સદગુરુ: જે ક્ષણથી તમે ખરેખર જે છો તેના સિવાય બીજી કોઈ વસ્તુથી ઓળખાવા લાગશો, (ત્યારથી )મનની પ્રવૃત્તિ શરૂ થાય છે. તમે તેને રોકી શકતા નથી. તમે પ્રયત્ન કર્યો છે? તમે તમારી જાતને મનોરંજન પૂરું પાડો છો અને ફક્ત જીવન પસાર કરો છો. પોતાનું મનોરંજન ન કરો. ફક્ત 24 કલાક બેસો અને મનને રોકવા માટે ખૂબ જ પ્રયાસ કરો. તમે જોશો કે તે તમને ક્યાં લઈ જશે. ત્રણ દિવસમાં તમે ગાંડા થઈ જશો. આ એવું છે કે તમે ખરાબ ખોરાક ખાધો, અને હવે ગેસ થયો છે. જો તમે તેને પકડવાનો પ્રયત્ન કરો છો તો તે મદદ કરશે નહીં. તમારે ફક્ત ખરાબ ખોરાક લેવાનું બંધ કરવું જોઈએ.

તમારી પાસે ખોટી ઓળખ છે અને એકવાર ખોટી ઓળખાણ થઈ જાય, તો મનની પ્રવૃત્તિ નોન સ્ટોપ ચાલે જાય છે. તમે તેને અટકાવી શકતા નથી, તેનાથી કઈ ફરક નથી પડતો કે તમે શું કરો છો. તે એટલું જ છે કે જો તે કોઈ ચોક્કસ મર્યાદાની અંદર હોય, તો તમે વિચારો છો કે તે સામાન્ય છે. તે સામાન્ય નથી પણ તમે ગાંડપણને સામાજિક સ્તરે સ્વીકૃતિ આપી દીધી છે. દરેક જણ સરખા રસ્તે જ છે, તેથી તમે વિચારો છો કે તે ઠીક છે. પણ તમે તમારા મગજમાં એક પણ વિચાર કર્યા વિના અહીં એમજ બેસવાના આનંદ ને તમે જાણતા નથી. જો હું મારી જાતને ચાર-પાંચ દિવસ માટે બંધ કરું, તો તે ચાર-પાંચ દિવસ મને એક પણ વિચાર આવતો નથી. હું કાંઈ વાંચતો નથી ના તો બારીની બહાર પણ જોઉં છું. હું ખાલી એક પણ વિચાર કર્યા વગર બેસું છું.

ધારો કે તમે સોહામણા સૂર્યોદયને જોઈ રહ્યા છો, તો તમારા વિચાર થોડો સમય માટે અદૃશ્ય થઇ ગયા કારણ કે કંઈક ભવ્ય થઇ રહ્યું હતું. અથવા તો તમે કોઈ એવી વસ્તુ સાથે સંકળાય ગયા કે જેને તમે મહત્વપૂર્ણ માનતા હો, એટલે તે સમયે વિચાર થોડો સમય માટે અદૃશ્ય થઈ ગયા. તે તમારા જીવનની સૌથી સુંદર ક્ષણો રહી છે.

જીવનનો સ્રોત જે તમારી અંદર કાર્યરત છે તે વિચાર પ્રક્રિયા કરતા ઘણી મોટી ઘટના છે.

જો તમે કોઈ મોટી વસ્તુ સાથે સંપર્કમાં આવો છો, તો નાની વસ્તુઓ કુદરતી રીતે બાષ્પીભવન થાય છે. જીવનનો સ્રોત જે તમારી અંદર કાર્યરત છે તે વિચાર પ્રક્રિયા કરતા ઘણી મોટી ઘટના છે. કારણ કે તમે ક્યારેય તેના સંપર્કમાં ન આવ્યા, તેથી આ વિચાર આટલો મહત્વપૂર્ણ બની ગયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, જો તમારો વિચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો તેનો અર્થ એ છે કે ક્યાંક તમારી વિકૃત દ્રષ્ટિએ, સર્જકનું સર્જન મહત્વપૂર્ણ નથી. તમારી ખુદની રચના ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. તમે તમારી અંદરના સર્જક અથવા તેના સર્જન તરફ ધ્યાન આપતા નથી, પરંતુ તમે તમારી પોતાની રચનામાં જ વ્યસ્ત છો. શું આ સર્જક પ્રત્યેનો સૌથી ખરાબ સંસ્કાર નથી? એક ક્ષણ માટે પણ તમારું ધ્યાન તમારી અંદરના જીવનના સ્ત્રોત તરફ વળ્યું નથી. જો તમે ફક્ત હોવાના આનંદ ને જાણો છો તો તમે ખાલી અહીં બેસી શકો છો, ના કઈ વિચારવાનું કે કરવાનું, ફક્ત જીવન, તો જીવન ખૂબ જ અલગ હશે.

