"સત્ય શું છે, અને તેનો સ્વભાવ શું છે," આ સવાલ કુરૂક્ષેત્રના ના યુદ્ધમાં અર્જુને ક્ર્ષ્ણને પૂછ્યો હતો સદગુરુ કૃષ્ણના જવાબને સમજાવે છે, અને "જીવનના અંતિમ અમૃત" વિશે વિસ્તૃત સમજૂતી આપે છે.

સદગુરુ: જ્યારે અર્જુને કૃષ્ણને પૂછ્યું, “તમે જે સત્યની વાત કરી રહ્યા છો તેનો સ્વભાવ શું છે? હું તેને સમજી શકતો નથી,” કૃષ્ણે કહ્યું,“ સત્યનો સ્વભાવ એવો છે કે જે તમને અમૃત જેવું દેખાય છે તેને તમે પીશો તો તે વિષ (ઝેર) થઈ જશે. અને જે તમને વિષ જેવું લાગે છે તેને તમે પીશો તો તે અમૃત બની જશે.”

એક વસ્તુ જે તમે તમારા જીવનમાં નથી ઇચ્છતા તે છે ખાલીપણું. તમે જીવન, શિક્ષણ, કુટુંબ,વ્યવસાય, પૈસા અને સમસ્યાઓના સંદર્ભમાં જે મુશ્કેલીઓ ઉઠાવી રહ્યા છો તેનું કારણ એ છે કે કોઈક રીતે, તમે એવું ખાતરી કરો છો કે તમારું જીવન ખાલી નથી. તમે કોઈ પણ કિંમતે જે કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છો તે આ જ છે. પરંતુ જો તમે સભાનપણે ખાલી થઈ જાઓ છો, તો તે જીવનનું અંતિમ અમૃત છે. અને તેમ છતાં, તમારી સામાન્ય દ્રષ્ટિએ, તમારી માટે તે સંપૂર્ણ ઝેર છે. કોઈ તેને ઇચ્છતું નથી. પરંતુ જો તમે તેને પીશો તો તે તમારું અમૃત બની જશે.

જો દિવ્યતાને તમારી અંદર દાખલ થવું હોય અને તમારી અંદર જ પ્રગટ થવું હોય, તો તમારી અંદર ખાલી સ્થાનની જરૂર છે.

તે જ સમયે, અન્ય બધી બાબતો કે જે તમે અમૃત તરીકે વિચારતા હતા - પછી તે જ્ઞાન, પૈસા, શક્તિ, પ્રેમ અથવા કંઈપણ હોય - તમે તેની પાછળ દોડ્યા, પરંતુ તેને મેળવીને તમે શું પામ્યા? નાનકડી સુખાકારી તમારી પાસે આવી છે, પણ આખરે જ્યારે, તમે આસપાસ જુઓ છો, ત્યારે તમારા જીવનનો સમય વિતી ચૂક્યો હોય છે. કહેવાતા અમૃતની પાછળ દોડવાની કોશિષમાં, તમે જીવનને લૂંટાવી દેશો. અને આ ગ્રહ પરની બધી કડવાશ અને દુખ ફક્ત એટલા માટે છે કેમ કે લોકો આ વસ્તુઓની પાછળ દોડે છે, શું તેવું નથી? પરંતુ જો તે ઝેર જેવું લાગે છે તેને મેળવવા જાવ છો, તો તમારું જીવન અમૃત બની જશે. તે સત્યનો સ્વભાવ છે.

જો દિવ્યતાને તમારી અંદર દાખલ થવું હોય અને તમારી અંદર જ પ્રગટ થવું હોય, તો તમારી અંદર ખાલી સ્થાનની જરૂર છે. શૂન્યતા સિવાય ત્યાં જે બધું છે તે તમારા મનનો રાક્ષસ છે. માત્ર જો ખાલીપણું સર્જાય, તો જ દિવ્યતા સર્જાશે. તમે ફક્ત ખાલીપણાની ક્ષણોમાં જ પ્રેમ, આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હશે - બધી સુંદર વસ્તુઓ ફક્ત ખાલીપાની ક્ષણોમાં જ તમારી સાથે બની છે. પરંતુ તાર્કિક અને માનસિક રીતે, તમે વિચારો છો કે ખાલીપણું એ એક વસ્તુ છે જે તમે ઇચ્છતા નથી. જે તમને ઝેર જેવું લાગે છે, પરંતુ તે જ અમૃત છે.

