ધ્યાન કરતી વખતે વિચારોને કેવી રીતે રોકવાં?
તમે એક નવી સંભાવના માટે ફરિયાદ કરો છો, જે તમારી અંદર ઉત્પન્ન થઈ છે. તે એક એવી સંભાવના છે કે, જે વાનર કે અન્ય પ્રાણીઓ પાસે નથી.
પ્રશ્નઃ નમસ્કાર, ક્રિયાઓના અભ્યાસ દરમિયાન મારા મનમાં પ્રવેશ કરતા વિચારો કાયમ એક પડકાર હોય છે. હું તેને દૂર રાખવા અને ક્રિયામાં ધ્યાન કેન્દ્રિત કરવા ખૂબ મહેનત કરી રહ્યો છું, પણ હકિકતમાં તે કામ નથી કરતું. ધ્યાન કે ક્રિયા દરમિયાન પોતાના વિચારોને કેવી રીતે નિયંત્રિત કરું?
સદગુરુ: તમે વિચારો દૂર કરવા માટે સખત મહેનત કરી રહ્યાં છો. પણ તે દૂર નથી થતા. વિચારો કરવા એ મનની પ્રકૃતિ છે. પણ એવું લાગી રહ્યું છે કે, તમે તમારા મન પ્રત્યે પૂર્વાગ્રહી છો. જ્યારે તમે તમારી ક્રિયા અથવા ધ્યાન કરતા હોવ, ત્યારે તમને કોઈ ફરક નથી પડતો, તમારી કિડની, ફેફસાં કામ કરે છે કે નહીં, તમારું હૃદય ધબકે છે કે નહીં તમે શરીરની અન્ય પ્રક્રિયાઓ પર ધ્યાનમાં રાખો છો. - ફક્ત તમારા મગજને કામ કરતું બંધ કરવુંએ ખોટું છે.
તમારા વિચારો ફક્ત સુગંધ છે –કાંતો તે સુગંધ અથવા ગંધ આપે છે. જે સામગ્રી તમે તમારી અંદર લો છો. તે કંઈ નવી નથી. તમે જે સામગ્રી ભેગી કરો છો, અને તેને મગજમાં નથી જવા દેતા. તમારું મગજ અદભૂત રીતે કામ કરે છે. એવા પણ કામ કરી શકે છે, જેની તમે કલ્પના પણ કરી ન હતી. પણ તે તમારા જ પોતાના વિચારોના કચરાથી દબાયેલું છે – આ એક સંઘર્ષ છે; આ જ કારણે તમે વિચારોને રોકવા માંગો છો. મગજ શુદ્ધ થવાના બદલે, એ તમારા વિચારોના કચરાથી ગંધાય છે. સ્વાભાવિક રીત તે શુદ્ધ યોગ છે, સહસ્રાર (એક હજાર) પાંદડીઓવાળા કમળ સમાન છે - "એક હજાર" પ્રતિક છે. જો તમારા મગજના અસ્તિત્વની પ્રક્રિયા ચોક્કસ કરવામાં આવે, તો અસંખ્ય શક્યતાઓ સંભવ થશે. પરંતુ અત્યારે, તમારું મગજ માત્ર માનસિક પ્રક્રિયામાં સમાયેલું છે.
હવે તમે કહી શકો છો કે, "સદગુરુ, હું પણ એમ જ કહી રહ્યો છું - વિચારોને વશમાં કેવી રીતે કરવા?" ના તમે આમ નથી કહી રહ્યાં. તમે વાસ્તવમાં ઇચ્છો છો, કે તમારા વિચારો આત્મજ્ઞાનની તમારી માયાવી અથવા ખોટી વ્યાખ્યાને જોખમમાં ન મુકે. આ માયાવી એટલા માટે છે કે, તમે ખુદ આત્મજ્ઞાનનું કારણ નથી. તમે પ્રકાશ જોઈ શકો છો, પરંતુ તમે પ્રકાશનું કારણ નથી. જ્યારે સવારે સૂરજ ઉગે, તો તમે તેનું પ્રકાશ ઉત્તપન્ન કરવાનું કારણ નથી, પરંતુ જો તમે આંખો ખુલ્લી રાખો તો તમે તે પ્રકાશ જોઈ શકો. તમે ટોર્ચ અથવા અન્ય કોઈ રીતે પ્રકાશ પેદા કરો, તો સતત તે પ્રકાશને પ્રજવલીત રાખવો પડશે. અન્યથા બંધ થવાનો ભય રહેશે.
