Death-Book-Banner

શોકનો મૂળ સ્વભાવ

પ્રશ્ન : હાલમાં જ મેં એક પ્રિય વ્યક્તિને ખોયું છે. એના કારણે થતી પીડા અને થયેલા શોક સાથે કઈ રીતે રહેવું?

સદગુરુ : તમારે સમજવું જોઈએ કે તમોને થતો શોક, કોઈના ગુજરી જવાનો નથી. એક જીવન પૂરું થઈ ગયું, એનાથી તમને કોઈ ફેર પડતો નથી. રોજે હઝારો લોકોનું અવસાન થાય છે. તમારા શહેરમાં જ કેટલાય લોકો મરી જાય છે અને કેટલાય લોકો શોકમાં હોય છે, પણ તેનાથી તમને કોઈ ફરક પડતો નથી. એનાં થી તમારા અંદર કોઈ શૂન્યતા પણ નથી આવતી.

સમસ્યા એ છે કે એક ખાસ જીવન જતા રહેવા થી તમારા જીવનમાં એક શૂન્યતા આવી ગયી છે. તમારું શોક કરવાનું કારણ એ છે કે કોઈ એવા જતા રહ્યા છે જે ઘણાં અર્થમાં તમારા જીવન ના એક ભાગ હતા. તમારા જીવન એક ભાગ ખાલી થઈ ગયો છે અને તમે એ ખાલીપણાને સંભાળી નથી શકતા. આ કાંઈક એવું છે - તમે થોડાક લોકો સાથે એક રમત રમી રહ્યા હતા અને હવે, એ માં થી એક વ્યક્તિ અચાનક જતી રહી છે. હવે રમતમાં એક જગ્યા ખાલી પડી ગયી છે જેનો ભાગ ભજવનાર કોઈ નથી. અને, તમે આને સંભાળી નથી શકતા.

જો તમે ભ્રમમુક્ત થાઓ, તમારો મોહભંગ થઈ, જાય તો એનો અર્થ એવો છે કે તમારી ભ્રાંતિનો અંત થઈ ગયો છે. જ્યારે તમારી ભ્રાંતિયો નાશ પામે ત્યારે માયા ખલાસ થઈ જાય. આ જ સમય છે વાસ્તવિકતા ઉપર આવાનો.

તમે તમારું જીવન કોઈની સાથે, એના આજુ બાજુ રહીને જીવ્યા. તમે તમારા મનમાં યોજના બનાવી - "હું 'આ વ્યક્તિ' ને પરણીશ, મારે બે છોકરાઓ હશે, હું એ છોકરાઓ ને અમુક, તમુક બનાવીશ..., વિગેરે, વિગેરે". પણ, હવે જ્યારે એ વ્યક્તિ તમારા જીવનમાં થી જતી રહી, અચાનક જ તમારા એ બધા સ્વપ્નો ચૂર ચૂર થઈ ગયા. તમે નથી જાણી શકતા કે હવે પોતાની સાથે શું કરવું? તમારો મોહભંગ થઈ ગયો છે.

જો તમે ભ્રમમુક્ત થાઓ, તમારો મોહભંગ થઈ જાય તો એનો અર્થ એવો છે કે તમારી ભ્રાંતિ નો અંત થઈ ગયો છે. જ્યારે તમારી ભ્રાંતિઓ નાશ પામે ત્યારે માયા ખલાસ થઈ જાય. વાસ્તવિકતા ઉપર આવાનો આ જ સમય છે. કમનસીબે મોટા ભાગ ના લોકો પોતા ની અંદર આ પ્રક્રિયા ને ખૂપ જ પીડાદાયક અને એક નાશ કરનારી પ્રક્રિયા બનાવી દે છે.

