આધ્યાત્મ જગતમાં અવધૂત નામ ઘણીવાર સાંભળવા મળે છે. અવધૂતની આંતરિક સ્થિતિ કેવી હોય છે? શું તેઓ સમાજમાં રહી શકે છે?

સદગુરુ: યોગનું લક્ષ્ય તમારી અંદર તે સ્તરો સ્થાપિત કરવાનું છે, જે તમારા વર્તમાન અસ્તિત્વથી બિલકુલ અલગ છે. તમારો વર્તમાન અસ્તિત્વ માત્ર તે જ વસ્તુઓ છે, જે વસ્તુઓ થી તમારી ઓળખ છે. પરંતુ તમારા મર્યાદિત ઓળખો સિવાય તમારી અંદર એક સ્થાન બનાવવું યોગ છે. શરૂઆતમાં, તે એક નાના કણ થી શરૂ થાય છે. જો તમે તેના માટે સ્થાન બનાવવું શરૂ કરો, જો તમે તમારા વિચારોને કાઢી નાખવાનું શરૂ કરો, તો આ સ્થાન આપોઆપ મોટા થાય છે.

મારા માટે લોકોને આવી અવસ્થામાં લાવવું ખૂબ જ સરળ અને સહેલું હશે. આ ખૂબ જ આનંદદાયક અને અજાયબી સ્થિતિ હોય છે, પરંતુ તમે તેમની સંભાળ માટે લોકો ક્યાંથી લાવશો?

એક દિવસ એવો આવે છે, જ્યારે તે દરેક વસ્તુ પર છવાઈ જાય છે અને તમારી બેકારની વસ્તુ વિખરાઈ જાય છે. જો તમે ઇચ્છો, તો તમે તેને ઉપાડીને વાપરી શકો છો, નહિતર તમે તેનાથી અછૂત રહો છો. જ્યારે તમે આ અવસ્થામાં આવો છો, તો અમે કહીએ છીએ કે તમે ખરેખર ધ્યાનની અવસ્થામાં જતાં રહ્યા છો, તમે સમાધિમાં છો. તમે સંતુલનની સ્થિતિમાં પહોંચી જાઓ છો, જ્યાં કોઈ વસ્તુ તમને સ્પર્શી નથી સકતી.

કોણ હોય છે આ અવધૂત?

સૌથી મજાની બાબત એ છે કે તમે આ નકામા વિચારોના હથિયારો વિના આ દુનિયામાં રહી પણ નથી શકતા. તમે આ દુનિયાની રમત નથી રમી શકતા. તમે કોઈ અવધૂત જેવા બની જશો. આ દિવસોમાં, દરેક કોઈએ આ નામ અપનાવી રહ્યું છે, 'હું અવધૂત છું, તમે અવધૂત છો.' તે એક અલગ વાત છે. અવધૂત એવો માણસ હોય છે, જે શિશુ જેવી અવસ્થામાં પહોંચી જાય છે, તેને કંઈ પણ ખબર નથી હોતી. તમારે એમને ખવડાવું પડે છે, બેસાડવું પડે છે, ઊભા કરવું પડે છે. તેઓ પોતાનામાં એટલા આનંદિત હોય છે, કે એમને એમના જીવનના કોઈ બીજા પાંસા પર ધ્યાન આપવું પડતું નથી.

એવા માણસ પોતાના મનને પૂર્ણ રીતે છોડી દે છે, એ ફાલતુ વિચારોથી પૂરી રીતે મુક્ત હોય છે. તમારે એક શિશુની જેમ એમની સંભાળ કરવી પડે છે, નહિતર એ દુનિયામાં નથી રહી શકતા. બની શકે છે કે એવી અવસ્થા કાયમ માટે ના હોય, પણ ખાસ અવધિ સુધી આવી અવસ્થા રહી શકે છે. ઘણા લોકો વર્ષો સુધી કોઈ અવધૂતની જેમ જ રહે છે. એ ઘણું આનંદદાયક અને અદ્ભુત અવસ્થા હોય છે, પણ તમારે કોઇની જરૂર પડતી નથી જે તમારી સંભાળ કરી શકે, નહિતર તમે એ રીતે દુનિયામાં રહી શકતા નથી.

મારા માટે લોકોને આવી અવસ્થામાં લાવવું ખૂબ જ સરળ અને સહેલું હશે. આ ખૂબ જ આનંદદાયક અને અજાયબી સ્થિતિ હોય છે, પરંતુ તમે તેમની સંભાળ માટે લોકો ક્યાંથી લાવશો? આજે દુનિયામાં જેવી સામાજિક પરિસ્થિતી છે, એને એક સકારાત્મક વિકાસના રૂપમાં નહીં જોવાય. લોકોને લાગશે કે આવા માણસે પોતાના મગજનો સંતુલન ખોઇ નાખ્યો છે અને એને મેન્ટલ હોસ્પિટલ જવાની જરૂર છે. એ તો ઘણા આનંદિત હશે પણ આ વાત લોકો માટે કોઈ મહત્વ નથી ધરાવે.

