ટાઈમ્સ નાવ ટીવી ચેનલ, યોગી અને રહસ્યવાદી એવા સદગુરુની સાથે અભિનેત્રી નંદિતા દાસ અને જાહેરાતના વિશેષજ્ઞ એવા પ્રહલાદ કકકરનું ઇન્ટરવ્યૂ લે છે અને “આધ્યાત્મિકતા શું છે?” તેને સમજવાનો પ્રયત્ન કરે છે."

સદગુરુ : આધ્યાત્મિકતા કોઈ ખાસ અભ્યાસ નથી. તે જીવવાની એક ચોક્કસ રીત છે. ત્યાં પહોચવા માટે, ઘણી બધી વસ્તુઓ કરવી પડે છે. આ તમારા ઘરના બગીચા જેવું છે. જો છોડ, માટી, સૂર્યપ્રકાશ અથવા છોડના બીજ અમુક રીતે હશે, તો તે ફૂલો આપશે નહીં, તમારે કંઈક કરવું પડશે. તમારે તે બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેથી જો તમે તમારા શરીર, મન, ભાવનાઓ અને શક્તિઓને ચોક્કસ સ્તરની પરિપક્વતા માટે કેળવશો, તો તમારી અંદર કંઈક બીજું જ ખીલી ઊઠે છે - તે જ આધ્યાત્મિકતા છે. જ્યારે તમારી તર્કસંગતતા અપરિપક્વ છે, ત્યારે તે બધી બાબતો પર શંકા કરે છે. જ્યારે તમારી તર્કસંગતતા પરિપક્વ થાય છે, ત્યારે તે બધું એકદમ અલગ પ્રકાશમાં જુએ છે.

જ્યારે પણ કોઈ મનુષ્ય પોતાના કરતા કંઈક મોટું અનુભવે છે ત્યારે "આ ભગવાન છે” તે જોવાની આ પરંપરાગત રીત છે. ભગવાનનો આખો વિચાર ફક્ત તે જ છે - તમારાથી મોટુ, કંઈપણ. તે માનવી કે અનુભવ કે પ્રકૃતિનું કોઈ પાસું હોઈ શકે છે. પરંતુ શું આ આધ્યાત્મિક છે? ના, આ ફક્ત જીવન છે. જ્યારે હું "ફક્ત જીવન" કહું છું, ત્યારે હું તેને નાની વસ્તુ તરીકે બરતરફ કરવાનો પ્રયાસ કરી નથી રહ્યો. તે મહાન વસ્તુ છે. ફક્ત ત્યારે જ જ્યારે જીવન તમારા માટે એક જબરજસ્ત, શક્તિશાળી, આનંદકારક અનુભવ બની જાય, ત્યારે તમે જાણવા માંગો છો કે આ કોણ બનાવી શકે.

જો તમે પ્રક્રિયા અથવા સર્જનના સ્ત્રોતને જાણવા માંગતા હો, તો તમારા માટે સર્જનનો સૌથી ઘનિષ્ઠ ભાગ તમારું પોતાનું શરીર છે, શું નથી? અહીં એક સર્જનહાર બંધક છે, તમારી અંદર ફસાયો છે. તમારે તેને અહીં ચૂકી જવો જોઈએ નહીં. જો તમે તેને અહીં ચૂકી ન જાઓ, જો તમને તમારી અંદરના સર્જનનો સ્ત્રોત ખબર હોય, તો તમે આધ્યાત્મિક છો.

શું ભગવાનમાં વિશ્વાસ તમને આધ્યાત્મિક બનાવે છે?