તમારો શોક તમારી પોતાની અપૂર્ણતા માટે છે. તમોને કોઈ ના અવસાન સિવાય, બીજા કારણો થી પણ શોક થઈ શકે છે. લોકો આ માટે પણ શોક માં હોય છે કે તેઓ સફળ નથી થયા. લોકો આ કારણે પણ શોક કરતા હોય કે તેઓ જે ઇચ્છીતા હતા તે તેમને નથી મળ્યું, અથવા એમનું મકાન બળી ને ખાક થઈ ગયું છે, અથવા એમની ગાડી ચોરાઈ ગયી છે. કોક છોકરા ને તેનું ટેડી બિયર ખોવાઈ જવાનું દુઃખ હોય. કદાચ એ છોકરા ને પોતાના માં બાપ કરતા પેલા ટેડી બિયર નો વિછોહ વધારે સાલતું હોય. કોઈ બીજો, પોતાના ગુજરી ગયેલા દાદા કરતાં ખોવાઈ ગયેલા કૂતરા માટે વધારે શોક માં હોઈ શકે. મેં આવું થતા જોયું છે અને ઘણા લોકો ને બહુ આશ્ચર્ય થતું. પણ આ બધું ખૂપ જ માનવીય છે. એ છોકરા ને તેના દાદા કરતાં પોતાના કૂતરા માટે લાગણી વધારે હતી.

તમારે એ વિચાર કરવો જોઇયે કે કોઈ ના જતા રહેવા થી કેમ તમે અપૂર્ણતા ની લાગણી અનુભવો છો? આ જીવન, જે તમને મળ્યું છે, પૂર્ણ જ છે. જો તમે એ જીવન ને, એ જેવું છે તેવું જ, જાણતા હો તો અપૂર્ણતા નો કોઈ પ્રશ્ન નથી. આ એક પૂર્ણ જીવન છે. જો આ જીવન અપૂર્ણ હોત તો તેનો અર્થ એવો થાત કે સૃષ્ટીકર્તાએ કોઈ ખરાબ કામ કર્યું છે. પણ એવું નથી.એ એક મહાન કામ છે - મોટા ભાગ ના લોકો સમજી શકે, તેના કરતાં વધુ મહાન છે. આ એક ગજબ નું, અદભુત કામ છે. આ જીવન જેવું છે તેવું જ જો તમે અનુભવ્યું હોય તો તમારા માં કોઈ પણ કારણે કોઈ ખામી રહે નહીં, કોઈ કાણું પડે નહીં, કેમ કે આ એક પૂર્ણ જીવન છે. તમે એ જીવન ને તમારા કામકાજ, કે તમારી કાર, કે તમારા મકાન, કે તમારા પરિવાર અથવા બીજી કોઈ પણ વસ્તુ થી ભરી નહીં શકો.

આ જીવન વાતચીત કરી શકે છે, સંબંધિત હોઈ શકે છે અને ઘણી બધી વસ્તુઓ નો સમાવેશ કરી શકે છે. છતાંય, એના વડે જ આ એક પૂર્ણ જીવન છે. આ એ રીતે જ છે. જો તમે એવી દશા અને આવા અનુભવ માં હો તો પછી, તમારી નોકરી જતી રહે કે તમારા પૈસા જતા રહે કે તમારી અતિપ્રિય વ્યક્તિ ગુજરી જાય, તો પણ તમે શોક નહીં કરો.

કોઈ પ્રિય વ્યક્તિના અવસાનને સહન કરવું

વાત જાણે એમ છે કે જ્યાં સુધી લોકો નો પ્રશ્ન છે, જો આપણે એમને મૃત્યુ ના કારણે ખોવી દઈએ તો આ નુકશાન કદીએ પૂરું નથી થતું. આપણી કોઈ વસ્તુ ખોવાઈ હોય તો એ નવી આવી શકે, પદ, સ્થાન, પૈસા, સંપત્તિ એ બધું નવું મેળવી શકાય પણ જ્યારે આપણે કોઈ માણસ ને ગુમાવીયે તો એના સ્થાને બીજો ના આવી શકે. એટલે જ આ બાબત માં શોક વધુ ગહન હોય.

જો તમે પોતાની પૂર્ણતા વેહંચવા માટે કોઈ સંબંધ બનાવો તો પછી કોઈ શોક નહીં થાય.

