ધ્યાન એટલે શું?

સદ્‍ગુરુ:  ધ્યાન એટલે શારીરિક અને માનસિક મર્યાદાઓની પરે જવું તે. જ્યારે તમે તમારી પાસે જે શરીર અને મન છે તેના મર્યાદિત દૃષ્ટિકોણને રૂપાંતરિત કરો છો ફક્ત ત્યારે જ તમારી અંદર જીવનનું એક સંપૂર્ણ પરિમાણ હશે.

જ્યારે તમે તમારા શરીર દ્વારા ઓળખાઓ છો ત્યારે તમારા જીવનનો આખો અભિગમ જ અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટેનો હશે. જ્યારે તમે મન દ્વારા ઓળખાઓ છો ત્યારે તમારો આખો અભિગમ સામાજિક, ધાર્મિક અને પારિવારિક અભિગમનો ગુલામ હશે. તમે તમારાથી પરે નહિ જોઈ શકો. જ્યારે તમે તમારા મનની વૃત્તિઓથી મુક્ત થાઓ ફક્ત ત્યારે જ તમે પરેના પરિમાણોને જાણશો.

આ શરીર અને આ મન તમારા નથી. એ સમયાંતરે તમે એકત્ર કરેલા છે. તમારું શરીર તમે જે ખોરાક ખાધો છે તેનો ઢગલો છે. તમારું મન તમે જે છાપ બહારથી એકત્ર કરી છે તેનો ઢગલો છે.

    તમે જે એકત્ર કર્યું છે તે તમારી મિલ્કત હોઈ શકે છે. જેવી રીતે તમારું ઘર અને બૅન્ક બૅલેન્સ છે તે જ રીતે તમારી પાસે શરીર અને મન છે. એક સારું બૅન્ક બૅલેન્સ, સારું શરીર અને સારું મન સારું જીવન જીવવા માટે જરૂરી છે પણ, તેટલું પૂરતું નથી. કોઈ પણ મનુષ્ય આ ત્રણ વસ્તુઓ દ્વારા સંતોષી નહિ થાય. તેઓ જીવનને માત્ર આરામદાયક અને અનુકૂળ બનાવે છે. જો તમે આપણને એક પેઢી તરીકે જુઓ, તો અત્યાર સુધી અન્ય કોઈ પેઢીએ આપણી પાસે છે તેવા પ્રકારની સગવડ અને સુવિધાઓનું સ્વપ્ન પણ નહિ જોયું હોય પણ, આપણે આ ધરતી પરની સૌથી ખુશ અને પ્રેમાળ પેઢી હોવાનો દાવો કરી શકતા નથી. 

ધ્યાન – શરીર અને મનથી પર માટેનું એક વૈજ્ઞાનિક સાધન

તમારા સાધનો, શરીર અને મન; તમારું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે ઠીક છે પણ, તેઓ તમને પરિપૂર્ણ નહિ કરી શકે કારણ કે, મનુષ્યની પ્રકૃતિ કંઇક વધુની શોધ કરવાની છે. જો તમને તમે કોણ છો તેની જાણ નહિ હોય તો શું તમે દુનિયા શું છે તે જાણવા માટે સક્ષમ હશો? તમે જે છો તેની સાચી પ્રકૃતિનો તમે ત્યારે જ અનુભવ કરી શકો છો જ્યારે તમે શરીર અને મનની મર્યાદાઓને ઓળંગી ચૂક્યા છો. યોગ અને ધ્યાન આ દિશાના વૈજ્ઞાનિક સાધનો છે.

    જ્યાં સુધી તમે તમારી શારીરિક અને માનસિક મર્યાદાઓને નહિ ઓળંગો ત્યાં સુધી તમારું જીવન માત્ર ખાવા, ઊંઘવા, પ્રજનન કરવા અને મૃત્યુ પામવાથી જ સંતોષ નહિ પામે. તમારા જીવનમાં આ બધી જ વસ્તુઓ જરૂરી છે પણ, આ બધી વસ્તુઓ સંતોષાઈ ગયા બાદ પણ આપણું જીવન સંપૂર્ણ નથી કારણ કે, મનુષ્યની ગુણવત્તા જાગૃતિના અમુક સ્તરને પાર કરી ચૂકી છે. તેણે કંઇક વધારેની શોધ છે, નહિતર તે કદી નહિ સંતોષાય. તેણે અમર્યાદિત બનવું જ પડશે – અને ધ્યાન તમે જે છો તેના અમર્યાદિત પરિમાણ તરફ દોરી જવા માટેની એક રીત છે.

પ્રશ્ન: પણ સદ્‍ગુરુ, શું વ્યક્તિ યજ્ઞ અને કર્મકાંડ વડે આ અમર્યાદિત પરિમાણમાં ન જઈ શકે? શું ધ્યાન એક જ રસ્તો છે?

સદ્‍ગુરુ: ઇશા યોગ કેન્દ્રમાં અમે ધ્યાન પ્રક્રિયાઓનો માર્ગ પસંદ કર્યો છે અને બીજી ધાર્મિક વિધિઓને ન્યૂનત્તમ રાખી છે કારણ કે ધ્યાન એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. આધુનિક સમાજોની સમસ્યા એ અસમવિષ્ટતા અથવા ‘અલગ કરવું’ તે છે. જેમ જેમ લોકો આધુનિક શિક્ષણમાંથી પસાર થતા જાય છે તેમ તેમ લોકો વધારેને વધારે અસમાવેશી બનતા જાય છે. બે લોકો એક જ ઘરમાં રહી શકતા નથી – તેઓ આવા પ્રકારના બની રહ્યા છે. આજે પણ દક્ષિણ ભારતમાં એવા પરિવારો છે જેમાં ૪૦૦થી વધારે લોકો એક જ ઘરમાં રહી રહ્યા છે – કાકા, કાકીઓ, દાદા, દાદીઓ અને બધાથી ભરાયેલું એક મોટું કુટુંબ.

