નવી દિલ્હીની લેડી ઇરવિન કોલેજના એક નવા અધ્યયનમાં ઈશાના ૐકાર ધ્યાન અભ્યાસ કરનારા રમતવીરોના શરીરના હાઇડ્રેશન સ્તર વિશેની જાગરૂકતામાં વધારો જોવા મળ્યો છે. ૨૦૧૧ માં બે મહિનાના સમયગાળા દરમિયાન યોજાયેલ આ કાર્ય ડો. પ્રિતી રિશી લાલ દ્વારા ક્લિનિકલ અને રમતગમતના પોષણમાં ચાલી રહેલા સંશોધનનો એક ભાગ છે અને એ યુએસએના ઇલિનોઇસમાં ઓક્ટોબરમાં યોજાનારા અન્ન અભ્યાસ પરના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજૂ કરવામાં આવશે. આ અભ્યાસ, શ્રીમતી આંચલ અગ્રવાલના માસ્ટર થિસીસમાં પણ પ્રકાશિત થયો હતો, જેમાં તેની રમત "કમ એન્ડ પ્લે" સ્કીમના ભાગ રૂપે, ‘ભારતીય રમત-ગમત સત્તા’ સાથે તાલીમ લઈ રહેલ યુવાન પુરુષ હોકી ખેલાડીઓની પાણી પીવાની ટેવમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

ૐકાર શા માટે?

સુશ્રી અગ્રવાલ અને ડો. લાલને જાણવા મળ્યું કે રમત દરમિયાન રમતવીરોને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવા છતાં, મોટાભાગના ખેલાડીઓ રમત દરમિયાન ડિહાઇડ્રેશનથી પીડાય છે, જેના કારણે કામગીરી અને શારીરિક ક્ષમતાઓમાં ઘટાડો થયો છે, તેમજ લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ પણ નોંધાય છે.

ડો. લાલ કહે છે, “ખેલાડીઓ શરીરની પાણીની જરૂરિયાતો વિશે પહેલેથી જ શિક્ષિત કરવામાં આવ્યા હતા. ડેમો દ્વારા તેમને માહિતી તેમજ પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. હકીકતમાં, જ્યારે અમે તેમના શરીરના હાઇડ્રેશનના જ્ઞાન વિશે મૂળભૂત પરીક્ષણ લીધું હતું, ત્યારે મોટાભાગનાએ 100% માર્કસ મેળવ્યા હતા. તેઓ જાણતા હતા કે તેઓએ શું કરવું જોઈએ, પરંતુ તેઓ તે કરી રહ્યાં ન હતા. જ્ઞાન અને વર્તનમાં વાસ્તવિક પરિવર્તન વચ્ચે કંઈક જોડાણ જરૂરી હતું. શરીરની તરસના સ્તરની સભાન જાગૃતિની જરૂર હતી.

શું ૐકાર જવાબ હતો?

સંશોધન દ્વારા પહેલેથી જ ૐ ધ્યાનના શારીરિક અને માનસિક લાભોને શોધી કઢાયા છે. શ્રીમતી અગ્રવાલ અને ડો. લાલ કહે છે કે અન્યત્રની તુલનામાં ઈશામાં ૐકાર મેડિટેશન જે રીતે કરવામાં આવે છે તે વચ્ચે તફાવત છે. “જ્યારે તાજેતરના ભારતીય અધ્યયનમાં ૐને એકપદી શબ્દ તરીકે વર્ણવેલ,. . . ઇશા ફાઉન્ડેશન તેને ત્રણ અક્ષરવાળા શબ્દ તરીકે પ્રદાન કરે છે,” એમ કુ. અગરવાલ કહે છે. શાંભવી મહામુદ્રાના સકારાત્મક પ્રભાવો પર હાથ ધરાયેલા અધ્યયનનો સંદર્ભ આપતાં તેઓ આગળ કહે છે, “મગજની કામગીરીમાં સુધારો કરવા માટે તાજેતરમાં ૐ ધરાવતી યોગિક પ્રથા નોંધવામાં આવી છે.” સંશોધનકર્તાઓએ ‘તેમના શરીરના હાઇડ્રેશન અધ્યયનમાં જ્ઞાન અને વર્તન વચ્ચેના અંતરને દૂર કરવા’, માટે સાધન તરીકે ૐકાર ધ્યાનની પસંદગી કરવાનું આ એક કારણ છે.

પ્રાયોગિક અધ્યયન દરમિયાન, 30 ખેલાડીઓને બે જૂથોમાં રેન્ડમ વિભાજિત કરવામાં આવ્યા હતા: એક નિયંત્રણ જૂથ - જેણે પહેલાથી જ પૂરતા પ્રમાણમાં પાણીના વપરાશ અંગેનું શિક્ષણ મોડ્યુલ મેળવ્યું હતું - અને એક પ્રાયોગિક જૂથ - જેણે શિક્ષણ મોડ્યુલ મેળવ્યું હતું, અને ૐકાર ધ્યાનના ટૂંકા સત્ર, 21 દિવસ માટે દરરોજ 21 મિનિટ પ્રેક્ટિસ કરી હતી. 21-દિવસીય અવધિના અંતે, પરીક્ષણો દર્શાવે છે કે રમત પછી, ૐકારની પ્રેક્ટિસ કરનારા ખેલાડીઓના નિયંત્રણ જૂથની તુલનામાં નોંધપાત્ર આરોગ્યપ્રદ પાણીનું સ્તર છે. આ હૃદયના ધબકારા અને શારીરિક ચપળતાને માપવાના પરીક્ષણોમાં પણ વધુ સારા પ્રદર્શનમાં પરિવર્તિત કરે છે. ખેલાડીઓએ સુખી, શાંત અને વધુ કેન્દ્રિત હોવાની લાગણી પણ નોંધાવી.

“ઘણા સહભાગીઓ મારી પાસે આવ્યા હતા અને શેર કર્યું હતું કે રમતની કામગીરી સિવાય તેઓ અન્ય ફાયદાઓ પણ અનુભવી રહ્યા હતા. સહભાગીઓમાંના એકે મને કહ્યું કે તે ઘરે દરેક સાથે સારી રીતે મળી રહ્યો છે. તેઓ આ અભ્યાસ દરમિયાન ખૂબ પરિપક્વ થયા હોવાનું લાગે છે. આ અધ્યયનથી શક્યતાઓનો સંપૂર્ણ રસ્તો ખૂલી ગયો છે”. ડો. લાલ કહે છે કે, “ઇશાએ આપેલા ધ્યાનના ફાયદાઓ વિશે વધુ જાણવા માટે અમે હજી બે વધુ અભ્યાસની યોજના બનાવી છે.”.

સંપાદકની નોંધ: ઇશા હઠ યોગ શાળાના 21-અઠવાડિયાના હઠ યોગ શિક્ષક તાલીમ કાર્યક્રમમાં સદગુરુના પ્રવચનનો અવતાર. આ કાર્યક્રમ યોગિક પધ્ધતિ અને હઠયોગને શીખવવા માટેની નિપુણતાની ગહન સમજ મેળવવા માટે અજોડ તક આપે છે. આગામી 21-અઠવાડિયાનું સત્ર 16 જુલાઈથી 11 ડિસેમ્બર, 2019 ના રોજ શરૂ થયું. વધુ માહિતી માટે,www.ishahathayoga.com or mail info@ishahatayoga.com