વિજય દેવરાકોંડા:- હેલો સદગુરુ. અમે બધા પૈસા કમાવા માટે ઘણી મહેનત કરીએ છીએ, એ વિચારીને કે પૈસાથી અમને ખુશી મળશે. ખુશી ની સૌથી વધારે માર્કેટિંગ થઇ છે. અમે વિચારએ છે કે દારુ પીવાથી ખુશી મળશે, કોઈ મહિલા સાથે રહીને અમને ખુશી મળશે. પરંતુ અમને ખુશી કેવી રીતે મળશે? અને ખુશ કેવી રીતે રહી શકયે છીએ? અમે એવા વળાંક પર છીએ જ્યાં અમે એ પણ નથી જાણતા કે ખુશી ક્યાં મળશે. તો ખુશી આખરે છે શું? એક ખુશ માણસ કેવો લાગે છે ,તે શું કરે છે? આ ન કહો કે ખુશી માટે અંદર જુવો, આ જવાબ મારા માટે કામ નથી કરતો, મને સાચું કહો.

સદગુરુ:- નમસ્કારમ વિજય. એક ખુશ માણસ કેવો દેખાય? હું તમને કેવો દેખાવું છું? અત્યારે આપણે ખુશી વિષે એવી રીતે વિચારી રહ્યા છીએ  જાણે કે એ  કોઈ વસ્તુ હોય, કે કોઈ જાતની ઉપલબ્ધિ હોય. ના. જ્યારે તમારૂ જીવન આરામ માં આવી જાય છે, જ્યારે તમે સહજ થઈ જાઓ છો, તો ખુશી એનું એક કુદરતી પરિણામ છે.

આરામમાં આવી જવાનો શું અર્થ છે? અને જોવાની ઘણી રીતો છે. ચાલો. કેમકે હું અંદર તરફ જોવા માટે નથી કહી શકતો, તમે પહેલા જ મારી પર શર્ત મૂકી દીધી છે.

બીજા શબ્દો માં, તમે એક ઘણા જટિલ રસાયણિક સૂપ છો. પ્રશ્ન ફક્ત એટલો છે કે તમે એક સારો સૂપ છો કે ખરાબ સૂપ? જો તમે એક સરસ સૂપ છો, તો તમારો સ્વાદ સારો છે. કોઈ બીજા માટે નહીં, પોતાના માટે.

તો શું આ સત્ય છે કે.આજે વિજ્ઞાન ની દ્રષ્ટિથી પણ આ સાબિત થઇ ગયું છે કે દરેક માનવીય અનુભવનો એક રસાયણિક આધાર હોય છે. તો તમે જેને શાંતિ કહો છો તે એક પ્રકારની કેમેસ્ટ્રી છે, ખુશી બીજા પ્રકારની કેમેસ્ટ્રી છે, આનંદ અલગ પ્રકારની કેમેસ્ટ્રી છે. દુખ એક અલગ પ્રકારની કેમેસ્ટ્રી છે, પીડા એક પ્રકારની કેમેસ્ટ્રી છે, પરમાનંદ બીજા પ્રકારની કેમેસ્ટ્રી છે,  દરેક માનવીય અનુભવનો એક રસાયણિક આધાર હોય છે.

અથવા બીજા શબ્દો માં, તમે એક ઘણા જટિલ રસાયણિક સૂપ છો. પ્રશ્ન ફક્ત એટલો છે કે તમે એક સારો સૂપ છો કે ખરાબ સૂપ? જો તમે એક સરસ સૂપ છો, તો તમારો સ્વાદ સારો છે. કોઈ બીજા માટે નહીં, પોતાના માટે. જ્યારે તમારો સ્વાદ તમારી માટે સારો છે, તો લોકો કહેશે કે તમે ખુશ છો. જો તમે ઘણા વધુ સુખદ થઈ જાઓ છો, તો લોકો કહેશે કે તમે આનંદિત છો. જો તમે તેનાથી પણ વધારે સુખદ થઈ જાઓ છો, તો લોકો કહેશે કે તમે પરમ આનંદ માં છો.

તો ઘણા લોકો માટે આ ઘણું સરળ અને સમજવા લાયક ભાષામાં. તમારી કેમેસ્ટ્રી ને બદલવાની જરૂર છે. આની એક આખી ટેક્નિક છે જેનાથી અમે તમારી ગમતી કેમેસ્ટ્રી બનાવી કરી શકીએ છીએ. જો હું તમને તમારી અંદર એક આનંદદાયક કેમેસ્ટ્રી ઉત્પન્ન કરતાં શીખવું, તો તમારી કેમેસ્ટ્રી પોતાના માં  આનંદદાયક હશે અને તમે પણ આનંદિત હશો. જ્યારે તમે આનંદિત હશો, તો તમે ખુશીની શોધ માં નહીં રહો. આ સૌથી મોટી ભૂલ છે કે આપણે ખુશી ની શોધમાં છીએ. તમારા જીવનએ આનંદની એક અભિવ્યક્તિ બનવું પડશે. જ્યારે તમારું જીવન તમારા અનુભવની એક અભિવ્યક્તિ હોય છે, તો તમે શું કરો છો, શું નથી કરતાં, એનાથી તમારા જીવનની ગુણવત્તા નક્કી નહીં થાય. તમે અંદર કેવા છો, એનાથી તમારા જીવનની ગુણવત્તા નક્કી થાય છે.

જો તમને લાગે છે કે તમે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ થી ખુશી નીચવી લેશો, તો તમે નિરાશ થઈ જશો કારણ કે જ્યાં સુધી તમારી અંદર પરમાનંદની કેમેસ્ટ્રી નહીં હોય, કોઈ વસ્તુનો કોઈ ફાયદો નહીં થાય.

માફ કરો, મે ફરી એકવાર અંદર શબ્દનો પ્રયોગ કર્યો પણ કેમેસ્ટ્રી અંદર નથી, એ અત્યારે પણ બહાર જ છે. પરંતુ જો તમે જાણો છો કે સારો સૂપ કેવી રીતે બનાવવો છે, તો આનંદિત થવું કોઈ સમસ્યા નહીં હોય. એ આનું એક સ્વાભાવિક પરિણામ હશે./અમે તમને એક ટેક્નિક શીખવાડી શકીએ છીએ, એક રીત શીખવી શકીએ છીએ, જેનાથી તમે તમારી અંદર સારી જાતનો સૂપ બનાવતા શીખી જશો. આને જ હું 'ઇનર એન્જીનિયરીંગ' કહું છું કે તમે તમારી કેમેસ્ટ્રી ને એવી રીતે બનાવો કે એ પોતાની પ્રકૃતિ થી જ આનંદિત હોય, કોઈ વસ્તુના કારણે નહીં. જો તમને લાગે છે કે તમે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ થી ખુશી નીચવી લેશો, તો તમે નિરાશ થઈ જશો કારણ કે જ્યાં સુધી તમારી અંદર પરમાનંદની કેમેસ્ટ્રી નહીં હોય, કોઈ વસ્તુનો કોઈ ફાયદો નહીં થાય.

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image