એક નાસ્તિક આધ્યાત્મિક ના હોઈ શકે. પરંતુ તમારે સમજી લેવું જોઈએ કે એક આસ્તિક પણ આધ્યાત્મિક ન હોઈ શકે. કારણ કે નાસ્તિક અને આસ્તિક અલગ નથી. એક માને છે કે ભગવાન છે, બીજો માને છે કે ભગવાન નથી. તે બંને એવી કોઈ વાત પર વિશ્વાસ કરી રહ્યા છે જે તેમને ખબર નથી. તમારી સમસ્યા એ છે કે તમે એટલા નિષ્ઠાવાન નથી કે તમે સ્વીકારી શકો કે તમને ખબર નથી. તેથી આસ્તિક અને નાસ્તિક અલગ નથી. તેઓ એ જ લોકો છે જે જુદા હોવાનો અભિપ્રાય મૂકે છે. આધ્યાત્મિક સાધક ન તો આસ્તિક છે અને ના તો નાસ્તિક. તેને ખબર પડી ગઈ છે કે તે જાણતો નથી, તેથી તે શોધી રહ્યો છે.

જે ક્ષણે તમે કંઈક માનો છો, તમે બાકીની બધી બાબતોમાં અંધ બની જાઓ છો. જે પ્રમાણે બતાવવામાં આવે છે તે પ્રમાણે પૃથ્વી પરનો આખો સંઘર્ષ સારા અને અનિષ્ટ વચ્ચે નથી. તે હંમેશાં એક માણસની માન્યતા વિરુદ્ધ બીજા માણસની માન્યતા હોય છે. માન્યતાની જરૂરિયાત આધ્યાત્મિક કરતાં વધુ માનસિક છે. તમે કોઈ વસ્તુ સાથે વળગી રહેવા માંગો છો, તમને સલામતી અનુભવવી છે, તમે એવું અનુભવવા માંગો છો કે તમે આ બધું જાણે છે. તે ખૂબ જ અપરિપક્વ મનથી આવી રહ્યું છે. જો તમને આ અસ્તિત્વ વિશે કંઈપણ ખબર ન હોય તો સમસ્યા શું છે. તમે ખરેખર કંઈપણ જાણતા નથી. તે સુંદર છે! અને તમે જૂવો કે પોતાને કેવી રીતે સુંદર અને આનંદકારક બનાવી શકો, જે તમારા હાથમાં છે.

આધ્યાત્મિક અનુભવ શું છે?

સમુદ્રમાં અથવા પર્વત પર જવું અને કોઈ અનુભવ મેળવવો સુંદર હોઈ શકે છે, તમારે તે જ રીતે વિશ્વનો આનંદ માણવો જ જોઇએ, પરંતુ તમારે સમજી લેવું જોઈએ, સમુદ્રમાં રહેલી માછલીઓ તેને આધ્યાત્મિક અનુભવ નથી માનતી, ન તો પર્વતની બકરીઓને લાગે છે કે પર્વત એ એક આધ્યાત્મિક અનુભવ છે કારણ કે તેઓ ત્યાં હંમેશાં છે. જો તમે તેમને શહેરમાં લાવો છો, તો તેઓ વિચારી શકે છે કે તે એક આધ્યાત્મિક અનુભવ કરી રહ્યા છે. તે તમારી અંદરના અવરોધને તોડવાનું છે - તમારી અંદર કંઈક તૂટી ગયું છે. તમે એક શેલમાં (કોટલામાં) હતા. આ તૂટી ગયું અને એક મોટું શેલ બન્યું. હું જે કહું છું તે છે, જો તમને મોટા શેલની ટેવ પડી જાય છે, તો તે પાછલા જેવું જ લાગે છે.