શિક્ષણ અને આત્મજ્ઞાન વચ્ચે માત્ર એટલો જ તફાવત છે - તમે સ્વયંને એક, દસ અથવા હજાર પુસ્તકો સાથે શિક્ષિત કરી શકો છો, પરંતુ એક સમયે આ પુસ્તકોનો અંત આવશે. આત્મજ્ઞાન મેળવવાનો અર્થ છે કે, તમે સ્વયંને પુસ્તકોના માધ્યમથી શિક્ષિત નથી કરતા - તમે માત્ર ત્યાં હાજર રહો છો અને એક અનંત પ્રક્રિયામાં સામેલ થાવ છો. શું એવું કંઈક છે કે જે આત્મજ્ઞાની જાણે છે અને તમે નથી જાણતા? ના. શું એવું કંઈક ખાસ છે, જે આત્મજ્ઞાનીને ખબર નથી હોતી? ના, હું શબ્દોની રમત નથી કરતો, અસ્તિત્વનો આ જ સ્વભાવ છે.
એક બિનઅનુભવી મન
તમારી કિડની અને લિવર અને એમાં જે થાય છે, તે તમારા મગજમાં ઉત્પન્ન વિચારોથી વધુ જટીલ છે. તમારા શરીરના આ અંગોની પ્રવૃત્તિ તમારા કામમાં અવરોધ પેદા નથી કરતી, તો તમારા વિચારો તમને હેરાન કેમ કરે છે? કારણ કે તમને લાગે છે કે તમે પોતે જ વિચાર છો. જ્યારે તમે વિચારો છો તો તમે તેને 'મારા વિચાર' તરીકે નથી જોતા. તમે કહી શકો છો, 'હું આમ વિચારુ છું.' કારણ કે તમે તમારા વિચારોની પ્રક્રિયાના રૂપમાં પોતાની ગહન છાપ સ્થાપિત કરી લીધી છે. આથી તમને તે હેરાન કરે છે. તમે તમારી કિડનીના રૂપમાં પોતાની ઓળખ સ્થાપિત નથી કરી, જ્યાં સુધી તમને તેના સબંધીત કોઈ સમસ્યા થતી નથી. કિડની બરાબર કામ કરી રહી છે, તો તમને લાગશે પણ નહીં કે તમારી અંદર કિડની પણ છે.
મારો અર્થ તમારા મનથી છે. મારે તેના વિશે કહેવું છું. જો તે બરાબર કામ કરે છે. તો તમે તેના પર ધ્યાન આપતા નથી. બરાબર એ રીતે જ, જે રીતે તમે કિડની અથવા લિવર પર ધ્યાન નથી આપતા.. જો તમે તમારા મનમાં પોતાની ઓળખ સ્થાપિત નહી કરો તો, તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો જ નહીં. તમે કંઈક એવી વસ્તુઓના રૂપમાં તમારી ઓળખ સ્થાપિત કરી રહ્યા છો, જે તમે નથી. એક વખત જો તમે કોઈ વસ્તુઓ સાથે તમારી ઓળખ સ્થાપિત કરી લો છો, જે તમે નથી, તો તમે તમારી માનસિક પ્રક્રિયાને અટકાવી શકતા નથી. તે અનંત રીતે ચાલુ રહેશે. આવી રીતે, જો તમે કંઈક ખોટી વસ્તુ ખાઈ લીધી તો, પેટમાં ગૅસ થશે. તેને તમે રોકી શકતા નથી. આ રોકવા માટે તમારે અયોગ્ય ભોજન ખાવાનું બંધ કરવું પડશે.
