પ્રશ્ન : સદગુરુ, શું આપણું મન હંમેશા આપણા માટે અવરોધક છે? જો હા તો એવું કેમ છે?

સદગુરુ : તમે 'આધ્યાત્મિકતા' નામના શબ્દને સાંભળ્યું છે, તો તે પણ તમારા મનના કારણે જ છે. તમારા મનના કારણથી તમે સમજી શકશો કે હું તમને શું કહું છું. તો જે તમારો મિત્ર છે, તમે તેને તમારા દુશ્મન ન બનાવો. નાની-મોટી વસ્તુઓ, તમારું ઘર, તમારો કુટુંબ; આ બધાને માનસિક રીતે તોડો અને પછી જુઓ. જે વસ્તુનું પણ ભાંગવું તમને દુઃખ આપે છે, એ સ્પષ્ટ છે કે એનાથી તમે ઓળખ જોડી રાખી છે. મહેરબાની કરીને તમારી જીંદગી પર ધ્યાન આપો અને પછી મને બતાવો કે તમારું મન તમારા દુશ્મન છે કે મિત્રો? તમે જે પણ છો, તમારા મનના કારણે જ છો, છે ને? તમે તમારી પરિસ્થિતી ખરાબ કરો છો, તે તમારા જ કારણે થાય છે. જો તમે તેના વગર જીવવા ઈચ્છો છો તો તે ખૂબ જ સરળ છે, બસ તમારા માથા પર જોરથી મારો. ખરેખર તો મન કોઈ સમસ્યા નથી. સમસ્યા એ છે કે તમે તેને સાંભળતા નથી. તેથી મનના દોષને ના જુઓ, જુઓ કે તમે કેટલી અસમર્થતાથી તેની સાથે વર્તો છો. જો તમે કોઈ વસ્તુને સમજ્યા કે જાણ્યા વગર, તેની સાથે વર્તવાના પ્રયત્ન કરો છો, તો એ તમારી માટે મુશ્કેલીણો કારણ જ બનશે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં શીખી લો.

સમસ્યા મન નથી, ઉપયોગ કરવાની ક્ષમતાની અછત છે

ઉદાહરણ તરીકે જો ચોખા ઉગાડવાની વાત કરીએ, તો તમને શું લાગે છે કે આ એક મોટી વાત છે? એક સીધો-સાદા ખેડૂત પણ ધાન ઉગાવે છે. પરંતુ જો હું તમને સો ગ્રામ ચોખા આપું, જમીન અને બાકીનું બધુ આપું અને કહુ કે તમે મને એક એકર જમીનમાં ધાન ઉગાવીને બતાવો, તો તમે જોશો કે તમારી શું હાલત થશે. તમે ઘણી બધી વસ્તુઓથી ઓળખાણ જોડી રાખી છો અને મનને અટકાવવાનો અને ધ્યાન કરવાનો પ્રયાસ કરો છો- આ કામ કરશે નહીં. તેનું કારણ એ નથી કે ધાન ઉગાડવું મુશ્કેલ કામ છે, પરંતુ તેનું કારણ એ છે કે તમે આ કામ કરતાં નથી આવડતું. બધી મુશ્કેલીની જડ આ છે. ઠીક આ જ રીતે, કોઈ ખાલી જગ્યાની જેમ મનને ખાલી રાખવું પણ મુશ્કેલ કામ નથી, તે સૌથી સરળ કામ છે. પરંતુ તમે તેને સમજી નથી શક્યા તેથી તેવું કરવું મુશ્કેલ લાગે છે. જીવન આ રીતે કામ નથી કરતું. જો તમે કોઈ કામને સારી રીતે કરવા માટેની લાયકત મેળવવા ઈચ્છો છો, તો તમારે તેને સારી રીતે સમજવું પડશે. નહિતર તમે એકાદ વાર ભલે આકસ્મિક સફળતા મેળવો, પણ દર વખતે તમારી રીત સફળ નહીં થાય.

એક રવિવારના દિવસે, કોઈ ચર્ચની શાળામાં પાદરી સ્કૂલના વિદ્યાર્થીઓ સામે પહોંચ્યા. તમે જાણો છો, તે લોકો ખૂબ જ ઉરજવાન હોય છે. તો તેઓ તેમના પોતાની ધૂનમાં વાત કરી રહ્યા હતા. અચાનક તેમને લાગ્યું કે બાળકો મોઢું લટકાવીને બેઠા છે. તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચવું જોઈએ, તે વિચારી તેઓ એ નક્કી કર્યું કે તેઓ તેમને એક પ્રશ્ન પૂછશે. તેમણે કહ્યું, 'હું બધાથી એક ઉખાણો પૂછવા જઇ રહ્યો છું. ખરેખર તો મન કોઈ સમસ્યા નથી. સમસ્યા એ છે કે તમે તેને સાંભળતા નથી. તેથી મનના દોષને ના જુઓ, જુઓ કે તમે કેટલી અસમર્થતાથી તેની સાથે વર્તો છો. તે શું છે, જે શિયાળાના ભોજન માટે સંગ્રહ કરે છે, વૃક્ષો ઉપર ચઢે છે, ઉછળ-કૂદ કરે છે અને તેની રુવાંટીદાર પૂંછડી હોય છે? 'નાન બાળકીએ જવાબ આપવા માટે, હાથ ઊંચો કર્યા અને બોલી,' એમતો તેના જવાબ જીસસ જ છે પણ મને લાગે છે કે ખિસકોલી પણ હોય શકે છે. 'તમને પણ એજ પ્રકારની શિક્ષા મળતી આવી રહી છે. સમગ્ર શિક્ષણ આવા જ સંદર્ભોમાં રહી છે. શું સાચું, શું ખોટું, શું યોગ્ય અને શું અયોગ્ય છે. શું ભગવાન અને શેતાન, બધું જ આ સંદર્ભમાં શીખ્યા. તમે તમારા જીવનની અનુભૂતિથી નથી જાણ્યા.

