પહેલો સાધના પદ કાર્યક્રમ, જે ઈશા યોગ કેન્દ્રમાં 200થી વધુ પ્રતિભાગીઓ સાથે ગુરુ પુર્ણિમાના અવસર પર શરૂ થયો હતો, મહાશિવરાત્રિ 2019 પર સમાપ્ત થયો. આ કાર્યક્રમના પ્રતિભાગીઓ એ યોગ કેન્દ્રમાં 7 મહિના વિતાવ્યા અને એમની ગહન સાધનાથી ભરપૂર દિનચર્યામાં યોગ અભિયાસ અને સ્વયંસેવા સામેલ હતા.

 

પ્રતિભાગીઓ લાંબા સમય સુધી સદગુરુ સાથે સત્સંગની રાહ જોઈ રહ્યા હતા, જે આ મહિને આયોજીત થયુ અને પ્રતિભાગીઓ વચ્ચે ખુશીની લેહેર દોડી ગઈ. આ સત્સંગનો માહોલ આનંદ અને ખુશીના આસુઓથી ભરેલો હતો.

સદગુરુ:- તમે બધાએ આ સાધના પદમાં ઘણી સારી રીતે સાધના કરી છે. હું એની ઘણી પ્રશંસા કરું છું. આજના સમયમાં, જ્યારે યુવાઓ આવી કોઈ વસ્તુઓથી જોડાઈ રહે છે, જેની આજુ-બાજુ પણ એમને ન હોવું જોઈએ, આ ઉમરમાં લોકોને અહિયાં જોવું સાચે જ અદ્ભુત છે. જ્યારે હું યુવા હતો, ત્યારે મારી આજુ-બાજુ બધા લોકો અલગ-અલગ પ્રકારની વસ્તુઓ રહી રહ્યા હતા. ફક્ત હું એકલો ઘણો ઉત્સાહિત હતો, જે પોતાની અંદર જ કઈક કરવા ઈચ્છતો હતો. બાકી બધા લોકો બીજા સાથે કઈક કરવા ઇચ્છતા હતા. તો તમને બધાને અહિયાં જોવું અદ્ભુત છે.

જો તમે બસ પોતાની માનવતાને જીવંત રાખશો, તો હું તમારા જીવનના દરેક ક્ષણ તમારી સાથે જોડાઈ રહીશ- પણ તમારે અને જીવંત રાખવું પડશે. બાકી બધા જીવોને એમની પ્રવૃતિઓ ચલાવે છે. દરેક જીવ, પોતાની રીતે, પોતાના સહજ-સ્વભાવથી કાયમ પોતાની સીમાઓ નક્કી કરે છે. મનુષ્ય હોવાઓ અર્થ છે- તમે ચેતનાથી પોતાની સીમાઓને દૂર કરી શકો છો. અને સીમાઓ વગર જીવી શકાય છે. જે દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ એની પ્રકૃતિના કારણે અને ભૌતિક કારણોથી આપણે એક સુરક્ષા ઘેરો બનાવી શકયે છીએ. પણ આપણા હૃદયમાં કોઈ સીમાઓ ન હોવી જોઈએ.

તો કૃપા કરી એ જુવો, કે એને પોતાની માટે એક હકીકત કેવી રીતે બનાવાય. સાધના પદનો સમય સમાપ્ત થવાનો અર્થ એ નથી કે, આ બધાની અવગણના કરીને સાધના છોડી દો. જીવન જ સાધના છે. સાધના નો અર્થ છે ઓજાર. આ શરીર, મન અને આપણી ઊર્જા આપણા ઓજાર છે અને વસતાવમાં આપણી પાસે ફક્ત આ જ ઓજાર છે. જો આ ઝડપી અને અસરકારક ન બને તો આપણું જીવન નકામું થઈ જશે.

સૌથી પહેલા સાધનપદ કાર્યક્રમના સમાપન પર, પ્રતિભાગીઓ એ પોતાના અનુભવ આપણી સાથે શેયર કર્યા. આવો જાણ્યે એમના અનુભવો વિષે. એ મૂળ રૂપથી પાછલા થોડા મહિનાઓના અનુભવ શેયર કરી રહ્યા છીએ, જેમાં એમણે મહાશિવરાત્રિ અને સમ્યમાની તૈયારી કરી.

sadhanapada-2019-collagepic

કૈવલ્ય પદના આવવા પર, પ્રતિભાગી આપણાથી શેયર કરી રહ્યા છે કે કેવી રીતે પાછલા 7 મહિનાઓમાં એક આનંદિત જીવન માટે એક સ્થિર પાયો તૈયાર થયો છે. જ્યારે બધા ઈશામાં 25મી મહાશિવરાત્રિ ઉત્સવની રાહ જોઈ રહ્યા હતા, એમાથી કેટલાક પ્રતિભાગી એને વધુ સારું બનાવવા માટે અલગ-અલગ ગતિવિધિઓમાં લાગી ગયા હતા.

સંકેત, ભારત- મહાશિવરાત્રિ કોઓર્ડિનેશન ટીમ

જબરદસ્ત કામ અને પૂર્ણ સ્થિરતા! સાધનપદમાં આ બંને વસ્તુનો અનુભવ કરવો એ મારૂ સપનું છે. મને પોતાને આ દિશામાં જતાં જોઈ ઘણી આનંદ થઈ રહ્યો છે-ખાસ કરીને મહાશિવરાત્રિથી પહલેના થોડા અઠવાળિયાની સ્વયંસેવામાં એવું થઈ રહ્યું હતું. પારંપરિક હઠ યોગના પ્રતિભાગીઓને જાણવું અને એમને સમજીને એમની મદદ કરવું મારા માટે એક અદ્ભુત અનુભવ રહ્યો.