તમારા માટે ખરાબ ખોરાક અત્યારે જે છે, તમે તમારી જાતને એવી જ માનો છો કે, જે એવી નથી. જે ક્ષણે તમે તમારી જાતને તમારા શરીર, તમારા વિચારો, તમારી લાગણીઓ અને તમારી આસપાસના અન્ય વસ્તુઓ સાથે સાંકળો છો, ત્યારે વિચાર પ્રક્રિયા અનંત બની જાય છે. લોકો મનને કેવું માને છે. એવું નથી કે મન કેવું છે અથવા તે કેવું હોવું જોઈએ. જો તમને પેટમાં દુખાવો છે તો તમે એવું વિચારશો કે પેટ કેવું છે.
માનવ સંભાવનાઓ
આપણા શરીરમાં મગજ અન્ય અવયવો કરતા વધુ જટીલ અને સંવેદનશીલ છે. તેનું કાર્ય વિશિષ્ટ છે, પરંતુ મગજના કેટલાક વિશિષ્ટ કાર્યો છે, અને બાકીના અન્ય કામ કરે છે. આ મનુષ્યની સમસ્યા છે, અન્ય કોઈ પ્રાણીઓના ચોક્કસ ધ્યેયો હોય છે, તેમાં ખોરાક, વિકાસ, પ્રજનન અને અંતમાં મૃત્યુ. – આટલા માંજ તેમનું જીવનચક્ર સમાપ્ત થઈ જાય છે. માત્ર મનુષ્ય જ અદભૂત છે. તે વિચારે છે. "હું અહીં કેમ છું? મારા જીવનનો ઉદેશ્ય શું છે? હું ક્યાંથી આવ્યો છું? હું ક્યાં જઈશ?" આ બધા પ્રશ્નો માત્ર માણસને જ થાય છે. મનુષ્ય અને અન્ય કોઇ પ્રાણી વચ્ચેનો તફાવત મગજમાં આવતા વિચારો કરે છે. મગજમાં સેરીબ્રલ કોર્ટેક્સ વધારે ઉન્નત અને વિકસીત છે માટે આપણે વિચાર કરી શકીએ છીએ.
તમે તમારી અંદર સંભવ થયેલી સંભાવના અંગે ફરિયાદ કરો છો. એક એવી સંભાવના ઓરંગુટન (બુદ્ધિશાળી વાનરની જાત) વાનર અથવા અન્ય કોઈ જીવની અંદર નથી થતી. આ સંભાવનાને સમસ્યાના રૂપમાં ન લો. આ એક સંભાવના છે. જેમાં અહીંયા બેઠા બેઠાં હજારો માઈલ દૂર કે જૂની વસ્તુઓ અંગે વિચારી શકો છો. આ અમુક લોકો માટે એક સમસ્યા બની ગઈ છે. કેમ કે એ લોકોએ (મનના) નિર્દેશોને સમજતા નથી.
તમારી જે પણ માન્યતાઓ છે, તમે જે પણ વસ્તુઓ તમારા મગજમાં એકઠી કરી રાખી છે. તમે એ તમામ ને છોડી દો, તો અનુભવશો કે, તમે જ્યારે બેઠા છો, ત્યારે તમારું મન એકદમ ખાલી હશે. જો તે ખાલી છે, તો તેનો ફાયદો શું? ફાયદો એ છે કે, ત્યારે તે આખા જગતને પ્રતિબિંબિત કરી શકે છે. અન્યથા આ એકદમ હાસ્યપદ હશે. બસ આજ બે વિકલ્પો છે- તમે તમારા મનને હાસ્યપદ બનાવવા માંગો છો કે, બ્રહ્માંડનો અંશ (કૉઝમિક સ્પેશ). તેને કૉઝમિક સ્પેશ બનાવવા માટે તમારે તમામ જૂઠાંણા ભુલવા કે છોડવા પડશે. ત્યારે જ સત્ય તેના વાસ્તવિક સ્વરૂપમાં સુશોભિત થશે.
