સદગુરુ બતાવી રહ્યા છે કે  આપણી ભારતીય પરંપરામાં શા માટે માથાનો ભાગ ઉત્તર દિશા તરફ રાખીને ઊંઘવામાં નથી આવતું. આ ઉપરાંત આપણે અન્ય બાબતો વિશે જાણીશું. જેમાં સારી ઊંઘ અને આરામમાં કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.

હિન્દી માં વાંચો : किस दिशा में सिर रखकर सोना चाहिए?
తల ఎటువైపు పెట్టి నిద్రించకూడదు..?

સદગુરુ: આપણી ભારતી પરંપરા મુજબ, આપણને કહેવામાં આવ્યું છે કે, ઊંઘતી વખતે માથું ઉત્તર દિશા તરફ ન મૂકવું, પણ શા માટે?

આપણી શરીર રચના કેવી છે. 

આપણાં શરીરમાં હૃદય, શરીર મધ્યથી થોડું ઉપર છે. તે શરીરની ડાબી બાજુ સહેજ ઊંચું આવેલું છે, કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ઉપરથી કોઈપણ પ્રવાહી (લોહી)નું પંપીંગ કરતા, નીચેના ભાગથી પંપીંગ કરવું વધારે મુશ્કેલ છે. આપણા શરીરની નીચેની રક્તવાહિનીઓ કરતા ઉપરની રક્તવાહિનીઓની ગોઠવણી વધુ સારી અને જટીલ છે. જેમ જેમ તમે મગજ તરફ જાવ તો ત્યાં, લગભગ વાળ જેટલી પાતળી રક્તવાહીનીઓ હોય છે. જેમાં એક ટીપાંથી પણ વધારા લોઈ વહી શકતું નથી અને જો આ કોષીકાઓમાં વધારા લોહી વહે તો, બ્રેઈન હેમરેજ કે મગજને નુકસાન થવાની સંભાવના છે.

મોટાભાગના લોકોના મગજમાં હેમરેજ થયું હોય છે. જો કે આ કોઈ મોટું હેમરેજ નથી હતું. પણ તેનાથી નાના સરખી નુકસાની તો થાય જ છે. આ નુકસાની વાત કરીએ તો, થાક અને કંટાળો આવવો વગેરે અનુભવો વધારે થાય છે. પાંત્રીસ  વર્ષની ઉંમર પછી આપણે આ બાબતે વધુ કાળજી રાખવી જોઇએ. આ ઉંમર પછી તમે જે યાદ રાખો છો તે, તમારી યાદશક્તિના કારણે છે. આપણી બુદ્ધિના કારણે નહી.

જ્યારે તમે ઉત્તરમાં માથું મૂકશો તો શું થશે?

તમને કોઈપણ જાતની લોહી સંબંધિત સમસ્યા હોય તો, તેને એનિમિયા તરીકે ગણવી. આ મામલે ડોક્ટરો શું સૂચન કરશે? લોહતત્વ, આપણા લોહીનો એક મહત્વનો ઘટક છે. બીજી તરફ પૃથ્વીનુ ચુંબકીય ક્ષેત્ર વિષે આપે સાંભળ્યું હશે. પૃથ્વીનું ચુંબકીય તત્વ સતત બનતું રહેતું હોય છે. આ ચુંબકીય પરિબળો ખુબ જ શક્તિશાળી હોય છે.

માટે, જો તમે ઉત્તર દિશામાં માથુ મુકી 5 થી 6 કલાક સુઈ જાવ તો, પૃથ્વીનું ચુંબકીયતત્વ, તમારા મગજ પર ખુબ દબાણ કરશે.

જ્યારે આપણે સુવા માટે આડા થઈએ છીએ ત્યારે તરત જ આપણા પલ્સ રેટ ઘટી જાય છે.  જો આમ ન થાય તો મગજમાં લોહીનું પ્રેસર વધશે અને તેને નુકસાન થશે. હવે, તમે ઉત્તર દિશામાં માથું મૂકી 5 થી 6 કલાક સુઈ જાવ છો, તો પૃથ્વીનું ચુંબકીય તત્વ મગજ પર દબાણ કરશે. ચોક્કસ ઉંમરથી વધારે હશો તો, રુધિરાવાહિનીઓ નબળી પડશે. જેના કારણે હેમરેજ અને લકવાનો સ્ટ્રોક આવવાની શક્યતા પણ વધી જાય છે. જો તમે તંદુરસ્ત હોવ તો, આટલી હદનું નુકસાન નથી થતું. પણ મગજમાં આ રીતે પ્રેસર વધુ રહેતા ઉશ્કેરાઈ જવું, ગુસ્સો આવવો વગેરે સામાન્ય થાય છે. જો કે ડરવાની જરૂર નથી આ બઘુ એક દિવસની ઊંઘ નહીં થાય. પરંતુ જો સતત ઉત્તર દિશામાં સુવામાં આવે તો, મુશ્કેલીઓ વધી શકે છે. આ મુશ્કેલીઓની માત્રા તમારા સ્વાસ્થ્યને આધારે થઈ શકે છે.

