સદગુરુ:  ડાયોજીન્સ એક અદ્ભુત અને અતિ આનંદિત ભિખારી હતા જે ગ્રીસમાં એક નદી કિનારે રહેતા હતા. કોઈએ તેમને એક સુંદર ભિક્ષાપાત્ર આપ્યું હતું અને તેઓ એક લંગોટ માત્ર પહેરતા હતા. તેઓ મંદિરના દરવાજે ભિક્ષા માંગતા અને જે કંઈ મળતું તે જમતા. એક દિવસે, તેમણે તેમનું ભોજન પૂરું કર્યું અને નદી તરફ ચાલતા જતાં હતા ત્યારે એક કૂતરો તેમને ઓળંગીને આગળ ચાલ્યો, નદીમાં પડયો, આમ-તેમ થોડું ઘણું તર્યો, રેતી પર પાછો આવ્યો અને ખૂશ થઈને આળોટયો. તેઓએ આ જોયું અને વિચાર્યું, “હે ભગવાન, મારૂ જીવન કૂતરા કરતાં પણ બદતર છે.” તેઓ પહેલેથી જ પરમાનંદની સ્થિતિમાં હતા, છતાં તેઓ કહી રહ્યા હતા કે તેમનું જીવન કૂતરા કરતાં બદતર હતું, કેમ કે ઘણી વાર, તેમને મન થતું કે નદીમાં કૂદકો મારે પણ તેઓને તેમની લંગોટ ભીની થવાની ચિંતા રહેતી અને જો તેઓ ત્યાં સુંદર ભિક્ષાપાત્ર છોડીને ચાલ્યા જાય તો તેનું શું થાય. તે દિવસે, તેમણે તેમનું ભિક્ષાપાત્ર અને લંગોટ ફેંકી દીધા અને તદ્દન નગ્ન થઈને જીવવા લાગ્યા.   

એક દિવસે, તેઓ નદી કિનારે પરમાનંદની અવસ્થામાં આડા પડ્યા હતા, ત્યારે સિકંદર ત્યાં આવ્યો. સિકંદર તે મહાન સિકંદર કહેવાતો. મારી ઈચ્છા છે કે હું તેને ત્રીજું એક નામ આપું – સિકંદર એક મહાન મૂર્ખ કેમ કે તે એક એવો વ્યક્તિ હતો જેણે પોતાની જીંદગી વેડફી. તેણે પોતાનું અને બીજા લોકોનું જીવન વેડફ્યું. સોળ વર્ષની ઉમરે તેણે યુધ્ધ કરવાનું શરૂ કર્યું. બીજા સોળ વર્ષ તેણે તેના માર્ગમાં આવતા હજારો માણસોને મારીને અટક્યા વગર યુધ્ધ લડયું. તે બત્રીસ વર્ષે ખૂબ દુખદ અવસ્થામાં મૃત્યુ પામ્યો કેમ કે તેણે વિશ્વનો માત્ર અડધો જ હિસ્સો જીત્યો બાકીનો અડધો હિસ્સો હજી બાકી હતો. ફક્ત એક સાવ મૂરખો જ આવી રીતે સોળ વર્ષ સુધી લડી શકે.  

સિકંદર તે મહાન સિકંદર કહેવાતો. મારી ઈચ્છા છે કે હું તેને ત્રીજું એક નામ આપું – સિકંદર એક મહાન મૂર્ખ કેમ કે તે એક એવો વ્યક્તિ હતો જેણે પોતાની જીંદગી વેડફી.

સિકંદરતેના મોટા ઘોડે સવાર થઈને રાજાના કપડાં પહેરીને આવ્યો અને ડાયોજીન્સ કે જેમણે પોતાની આંખો બંધ રાખી હતી અને રેતીમાં ખૂબ જ ખૂશીથી આળોટતા હતા તેમની તરફ નીચે જોયું. સિકંદરે પોતાનો અવાજ ઊંચો કર્યો અને લગભગ એને બૂમ મારીને કહ્યું, “નીચ જાનવર! તારી જોડે શરીર પર પહેરવા એક કપડું નથી. તું એક જાનવર જેવો છે. તે કંઈ વાત છે જેને લઈને તું આટલો આનંદિત છે?” ડાયોજીન્સે તેની તરફ ઉપર જોયું અને તેને એવો સવાલ પૂછ્યો જે આજ સુધી કોઈએ એક રાજાને પૂછવા હિમ્મત ના કરી હોય. તેમણે પૂછ્યું, “શું તમને મારા જેવુ બનવું છે?” આ વાત સિકંદરને એટલી ઊંડે સુધી પ્રભાવિત કરી ગઈ કે તેણે પૂછ્યું, “હા, હું શું કરું?” ડાયોજીન્સે કહ્યું, “પેલા મૂર્ખ ઘોડા પરથી ઉતરી જાવ, રાજાના કપડાં કાઢી નાખો અને તેને નદીમાં ફેંકી દો. આ નદીનો કાંઠો આપણાં બેઉ માટે ઘણો મોટો છો. હું તેના પર શાસન નથી જમાવીને બેઠો. તમે પણ અહીંયા આળોટીને નિજાનંદી બની શકો છો. તમને કોણ રોકે છે?” એલેક્ઝાંડરે કહ્યું, “હા, મારે તારી જેમ બનવાની બહુ ઈચ્છા છે, પણ મારી અંદર તું જે કરી રહ્યો છે તે કરવાની હિમ્મત નથી.” ” 