આવું આપણ ને થઈ રહ્યું છે કારણ કે આપણે પોતા ની જાત ને એક સંગ્રહ તરીકે બનાવી લીધો છે. આપણે કોણ છીયે, એ આપણી પાસે કઈ વસ્તુઓ છે, આપણું સમાજ માં શું સ્થાન છે, કેવું પદ છે, કોની સાથે આપણા સંબંધો છે અને કયા લોકો આપણા જીવન માં છે, એના પર આધારિત થઈ ગયું છે. જો આ બધા માં થી કાંઈ પણ એક જતું રહે તો આપણા માં એક શૂન્યતા, ખાલીપણું આવી જાય છે. એ જ આપણી તકલીફ છે.

તો, આપણા સંબંધો આપણી પૂર્ણતા ના આધારે હોવા જોઈયે, જીવન ને ભરવાના સાધનો રૂપે નહીં. જો તમે કોઈ સંબંધ નો ઉપયોગ પોતા ને પૂર્ણ બનાવવા માટે કરતા હો તો પછી, તમે જ્યારે એને ગુમાવો, ત્યારે તમે ખાલી થઈ જશો. જો તમે પોતા ની પૂર્ણતા વેંહચવા માટે કોઈ સંબંધ બનાવો, તો પછી કોઈ શોક નહીં થાય.

આનો અર્થ એવો નથી કે હું તમને પડતી ખોટ ને, તમે જે કાંઈ ગુમાવો છો, એને ઓછું કરી ને આંકુ છું. આપણે જ્યારે આપણા કોઈ પ્રિય વ્યક્તિ ને ગુમાવીયે છીયે તો આ બધી વાતો કામ નથી કરતી. આ કોઈ ને થયેલ પીડા ને, ખોટ ને કોઈ મહત્વ નથી આપતા એવું લાગે. એટલેજ, આપણે આપણા જીવન માં આ વાત સતત ઉછેરવી જોઇયે કે આપણી પાસે શું છે એનાથી આપણે કોણ છીયે એ નક્કી નથી થતું. આપણે કોણ છીયે એનાથી આપણા જીવન માં આપણી પાસે શું છે એ નક્કી થાય છે. આવું બધાજ મનુષ્યો ને થવું જોઇયે. આજ આધ્યાત્મિક પ્રક્રિયા છે.

આપણે નશ્વર પ્રાણીઓ છીયે

જીવન ની પ્રકૃતિ જ એવી છે કે તમે અને તમારા પ્રિયજનો કોઈ વખતે તો મરવાના જ છે. પ્રશ્ન ફક્ત આટલો જ છે કે પહેલા કોણ જશે? કહેવામાં નિર્દય લાગે પણ કહેવાનો આશય એવો નથી. એની સાથે સમાધાન માં આવું, એને સારી રીતે સમજી લેવું એ ઘણા મહત્વ નું છે. જો આવું નહીં થાય તો આપણે પોતાને જ સારી સારી વાતો કહીશું જે આપણ ને આજે સાંત્વના આપશે પણ કાલે સવારે, વાસ્તવિકતા આપણ ને ફરી થી હેરાન કરશે.

જીવન ની પ્રકૃતિ જ એવી છે કે તમે અને તમારા પ્રિયજનો કોઈ વખતે તો મરવાના જ છે. પ્રશ્ન ફક્ત આટલો જ છે કે પહેલા કોણ જશે?

આપણે જ્યારે અહીં છીયે તો દરેક ને આપણો સહુ થી સારો ચેહરો બતાવવો જોઇયે. જો કોઈ ડૉક્ટર તમારા મિત્ર ને કહે કે એ કાલે મરવાનો છે, તો તમે તમારા મિત્ર ને તમારો સહુ થી સારો ચેહરો બતાવશો પણ જો એ મિત્ર કહે, "ના, હું પચાસ વરસ પછી મરવાનો છું", તો તમે કોઈ પરવાહ નહીં કરો. પણ, આ વાત ને તમે જો ખરેખર જુઓ તો એવું છે કે આપણે જાણતા નથી કે કોઈ નો મૃત્યુ કાલે થશે કે પચાસ વરસ પછી. તમે જાણો છો કે તમે મરવાના છો અને એ લોકો પણ મરવાના છે. પણ ક્યારે, એ તમે નથી જાણતા.