સર્જનના સ્ત્રોત સાથે સંપર્કમાં આવવું

જ્યારે બહારની દુનિયાની વાત આવે છે, ત્યારે જુદાજુદા લોકો જુદી જુદી રીતે સક્ષમ હોય છે. પરંતુ જ્યારે આંતરીકતાની વાત આવે છે, ત્યારે આપણે બધાં સરખા જ સક્ષમ છીએ. એવું બન્યું નથી કારણ કે તમે ક્યારેય ધ્યાન આપ્યું નથી, એટલે નહીં કે તે મુશ્કેલ અથવા અસ્વીકાર્ય છે અથવા તમે અયોગ્ય છો. દરેક મનુષ્ય આંતરિક પ્રકૃતિ માટે સમાન રીતે લાયક છે. બાહ્ય કાર્ય માટે, પછી ભલે તમે મકાન બનાવવા માંગતા હોવ કે ભોજન બનાવતા હોવ,કે કંઇક બીજું જ કરતા હોવ, આપણામાંના દરેક લોકો અલગ રીતે સક્ષમ છે. પરંતુ જ્યારે આંતરિક વાસ્તવિકતાની વાત આવે છે, ત્યારે આપણે બધાં સરખા જ સક્ષમ છીએ. તે એકની સાથે બન્યું અને બીજા સાથે નથી બન્યું, તેનું સરણ કારણ એ છે કે એકે ધ્યાન નથી આપ્યું , બસ એટલું જ .

તમારી અંદર જે છે,તેના માટે તમારા સિવાય તમને કોઈ ના કહી શકે નહીં.

લોકો આ નિષ્કર્ષ પર આવ્યા છે કે આધ્યાત્મિક પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેઓ ખોટી બાબતો કરતા રહે છે. બહારની દુનિયા સાથે, તમે સમજી ગયા છો કે જ્યાં સુધી તમે સાચી વસ્તુ નહીં કરો ત્યાં સુધી તે કામ કરશે નહીં. આ જ વસ્તુ આપણી અંદરની બાબત માટે પણ સાચી છે. કોઈ એક દિવસે, નજીકના એક ગામમાં એક પર્યટક આવ્યો અને પૂછ્યું, "ઇશા યોગ કેન્દ્ર કેટલું દૂર છે?"

સ્થાનિક ગામડાના છોકરાએ કહ્યું, "તે 24,996 માઇલ છે.

તેણે કહ્યું, “શું! તે આટલું દૂર છે? ”

છોકરાએ કહ્યું, “હા, તમે જે રીતે જઇ રહ્યા છો. જો તમે આ બાજુ વળશો, તો તે ફક્ત ચાર માઇલ છે. ”

તમે એક દિશામાં જોઈ રહ્યા છો અને આધ્યાત્મિક બનવાનો પ્રયાસ કરી રહ્યા છો - તો તે ખૂબ જ લાંબો રસ્તો છે. તમારે બ્રહ્માંડની પાર જવું પડશે અને પાછા આવવું પડશે. પણ જો તમે આજુ બાજુ ફરો છો, તો તે અહીંયા જ છે કારણ કે તમે જે શોધી રહ્યાં છો તે તમારી અંદર છે, તમારી બહાર નથી. તમારી અંદર જે છે,તેના માટે તમારા સિવાય તમને કોઈ ના કહી શકે નહીં. શું કોઈ તમને તમારા પોતાના આંતરિક ભાગમાં પ્રવેશ માટે નકારી શકે છે? જો તે થઈ રહ્યું નથી, તો તમારે તે સમજવું આવશ્યક છે કે તમે જરૂરી ઇચ્છા તૈયાર કરી નથી. બીજું કોઈ કારણ નથી.

શું તમારું મગજ ખરાબ છે?