ઇતિહાસની ચોપડીઓએ હમેશા તમને શિખવ્યું કે સિકંદર એટ્લે હિમ્મત. છતાં પણ સિકંદરે સ્વીકાર્યું કે ડાયોજીન્સજે કરી રહ્યા હતા તે કરવાની તેનામાં હિમ્મત નહોતી. તેથી સિકંદરે જવાબ આપ્યો, “હું તારી સાથે આવતા જન્મમાં જોડાઈશ.” તેણે તે આવતા જન્મ પર ટાળ્યું, કોને ખબર તે આવતા જન્મમાં કદાચ વંદો થઈને પાછો આવ્યો! તમે માનવીય સ્વરૂપમાં એક ચોક્કસ સંભાવના સાથે આવ્યા છો. જો તમે તેને વેડફો છો અને તમે વિચારો છો કે તમે આવતી વખતે તેમ કરી શકશો, તો આવનારો સમય કોણે જોયો છે?   

એક ક્ષણ માટે સિકંદર નજીક આવ્યો હતો. પણ પછી તેણે તેને ટાળ્યું. આ ઘટનાને કારણે તેનામાં એક ચોક્કસ તટસ્થતા આવી ગઈ. તેના જીવનના આખરી સમયે તે યુધ્ધ કરવાનું જૂનૂન ગુમાવી ચૂક્યો હતો, પણ છતાં તેણે પોતાની આદતના કારણે યુધ્ધ કર્યું. એકવાર જ્યારે તે તેનું જૂનૂન ગુમાવી બેઠો તેથી તે તેની ઉર્જા ગુમાવી બેઠો અને તે મૃત્યુ પામ્યો. તેના મૃત્યુથી થોડીવાર પહેલા, તેણે તેના લોકોને એક ખૂબ વિચિત્ર સૂચના આપી. તેણે કહ્યું, “જ્યારે તેઓ મારી શબપેટી બનાવે, તો તેમાં બને બાજુ બે કાણાં હોવા જોઈએ જેથી મારા બેઉ હાથ બહાર રહે, માત્ર તમને બધાને એ બતાવવા માટે કે મહાન સિકંદર પણ ખાલી હાથે ગયો હતો.” આ એક સમજદારીભરી વસ્તુ હતી જે તેણે તેના જીવનમાં કરી હતી.

તમારા જીવનમાં સમજદારીભર્યું કામ કરવા માટે અંતિમ ક્ષણની રાહ ના જોશો. તે ઘણું મોડું થઈ ચૂક્યું હશે. આ જ સમય છે જ્યારે તમારા હાથમાં બધી વસ્તુઓ છે. જ્યારે તમારું સામર્થ્ય તમારા હાથમાં હોય અને જીવન સારું હોય, ત્યારે આ જ સમય છે કે જીવનને બને તેટલું ઊંડાણપૂર્વક જોવું જોઈએ; નહીં કે જ્યારે વાત બગડી ગયેલી હોય. મોટા ભાગના લોકો તેમના જીવનને ત્યારે જુવે છે ફક્ત જ્યારે વાત બગડી જાય અથવા તેમની સાથે કોઈ દુર્ઘટના ઘટિત થઈ હોય. જ્યારે વાત બગડી જાય ત્યારે તમે ઇચ્છુક હો , પણ બની શકે કે તમે જરૂરી ઉર્જા અને ધ્યાન કેંદ્રિત કરવા માટે અસમર્થ બની ગયા હો. જ્યારે બધુ બરોબર હોય, ત્યારે તમારે આ જીવનને શક્ય તેટલું ઊંડાણપૂર્વક જોવું જોઈએ.

 

Editor’s Note: Here’s another fascinating story from the life and times of Alexander the Great Idiot.