હું તમને તમારો સહુ થી સારો ચેહરો બતાવવા કહું છું કેમ કે હું જાણું છું કે તમે મરવાના છો. કોક માટે હું જાણતો પણ હોઉં કે એ ક્યારે મરવાના છે પણ ઘણી વખત હું નથી જાણતો કે કોઈ ક્યારે મરશે. હું બસ આટલું કરું છું કે હું તમને બધાને મારો સહુ થી સારો ચેહરો બતાઉં છું કેમ કે હું જાણું છું કે તમે મરી રહયા છો. આ દરેક માનવી માટે સાચું છે. આ દરેક જીવન માટે સાચું છે. કોને ખબર કે તમારા ઘર ના બાહર નું ઝાડ ક્યારે મરવાનું છે? અથવા, તમે ક્યારે મરવાના છો? તમે નથી જાણતા, તો પછી, શું તમારે એમને બધાને જ તમારો સહુ થી સારો ચેહરો નહીં બતાવવો જોઈએ?

આનંદના આંસુ, શોક ના નહીં

અમુક લોકો આપણ ને પ્રિય હોય કેમ કે એ લોકોએ આપણા જીવન ને કોઈ પણ પ્રકારે, કદાચ ઘણાં પ્રકારે પણ, ઉન્નત બનાવેલું હોય. તો આપણે એમને યાદ કરવું જ જોઇયે, અને સારી રીતે યાદ રાખવું જોઇયે. પણ, એમના ગુજરી જવા થી આપણે દુઃખી નહીં થવું જોઇયે. આપણે એમનું આદર કરવું જોઇયે, એમને માન આપવું જોઇયે, કેમકે તેઓએ આપણ ને ઉન્નત કર્યું છે. જે મધુરતા અને કોમળતા એમને, કોક પ્રકાર થી, અમુક વખતે આપણ ને આપી છે, તેથી તેઓએ આપણ ને એવો અનુભવ કરાવ્યો કે તમારું જીવન પૂર્ણ છે. એમને તમારા જીવન ને પૂર્ણતા નો અનુભવ કરાવ્યો. તો એમને યાદ કરી ને હંમેશા તમારા આનંદ અને પ્રેમ ના આંસુ આવવા જોઇયે નહીં કે શોક ના. જો તેઓ નું જીવન તમારા માટે ઘણી અદભુત, સુખદ વસ્તુઓ ની જેમ હતું તો તમારે આ વાત તમારી આજુ બાજુ ના લોકો ને કહેવી જોઈએ.

તમારા માટે એમનું મહત્વ હતું કારણ કે કોક રીતે, તેઓ, તમારા માટે, ખૂપ સુખદ, અદભુત હતા. તો એમની સ્મૃતિઓ તમારા માટે એ અદભુત વાતો લાવે એવું જ હોવું જોઈયે. તેના થી તમારે ડિપ્રેશન અને શોક માં નહીં જવું જોઈયે. જો તમે ડિપ્રેશન અને શોક માં ઉતરી જાઓ તો એનો અર્થ એવો થાય કે તમોએ જીવન ના સહુ થી મૂળ ભાગ - નશ્વરતા - ને સ્વીકાર નથી કર્યો.