એકવાર જ્યારે તમે તમારી ઓળખાણ એ વસ્તુના રૂપમાં સ્થાપિત કરી લો, જે તમે નથી, તો મન એક એક્સપ્રેસ ટ્રેનની જેમ દોળે છે જે તમને અટકાવી નહીં શકો. ગમે તે કરો, તમે તેને રોકી નહીં શકો.

તમારી ઓળખાણને બધી વસ્તુઓથી અલગ કરવી પડશે. તો તમે કેવી રીતે આ મનને અટકાવી શકો છો? તમે તમારી ઓળખાણ એ વસ્તુઓથી જોડી દીધી છે, જે તમે છો જ નહી. જ્યારે તમે તમારી ઓળખ આવી કોઈ વસ્તુ સાથે જોડો છો, જે તમે નથી, તો તમારુ મન બેલગમ ભાગશે. જો તમે ઘણું બધુ તળેલું ભોજન કરશે તો ગેસ બનશે. હવે જો તમે ગેસને નીકળવાથી અટકાવશો તો અટકાવી નહીં શકો. જો તમે યોગ્ય પ્રકારનું ભોજન કરો છો, તો કઈ અટકાવવાની જરૂર નહીં પડે, શરીરને કોઈ મુશ્કેલી નહીં થાય. આ જ તમારા મન સાથે પણ થાય છે - તમે ખોટી બાબતો સાથે ઓળખ સ્થાપિત કરો છો. અને પછી તમારા મનમાં પણ અટકાવવું મુશ્કેલ બની જાય છે.

મનને દોડવા માટેની પૂર્ણ ઊર્જા આપ્યા પછી બ્રેક લગાવવા ઈચ્છો છો - એ આવી રીતે કામ નહીં કરે. તમારે કોઈ વાહનને બ્રેક લાગવી હોય તો પહેલા તેની ગતિ-વધારામાં રોક લગાવી પડશે. જો તમે તે બધા વસ્તુઓથી તમારી ઓળખાણ તોડી લો, જે તમે નથી, તો તમે જોશો કે મન પૂર્ણ રીતે ખાલી અને કોરું થઈ જશે. જો તમે તેનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમે કરી શકો છો, નહિતર પછી તે ખાલી જ રહેશે. તેને આ રીતે જ હોવું જોઈએ, તેના સિવાય એનું બીજું કોઈ કામ પણ નથી. પણ હમણાં, તમે એવી ઘણી બધી વસ્તુઓથી ઓળખાણ જોડી લીધી છે, જે તમે નથી. તમારે જોવું પડશે કે તમે તમારા ભૌતિક શરીરની સાથે-સાથે બીજી કઈ વસ્તુઓથી તમારી ઓળખ જોડેલી છે. તમે ઘણી બધી વસ્તુઓથી ઓળખાણ જોડો છો અને મનને અટકાવો છો અને ધ્યાન કરવાનો પ્રયાસ કરો છો- આ કામ કરશે નહીં. તમારે જાતે જ આ ઓળખને તોડવી પડશે નહિતર જીવન આ ઓળખાણો ને તોડી નાખશે. તમારી બધી ઓળખ મૃત્યુના સમયે અહીં જ રહી જશે, છે ને? જો તમે સ્વયં કોઈ રીતે આ પાઠ ન શીખો તો તમે તેને મૃત્યુ દ્વારા શીખવું પડશે. જો તમારામાં થોડી પણ સમજ છે, તો હમણાં જ શીખી લો. જો તમે હમણાં નહિ શીખો, તો તમે મૃત્યુ તમને તમારી દરેક ઓળખથી ખેંચીને બહાર લઈ જશો.

દરેક ઓળખથી અલગ થવું પડશે તો તમને તમારી દરેક ઓળખથી અલગ થવું પડશે. દરરોજ, સવારે દસ મિનિટ આને જુઓ કે તમે કઇ બાબતોથી તમે તમારી ઓળખ બનાવી રાખી છે, જે તમે નથી. તમારા મનના કારણે જ તમે સમજી શકો છો કે હું તમને શું કહું છું. તો જે તમારા મિત્ર છે, તમે તેને તમારો દુશ્મન ન બનાવો. તમને જોઈને આશ્ચર્ય થશે કે તમે કેટલી હાસ્યસ્પદ વસ્તુઓથી પોતાની ઓળખણે જોડી રાખી છે. નાની-મોટી વસ્તુઓ, તમારું ઘર, તમારું કુટુંબ; આ બધાને માનસિક રીતે તોડો અને પછી જુઓ. જે પણ વસ્તુઓનું ભાંગવું તમને દુઃખ આપે છે, એ સ્પષ્ટ છે કે તેનાથી તમે ઓળખ જોડેલી છે. એકવાર તમે કોઈ એવી વસ્તુથી ઓળખ જોડી લો છો, જે તમે નથી, તમારૂ મન કોઈ એક્સપ્રેસ ટ્રેન જેવી બની જાય છે, તમારા લાખ પ્રયત્ન કરી લો પણ એ રોકશે નહીં. આ ક્યારેય પણ રોકશે નહીં. મનને દોડવા માટેની પૂર્ણ ઊર્જા આપ્યા પછી બ્રેક લગાવવા ઈચ્છો છો- એ આવી રીતે કામ નહીં કરે. તમારે કોઈ વાહનને બ્રેક લાગવી હોય તો પહેલા તેની ગતિ-વધારામાં રોક લગાવી પડશે.