એક સમય ભારતમાં આવી અવસ્થાને ઘણું સારું માનતા હતા, અવધૂતોની પુજા કરવામાં આવતી હતી. દક્ષિણ ભારતમાં ઘણા અસાધારણ અવધૂત થયા છે, જેના સંપર્કમાં અમે આવ્યા છીએ. એ ઘણા અદ્ભુત જીવો હતા, પણ સહાયતા વગર એમનું જીવન અસંભવ છે.

કર્મોથી મુક્ત થઈ શકાય છે આવી સ્થિતિમાં

થોડા સમય માટે આવી સ્થિતિમાં જવું લોકો માટે સારું છે કારણ કે એ તમારા કર્મના ઢાંચાના સૌથી નીચા માળને સાફ કરવા જેવું છે. એ એવું છે, માનીલો તમારા કર્મના ઢાંચામાં 110 માળ છે અને આ અવસ્થામાં, તમે સૌથી નીચા માળની સફાઈ કરી રહ્યા છો.

યોગી થોડા સમય સુધી એવી અવસ્થામાં રહે છે કારણ કે એ મુક્ત થવાનું સૌથી ઝડપી રીત છે. પણ સાથે જ અવધૂત આ અવસ્થામાં પોતાનું શરીર નથી છોડી શકતા॰ એવું તમે બીજી અવસ્થામાં નથી જારી શકતા કારણ કે એટલી ઊંડાઈમાં જઈને પોતાની સફાઈ કરવા માટે એક માનસમાં ઘણી જાગરુકતા હોવી જોઈએ. પણ આ પ્રકારની અવસ્થામાં, માણસ ઘણી સહેલાઇથી સૌથી નીચા માળ પર રહેલા કર્મોને સાફ કરી શકે છે. એ કઈ નથી કરતાં, એ કઈ નથી જાણતા, પણ એની પાસે કોઈ કર્મ, કોઈ બંધન નથી હોતું, એના માટે બધુ જાતે જ સાફ થઈ જાય છે.

યોગી થોડા સમય સુધી આવી અવસ્થામાં રહે છે કારણ કે આ મુક્ત થવાનો સૌથી ઝડપી માર્ગ છે. પણ સાથે જ અવધૂત આ અવસ્થામાં પોતાનું શરીર નથી છોડી શકતા. માનવ ચેતના આજ રીતે વ્યવસ્થિત છે. તમે આ અવસ્થામાં શરીર નથી છોડી શકતા. જ્યારે તમારે શરીર છોડવું હોય, ત્યારે તમારે જાગરૂક થવું પડશે. જાગૃત અવસ્થામાં આવતાની સાથે જ તમે એક વાર ફરી કર્મ જમા કરી શકો છો. અમે એવા લોકો ને જાણ્યે છીએ, જે અવધૂતોના રૂપમાં રહ્યા છે, લગભગ પૂરી રીતે મુક્ત હતા, પણ છેલ્લી પળોમાં જ્યારે તેઓ એ અવસ્થા માથી બહાર નીકળ્યા, તો પછી તેઓ ફરીથી પોતાની કર્મ સંરચનામાં પાછા જતાં રહ્યા. જોકે એ સાધારણ કર્મ હતા, એમનું ભેગું થવું કોઈ મોટી વાત નથી, પણ તેઓ પોતાને એનાથી મુક્ત કરવાનું જાણતા ન હતા.

તો નકામાં વિચારોના હથિયારો વગર તમે આ દુનિયામાં નથી રહી શકતા. એ નકામા વિચાર તમારી અંદર હયાત દ્વેત કે બે પક્ષોથી ઉત્તપન્ન થાય છે. જો તમે બધા દ્વેતથી ઉપર જતાં રહઓ છો તો તમારી અંદર એક સ્થાનની રચના થઈ જાય છે અને બધા દ્વેત એ સ્થાનથી બહાર કામ કરે છે. જો તમે ઈચ્છો તો તમે દુનિયાની રમત રમી શકે છે, નહીં તો તમે આ રમત વગર પણ સારા રહો છો. ત્યારે નકામા વિચાર તમારો ભાગ નહીં બને, પણ તમારી પાસે વિચારોનો કચરો હયાત છે. તમે જ્યારે ઈચ્છો એનો ઉપયોગ કરી શકો છો, પણ તમે એનાથી અલગ હોવ છો.