શું ઊંઘવું અને સાથે સાથે સભાન, સંપૂર્ણપણે જાગૃત રહેવું શક્ય છે? સદગુરુ શૂન્ય તથા સુષુપ્તિ જેવા અનુભવ મેળવવા માટે શું કરવું જોઈએ, તે વિષે અહી જણાવે છે.

પ્રશ્નકર્તા: નમસ્કારમ સદગુરુ, ઊંઘના સમયે આપણે સામાન્ય રીતે અચેતન થઇ જતા હોઈએ છીએ. આ દરમ્યાન આપણે જાગૃત રહી શકીએ એવી કોઈ રીત છે?

સદગુરુ ઊંઘ વિષે સમજાવે છે

સદગુરુ: જયારે તમે ઊંઘી જાઓ, ત્યારે માત્ર ઊંઘો જ. બીજું કંઈ કરવાનો પ્રયાસ કરશો નહી. એક સુંદર વાર્તા છે. ઘણાં વર્ષો શુધી સપ્તઋષિ, આદીયોગીની સાથે રહ્યા, સાધના કરી, શીખ્યા અને તેમની સાથે સંપૂર્ણ રીતે જોડાયા. આ સાંઠગાંઠ એટલી ગહન હતી કે તેઓ જાણે આદિયોગી સિવાયના બીજા કોઈ જીવનને જાણતા જ ન હતા. પરંતુ એક દિવસ તેમણે કહ્યું, “હવે જવાનો સમય આવી ગયો છે. તમારે આ જ્ઞાન વિશ્વમાં લઇ જવું જોઈએ.” તેમણે તેમને દૂર જગ્યાઓ તરફ જવા કહ્યું. એક ને મધ્ય એશિયા, એક ને ઉત્તર આફ્રિકા, એક દક્ષીણ અમેરિકા, એક દક્ષિણપૂર્વ એશિયા, એક દક્ષીણ ભારત અને અને એક જે આજે હિમાલયનો ભારતીય ભાગ છે. ફક્ત એકજ ઋષિ તેમની સાથે રહ્યા.

ફક્ત જો તમે શરીર સાથે ઓળખાણ નથી રાખતા , ત્યારે જ સભાનપણે ઊંઘવું શક્ય બને છે.

જો ૧૫૦૦૦ વર્ષ પહેલા તમે કોઈને દક્ષીણ અમેરિકા જવા કહેશો, તો જાણે તેને બીજા ગ્રહ પર જવા કહ્યું હોય તેમ કહી શકાય. સપ્તઋષિઓએ કહ્યું, “અમે જાણતા નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, ત્યાં કયા પ્રકારના લોકો હશે, તેઓ અમને કેવી રીતે આવકારશે, અને શું તેઓ આના માટે તૈયાર હશે? જો અમે મુશ્કેલીમાં હોઈશું, કે પછી જો તમારી ઈચ્છા પ્રમાણે આને પ્રસારી ના શકયે, તો શું તમે અમારી સાથે રેહશો? આદિયોગીએ તેમની તરફ અવિશ્વાનીયતાથી જોયું અને કહ્યું, “જો તમે મુશ્કેલીમાં હશો, જો તમારૂ જીવન અથવા કામ મુશ્કેલીમાં હશે, તો હું સુઈ જઈશ.” તેઓ સમજી ગયા. પણ જો હું તમને એમ કહું તો તમે ખુબ અપમાનિત તથા અસુરક્ષિત અનુભવશો. “ હું અહી તમને મારી મુશ્કેલીઓ વિષે કહું છું, અને તમે ઊંઘવાની વાત કરો છો!”

સભાન ઊંઘ

જયારે તમે શરીર સાથે જોડાયેલા ના રહો, ત્યારે જ સભાનપણે ઊંઘવું શક્ય બને છે. જો તમારી ઓળખાણ શરીર સાથે ખતમ થઇ ગઈ હોય, તોજ તમે સભાનપણે સુઈ શકશો. જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણે સભાન હોઈએ છીએ, પરંતુ આપણી શક્તિયો ઘણી બધી બાબતોમાં શામેલ અને વ્યસ્ત રહે છે જેમકે બેસવું, બોલવું, બીજું કોઈ કામ અથવા બીજું કાંઈપણ કરવામાં. પરંતુ જો હું સભાનપણે સૂઈશ, તો મારી શક્તિઓ સંપૂર્ણ રીતે એકત્રીત થઈ જશે, અને હું હજી પણ સભાન છું - એનો અર્થ એ કે હું મારા ઉચ્ચ પ્રદર્શન સ્તરે છું. તેથી જ્યારે શિવ કહે છે, "જો તમે મુશ્કેલીમાં હસો, તો હું સૂઈ જઈશ," તેનો અર્થ એ છે કે, "હું તમારા માટે સૌથી શ્રેષ્ઠ કાર્ય કરીશ," કારણ કે ત્યારે તે તેમની શ્રેષ્ઠ કામગીરી કરશે.

શૂન્ય ધ્યાન

તમારા માંથી જેઓએ શુન્ય ધ્યાનની દીક્ષા લીધી છે તેઓએ ક્યારેક થોડીક ક્ષણો એવી અનુભવી હશે જેને યોગમાં સુષુપ્તિ કહેવામાં આવે છે - તેનો અર્થ છે કે નિદ્રાધીન હોવું, પણ સંપૂર્ણપણે સજાગ રેહવું. જે દિવસે સુષુપ્તિની આ સ્થિતિ ફક્ત બેથી ત્રણ સેકંડ પણ રેહશે, તો તમે રાત્રે સૂઈ નહીં શકો. તમે તેજસ્વી અને સજાગ રહેશો.

જો તમે શરીર સાથે પૂરતા સંકળાયેલ નથી, તો જ સભાનપણે ઊંઘવું શક્ય બનશે. એક દિવસની વાત છે, એક કાચબાનું બચ્ચું ખુબજ ધીમે ધીમે, પ્રયત્નપૂર્વક અને ધ્યાનથી 24 કલાકનો સમય લેતાં, એક ઝાડ ઉપર ચડ્યો, ડાળમાંથી કૂદી ગયો, અને સપાટ પડી ગયો. વળી પાછું ધીમે ધીમે, બીજા ૨૪ કલાક લેતા તે પાછું ઝાડ પર ચડીને તેની ડાળીએ કુદયુ અને ફરી પટકાયુ. આમ વારંવાર થવા લાગ્યું. આખરે સામા ઝાડ પર બેઠેલા બેમાંથી એક પક્ષીએ બીજાને કહ્યું, “મને લાગે છે કે હવે સમય આવી ગયો છે જયારે આપણે તેને જણાવી દેવું જોઈએ કે તેને દત્તક લેવામાં આવ્યો છે”. એટલે મને પણ થયું કે સમય આવી ગયો છે તમને જણાવાનો કે સભાનપણે સુવાની જરૂર છે અને એ તરફ ખુબજ પ્રયત્નો કરવાની જરૂર છે કે જે પૂરતા નહીં નીવડે. છતાં સૌથી અગત્યની બાબત એ છે કે તમે તમારી જાતને તમારી શારીરિક પ્રકૃતિથી દુર રાખો.

સંપાદક નોંધ : સદગુરુ ઇનસાઇટ ની વધુ માહિતી “Of Mystics and Mistakes”, ઈ-બુક માં મેણવો, જે ઈશા ડાઉનલોડ પર ઉપલ્ભધ છે.

A version of this article was originally published in Isha Forest Flower.