અંદર વાંચો:
૧. ઘરે પાણી કઈ રીતે ભરી રાખવું
૨. પાણી પીવાની ખરી રીત
   ૨-૧. પાણીને આદરપૂર્વક જુઓ
   ૨-૨. તમારા હાથેથી પાણી પીઓ
   ૨-૩. યોગ્ય તાપમાનવાળું પાણી પીઓ
   ૨-૪. કેટલું પાણી પીવું?
   ૨-૫. પાણીને ખાઓ!
૩. તાંબાના વાસણમાંથી પાણી પીવાના ફાયદા

ઘરે પાણી કઈ રીતે ભરી રાખવું

સદ્‍ગુરુ: તમે જે પાણી પીઓ છો તેની તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે, માત્ર ભૌતિક શુદ્ધતા જ નહિ, તેને બૅક્ટેરિયામુક્ત કરવું માત્ર તેટલું જ નહિ પણ, કઈ રીતે તમે પાણીને રાખો છો અને કઈ રીતે તેના પ્રત્યે કેવો અભિગમ રાખો છો. આજે પૂરતા વૈજ્ઞાનિક પૂરાવાઓ છે કે, એક વિચાર, એક ભાવના, એક સ્પર્શ પાણીના રાસાયણિક બંધારણને બદલ્યા વિના તેની આણ્વિક સંરચનામાં ફેરફાર કરી શકે છે અને તે તમારી સિસ્ટમની અંદર પાણી કઈ રીતે વર્તે છે તેમાં મોટો ફેરફાર લાવી શકે છે. એ જ પાણી, તે કયા પ્રકારની સ્મૃતિઓ ધરાવે છે તેના આધારે તમારા જીવન માટે અમૃત કે ઝેર બની શકે છે.
 

પાણી પીતા પહેલા તેના પ્રત્યે એક ક્ષણ કૃતજ્ઞતા અને આદર પ્રકટ કરો કારણ કે, આ એ સાનગ્રી છે જે તમારું જીવન બનાવે છે. 

જો અમુક વસ્તુઓ બરોબર રીતે કાર્ય ન કરે તો જીવન ખરેખર ભયાનક બની શકે છે અને પાણીની કાળજી રાખવી તેનો એક અગત્યનો આશય છે.

યોગિક સક્સ્કૃતિમાં રોજીંદા જીવનમાં પાણી સાથે કઈ રીતે વ્યવહાર કરવો તે વિષે અનેક પદ્ધતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. પારંપરિક રીતે લોકો અમુક વસ્તુઓ પ્રત્યે જાગૃત હતા અને જેઓ થોડા રૂઢિચુસ્ત છે તેઓ હજી પણ તેઓ એ કેમ કરી રહ્યા છે તે જાણ્યા વગર યોગ્ય વસ્તુઓ કરી રહ્યા છે. આજે પણ જો તમે કોઈ પારંપરિક દક્ષિણ ભારતીય ઘરમાં જાઓ ત્યારે તમે જોશો કે પાણીને અમુક રીતે રાખવામાં આવે છે. તેણે ધાતુના ઘડામાં જ ભરવામાં આવે છે; તાંબા, પિત્તળ કે તાંબાની કોઇ મિશ્રધાતુ હોય છે. આજે અનેક લોકો પ્લાસ્ટિકની બૉટલો અને પ્લાસ્ટિકના પ્યોરિફાયર વાપરતા થઈ ગયા છે પણ પારંપરિક રીતે લોકો રાત્રે તાંબાના ઘડાને થોડા આમલી અને હળદર વડે ધોઈને તેના ઉપર વિભૂતિ લગાડીને પછી તેમાં પાણી ભરતા. તેની ઉપર ફૂલ મૂકતા, તેની બાજુમાં દીવો કરતા અને પછી સૂવા જતા; બીજે દિવસે સવારે તેઓ તમાંથી પાણી પીતા. આ પાણી તમારી અંદર અદ્ભૂત રીતે કાર્ય કરશે.

