મહાભારત કથાના કાર્યક્રમમાં એક સહભાગીએ સદ્ગુરને ક્ષમાશીલતા વિષે પ્રશ્ન પૂછ્યો, જેમાં મહાભારત મહાકાવ્યના એ પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં એક પછી એક પાંડવો જંગલનું ઝેરી પાણી પીધા પછી મૃત્યુ પામે છે અને યક્ષ યુધિષ્ઠિરને તેનું જીવન બચાવવા અને તેના ભાઈઓને પુનર્જીવિત કરવા પ્રશ્નોની હારમાળા સાથે સાચા ઉત્તર આપવાનો પડકાર ફેંકે છે. કોઈ નૈતિકતા કે ફિલસૂફીનો કાંચળી ઉતારીને સદ્ગુરુ ક્ષમાને આવશ્યક શરતો સાથે સમજાવે છે.