એક વ્યક્તિ કુટુંબનો આગેવાન હોય છે અને દરેકને પોતાનો ભાગ ભજવવાનો હોય છે. ઓછામાં ઓછા ૭૦થી ૮૦ બાળકો ઘરમાં રહી રહ્યા હોય છે અને અમુક વર્ષ સુધી તેમને ખબર પણ નથી હોતી કે તેમના ખરા માતાપિતા કોણ છે કારણ કે, ૮થી ૧૦ સ્ત્રીઓ તેમની કાળજી લઈ રહી હોય છે. ૧૨-૧૩ વર્ષની વય સુધી પહોંચતા પહોંચતા તેમના માતાપિતાની શારીરિક ઓળખ સાથે નથી ઓળખાતાં. તેઓ જાણે છે પણ જ્યાં સુધી તેઓ શાળાએ ન જાય અથવા તેમના મનમાં ચોક્કસ પ્રકારના વિચાર ન આવે ત્યાં સુધી તેઓ આની સાથે સંબંધિત નથી.

પણ આધુનિક શિક્ષણના પગપેંસારાને કારણે આટલા બધા લોકોનું એક સાથે રહેવું અશક્ય છે. બે લોકો પણ સાથે નથી રહી શકતા. આપણે ત્યાં ખૂબ ઝડપથી જઈ રહ્યા છીએ. જ્યારે આધુનિક શિક્ષણ અલગ કરવા બાબતે છે પણ, સમગ્ર અસ્તિત્ત્વ સમાવેશક પ્રક્રિયા વડે થાય છે.

ધ્યાન – અલગ કરવાથી સમાવેશકતા સુધી

ધ્યાન એક પ્રક્રિયા તરીકે અલગ કરનારી પ્રક્રિયા છે જે પાછળથી સમાવેશકતા તરફ લઈ જાય છે પણ, જ્યારે તમે ધ્યાન કરવાનું શરૂ કરો ત્યારે તમે તમારી આંખો બંધ કરીને બેસો છો. જે લોકો આધ્યાત્મિક પ્રક્રિયાની શરૂઆતના તબક્કામાં હોય છે તેઓ અતિશય અળગા રહેનારા હોય છે – તેઓ કોઈની સાથે ભળી નથી શકતા. મને લાગે છે કે લોકોમાં હાલ આ જ ભય પ્રવર્તી રહ્યો છે, “જો હું આધ્યાત્મિક માર્ગ પર જઈશ તો કદાચ હું સમાજમાં ભળી નહિ શકું.” કારણ કે શરૂઆતના તબક્કામાં તે અળગા કરનારું હોય છે.

આધ્યાત્મિક પ્રક્રિયાઓનો દુરુપયોગ નથી થઈ શકતો કારણ કે, તે વ્યક્તિગત અને વિશિષ્ટ છે.

અમે માત્ર આ જ કારણસર એ માર્ગ પસંદ કર્યો છે, આજના સમાજમાં સમાવેશી પ્રક્રિયાઓ સંભવ નથી. જો તમારે ધાર્મિક વિધિ કે કર્મકાંડ કરવો હોય તો દેરેકે તેમાં તેઓ એક હોય તે રીતે ભાગ લેવો પડે. કર્મકાંડમાં ભાગ લેવા માટે કર્મકાંડમાં ભાગ લેનારાઓ વચ્ચે એકરૂપ હોવાની ઊંડી સમજણ પ્રવર્તવી જોઈએ. ધાર્મિક વિધિઓનું બીજું પાસું એ છે કે, જ્યાં સુધી તમારી પાસે તેનો દુરુપયોગ નહિ થાય તેવી ખાત્રીપૂર્વકની સ્થિતિ નથી, જ્યાં સુધી જેઓ તેને કરી રહ્યા છે તેઓ તેને પોતાના જીવનથી ઉપર ન રાખે ત્યાં સુધી તમે ધાર્મિક વિધિઓ કરી શકતા નથી કારણ કે, કર્મકાંડોનો સરળતાથી દુરુપયોગ થઈ શકે છે. આધ્યાત્મિક પ્રક્રિયાઓનો દુરુપયોગ નથી થઈ શકતો કારણ કે, તે વ્યક્તિગત અને વિશિષ્ટ છે.

જો “તમારા વિરુદ્ધ હું”ની સ્થિતિ હોય તો આપણે કર્મકાંડ કે ધાર્મિક વિધિ કરી શકીએ નહિ. તે માત્ર એક કદરૂપી પ્રક્રિયા બની રહેશે. જ્યાં એક સમાવેશક વાતાવરણ હોય છે ત્યાં ધાર્મિક વિધિ ઉત્તમ છે પણ, આજના વિશ્વમાં એટલા સમાવેશક વાતાવરણનું નિર્માણ કરવું અઘરું છે જે માત્ર થોડા સમાજો જ કરી શક્યા છે. બાકીના બધાં ખૂબ જ અલગ કરનારા બની ગયા છે. આ સંદર્ભમાં ધ્યાન ખૂબ જ અગત્યનું છે.