આજના સમયમાં  આપણે જે કાંઈ ખાઈએ છીએ તે, ઝેર સમાન છે. આજે આપણે આ લેખમાં આપણા ભોજન અને તેની આદતો વિશે વાત કરીશું. જેમાં તમારે વચન આપવાનું છે કે, આ વર્ષે અમુક પ્રકારનું ભોજન કે ખોરાક લેવાનું ટાળશો. આ સાથે અમે આપને તંદુરસ્ત વિકલ્પો આપીશું. જે આપ આપની આહાર સુચીમાં શામેલ કરી ભોજનનો આનંદ માણી શકો છો. 

#૧ ખાંડ: ન કૅલરીઝ, ન પોષકતત્વો

ઐતિહાસિક સમયમાં  ખાંડને તેના શુદ્ધ કે  કાચા સ્વરૂપે જ લેવાતી હતી. શેરડીમાંથી સીધી જ મળતી હતી. શેરડીના સરને પ્રોસેસ અને ઉકાળી તેમાંથી જે બનતું તે, ખાંડ કહેવાતી અને તે હાલ ખવાય છે. જોકે, આજના સમયમાં મોટાભાગની ખાંડને રાસાયણિક પ્રોસેસ અને રિફાઇન્ડ કરીને બનાવવામાં આવે છે. યુનાઈટેડ સ્ટેટસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મુજબ, રિફાઇન્ડ ખાંડમાં "ફક્ત કેલરી" પૂરી પાડે છેકારણ કે રિફાઇનિંગ પ્રક્રિયા દરમિયાન લગભગ તમામ વિટામિનો અને ખનીજ તત્વો નાશ પામે છે, ખાંડમાં પોષકતત્વો જ  હોતા નથી.

નેચરલ સુગર વિરુદ્ધ એડેડ સુગર

અમેરિકન હાર્ટ એસોસિયેશન સ્વભાવિક રીતે અથવા કુદરતી રીતે બનતી ખાંડનો ભેદ પાડે છે, ફળો, શાકભાજી અને દૂધમાં આંતરિક મીઠાસ હોય છે, તે તેનામાં કુદરતી ઘટક તરીકે ખાંડ હોય છે. બીજી ખાંડ જે બાહ્ય રીતે ઉમેરવામાં આવતી ખાંડ છે, જે સુક્રોઝ અથવા શુદ્ધ શર્કરા હોય છે. ઠંડાપીણા, ખોરાકમાં અને ફળોના રસમાં ઉમેરવામાં આવે છે. અહેવાલ પ્રમાણે વધુ પડતી ખાંડના વપરાશ એથરોસ્ક્લેરોસિસ (ધમનીઓ સખ્તાઇ), ડાયાબિટીસ નિયંત્રણ અને પોષક તત્ત્વોની ઉણપ થાય છે.

ખાંડના વિકલ્પો

ગોળ

 • ગોળએ રિફાઈન કાચી ખાંડનું એક સ્વરૂપ છે. પ્રાચીનકાળમાં તેનો ઉપયોગમાં કરવામાં આવતો હતો. ગોળનો ઉપયોગ ભારત અને દક્ષિણ એશિયામાં મીઠાશ તરીકે વ્યાપકપણે થતો હતો.
 • તે શેરડીમાં હાજર ખનિજો, પોષક તત્ત્વો અને વિટામિનોને જાળવી રાખે છે.
 • ભારતીય પ્રાચીન પ્રણાલી અને આયુર્વેદમાં પણ ગોળનો ઉપયોગ થાય છે. – સુકી ઉધરસની સારવાર, પાચન સુધારવા અને અન્ય સ્વાસ્થ્યની સમસ્યાઓના ઉપચારમાં થાય છે.

નોંધ: આજે, સુપર-ફોસ્ફેટ ગોળમાં ઉમેરવામાં આવે છે. જેનાથી તે સફેદ, સુઘડ અને સ્વચ્છ દેખાય છે. પણ આ પ્રકારના ગોળને ટાળવો, તેના બદલે, "કાળા" રંગનો ગોળ પસંદ કરવો.

મધ

 • મધ ખાંડનો સૌથી ઉત્તમ કુદરતી વિકલ્પ છે.
 • મધના દૈનિક વપરાશથી ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને મગજ અંગેની સમસ્યાઓ અને અસ્થમા જેવા રાગોમાં ફાયદો થાય છે.
 • મધ હૃદય અને મગજ માટે પણ ખૂબ સારુ છે, અને મગજને સજાગ કરે છે.
 • મધ કેવી રીતે વાપરવામાં આવે, તેના વિવિધ ફાયદા આપણે મળે, શું તે કાચું ખવાય છે, ઠંડા પાણી કે હુફાળા પાણી સાથે લેવાય છે.
 • મધને રોજ હૂંફાળું પાણી સાથે લેવામાં આવે તો, રુધિરાભિસરણ તંત્રમાં લાલ રક્ત કોશિકા (આરબીસી)ની સંખ્યામાં વધારો થાય છે. શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.