સ્ટેવન, જર્મની- સાધના પદમાં ભાગ લેવાનું કારણ 

હું દરેક વસ્તુ ફક્ત એટલા માટે નથી કરવા માંગતો, કારણ કે દરેક જાણ એ કરી રહ્યું છે. તો હું કઈક એવું કરવા ઈચ્છતો હતો જેનાથી હકીકતમાં પરિવર્તન આવે. અને સાધના પદમાં તેઓ એક એવી જગ્યા પ્રદાન કરી રહ્યા છે, જ્યાં તમને ફક્ત રહેવાનું છે- તમને ભોજન, કરિયાણું કે પછી બીજી કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. તમે અહિયાં રહી હસકાઓ છો, સ્વયંસેવા કરી શકો છો અને આનંદિત થઈ શકો છો.

અનિરુદ્ધ, રશિયા- આભારનો અર્થ સમજવણો અવસર

મારી સ્વયંસેવાનો એક ભાગ રશિયાથી આવેલા એક મોટા સમૂહ સાથે દક્ષિણ ભારતની યાત્રા પર જવાનું હતું. આ યાત્રા પર એમની સાથે જવાથી હું હજી વધુ આનંદિત થઈ ગયો, કારણ કે મે ભોજન અને ઊંઘની ચિંતા ન કરી અને કાયમ એજ વિચારતો રહયો કે એમના અનુભવને કેવી રીતે સારું બનાવવા માટે શું કરી શકું છું.

હું સાચે જ આભારી છું કે મને આનો ભાગ બનવાની અવસર મળ્યો. જો મને એક એવી વસ્તુ બતાવી પડે જેને હું ચોક્કસ મારી સાથે પાછી લઈ જવા ઈચ્છું છું તો એ વસ્તુ આભારનો સાચો અર્થ હશે.

પૌલિના, મેક્સિકો – ઉત્સવ ઉજવવું અને જૂની રીતોને પછાડ છોડી દેવું

હું ભારતીય સંસ્કૃતિને એટલું પસંદ કરું છું કે મને વિશ્વાસ છે કે પાછલા જનમમાં હું ભારતીય હતી! ભારત દેશમાં લોકો જીવનને અલગ-અલગ ઉત્સવ તરીકે ઉજવે છે- દરેક મોસમ, પોતાના કામના સમાન, પોતાને દરેક દેવતા, દરેક પશુ, દરેક ઝાડ, દરેક વસ્તુનો ઉત્સવ મનાવાયા છે.

મારી માટે સાધના પદનો અર્થ છે મુક્તિ- પોતાની જૂની રીતોથી મુક્તિ. પહેલા હું કાયમ તણાવમાં રહેતી હતી. કે પાછી નિરાશ, ક્રોધિત કે ચિંતાગ્રસ્ત રહેતી હતી-હું દરેક વસ્તુ વિષે દર સમયે ચિંતા કરતી હતી. સાધના પદે મને એ બધી વસ્તુઓથી મુક્ત કરી દીધું છે. હું એ નિરંતર ચિંતાની સ્થિતિથી મુક્ત થઈ ગઈ છું.

નોરા જર્મની-નિરાશાથી આનંદ સુધીનો સફર

હું અલગ-અલગ કામ કરી રહી હતી અને અલગ-અલગ દેશોમાં રહેતી હતી. એટલા માટે કાયમ ઘબ્રામણ બની રહેતી.

મને એવું લાગતું કે આ એક ઘણું મોટી વાત છે કે મને આ વાતનો આભાસ જ ન હતો કે હું કેટલા તનાવમાં જીવી રહી છું.

તો સાધના પદના આ 7 અહીના મારા માટે સાચે જ જબરદસ્ત રહ્યા છે ને મને અદ્ભુત આનંદ, સ્પષ્ટતા અને સંતુલનની ભાવના મળી છે.

 

સાધના પદ 2018ના પ્ર્તિભાગી હવે આગડ શું કરશે

અહિયાં વિતાવેલો સમયથી પ્રેરિત થઈને, ઘણા પ્રતિભાગી આશ્રમમાં સ્વયંસેવાઓ ના રૂપમાં રહીને સદગુરુના સપના ને પૂર્ણ કરવામાં મદદ કરવા ઈચ્છે છે અને સાધના પદ વખતે સ્થાપિત થયેલા અનુભવો ને હજી વઘુ ગહન બનાવવા ઈચ્છે છે. બાકીના પ્રતિભાગી પોતાના ઘરમાં રહીને આશ્રમ ગતિવિધિઓમાં મદદ કરવા ઈચ્છે છે. અને ઘણા પ્રતિભાગીઓ એ પાછા આવીને સાધના પદ 2019માં સ્વયંસેવા કરવાની વાત પણ કરી છે.

સાધના પદ 2019 માટે રજીસ્ટ્રેશન ખૂલી ગયા છે!

આ વર્ષે, સદગુરુ સાધના પદને પહલેથી વધુ મોટા પાયે ઉપલબ્ધ કરાવવા ઈચ્છે છે, જેનાથી આ સંભાવના વધુ લોકો માટે ઉપલબ્ધ થઈ શકે. આ કાર્યક્રમ ગુરુ પુર્ણિમા (જુલાઇ 2019)ના દિવસે શરૂ થસે અને મહાશિવરાત્રિ (ફેબ્રુઆરી 2020) પર આનો સમાપન થશે.

Register Now