કોઈ સારો હોય કે ખરાબ, એ મરવાનો તો છે જ. એનો અર્થ એવો નથી થતો કે હું તમોને પડેલ ખોટ ની મજાક કરું છું. હું સમજું છું કે તમારા ગુજરી ગયેલા પ્રિયજનો તમારા માટે કેટલા મહત્વ ના હતા પણ મારી ઈચ્છા એ છે કે તમે એમને, એમની સારી, અદભુત વાતો માટે યાદ કરો, એમના જવા થી પોતે દુઃખી થવા માટે નહીં. જો તમે એમના પહેલા ગુજરી ગયા હોત તો એમની પરિસ્થિતિ કેટલી ખરાબ હોત? તો તમારે સહજ થઈ ને એક માનવી ની જેમ સ્થિર થવું જોઈયે. એમની સાથે તમારા માટે જે પણ અદભુત વાતો થઈ એનો ઉલ્લેખ તમારે કોઈ પણ રીતે કરવું જ જોઈયે. જો એમનું જીવન તમારા માટે ઘણી અદભુત વસ્તુઓ જેવું હતું તો હજુ જે લોકો તમારી આજુ બાજુ છે તેઓ ને તમારે આ વાતો કહેવી જ જોઈએ. આ રીતે જ જીવન ચાલે છે.

કોલાજ ના ટુકડા

હું જ્યારે કહું છું, 'જીવન', તો હું ફક્તને ફક્ત જીવનની વાત કરી રહ્યો છું, તમે શું કરો છો, એની નહીં. તમે સામાન્ય રીતે વિચારો છો - જીવન એટલે તમારું કુટુંબ, તમારું કામ, તમારો કારોબાર, તમારી સંપત્તિ અને બીજું જે કંઈ તમારી પાસે છે. પણ આ બધી તો જીવનની સહાયક સામગ્રીઓ છે. તમે એવું વિચારીને તમારા જીવનમાં પૈસા, સંપત્તિ, સગપણ, છોકરાઓ લઈ આવ્યા કે આ બધું તમારા જીવન ને ઉન્નત કરશે. તમે આટલી બધી સહાયક સામગ્રીઓ ભેગી કરી અને એમાં આટલા બધા સામેલ થઈ ગયા, જોડાઈ ગયા અને આ બધાની સાથે તમે તમારી એવી મજબૂત ઓળખ બનાઈ લીધી કે તમે પોતે જે જીવન છો, એનું કોઈ દિવસે અનુભવ ના લીધો.

આ બધું તમારા જવા માટેની તૈયારીઓના ભાગરૂપે છે, તમારું બોજ થોડું ઓછું થતું જાય છે જેથી જ્યારે તમારો જવાનો વખત આવે તો તમે વધુ સરળતા થી જઈ શકો

વાસ્તવિકતા એ છે કે તમે જીવનનો જે ભાગ છો, ટુકડો છો, તે હજુ પણ ત્યાંજ છે અને સહાયક સામગ્રીઓ એક એક કરી ને છૂટતી જાય છે. તમારા જીવન માં અમુક લોકો આવ્યા તે પહેલાં પણ તમે જીવતા હતા, હંસતાં હતા, આનંદની તમને ખબર હતી. એવું વિચારીને તમે લોકોને વધારતા ગયા કે તમારું જીવન ઉન્નત થશે અથવા કદાચ તમારે પોતાની અમુક જરૂરિયાતો પૂરી કરવાની હતી.

પણ, તમોએ જે રીતે તમારી ઓળખ બધાની સાથે બનાવી, તેના હિસાબે, જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ગુજરી જાય તો તમને એવું લાગે કે જીવન નો એક ટુકડો જતો રહ્યો. જેમ તમે મોટા થાઓ, તમારા દાદા ગુજરી જશે, તમારા પિતા પણ જશે, કોઈ વખત તમારા જીવનસાથી નું પણ અવસાન થશે. ઘણા લોકોના માથાના વાળ જતા રહેશે તો કદાચ અમુક લોકો માથું જ ગુમાવશે - અને આ કોઈ મજાક નથી. કોક શરીર નો કોઈ ભાગ ગુમાવી શકે. કંઈક લોકો ના સંબંધો તૂટશે. ઘણાં ની વસ્તુઓ ખોવાઈ જશે. કાંઈક ની સત્તા જશે તો કોઈનું પદ અને કોઈના પૈસા.