હમણાં, વિચારને દબાવવાનો પ્રયાસ કરશો નહીં. સૌથી મોટી ભૂલ એ રહી છે કે લોકોએ તમને કહ્યું છે કે, “તમારા મનને નિયંત્રિત કરો.” એકવાર તમે તમારા મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો છો, તમે સમાપ્ત થઈ જાઓ છો! ચાલો આપણે કહીએ કે હમણાં તમે શામ્ભવી મહામુદ્રાની પ્રેક્ટિસ કરી રહ્યા છો. જો તમે ક્રિયા કરો છો, તો તે તમારા અને શરીરની વચ્ચે અને તમારા અને મનની વચ્ચે એક ચોક્કસ અંતર બનાવશે. તમે શં શામ્ભવી કરો અને સરળ રીતે બેસો - તમારું શરીર અહીં છે, તમારું મન ત્યાં છે અને તમે જેને "મારી જાત" તરીકે જુઓ છો તે બીજે ક્યાંક છે. એકવાર આ ભેદ ઉભો થાય, ત્યારે મન સાથે કોઈ સંઘર્ષ થતો નથી.

જો કોઈ તમને કહે, " શું તમારું દિમાગ ખરાબ થઇ ગયું છે," તો તમે એને અપમાન તરીકે ના જોશો. તે તમને આપી શકે તેવી સૌથી મોટી પ્રશંસા છે.

એકવાર તમે મનથી બહાર નીકળી જાઓ, પછી કોઈ સમસ્યા નથી. જો કોઈ તમને કહે, " શું તમારું દિમાગ ખરાબ થઇ ગયું છે," તો તમે એને અપમાન તરીકે ના જોશો. તે તમને આપી શકે તેવી સૌથી મોટી પ્રશંસા છે. તેઓ તમને કહે છે કે , "તમે બુદ્ધ છો." બુદ્ધ એટલે કે તે તેના દિમાગથી બહાર છે. લોકો વિચારે છે કે દિમાગ માંથી બહાર રહેવું એ ગાંડપણ છે. તે ગાંડપણ નથી. ગાંડપણ હંમેશાં દિમાગનું હોય છે. જો તમે તમારા મનની બહાર છો, તો તમે સો ટકા સમજુ છો. તે ગાંડપણનો અંત છે. હવે તમે જીવન તે જેમ છે તે રીતે જુઓ છો.

એકવાર તમે જીવનને તે જેમ છે તે રીતે જોશો, તમારા મગજમાં જે રીતે તે પ્રતિબિંબિત થઈ રહ્યું તે રીતે નહિ, તો પછી તમે જોશો કે બધું જ એટલું નાનું છે. તમારું મન જે કરી શકે છે, વિશ્વ શું કરી શકે છે તે એટલું નજીવું છે કે તમે તેની સાથે ઇચ્છો ત્યાં સુધી રમી શકો છો. જો તમે ઇચ્છતા નથી, તો તમે ફક્ત તેને હટાવી શકો છો. બંને સભાન છે. તમારામાં વધુ કોઈ અનિવાર્યતા નથી. જે ક્ષણે તમે સર્જનનાં સ્રોતના સાક્ષી બનવાનું શરૂ કરો છો, તમારામાંની બધી અનિવાર્યતા દૂર થઈ ગઈ છે, હવે બધું પસંદગી દ્વારા છે અને જીવન સુંદર બની જાય છે.

જીવન સુદંર બન્યું છે, જે થઇ રહ્યું છે તેના લીધે નહિ, પરંતુ તમે તે કરવાનું પસંદ કરી રહ્યા છો તેના કારણે જીવન સુંદર બની જાય છે. કંઈ સુંદર કે કદરૂપું નથી. જો તમે તે કરવાનું પસંદ કરો છો અને તમે તમારી જાતને શામેલ કરો છો, તો બધું સુંદર છે. જો તે તમારા પર લાદવામાં આવે છે અથવા તે ફરજિયાત છે, તો પછી બધું ભયંકર છે. માનસિક પ્રવૃત્તિ માટે પણ આ જ છે. જો આ સભાન હોત, તો તમે મન સાથે રમી શક્યા હોત, જે એક અદ્દભુત સાધન છે, પરંતુ તે અનિવાર્ય હોવાથી, તે તણાવપૂર્ણ બની ગયું છે.

 Tપ્રાચીન અને શક્તિશાળી શાંભવી મહામુદ્રા શીખવાની દિશામાં પ્રથમ પગલું ભરો. ઈનર એન્જિનિયરિંગ ઓનલાઇન એ COVID વોરિયર્સ માટે વિના મૂલ્યે અને બીજા બધા માટે અડધા કિંમતે ઉપલબ્ધ છે.

ieo-covid19-blogbanner