માત્ર એક વ્યક્તિ સાથે પ્રેમમાં શા માટે પડવું જ્યારે તમે આખા અસ્તિત્વ સાથે પ્રેમ સંબંધ રાખી શકો છો? ચાલો રોમાન્સ શું છે અને સાચા પ્રેમી બનવાનો અર્થ શું થાય તેના તરફ નજર નાંખીએ.

સદ્‍ગુરુ: કમનસીબે, લોકોએ રોમાંસને માત્ર યુવાન સ્ત્રી અને પુરુષ સુધી લાવીને મૂકી દીધો છે. ફક્ત પાડોશની છોકરી જ શા માટે? પાડોશની છોકરી તમારી આંખોમાં મોટી બની ગઈ છે કારણ કે તમારી બુદ્ધિમત્તાનું તમારા હોર્મોન્સ દ્વારા અપહરણ થઈ ગયું છે. જો તેમ ના હોત, તો આખું બ્રહ્માંડ અને અસ્તિત્વનો દરેક કણ સહભાગિતાને પાત્ર છે, શું એવું નથી? તે છે રોમાન્સ. તે ખૂબ ઊંડી સહભાગિતા છે.

રોમાન્સ શું છે- એક અંતર્દષ્ટિ

લોકોને સતત તેમની જાતિ તરીકે જોતાં રહેવાની આખી સમસ્યા એ કંઈક એવી છે જેણે આ દુનિયામાંથી જવું જ પડશે

આ વિશ્વમાં અત્યારે, આવું બની ગયું છે: જો તમે "સંબંધ" શબ્દ ઉચ્ચારો તો તે સ્ત્રી-પુરુષ વચ્ચે જ હોવો જોઈએ. તે હંમેશા કદાચ સ્ત્રી-પુરુષ ના હોય, છતાં જો તે બીજી કોઈ રીતે છે, તો પણ લોકો સ્ત્રી-પુરુષના જ ભાગ ભજવે છે. એટલે આવશ્યકપણે, જેને તમે આજકાલ સંબંધ કહો છો તે બસ બે શરીરની સહભાગિતા જ છે.

પણ બસ થોડા દશક પહેલા, જો તમે બોલ્યા હોવ, "મારે એક સંબંધ છે," તેનો અર્થ ઘણો વધારે થતો હતો. લોકોના પોતાના માતા, પિતા, બહેનો, ભાઈઓ, મિત્રો સાથે સંબંધો હતા પણ આજે આપણે આપણાં સામાજિક વાર્તાલાપ એ સ્તરે નીચા ઉતારી દીધો છે કે જો આપણે કહીએ “સંબંધ,” તો તે હોર્મોન વડે પોષાયેલો સંબંધ જ હોવો જોઈએ.

લોકોને સતત તેમની જાતિ તરીકે જોતાં રહેવાની આખી સમસ્યા એ કંઈક એવી છે જેણે આ દુનિયામાંથી જવું જ પડશે. માણસોને તમે તે જેવા છે બસ તેવા કેમ નથી જોઈ શકતા? આવું શા માટે છે કે તમારે કહેવું પડે "આ સ્ત્રી છે, આ પુરુષ?" તે ફક્ત એક પ્રકારના સંબંધ માટે જ આવશ્યક છે. તમારા જીવનની દરેક ક્ષણે લોકોને તેમના શારીરિક અંગો વડે સ્વીકારવાની અને ઓળખવાની કોઈ જરૂર નથી. જો તમારે શારીરિક અંગો વડે ઓળખવા જ હોય, ઓછામાં ઓછું મગજને પસંદ કરો, પ્રજનન અંગોને નહીં.

લાખો પ્રેમ સંબંધો

આજે લોકોને આવું બોલતા જોવા ખૂબ સામાન્ય છે, "પ્રેમ બ્રહ્માંડનું મૂળ છે." પ્રેમ એ બ્રહ્માંડનું મૂળ નથી. મારી વાત માનો, પ્રેમ એ બસ માનવીય લાગણી છે. તે બે માણસો એકબીજા માટે પૂરી કરી શકે તેવી એક માનવીય આવશ્યકતા છે. જેને તમે પ્રેમ કહો છો તે તમારી લાગણીની અમુક મધુરતા જ છે. કમનસીબે, મોટા ભાગના માણસો લાગણીની તે મધુરતા ફક્ત એક જ વ્યક્તિને આપવા સક્ષમ છે જે તેમને કંઈક શારીરિક સંતોષ પૂરો પાડે. નહિતર તેઓ ખૂલી શકતા નથી. હવે સમય આવી ગયો છે કે આપણે સમજીએ કે આપણે ભૌતિક શરીર જોડે કઈ લેવા દેવા વગર ખૂબ ગહન સંબંધો રાખી શકીએ છીએ.

મારે લાખો લોકો સાથે પ્રેમ સંબંધ છે જેમની સાથે હું ઊંડાણપૂર્વકની સહભાગિતાથી જોડાયેલો છું. હું નથી જાણતો કે તેઓ બદલામાં મને પ્રેમ કરે છે કે નહીં. હું નથી જાણતો કે તેઓ મને પસંદ કરે છે કે નહીં, પણ જે કોઈપણ જેને હું જોઈ શકું છું કે નથી જોઈ શકતો તેમની સાથે મારે એક અકલ્પ્ય પ્રેમ સંબંધ છે, કારણ કે મારા માટે, પ્રેમ એ તેમના વિષે નથી. પ્રેમ એ હું મારી અંદર કેવો છું તેના વિષે છે.