નોંધ: મધને રાંધવુ નહીં. આમ કરવાથી તે ઝેરી બને છે. હૂંફાળાં પાણીમાં મધને મિક્સ કરવું અને ઉકળતા પાણીમાં મધ નિષેધ છે. એક વર્ષથી નાના બાળકોને મધ ન આપવું

#૨ દૂધ: મોટા ભાગના પુખ્તો માટે પચાવું મુશ્કેલ છે. 

માત્ર ત્રણ વર્ષથી નીચેના બાળકોને દૂધ સંપૂર્ણપણે પચાવે તેવા જરૂરી ઉત્સેચકો તેમના પેટમાં હોય છે. વિશ્વભરમાં અમુક વિસ્તારો બાદ કર્યા પછી વિશ્વભરના મોટાભાગના પુખ્ત વયના લોકો દૂધ પચાવી શકતા નથી. અપચેલું દૂધ સુસ્તીનું કારણ બને છે. જો કે, પરંપરાગત રીતે દૂધને કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે. પણ તેના કરતા ઘણા અન્ય સ્રોતો છે.

અન્ય ડેરી વિકલ્પો

રોજિંદા જીવનમાં કેલ્શિયમ જરૂરિયાત સંતોષવા આખા અનાજ (નીચે જણાવેલ) દાળ અને નટ્સ દૂધનો ઉત્તમ વિકલ્પ છે. દાખલા તરીકે:

મગફળી

 • મગફળી (સીંગદાણા) સંપૂર્ણ આહાર છે
 • ભારતમાં, ઘણા યોગીઓ, 100% મગફળી પર રહેતા હોય છે. કારણ કે મગફળી પોતે સંપૂર્ણ આહાર છે. જો તે કાચા ખવાય તો ગુણકારી છે.

નોંધ: મગફળીને પાણીમાં ઓછામાં ઓછા છ કલાક સુધી પલાળીને ખાવામાં આવે તો, પિત્તમાં રાહત મળશે. જો તમે મગફળીને પલાળ્યા વગર ખવાય, તો અમુક કિક્સામાં ફોલ્લીઓ અને ચળ આવી શકે છે.

ચણા

 • આયર્ન અને કેલ્શિયમ સાથે પ્રોટીન વિપુલ માત્રામાં હોય છે. જો કે, કેલ્શિયમ અને આયર્નને ચોક્કસ રાસાયણિક સંયોજનો પછી મળે છે. અન્યથા શરીર દ્વારા બિન-શોષીત રહે છે.
 • ચણાને અંકુરીત કરવાની સરળ રીત છે. જેના બાદ તેમાં આર્યન અને કેલ્શ્યમની મળે છે. પરિણામે પોષકતત્વોમાં વધારો થાય છે. ફણગાવેલાં ચણા વધુ સરળતાથી પચે છે.

નોંધ: ચણા શરીરમાં ગરમીનું સ્તર વધારે છે. આથી વાદળછાયાં અને વરસાદી વાતાવરણામાં ઉધરસ અને ઠંડીથી બચવા ચણા મદદરૂપ થઈ શકે છે. તેમ છતાં, ગરમીના દિવસોમાં જો ચણા શરીરને ગરમ પડતા હોય તો, તે ફણગાવેલાં લીલા ચણા ખાવા યોગ્ય છે.

#૩ રિફાઇન્ડ અનાજ: જરૂરી મિનરલ્સ અને ફાઇબર

કુદરતી રીતે અનાજના ત્રણ માળખાકીય ઘટકોથી બનેલું છે.

 

 • એંડોસ્પર્મ: બીજનો ખોરાક પુરવઠો
 • બીજ: જેમાં છોડનો ગર્ભ હોય છે
 • ફોતરુ: જે બીજને અને એન્ડોસ્પેર્મની આસપાસનું સુરક્ષાત્મક કવચ હોય છે.

એંડોસ્પર્મમાં સ્ટાર્ચની ઊંચી માત્રા હોય છે. 