પાણી પીવાની ખરી રીત

#૧ પાણીને આદરપૂર્વક જુઓ 

પારંપરિક રીતે, પૂર્વ વિશ્વમાં નમન કર્યા વિના કોઈ પાણી પીતું નહોતું કારણ કે, તમે પાણી સાથે જેવો વ્યવહાર કરશો પાણી તે જ રીતે વર્તશે. પાણીની દરેક આણ્વિક સંરચના જે માત્રામાં સ્મૃતિ અને બુદ્ધિમત્તા ધરાવે છે તે ખૂબ જ વ્યક્તિગત છે અને તે તમારી અંદર કઈ રીતે વર્તશે તે પણ ખૂબ અલગ હશે. તે બધું એનું એ જ પાણી હશે પણ, તે બધું એક જેવી રીતે જ નહિ વર્તે.

પાણી પીતા પહેલા એક ક્ષણ માટે કૃતજ્ઞતા અને આદરભાવ પ્રકટ કરો કારણ કે, આ એ સામગ્રી છે જે તમારું જીવન વનાવે છે. સત્ય તો એ છે કે તમે તેના વિના જીવી પણ નથી શકતા. તો, તમે તમારા જીવનનો જે આધાર છે તે બધાંને નમન કરો છો. જો તમે આ તત્ત્વોને બરાબર રાખશો તો તમારે ડૉક્ટરનું મોં નહિ જોવું પડે, સિવાય કે તમને બહારથી કોઈ ચેપ લાગે.

#૨ તમારા હાથેથી પાણી પીઓ 

તમારા હાથેથી પાણી પીવું એ શ્રેષ્ઠ રીત છે. જો તે શક્ય ન હોય તો, જો કોઈ તમને ધાતુના વાસણમાંથી પાણી પીવડાવે અને તમે ખોબો ભરીને પાણી પીઓ. શું તમે આ જોયું છે? ભારતીય ગામડાઓમાં હજી તેમ જ થાય છે. તમે પાણી પીતા પહેલા તેને અડો એ અગત્યનું છે, તમે તેને પહેલા અડો છો, તેટલો સમય પસાર થવા દો છો અને પછી પીઓ છો. ત્યારે તે અલગ રીતે વર્તશે. 

#૩ યોગ્ય તાપમાનવાળું પાણી પીઓ 

આજે, અનેક લોકો એક ગ્લાસ પાણીમાં પોણો ગ્લાસ બરફ નાખીને પાણી પીએ છે. યોગિક સંસ્કૃતિમાં, જો તમે આંતરિક રૂપાંતરણના માર્ગ ઉપર છો અને તમારે તમારા સિસ્ટમને અન્ય સંભાવનાઓમાં રૂપાંતરિત કરવા છે તો તમે તેવું જ પાણી પીશો જેનું તાપમાન તમારા શરીરના તાપમાનથી ૪ ડિગ્રીના તફાવતમાં હોય. તમારા ભૌતિક શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી આસપાસ હોય છે તેથી, તમે ૩૩ થી ૪૧ ડિગ્રીની વચ્ચેનુંતાપમાન ધરાવતું પાણી પીઓ છો. જો તમે વિદ્યાર્થી છો, જે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇચ્છે છે અને રૂપાંતરણ નથી ઇચ્છતો, તો તમારે ૮ ડિગ્રીના તફાવતવાળું પાણી પીવું જોઈએ. જો તમે એક ગૃહસ્થ છો જેને શિક્ષણ કે રૂપાંતરણમાં રસ નથી, માત્ર પત્ની અને બાળકોની સંભાળ રાખવી છે, તો તમે ૧૨ ડિગ્રીના તફાવતવાળું પાણી પી શકો છો. તેનાથી વધુ તફાવતવાળું પાણી કોઈને માટે અનુકૂળ નથી.