સોનાની ખાણની શોધ

જો તમે પરિપૂર્ણતા પાછળ દોડો છો, તો તે એક અનંત દોડ હશે. તમે ક્યારેય પરિપૂર્ણ થશો નહીં. એવા ત્રણ રસ્તાઓ છે જેમાં તમે તમારી જાતને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો છો. તમે ઇચ્છો છો કે તમારું ખિસ્સું સંપત્તિથી ભરેલું હોય. તમે ઇચ્છો છો કે તમારું મગજ ભરેલું હોય - તમે બધું જાણવા માંગો છો. તમે ઇચ્છો છો કે તમારું હૃદય પૂર્ણ થાય - તમે પ્રેમ કરવા માંગો છો અને તમે ઇચ્છો છો કે લોકો તમને પણ પ્રેમ કરે. માત્ર આ ત્રણ રીતો છે જેના દ્વારા તમે પરિપૂર્ણતાનો પ્રયત્ન કરી રહ્યાં છો. હવે માનો કે હું તમને આ પૃથ્વી પરના બધા રૂપિયા આપી દવ, તો તમારું ખિસ્સું ભરાઈ જશે કે પછી તે થોડું વધારે લઈ શકે છે? તે થોડું વધુ લઈ શકે છે, શું તેવું નથી? તેથી વસ્તુઓના સ્વભાવ અનુસાર, તમારું ખિસ્સું ભરાઈ શકતું નથી. જો હું આ ગ્રહ પરના બધા ગ્રંથાલયોને પીસું અને તેને તમારા મગજમાં રેડું, તો શું તમારું મગજ ભરાઈ જશે? ના, તે થોડું વધુ લઈ શકે છે. તેથી વસ્તુઓના સ્વભાવ અનુસાર, તમારું મગજ ભરાઈ શકતું નથી. જો તમે આખી વસ્તીને પોતાનાં ભાગ રૂપે શામેલ કરો છો અને તેમને પ્રેમ કરો છો, તો શું તમારું હૃદય પૂર્ણ થઈ જશે કે પછી તમે નવજાત બાળકને પણ શામેલ કરી શકો છો? તમે કરી શકો છો, તેથી આ પણ પૂર્ણ થઈ શકતું નથી. તેથી જો તમે પરિપૂર્ણતા પાછળ દોડશો, તો તમે એક અંત વિનાની દોડમાં જશો. 

પરંતુ શૂન્યતા હંમેશાં ભરેલી હોય છે. જે ખાલી છે તે એકદમ ખાલી છે. તે ક્યારેય અડધું ખાલી નથી હોતું. અપૂર્ણ, શૂન્યતા/ખાલીપણા જેવી કોઈ વસ્તુ નથી. આ જોવા માટે જાગૃતતાની જરૂર છે, અને માત્ર ત્યારે જ તમે જીવનનાં અમૃતને જાણી શકશો. નહિંતર, તમે ઝેરને અમૃત સમજીને ભૂલ કરો છો અને તેની પાછળ તમારું જીવન બગાડો છો. આ આધ્યાત્મિક જીવનનું મૂળ છે. લોકો માને છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલવા  વાળા કોઈક લોકોએ બધું છોડી દીધું છે. તેઓએ કશું છોડ્યું નથી. તેઓએ સોનાની ખાણ શોધી નાખી છે. ના કોઈ સમસ્યા, ના કોઈ બકવાસ.

કૃષ્ણ ની વધુ વાર્તા

સંપાદકની નોંધ: આ લેખ ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસમાં 25 નવેમ્બર, 2012 ના રોજ પ્રકાશિત થયો હતો. .

Photo courtesy Wapster