તો,  સુવા માટે કઈ દિશા ઉત્તમ છે? કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ? જવાબ છે. પૂર્વ દિશા આ શ્રેષ્ઠ દિશા છે. ઉત્તર-પૂર્વ, પશ્ચિમ દિશા પણ યોગ્ય છે. અમુક ખાસ સંજોગામાં દક્ષિણ દિશા ચાલે, પણ ઉત્તર દિશા તો કોઈપણ સંજોગોમાં ન ચાલે. જ્યાં સુધી તમે ઉત્તરીય ગોળાર્ધમાં હોવ ત્યાં સુધી આ સુચન માન્ય રાખવું. ઉત્તર દિશા છોડી કોઇપણ દિશામાં માથું રાખીને સૂઈ શકાય છે. જો તમે દક્ષિણ ગોળાર્ધમાં હોવ તો, માથું દક્ષિણ દિશા તરફ રાખીને ન સુવુ.

પથારીની સાચી અને ખોટી બાજુ!

શારિરીક રચનામાં હૃદય અગત્યનો ભાગ છે. આ જ ભાગેથી આખા શરીરમાં લોહી પંપ થાય છે. લોહીનું પંપીંગ બરાબર નહીં થાય તો, બીજુ કશુંજ બરાબર નહી થાય. આ માટે યોગ્ય રીતે ઉઠવું જરૂરી છે.

આપણી સંસ્કૃતિ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ આપણે સાવારે ઉઠીએ ત્યારે જમણી બાજુએથી પથારી છોડવી. સવારના સમયે શરીર રીલેક્સ અને ચયાપચયની ક્રિયાઓ મંદ હોય છે. ઊઠ્યા બાદ અમુક પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે. આથી આપણે જમણી બાજુએથી ઊઠવું જોઈએ. કારણ કે આ સમયે ચયાપચય ક્રિયાઓ મંદ હોય છે. જો અચાનક ડાબા પડખેથી ઉઠો તો, કાર્ડિયાક સિસ્ટમ પર દબાણ આવશે.

તમારા શરીર અને મગજને સક્રિય કરો

પરંપરાગ રીતે આપણે હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે, વહેલી સવારે ઉઠો ત્યારે હથેળીઓ ઘસવી અને તે આંખો પર મૂકવી. આમ કરવાથી તમને ઈશ્વરના દર્શન થશે. પણ આ ધાર્મિક કે દર્શનની વાત નથી.

તમે વહેલી સવારે ઉઠો ત્યારે, તમારી હથેળીઓ ચોક્કસ ઘસવી અને તેને આંખો પર મુકવી

આપણા હાથમાં અને હાથેળીમાં સારા પ્રમાણમાં ચેતાઓ હોય છે. જ્યારે હથેળીઓ પરસ્પર ઘસવામાં આવે છે, ત્યારે શરીરની ચેતાઓ સક્રિય થાય છે અને શરીરની સિસ્ટમ તરત જ જાગ્રત થઈ જાય છે. જ્યારે તમે સવારમાં ઊઠો અને સુસ્તી કે ઊંઘનો અહેસાસ લાગે, ત્યારે આ પ્રકિયા ચોક્કસ કરો. તરત જ જાગ્રતતા અને તાજગીનો અહેસાસ થશે. તુરંત જ આંખો અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલ ચેતાઓમાં સંપૂર્ણ તાજગી આવી જશે. દિવસની શરૂઆત કરીએ તે પહેલા આપણું મન અને શરીર સક્રિય હોવું જરૂરી છે. આ વિચાર પાછળનો એક જ ઉદેશ્ય છે કે તમે સાવારે ઊઠો ત્યારે તાજગી અને સ્ફુતી સાથે ઊઠો.

સંપાદકિય નોંધ: ભારતીય સંસ્કૃતિની અદભૂત ઓળખ કરાવતા અન્ય વિષયો પર સદગુરુજી દ્વારા લખાયેલા લેખોના સંગ્રહની વધુ માહિતી મેળવો.

Indian Culture

Image credit: Sleeping by peasap