પાણી એ વસ્તુ નથી, તે જીવન બનાવનાર સામગ્રી છે.

આમ કહેવું બિલકુલ લોકપ્રિય નહિ હોય પણ, તમે જે પણ કંઇ ગ્રહણ કરો તેનું તાપમાન તમારા શરીરની આસપાસ હોવું જોઈએ. નહિતર તે સિસ્ટમની અંદર પાણીની વર્તણૂકને ખલેલ પહોંચાડશે. મને ખબર છે, જેમને આઇસક્રીમ બહુ ભાવે છે તેવા લોકો મારી ઉપર બૂમાબૂમ કરશે પણ, હું તો માત્ર તમને આદર્શ પરિસ્થિતિ જણાવી રહ્યો છું.

#૪ કેટલું પાણી પીવું? 

જો તમને તરસ નહિ લાગે તો તમે પાણી ન પીઓ, તમને કંઇ નહિ થાય. આજકાલ લોકો પાણીની બૉટલ સાથે રાખે છે અને સતત એક એક ઘૂંટડો પીધે રાખે છે કારણ કે, તેમની આગળ એવું માર્કેટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે તમે વધુ પડતી માત્રામાં, ખાસ કરીને થોડી થોડી વારે ઘૂંટડા ભરો છો ત્યારે શરીર તેને શોષી લે છે. જો તમે પાણીને એકવારમાં પી લો ત્યારે શરીર નક્કી કરે છે કે કેટલું ગ્રહણ કરવું અને કેટલું જવા દેવું પણ, જો તમે આખા દિવસ દરમિયાન ઘૂંટડા ભર્યા કરો તો શરીર છેતરાઈ જશે અને તે જરૂર કરતાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરશે. તેથી, નાજુકાઈપૂર્વક સંતુલિત થયેલું સોડિયમનું સ્તર નીચું જશે. મગજમાં સોડિયમનું સ્તર ઘટવાને કારણે મગજના સોજા વધશે. બાકીના શારીરને પણ અસર થશે પણ, તે નોંધપાત્ર નહિ હોય. મગજના સોજાનો અર્થ તમારા મગજનો વિકાસ નથી. સોજો એ એક પ્રકારની માંદગી છે. પૂરતી માત્રામાં સોડિયમ નહિ હોવાથી મગજમાં સોડિયમનું સતર સંતુલિત કરવા માટે વધુ માત્રામાં પાણી જશે. મગજમાં વધુ પાણીનો અર્થ છે કે તમારું મગજ ચકરાઈ જશે અને તમને માનસિક અસંતુલનો થશે.

જ્યારે તમને તરસ લાગે ત્યારે તમારે પાણી પીવું જ જોઈએ. માત્ર એ ખાત્રી કરો કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ છો, તમને ખરેખર જરૂર હોય તેના કરતા ૧૦% વધુ પાણી પીઓ. જો તમે આખો દિવસ પાણીની બૉટલ સાથે રાખીને મિનિટે મિનિટે ઘૂંટડો ભરનારામાંના નથી તો થોડું વધારે પાણી પીવું સારું છે અને પછી જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીતા પહેલા અમુક સમય માટે રાહ જોવી પડે ત્યારે કોઈ આપત્તિ નહિ સર્જાય. પણ, ત્યારે જ, જ્યારે તમે તરસ્યા છો અને તમને પાણી પીવાની જરૂર છે પણ તમે પાણી નથી પીતા તો એ તમારી સિસ્ટમને હાનિ પહોંચાડે છે. જ્યારે તમને તરસ જેવું લાગે ત્યારે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારું શરીર તમને તરસ લાગી તેવો ઇશારો કરે છે ત્યારે તમારે તેને વીસ મિનિટ અથવા ઓછામાં ઓછા અડધા કલાકમાં પાણી આપી દેવું જોઈએ. શરીર તેનું ચયન કરી નાખશે કે તેમાંથી કેટલું ગ્રહણ કરવું અને કેટલું જવા દેવું.

