#1.તમારી ઊંઘવાની સ્થિતિ તપાસો

સદગુરુ:તમારી ઊંઘની સ્થિતિને ચકાસવાની જરૂર છે જે લોકો નસકોરા બોલાવતા હોય છે તે લોકો તેમની પીઠ પર સૂવાનું પસંદ કરતા હોય છે જો તમે તમારી પડખે સુઈ જાવ તો તે દૂર થઈ શકે છે. જો તમે તમારા પેટને ચુસ્ત રાખવા કામ કરતા હો તો તમારા નસકોરા બંધ થઈ શકે છે.

#2. સૂતા પહેલા થોડું મધ લો.

બીજી એક વાત મહત્વની છે કે તમે સુઈ જાવ તે પહેલા થોડા ટીપા મધ તમારા મોઢામાં મૂકો અને પછી સુઈ જાવ. નસકોરા ગાયબ થઈ શકે છે.

#3. તમારા બંધ થયેલા નાકને ખોલવા માટે ઘી વાપરો

તમે સુવા જાવ તે પહેલા તમારા નાક ને શક્ય હોય તેટલું બરાબર સાફ કરી નાખો. જેથી નસકોરા મોડી રાત્રે શરૂ થાય. છતાં પણ નસ્કોરા ચાલુ જ રહે તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ નિશ્ચિત બિંદુથી ઉપર માખણને ગરમ કરો અને જ્યારે તે ઠંડુ પડે તે ફરીથી માખણ નહીં બને તે ઘી બનશે અથવા clarified butter બનશે.

જો તમારું નાક સતત બંધ રહેતું હોય તો તે શ્વાસ ને જ અસર નથી કરતા પરંતુ જુદી જુદી રીતે આખા શરીરનાં તંત્રને અસર કરે છે.

જો તમે બે-ત્રણ ટીપા હૂંફાળું ઘી સૂઈ જતા પહેલા રાત્રે નાકમાં નસલ ડ્રોપની મદદથી સાત થી દસ દિવસ સુધી તેનો ઉપયોગ કરો તો તેની તમારા ઉપર ચોક્કસ અસર પડશે અને ઉપરાંત તે નાકના માર્ગને ચિકણો બનાવશે જેથી સવારમાં તમે નાકમાં રહેલા પદાર્થને સહેલાઇથી બહાર કાઢી શકશો અને તમારું નાક ખુલ્લુ રહેશે.

Woman using nasal spray | 5 Tips to Stop Snoring and Clear Blocked Nostrils

હવે એક બીજી સરળ બાબત છે કે આજે દવાની દુકાનમાં તમને સલાઈન નેસલ સ્પ્રે મળે છે જે ચોખ્ખા સલાઈન પાણી જેવા જ છે. તમે તેનો નાકમાં છંટકાવ કરી શકો છો. આનાથી પણ થોડા પ્રમાણમાં નાકના માર્ગને સાફ કરી શકાશે.

જો તમારું નાક સતત બંધ રહેતું હોય તો તે માત્ર શ્વાસ ને જ નહિ પણ તમારા આખા શરીરનાં તંત્રને ઘણી બધી રીતે અસર કરે છે. તેથી એ મહત્વનું છે કે તમારો શ્વાસનો માર્ગ એકદમ ચોખ્ખો રહે. જેટલું તમારું સાઈનસ ચોખ્ખું હશે અને જેટલું તમારું ફ્લુઇડ સંતુલિત હશે ખાસ કરીને માથાના ભાગમાં ,તે તમારા મગજના કાર્ય, તમારા સ્વાસ્થ્ય માટેની ભાવના, સંતુલન માટેની તમારી ભાવના, તમારી બુદ્ધિની તીવ્રતા અને તમારી 5 ઇન્દ્રિયોની તીવ્રતા સહિતની ઘણી બધી બાબતોને નક્કી કરે છે.

જો બંધ નાક જૂની સમસ્યા હોય અને રોજે રોજ તમને પરેશાન કરતું હોય તો તમે બીજી કેટલીક વસ્તુઓ અજમાવી શકો છો.

#4. ઝડપી જોગિંગ કરો

દરરોજ ઓછામાં ઓછુ પાંચથી દસ મિનિટ જોગિંગ કરવાનું શરૂ કરો. જો તમે મોઢું બંધ રાખીને સ્થળ ઉપર જ જોગીંગ કરતા હોવ તો તેનાથી પણ નાકનાં બંધ માર્ગ ખુલશે.

#5. જળનેતિ

જો તમારા નાકની સ્થિતિ બહુ જ મુશ્કેલ હોય અને આ બધી બાબતોથી તમારું નાક ખૂલતું ન હોય તો એક ક્રિયા છે જેને જલનેતિ તરીકે ઓળખવામાં આવે છે. હા આ માટે ચોક્કસ પ્રકારની તૈયારીની જરૂર હોય છે. જોકે આ બધી બાબતોને કોઈપણ તૈયારી વગર જુદા જુદા સ્થાનો પર શીખવવામાં આવે છે છતાં તમારા નાકમાં માત્ર પાણી રેડી દેવું સલાહ ભરેલું નથી. આ યોગ્ય રીતે કરાવી જોઈએ. જો તમારે જરૂર હોય તો અમારા હઠ યોગનાં શિક્ષકો તમને શીખવશે.

તંત્રીની નોંધ: શું તમે વારંવાર રૂંધાયેલા sinus અને છાતીમાં કફ જમા થવાના કારણે તકલીફમાં છો? સદગુરુ માને છે કે શા માટે સાઈનસ બિન અવરોધક ,સંતુલિત હોવું જોઈએ અને તમે શક્તિશાળી યોગ ક્રિયા કરીને અને ભોજન આહારમાં થોડો ફેરફાર કરીને આ સ્થિતિને કઈ રીતે પ્રાપ્ત કરી શકો છો એ પણ તેઓ વિચારે છે.