અસત્યની ગેરહાજરી જ સત્ય છે. માત્ર મૂર્ખ જ સત્ય વિશે વાત કરી શકે છે. જેઓ સત્યને જાણે છે, તે સત્યની આસપાસની વાતો કરે છે. કારણ કે તેઓ તેના વિશે વાત નથી કરી શકતા. તમે કોઈ એવી વસ્તુને માત્ર વર્ણન કે પરિભાષિત કરી શકો છો. જેમાં કોઈ વિષયવસ્તુ હોય, જેને માપી શકાય અથવા જેની કોઈ સીમા હોય. પણ જો કોઈ વસ્તુની સીમા અથવા માપદંડ હોય જ નહી તો, તમે તેના વિશે વાત કરી શકતા નથી. આ બધી સાધના એટલા માટે છે કે, તમે તમારા સ્વ હસ્તે સર્જન કરેલી અવ્યવસ્થાને વ્યવસ્થિત કરી શકો, આ સત્ય સ્થાપિત કરવા માટે નથી. તમારા સત્યને સ્થાપિત પણ કરવાની જરૂર નથી. આ સત્યના ખોળામાં આપણા બધાનું અસ્તિત્વ સમાયેલું છે.
હું તમને એ નથી કહેતો કે, તમે મને કહો કે, ક્રિયા કરતી વખતે તમારા મનમાં કેવા ભાવ આવે છે. તમારા વિચારોની ચિંતા ન કરો. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે, આવતા વિચારોને રોકવાનો પ્રયત્ન કરવો નહીં. આ વિચારોને પણ એ રીતે કામ કરવા દો, જે રીતે તમારી કિડની કામ કરે છે. તમારી કિડનીમાં છે. તે સંપૂર્ણ શુદ્ધ નથી. એવી જ રીતે તમારા મન કે મસ્તિષ્કમાં છે જે બધુ છે તે, કંઈ શુદ્ધ નથી. તમારી સમસ્યા શું છે?
સારા અને ખરાબ વિચારો
સારા અને ખરાબ વિચારો વચ્ચે ભેદ ન કરો. કોઈ સારા કે ખરાબ વિચાર નથી હોતા - આ માત્ર વિચાર જ છે. તમારા વિચારો એ બાબત પર આધાર રાખે છે, કે તમારી અંદર કયા પ્રકારની ગંદકી કે મલિનતા હાજર છે – અને તે જ પ્રકારની ગંધ આવશે. આજની ગંધ કાલના કચરા પર આધારીત છે. તે એ બાબત પર નિર્ભર રાખે છે કે, કાલે તમે કચરાના ડબ્બામાં શું ફેંક્યું હતું?
જો ગઇકાલે તમે કોઈ ફિલ્મ કે અન્ય કોઈ કામ કર્યું હશે, તો તે આજે તમારી પાસે આવશે. તમારા વિચારોની પરખ ન કરો. આ તો, માત્ર એક કચરાથી વધારે કશું જ નથી. સૌથી અગત્યની વાત કે, આ વાસ્તવિક પણ નથી. એક વિચાર જે વાસ્તવિક નથી. અત્યારે તમારા શરીરનો મોટાભાગનો ભાગ અચેતન છે. તમે હંમેશાં કંઇકને કંઈક કલ્પના કરી રહ્યાં હોવ છો. તમે આ રચના અને રચનાકારની પ્રકૃતિના વિશે જાણવા માંગો છો, તો સારું થશે કે, તમે તમારા મનથી કશું જ ન બનાવો. તમે આ સમયે આજ કરવાનો પ્રયાસ કે પ્રયત્ન કરી રહ્યા છો. આ ઉપાય તમારા કોઈ કામમાં નથી આવતો.
જો તમે ક્રિયા કરતી વખતે વિચારોને હંમેશા બનાવી રાખવાનો પ્રયત્ન કરો છો, તો તે આવશે નહીં. અચાનક, તમારું મગજ જામ થઈ જશે. તમારા વિચારો અથવા તેને નિયંત્રિત કરવા માટે ચિંતા કરશો નહીં. આજે તમારી અંદર શું છે, તેના આધારે, તમારા વિચારો ઉદભવશે. આ વિચારોનું ન મહત્વ છે, ન પરિણામ છે. બસ તમારે તમારી ક્રિયા કરવાની છે. વિચારો પર કામ ન કરશો. ભલે તમે વિચારોને દૂર કરવા પ્રયત્ન કરો અથવા તે દૂર કરવા 108 વખત પવિત્ર વિચારો આવે, તમે કામ તો વિચારવા પર કરી રહ્યા છો. કિડની, ફેફસાં, મન પોતાનું કામ કરતા રહેશે. તમે ક્રિયા કરો બસ માત્ર ક્રિયા.