એંડોસ્પેર્મનું પ્રાથમિક ઘટક સ્ટાર્ચ છે, જે બીજના અંકુરણ માટે મુખ્ય ઊર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. જોકે, વિટામિન્સ, મિનરલ્સ, ફાયબર અથવા ફાટોકેમિકલ્સની વાત આવે, ત્યારે એન્ડોસ્પર્મ પ્રમાણમાં દુર્લભ છે.

ફોતરુ અને બીજમાં પોષકતત્વ હોય છે

તેનાથી વિપરીત ફોતરા અને બીજમાં,  બી-વિટામિન્સ, એમિનો એસિડ, ફાયોટેકેમિકલ્સ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને લોહ જેવા ખનિજોનો સહીત મોટાભાગના પોષકતત્ત્વોમાં હોય છે.

પ્રોસેસિંગ અનાજ પોષકતત્વોનો નાશ કરે છે

આજકાલ અનાજ બજારમાં વેચવા આવે તે પહેલા રૂપરંગ  સુધારવા તેને પ્રોસેસ કરવામાં આવે છે. જેને બજારમાં શુદ્ધ અનાજ તરીકે ઓળખાય છે, આ પ્રક્રિયા દરમિયાન ફોતરા અને બીજ છુટા પાડવામાં આવે છે. માત્ર સ્ટાર્ચ એન્ડોસ્પેર્મ રહી જાય છે. પરિણામ અનાજમાંથી મોટાભાગના પોષકતત્વો, ખનિજો અને ડાયેટરી ફાયબર ધોવાઈ જાય છે.

આજે બજારમાં જે અનાજ વેચાય છે, તે રિફાઇનિંગની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. સર્વ સામાન્ય ઉદાહરણો જોઈએ તો, સફેદ ચોખા અને લોટનો સમાવેશ થાય છે.

આખા અનાજના વિકલ્પો

બ્રાઉન રાઈસ અને આખા ઘઉં આજે સરળતાથી અને મોટી માત્રામાં ઉપલબ્ધ છે. અનાજમાં પોષ્ટીકતત્વો ભરપુર માત્રામાં હોય છે. જે, હૃદય રોગ, કેન્સર, મેદસ્વીતા, ટાઈપ ટુ ડાયાબિટીસ અને અન્ય રોગોના જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આમાંથી મોટાભાગના ઘટકો શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન વત્તા ઓછા પ્રમાણે અથવા સંપૂર્ણપણે નાશ પામે છે.

આપણા આહારમાં એક કે બે કઠોળ તો હોવા જ જોઈએ, કઠોળ અત્યંત પોષણયુક્ત હોય છે. આજના સમયે સૌથી વધુ ઉપેક્ષિત કઠોળ છે, જે વિવિધ ગુણો સભર છે. પણ લોકો તેનાથી દૂર છે. આપણા આહારના ઘણા મહત્વપૂર્ણ ઘટકો તેમાંથી પ્રાપ્ત થાય છે.

રાગી

 • રાગીમાં પ્રચુર માત્રામાં ન્યુટ્રીશીયન હોય છે. શરીર માટે જરૂરી પ્રોટીન રાગી માંથી મળી રહે છે.
 • શરીર માટે નિર્ણાયક એમીનો એસિડ અમુક પ્રકારના ધાનમાંથી નથી મળતો, જ્યારે રાગીમાંથી સારી માત્રામાં મળે છે.
 • ડાયેટરી મિનરલ્સ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, ખાસ કરીને કેલ્શિયમ, અન્ય ધાન કરતા પાંચથી ત્રીસ ગણું વધારે હોય છે.
 • ફોસફરસ અને આર્યન કન્ટેન્ટ પણ સારી માત્રામાં હોય છે.

નોંધઃ રાગીના લોટથી રોટલી, ઢોસા, પોડીચ કુકીસ અને સ્વાદિષ્ટ લાડુ પણ બનાવી શકાય છે

બાજરી

 • હિન્દીમાં બાજરા, તામીલમાં કમ્બુ, કહેવાય છે. બાજરીમાં વિટામીન બી, પોટેશીયમ,ફોસફરસ મેગ્નેશીયમ, આર્યન, ઝીંક કોપર અને મેંગેનીઝ હોય છે.
 • બાજરામાં ગ્લુટેન નથી હોતું. આથી જે લોકોને ઘઉંથી એલર્જી હોય તે લોકો માટે ઉત્તમ ઉદાહરણ છે. (ગ્લુટેન એટલે ઘઉંની અંદર રહેલો એવો પદાર્થ જેનાથી તેનો લોટમાં ચિકણો થાય છે)
 • બાજરીમાં ચોખા અને ઘઉં કરતા વધુ પોષકતત્વો હોય છે.
 • ભારતમાં સંશોધન આધારિત એક અભ્યાસ પ્રમાણે આપણા માટે ઘઉં કરતા બાજરી અને કઠોળ સારા છે.

