તમારું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય તમારા પર લખાયેલું છે

સદગુરુ: કર્મને જોવાની એક રીત એ છે કે તમારા શરીર, મન, ભાવનાઓ કે ઉર્જાઓ સાથે જે કાંઈ થયું છે તેની શેષ યાદો છે. એ વિવિધ પરિસ્થિતિઓની વધેલી યાદો છે. તમારામાંનો જ એ મોટો ભાગ છે, જે તમે એક વ્યક્તિ તરીકે જીવ્યા છો એના કરતા પણ ઘણું વધારે એ જીવ્યો છે. તમારે પુનર્જન્મના દ્રષ્ટિમાં આ નથી લેવાનું. આધુનિક પરિભાષામાં જેને 'જીનેટિક્સ' કહેવામાં આવે છે ત્યારે તમારા માતાપિતા તમારામાં જ જીવે છે એ વાતને નકારી શકાય નહિ. જયારે તેઓ ૪૦-૪૫ની વયના થાય ત્યારે તેઓ મોટેભાગે તેમના માતાપિતાની જેમ જ વર્તન કરવા લાગે છે. સિવાય કે જાગૃત રીતે તેમને તેમના માટે તદ્દન જુદો જ માર્ગ પસંદ કર્યો હોય. તમારા માતાપિતા એક રીતે જીવી ગયા પણ તમારે પણ શું કરવા એ જ વસ્તુ જોઈએ છે?

તમે શું કર્યું અને શું નથી કર્યું એ જ માત્ર કર્મ નથી. એ શેષ રહેલી યાદો છે. કર્મ સીધા રચનાની શરૂઆત સુધી જાય છે. જો તમે એને પૂરેપૂરી જાગૃકતા સાથે તમારા શરીરથી કાપી નાખો, જો તમે એટલા જાગૃત હશો તો તમે રચનાની શરૂઆત પણ જોઈ શકશો. માણસના તંત્રમાં અત્યાર સુધી જે પણ કાંઈ થયું હશે તેને આપણે અનુભવ ઉપરથી જાણી શકીયે છીએ.

આજે વિજ્ઞાન એ સ્તર સુધી પહોંચી ગયું છે કે જયારે તમે જૂનું સેકવિયા (વિશ્વનું સૌથી મોટું ઝાડ) નામનું ખૂબ ઉમર ધરાવતું ઝાડ કાપો છો ત્યારે વૈજ્ઞાનિકો કહી શકે છે કે પાછલા ૩૦૦૦ વર્ષોમાં શું થયું હતું- કેટલો વરસાદ પડેલો, તાપમાન શું હતું, આગ લાગી હતી કે નહીં, આપત્તિઓ બધું જ. આ કોઈ તમારો હાથ જોઈને તમારો ભૂતકાળ અને ભવિષ્ય કહી રહ્યું હોય એવું છે. આ ઘણીબધી રીતે થઇ શકે છે.

હું ખરેખર તમારો હાથ જોઈને કહી શકું છું કે તમારી સાથે ભૂતકાળમાં શું શું થયું છે અને ભવિષ્યમાં શું શું થઇ શકવાની શક્યતા છે. એ તમારા હાથ ઉપર કઈ રીતે દેખાય છે? એ માત્ર તમારા હાથ ઉપર નહિ તમારા આખા શરીર ઉપર દેખાય છે. હું તમારા શરીરના કોઈ પણ ભાગને જોઈને, ખાસ કરીને એ ભાગો જે બીજા ભાગો કરતા વધારે સૂચક છે તેમને જોઈને હું લગભગ બધું જ કહી શકું છું. હું મજાક નથી કરી રહ્યો. હું જયારે કોઈ અગત્યના સ્થળ ઉપર જાઉં ત્યારે હું કોઈ ક્ષણિક ગાઈડને કે બીજા કોઈને તેના ઇતિહાસ વિષે નથી પૂછતો, હું માત્ર એવા પથ્થર પાસે જાઉં છું જે લાંબા સમયથી છેડાયો ન હોય, તેની પાસે જઈને બેસું છું અને મને આખી જગ્યા વિષે ખબર પડી જાય છે. કારણકે એ પથ્થર પાસે પણ તેની આસપાસ જે કાંઈ થયું હોય છે એની યાદો હોય છે.