આ બધું તમારા જવા માટે ની તૈયારીઓ ના ભાગ રૂપે છે. તમારું બોઝુ થોડું ઓછું થતું જાય છે જેથી, જ્યારે તમારો જવાનો વખત આવે તો તમે વધુ સરળતા થી જઇ શકો. આ કોઈ ફલસૂફી નથી. આ રીતે જ જીવન ઘટે છે. તમે જીવન ની વાસ્તવિકતા નો સામનો કરવા તૈયાર ન હોવા થી, તમારા મન માં તમારી પોતાની વૈચારિક આકૃતિઓ બનાવો છો અને તમારા આ મનોવૈજ્ઞાનિક ચિત્રો ને વાસ્તવિકતા બનાવવા માગો છો. તમે જે મનોવૈજ્ઞાનિક નાટક ઉભું કરો છો તે કદીએ વાસ્તવિકતા નથી બનવાનો. તમારે કોઈ દિવસ તો પડદો પાડવો જ પડશે. જેટલો વેહલો તમારો મોહભંગ થાય, તમારી ભ્રાંતિયો તૂટે, એટલો સારો. તમે ભાન માં આવી જાઓ નહીં તો કલેશ માં રહો. એ તમારી પસંદગી છે.

જ્યારે જીવન તમારો મોહભંગ કરે છે

જ્યારે જીવન તમારો મોહભંગ કરે તો તમે કાં તો સ્થિર થઈ ને આત્મજ્ઞાની બની શકો અથવા અસ્થિર થઈ ને કલેશમાં રહી શકો છો, હેરાન થયા કરો. જો તમારા બધાજ ભ્રમ તૂટી જાય, મોહ ખલાસ થઈ જાય, તો એને આત્મજ્ઞાન થયેલું કહેવાય. અત્યારે તો તમે ભ્રમો માં, ભ્રાંતિયો માં લટકી રહ્યા છો. તમે એમને મૂલ્યવાન ગણો છો, એમની સાથે પોતાની આટલી બધી ઓળખ બનાવો છો કે તમે એમને એમ જ રાખવા માટે ઝગડયા કરો છો. આ જ માયા છે. જ્યાં સુધી એ, અચાનક, ગાયબ ના થઇ જાય ત્યાં સુધી એ સતત કામ કર્યા કરે છે, જાણે એ જ વાસ્તવિકતા હોય.

જો તમારા બધા જ ભ્રમ હમણાં જ તૂટી જાય, જો તમારો પૂર્ણ રૂપે મોહભંગ થઈ જાય, તો તમે પણ આત્મજ્ઞાની બની જશો.

આમ જોઈએ તો તમે હમેશા થી આ જાણતા જ હતા. જે ક્ષણે તમે જન્મ્યા, ત્યાર થી તમારો જવાનો સમય પાસે આવાનો શરૂ થઈ ગયો અને એક દિવસ એ ક્ષણ આવી જ જશે. આપણે એ સમય લંબાવવાનો પ્રયત્ન કરિયે છીયે, એ ક્ષણ ધીરે ધીરે આવે એવી કોશિશ કરતા હોઈયે. આપણી પાસે જે સમય છે તેનો સારા માં સારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરિયે અને એને શક્ય એટલું ગહન બનાવીયે. ખૂપ મહત્વ ની વાત એ છે કે જીવને તમને સ્પર્શ કરવો જોઈયે. જો જીવન તમને વધારે ઊંડા સ્તરે સ્પર્શ કરે તો તમે તમારા મન માં તમારી જે દુનિયા બનાઈ રાખી છે એને છોડી દેવી પડે. આ ખાલી કોઈ ના મરણ નો પ્રશ્ન નથી, આ જીવન પ્રત્યે તમારી મૂળ અજ્ઞાનતા નો પ્રશ્ન છે. હવે સમય આવી ગયો છે કે તમે ભાન માં આવી જાઓ. જો તમારા બધાજ ભ્રમ હમણાં જ તૂટી જાય, જો તમારો પૂર્ણ રૂપે મોહભંગ થઈ જાય તો તમે પણ આત્મજ્ઞાની બની જશો.

 

Death-Book-Banner