#૪ ચા / કોફી: લાંબા ગાળે સ્ટેમિનાને નુકસાન કરે છે

ચા અને કોફી નર્વસ સીસ્ટમને ઉત્તેજીત કરે છે. જેનાથી થોડાક સમય માટે ઊર્જા અને તાજગીનો અહેસાસ થાય છે. પછી ક્રમશઃ શરીરમાં ઊર્જા સ્તર ઘટતુ જાય છે. આમ સતત ઉતેજના અને શાંત થવાના કારણે નર્વસ ઉત્તેજકોનો લાંબા ગાળે સ્ટેમિનાનો નાશ કરે છે, અને શરીરની ઊર્જા કે શક્તિ સંગ્રહિત કરવાની ક્ષમતા પર અસર પડે છે.

વૈકલ્પિક એનર્જી પીણું

પેઠા, (વિન્ટર મેલોન)

 • સવારના પહોરમાં પેઠા (વિન્ટર મેલોન)નો એક ગ્લાસ રસ પીવો, આ પીણું તમને એનર્જેટીક અને ચેતાઓને શાંત રાખશે.
 • પેઠા (વિન્ટર મેલોન)ના દૈનિક વપરાશથી બૌદ્ધિક ક્ષમતાઓમાં વધારો થાય છે. 

આદુ-લીંબુની ચા બનાવવાની રીત

લીંબુ-આદુની ચા તમને કેફીનની આડઅસર વિના તાજગી અને નવચેતનનો અનુભવ કરાવશે.

 • એક તપેલીમાં ચારથી પાંચ કપ પાણી ઉકાળો.
 • ત્યારબાદ તેમાં 2 ઈંચ જેટલો આદુનો ટુકડો નાખો અને 25 થી 30 તુલસી પત્ર નાખી ઉકાળઓ.
 • આ સાથે ઉકળતા પાણીમાં તમારે નાખવુ હોય તો (મરજીયાત છે) 2 ચમચી ધાણા પાવડર નાખી શકો છો.
 •  ર થી 3 મીનીટ પાણી ઉકળવા દો.
 • ગરમ પાણી ગાળી દો અને પછી તેમાં લીંબુનો રસ અથવા ગોળ સ્વાદ પ્રમાણે નાખી ગરમ ગરમ પીવો અને પીવડાવો.

ભોજનનો આનંદ લો. 

તમારે દૈનિક ભોજનમાં સમતોલ અને ન્યટ્રીશન વાળો આહાર લેવાનો આગ્રહ રાખવો. આક્રાંત્યાની જેમ કે ગાંડાની જેમ ભોજન ન કરો.

 

"ભોજનની બાબતે મનસ્વીપણું ન રાખતા" હું આ ના ખાવું, હું તે ના ખાવું. મને આ જ ભાવે અથવા મને તે ન ભાવે." ભાવતા ભોજનના સ્થાને યોગ્ય ભોજન વધારે મહત્વનું છે. ભોજન તમારા પર પ્રભાવ પાડે છે. પણ તે નિર્ણાયક પરિબળ નથી. ભોજનનું ખરું સુખતો એ છે કે, તમે અન્ય જીવન માટે જાગ્રત છો અને જે તમારો ભાગ બનવા તૈયાર છે. જીવનમાં ભેળવવા તમે તૈયાર છો. આ સૌથી મોટી આનંદની ઘડી છે. જે કાંઈ નથી, તે હવે તેનો ભાગ બનવા જઈ રહ્યો છે અને તેના માટે તે તૈયાર છે."- સદગુરુ

ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરો, એવું ભોજન લો, જે તમને ઊર્જાથી ભરી દે, એવું ભોજન ટાળવાનો પ્રયાસ કરો જે તમને સુસ્ત બનાવે. અમે આપને ખુશ અને તંદુરસ્ત વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

Download Now

"તમારી કિંમત પર" આ પુસ્તક ઉપલબ્ધ છે. તમે ઈચ્છો તે મુજબ તેનું ચુકવણું કરો અથવા "મફત માટે દાવો કરવા" ક્લિક કરો. ખોરાક શરીરને સૌથી આરામદાયક પરિસ્થિતમાં મુકે છે. અને આ પ્રકારના ખોરાકના વપરાશના સૌથી યોગ્ય રીતોની શોધ કરે છે. 33-પાનાની આ પુસ્તિકા એ તમારા શરીર માટે શું શ્રેષ્ઠ અને અનુકૂળ છે. તે જણાવશે.