આ ગ્રહ ઉપર અલગ અલગ વસ્તુઓ અલગ અલગ પ્રકારના તરંગો નાખે છે, અને આ તરંગો ગ્રહની સ્થિતિ પ્રમાણે બદલાય છે. આ બધી જ વસ્તુઓ માપવામાં આવી છે. પણ તે બધી વાસ્તવમાં છે તેટલી સુસંગત રીતે માપવામાં નથી આવી. દરેક પથ્થર, દરેક કાંકરો કઈંક કહે છે. આધુનિક વિજ્ઞાન પણ એ બાબતે સ્પષ્ટ છે. શું તમને આ ગ્રહણ કરવા માટે પૂરતું અનુકૂળ છે? અથવા તે લોકો શું કહે છે એ અનુભવવા માટે સંવેદનશીલ છો? એ સવાલ છે. જો તમારે એ જાણવું હોય કે કોઈ શું બોલી રહ્યું છે તો તમારે તેની ભાષા જાણવી પડે. તમારે તેની ભાષા પ્રત્યે પૂરતા સંવેદનશીલ રહેવું પડે નહીંતર તમને સમજ ના પડે. તે બધા ઘણું બધું કહી રહ્યા છે - સાંભળનારું કોણ છે?

તમારું શરીર એક નાનકડું બ્રહ્માંડ છે.

જો તમે તમારા આસપાસના જીવન પ્રત્યે જાગૃત હો તો તે શું કહે છે તેનો અનુભવ તમે કરી શકો છો. તમે જેણે 'હું' કહો છો તેના પ્રત્યે પણ જો જાગૃત હો તો તમને જણાશે કે રચનાની શરૂઆતથી અત્યાર સુધીનું એમાં બધું જ છે. કારણ કે તે પોતે જ એક નાનકડા બ્રહ્માંડ જેવું છે. તેથી જ તેને નાનું બ્રહ્માંડ કહે છે. મોટું બ્રહ્માંડ એનું જ એક વિસ્તૃત સ્વરૂપ છે. આ બ્રહ્માંડમાં જે થઇ રહ્યું છે તે ઘણી જ સૂક્ષ્મ રીતે અહીં થઇ ચૂક્યું છે. અને હજી પણ થાય છે.

હું 'તે હજી પણ થાય છે.' એમ કહી રહ્યો છું કારણ કે સૃષ્ટિની રચના થઇ અને તે રચના ૬ થી ૭ દિવસમાં થઇ એ ઘણો જ બાલિશ વિચાર છે. કારણે રાચના એ નથી કે જે થઇ હોય, એ થઇ રહી છે. સમયનો ખ્યાલ પણ એક બાલિશ વિચાર છે. 'દસ લાખ વર્ષ અગાઉ' એવી કોઈ વસ્તુ નથી. જે આ અસ્તિત્વને નજીકથી જુવે છે તે દરેક માટે બધું અહીં જ છે અને અત્યારે જ છે. તો પેલું 'અહીં' ક્યાં છે? એ તમે અત્યારે જ્યાં બેઠા છો ત્યાં છે? ના, એ તમારી ભીતર છે. કારણ કે એ જ એક માત્ર એવી જગ્યા છે કે જેનો તમે અનુભવ કરી શકો છો. હું ઈચ્છું છું કે તમે જાણતા થાઓ કે આ શરીર જ એક માત્ર એવી જગ્યા છે જે જેણે મને અને તમને આ અસ્તિત્વમાં ટકાવી રાખ્યા છે. એના સિવાય બીજી કોઈ વસ્તુએ તમને ટકાવી નથી રાખ્યા. બધી વસ્તુઓને તે જેવી છે તેવી નહિ કે જેવી તમને દેખાડવામાં આવી છે તેવી જોવા માટે ઘણું કાર્ય કરવું પડે છે.

તો 'કર્મ' એક સીધો સાદો શબ્દ નથી. જયારે આપણે કહીએ છીએ કે 'એ તારા કર્મ છે.' ત્યારે એનો અર્થ એ એ 'બિગ બેંગ(સૃષ્ટિ રચનાની શરૂઆત)' પણ તમારું કર્મ છે. સૃષ્ટિની શરૂઆત પણ તમારું કર્મ છે કારણ કે તે તમારામાં જ રહેલું છે. તેની અંદર જે કાંઈ થયું તેને આપણે જાગૃકતા તરીકે ઓળખીએ છીએ અને એ તમારે માટે કોઈ નવી વસ્તુ નથી. એ તમે જે છો તેનો જ પાયો છે. અર્થાત સૃષ્ટિની શરૂઆત પણ તમે જ છો.

સંપાદકની નોંધ:આ લેખનું સંસ્કરણ પહેલી વાર જાન્યુઆરી, 2011 માં ફોરેસ્ટ ફ્લાવર મેગેઝિનમાં પ્રકાશિત થયું હતું.