તેથી જો તમે અનંત બનવા માંગતા હો અને તમે તેનો ભૌતિકતા દ્વારા પ્રયાણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તમે અનિવાર્યપણે હપતાથી અનંત તરફ જવાનો પ્રયાસ કરી રહ્યાં છો. શું તમે 1, 2, 3, 4, 5 એમ ગણતરી કરતાં એક દિવસમાં અનંતમાં પહોંચી શકો છો? તમે ફક્ત અનંત ગણતરી બનશો. તે રસ્તો નથી. શારીરિક માધ્યમ દ્વારા, તમે ક્યારેય અનંત પ્રકૃતિ તરફ પહોંચી શકતા નથી. દરેક મનુષ્ય અનંત બનવાનો પ્રયત્ન કરે છે. જો તમે તેને જે ઇચ્છો તે આપો, તો ત્રણ દિવસ સુધી તે ઠીક છે. ચોથા દિવસે તે કંઈક બીજું શોધશે. કોઈક તેને લોભ તરીકે ઉલ્લેખી શકે છે, પરંતુ હું ફક્ત કહું છું કે આ જીવન પ્રક્રિયાને ખોટી દિશામાં લઈ જનારી છે. જો તમે અનંત પ્રકૃતિને જાણવા માંગતા હો, તો તમારે અનુભવ કરવો જ જોઇએ, તમારે કંઈક એવું સમજવું આવશ્યક છે કે જે શારીરિક બહારનું નથી. જ્યારે તમે સમુદ્રમાં કૂદકો લગાવ્યો હોય ત્યારે તમે કોઈ વસ્તુને સ્પર્શ્યું હશે, જ્યારે તમે કોઈ પર્વત જોયો હશે, જ્યારે તમે કોઈ ગીત ગાયા હતા, જ્યારે તમે નાચ્યા હતા, જ્યારે તમે તમારી આંખો બંધ કરી હતી, ત્યારે તે ઘણી બધી રીતે તે વ્યક્તિને થઈ શકે છે. તમે તેને સ્પર્શ કર્યો, પરંતુ હવે પ્રશ્ન ટકાઈ રાખવાનો છે.

એક સરળ પ્રેક્ટિસ

એક વસ્તુ એ છે કે, અમે તમને ખૂબ સરળ વસ્તુ પર મૂકી શકીએ છીએ, જે વ્યક્તિલક્ષી છે. કોઈ પણ વ્યક્તિલક્ષી તકનીક તમને અસમર્થ વાતાવરણમાં શીખવી શકાતી નથી. તેથી જો તમે તમારી જાતને ખૂબ જ પ્રતિબદ્ધ અને કેન્દ્રિત સમયની એક નાની જગ્યા આપવા તૈયાર હો, તો અમે તમને એક સરળ અભ્યાસ પર મૂકી શકીએ છીએ, જ્યાં ફક્ત દિવસની 21 મિનિટનું (અંદરની ઇજનેરી) રોકાણ કરવાથી તમે તમારા દિવસની શરૂઆત ખૂબ જ અસાધારણ રીતે કરી શકો છો. તમારી અંદર એક ખૂબ જ શક્તિશાળી અનુભવ અનુભવ જે તમને દિવસભર શાંતિપૂર્ણ અને આનંદકારક રાખે છે.

તે સિવાય, તેને ટકાવી રાખવા માટે, દરેક માનવીએ એક સરળ વસ્તુ કરવાની છે, તમારી સામિલતાની સમજને અસ્પષ્ટ બનાવો. જો તમે કોઈ વ્યક્તિ, ઝાડ અથવા વાદળને જુઓ તો તમે પણ એટલા જ સામેલ છો. તમે તમારા પોતાના શરીર અને શ્વાસ સાથે સમાન રીતે સામેલ છો. જો તમને કોઈ ભેદભાવ ન હોય કે જે-તે સારું છે, અને તમે જીવનના દરેક પાસા સાથે સમાન રીતે સામેલ છો, તો તમે સતત આધ્યાત્મિક રહેશો. કોઈએ તમને અધ્યાત્મ એટલે શું તે શીખવવાની જરૂર નથી.

સંપાદકની નોંધ: સદ્ગુરુ ઇશા ક્રિયા ઓફર કરે છે, એક નિ:શુલ્ક, ઓનલાઇન માર્ગદર્શિત ધ્યાન, જે આરોગ્ય અને સુખાકારી લાવવામાં મદદ કરે છે. આ સરળ છતાં અસરકારક 12 મિનિટની પ્રક્રિયાનો દૈનિક અભ્યાસ કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.