#૫ પાણીને ખાઓ!

એ માત્ર પાણી પીવા પૂરતું જ સીમિત નથી; તમારે પાણીની ઉચ્ચ માત્રા ધરાવતો ખોરાક ખાવો જોઈએ. જો તમે એક ફળ ખાશો, તો તેમાં લગભગ ૯૦% પાણી રહેલું છે. શાકભાજીઓમાં લગભગ ૭૦% પાણી રહેલું છે. તમારા ભોજનમાં ઓછામાં ઓછી ૭૦% પાણીની માત્રા હોવી જોઈએ. જો તમે ખૂબ ઓછી માત્રામાં પાણી રહેલો ખોરાક ખાશો તો તે તમારા પેટમાં સિમૅન્ટની જેમ ચોંટી જશે.જો તમે રુખું-સૂકું ભોજન કરીને પાણી પીઓ તો એ કામ નહિ કરે. જ્યારે તમે ખોરાક ખાઓ, ત્યારે તેમાં તમારા શરીરમાં જેટળા ટકા પાણી છે તેટલી માત્રામાં તો પાણી હોવું જ જોઈએ. તેથી જ, ફળ અને શાકભાજી તમારા આહારનો ભાગ હોવા જોઈએ. ફળોમાં લગભગ ૮૦ થી ૯૦% પાણી હોય છે, તેથી જ ખાવા માટે તે સૌથી ઉત્તમ વસ્તુ છે.

તાંબાના વાસણમાંથી પાણી પીવાના ફાયદા 

હું લોકોને શુદ્ધ તાંબાના વારણો વાપરવા માટે ભલામણ કરી રહ્યો છું કારણ કે, તાંબુ શ્રેષ્ઠ વાહકધાતુઓમાંનું એક છે અને તે પાણીને ઊર્જાન્વિત કરે છે. જો તમે પાણીનું રાસાયણિક બંધારણ તપાસો તો તે નહિ બદલાય, માત્ર તેની આણ્વિક સંરચનામાં ફેરફાર થશે.

જો તમે પાણીને તાંબાના વાસણમાં આખી રાત અથવા તો લગભગ ૬ કલાક ભરી રાખીને પછી પીશો તો તમને પાણી ખૂબ જ અલગ લાગશે અને માત્ર પાણીને યોગ્ય જગ્યાએ રાખવાથી લોકોના નાના-નાના વિવિધ રોગો મટાડી શકાય છે. યોગ્ય જગ્યા એટલે ત્યાં હવાની પૂરતી અવરજવર પણ છે અને સૌથી વધુ પાણી વિષે તમારા વિચારો અને ભાવનાઓ, તેના વિષે સભાન રહેવું કે તમે અત્યારે જે છો તેના વિષેનો આ એક મુખ્ય ઘટક છે. પાણી એ વસ્તુ નથી, તે જીવન બનાવનારી સામગ્રી છે. મેં ઘણા લોકોને તેઓની પાણી માત્ર પીવાની રીતમાં જ ફેરફાર કરીને લાંબી બીમારીઓમાંથી બહાર નીકળતા જોયા છે.

Editor's Note:   

જીવરસમ્

જીવસરમ્ એક નાનકડું અંડાકાર ધાતુનું પાત્ર છે, જેની ફરતે તાંબાનો સાપ વીંટળાયેલો છે. તેને ઊર્જાન્વિત કરાયેલી વિભૂતિ વડે ભરવામાં આવ્યો છે, જેની પ્રતિષ્ઠા ઇશા યોગ કેન્દ્રમાં ધ્યાનલિંગમાં કરવામાં આવી છે. તેને જ્યારે પીવાના પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે જીવસરમ્ પાણીને ઊર્જાન્વિત કરે છે, તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા લાભ થઈ શકે છે. જીવસરમ્ Isha Life ઉપર ઑનલાઇન ઉપલબ્ધ છે.