મહાલયા અમાવસ્યા અથવા પિતૃપક્ષનું શું મહત્ત્વ છે?
સદ્ગુરુ મહાલયા અમાવસ્યા અથવા પિતૃપક્ષનું મહત્ત્વ સમજાવે છે અને કહે છે કે, શા માટે આપણા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાની પરંપરા કઈ રીતે અર્થપૂર્ણ છે?
વૈજ્ઞાનિકો કહે છે કે, મનુષ્યો અને તેમના પૂર્વજોનું અસ્તિત્ત્વ આ પૃથ્વી પર ૨ કરોડ વર્ષોથી છે. આ ઘણો બધો સમય છે. આ બધી સેંકડો અને હજારો પેઢીઓ જે આપણા પહેલા આ ગ્રહ ઉપર રહી છે, તેમણે આપણને એક અથવા બીજી વસ્તુ આપી છે. આપણે જે ભાષા બોલીએ છીએ, આપણે જે રીતે બેસીએ છીએ, આપણો પોષાક, આપણા મકાનો – લગભગ દરેક વસ્તુ જે આપણને આજે ખબર છે તે આપણી આગળની પેઢીઓમાંથી આવી છે.
પિતૃપક્ષ: આગળની પેઢીઓનો વારસો
જ્યારે આ ધરતી ઉપર માત્ર પ્રાણીઓનું અસ્તિત્ત્વ હતું ત્યારે તે એ માત્ર અસ્તિત્ત્વ ટકાવી રાખવું, ભોજન કરવું, ઊંઘવું, પ્રજનન કરવું અને એક દિવસ મરી જવું, તેટલું જ હતું. પછી ધીમેરે ધીમેરે, આ પ્રાણીઓ, જેમને માત્ર અસ્તિત્ત્વ ટકાવી રાખવા વિષે જ ની જ જાણખબર હતી, તેઓ ઉત્ક્રાંતિ પામવા લાગ્યા. આડી પીઠ રાખવાની જગ્યાએ ઊભા રહેવા લાગ્યા; મગજ વિકસિત થવા લાગ્યું અનેને આ પ્રાણીઓની વસ્તુઓ કરવાની ક્ષમતાઓનો એકદમથી ગુણાકાર થવા લાગ્યો. માણસ હોવાની એક મહત્ત્વપૂર્ણ વસ્તુ આપણી સાધનો વાપરી શકવાની ક્ષમતા છે. સાધનો વાપરવાની આ સાદી ક્ષમતાને કારણે, આપણી ક્ષમતાઓનો ગુણાકાર થયો અથવા આપણે ટૅક્નોલૉજીઓ વિકસાવી શક્યા. જે દિવસે એક વાનરેરે પ્રાણી જાંઘનું હાડકું ઉપાડ્યું અને તેણે હાથેને બદલે હાડકાથી લડવાનું શરૂ કર્યું; જ્યારે, તેના પોતાના શરીર સિવાય, તેની પાસે પોતાનું જીવન બનાવવા માટે સાધનોનો ઉપયોગ કરવા માટે જરૂરી બુદ્ધિ હતી, ત્યારે એક રીતે તે પૃથ્વી પર માનવ જીવનની શરૂઆત હતી.
હવે, મનુષ્યોએ જીવનને માળખું આપવાનું શરૂ કર્યું છે જેથી, આપણે પ્રાણીઓ કરતાં થોડી વધુડાં સારી રીતે જીવી શકીએ. ઝૂંપડીઓ આવી, ઇમારતો આવી, કપડાંઓ આવ્યા – આ ગ્રહ ઉપર અનેક વસ્તુઓ મનુષ્યોને કારણે થઈ. સાદી વસ્તુઓ જેમકે આગ પેટાવવીવા તેમજ પૈંડાની શોધથી માંડીને બીજી અસંખ્ય વસ્તુઓનો, આ વારસો પેઢી દર પેઢી આપવામાં આવ્યો છે. આપણે આજે જે પણ છીએ તે આપણને જેટલી વસ્તુઓ આપવામાં આવી છે તેને કારણે જ છીએ. ઉદાહરણ તરીકે, માણસે ક્યારેય કપડાં નહોતાં પહેર્યાં અને ધારોકે તમે પહેલી વ્યક્તિ હોવ કે જેણે શર્ટ સીવ્યું હોય, તે સરળ નથી; શર્ટ કઈ રીતે સીવવું તે સમજવા માટે આટલા વર્ષો લાગ્યા છે.
પિતૃપક્ષ: કૃતજ્ઞતા વ્યક્ત કરવી
આપણી પાસે આજે જેટલી પણ વસ્તુઓ છે તેનાને પ્રત્યે આપણને કોઈ માન નથી. પણ, આપણી આગળ આવી ગઈ તે પેઢીઓ વિના, પહેલા તો આપણું અસ્તિત્ત્વ જ ન હોત; અને બીજું એ કે, તેમના યોગદાન વિના આજે આપણી પાસે જેટલી વસ્તુઓ છે તેટલી ન હોત. તે, તેમને વિના માન આપ્યે ચાલ્યા કરવા કરતાં, આજે એ દિવસ છે જ્યારે આપણે તેઓ સર્વે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ. આને એક વ્યક્તિના પિતૃઓની તર્પણ વિધિ તરીકે કરવામાં આવે છે પણ, હકીકતમાં આ એ બધી પેઢીઓ અને પૂર્વજો, જેઓ આપણા કરતા પહેલા જીવી ગયા તેમને માટે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે.
આ સમયે, ભારતીય ઉપમહાદ્વીપમાં નવા પાકોમાં ઉપજની શરૂઆત થઈ હશેોય છે. તેથી, પહેલી ઉપજ, એક પિંડની રૂપે પૂર્વજોને તેમના સન્માન અને આભાભરરૂપે અર્પણ કરવામાં આવે છે. આ જ્યારે આખું જનમાનસ નવરાત્રિ, દશેરા અને દિવાળીની ઉજવણી કરે એ પહેલાં કરવામાં આવે છે.