે.

સમ્યમાં, એ પરિમાણ છે, કે જ્યાં અપારદર્શક છે અમે તેને પારદર્શક બનાવવા માંગીએ છીએ.

તેથી સમ્યમા ન તો ખતરનાક છે અને ન તો તે એવું કંઈક છે જેની માટે કોઈ તૈયાર છે અથવા તૈયાર નથી. દરેક જણ તેના તરફ લક્ષી છે, પરંતુ પ્રારંભિક પગલા વિના ચોક્કસપણે તેમને મુશ્કેલ લાગશે; આવશ્યક ઝંખના વિના તમને મુશ્કેલ લાગશે. તેથી હું કહીશ કે જો તમે ફક્ત સારા જીવન માટે વિચારી રહ્યા છો - સારા જીવનનો અર્થ શાંતિપૂર્ણ, આનંદિત, પ્રેમાળ જીવન છે - તો પછી ઈનર એન્જીનીઅરીંગ અને ભાવ સ્પંદન તમારા માટે પૂરતા છે. પરંતુ તમે જીવનના મૂળ સ્રોતને જાણવા માંગો છો, જો આવી ઝંખના આવે છે, તો તમારે થોડો વધુ ગંભીર પ્રયાસ કરવો પડશે. સમ્યમા બસ આ જ છે. એટલે કે, તમે ધીમે ધીમે પોતાને એક બાજુ રાખવાનું શીખો છો, જે તમે ત્યારે જ કરશો જ્યારે તમને સમજાશે કે આ સૃષ્ટિમાં ફક્ત તમે જ અવરોધ છો. તે જ સમયે, જો તમે ઇચ્છો, તો તમે એક પ્રવેશદ્વાર બની શકો છો. આ એક દરવાજા જેવું છે. જો દરવાજો બંધ હોય, તો તે અવરોધ છે. જો તે ખુલશે તો તે એક પ્રવેશદ્વાર છે, છે કે નહીં? તેથી તમે તે જ છો. તમે અપારદર્શક બની અને એક અવરોધ બની શકો છો. દરવાજો બંધનો અર્થ છે, રૂપકરૂપે પણ જો હું કહું છું કે તમારા માટે દરવાજા બંધ છે, તો તેનો અર્થ એ કે તમે જઈ શકતા નથી. જો ત્યાં દરવાજો હોય, તો તેને ખોલવાની કોઈ રીત હોવી જોઈએ, છે કે નહીં? તે હમણાં બંધ થઈ શકે છે, પરંતુ જો ત્યાં દરવાજો હોય, તો સંભાવના છે. જો તે પત્થરો હોત, તો તે અલગ વાત હોત. હવે તે એક દરવાજો છે. કોઈકે તે બધુ ઠીક કરી દીધું છે, પરંતુ જો તમે ઇચ્છો તો, તમે તેને ખોલી શકો છો.

તેથી સમ્યમાં એ પાંસુ છે, કે જ્યાં અપારદર્શક છે ત્યાં અમે તેને પારદર્શક બનાવવા માંગીએ છીએ. જો તે શક્ય ના હોય તો ઓછામાં ઓછું તેને અર્ધપારદર્શક બનાવીશું, જેથી જો તમે તેમાથી પસાર ના થાઓ, તો પણ ઓછામાં ઓછું તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જીવનના બીજા પાંસાઓ પણ છે. એકવાર તમે જોઈ લીધું પછી, તમે તમારી જાતને મૂર્ખ બનાવી શકતા નથી. તમે જાણો છો કે તમારે ત્યાં જવું છે.