સદગુરુ: આખું વિશ્વ અનોખા પ્રકારના ન્યુરોસીસમાંથી (જ્ઞાનતંતુઓના રોગમાંથી) પસાર થઇ રહ્યું છે, જે ભૂતકાળના અસ્તિત્વમાં નહોતુ. આ ફક્ત એટલા માટે છે, કે આધુનિક માણસોએ પોતાના શરીરનો ઉપયોગ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. ભૂતકાળમાં, જયારે તમે શારીરિક પ્રવૃત્તિમાં સંડોવાતા હતા, તમારા જ્ઞાનતંતુઓ વપરાશમાં આવતા હતા. તમારી માનસિક ઉર્જા વપરાતી હતી. હું ઘણા લોકોને જાણું છુ, ખાસ કરીને યુવાનો, જેઓને માનસિક સમસ્યાઓ રહેતી હતી. તેઓએ દરરોજ માત્ર સ્વીમિંગ અથવા તો કોઈ પણ રમત રમવાનું શરુ કર્યું અને પછી બધું ઠીક થઇ ગયું. પૂરતી પ્રવૃત્તિને કારણે, ઉર્જાઓ વિસ્તૃત થવા લાગતી હતી.

આજે માણસ શારીરિક રીતે નિષ્ક્રિય થઇ ગયો છે, જેવું પહેલા ક્યારેય નહોતું. પહેલા આમ નિષ્ક્રિય હોવું તેને પરવડે તેમ નહોતું, તેને માત્ર જીવતા રહેવા માટે, કેટલા શારીરિક કાર્યો કરવા પડતા હતા. તે પહેલાના પ્રમાણમાં, અત્યારે વધુ પડતો જ્ઞાનતંતુઓના રોગની અસર હેઠળ આવી ગયો છે. ત્યારે પણ અમુક પ્રમાણમાં માનસીક રોગોથી પીડાતા લોકો હતા, પણ આટલી વધુ સંખ્યામાં નહીં. આજે, સમાજમાં લગભગ દરેક વ્યક્તિમાં અલગ સ્તરના જ્ઞાનતંતુઓના રોગના લક્ષણો જોવા મળે છે. આ ફક્ત એટલા માટે કે તમારી ઉર્જા કાર્યરત નથી. તે ફસાઈ ગઈ છે. તમે તમારા ગાંડપણને ઓળંગી નથી શકતા, અને તે ઉર્જાને વાપરી પણ નથી રહ્યા. આનો કોઈ ઉપચાર પણ શોધાયો નથી. જો તમે જંગલમાં આખો દિવસ લાકડા કાપશો – જો રોજના ૧૦૦ લાકડા કાપશો, તો તમારી ઘણી ઉર્જા વપરાઈ જશે, અને તમારૂ જીવન શાંત બની જશે. પણ આજે એવું નથી. આજે તમે તમારા શરીર પાસે પહેલાની જેમ કામ લેતા નથી, અને તેથી તમે અલગ પ્રકારના રોગોને ઉત્પન્ન કરો છો, જે પહેલા હયાત નહોતા.

આ ઉર્જા તમારી તંત્ર રચના(સિસ્ટમ)માં અમુક સમય ગાળામાં ઉત્પન્ન થતી હોય છે. ત્યારે તમારી શારીરિક અને માનસિક ઉર્જાને એક નિકાસ-બારીની જરૂર પડે છે. આજ કારણે બાર્સ, ક્લબ્સ અને ડીસ્કોથેક્સ શરુ થયા છે. લોકોને કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ રીતે તેમના જ્ઞાનતંતુઓને/ન્યુરોસીસને વપરાશમાં લેવા પડતા હોય છે. આ ડીસ્કો એક ગાંડપણ જેવા લાગે, જેમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હોય. ત્યાં માત્ર ધુમ્રપાનનો ધુમાડો અને પસીનો હોય, પણ લોકો બસ ગાંડા થઇ જાય. તમે સરખી રીતે નાચી પણ નાં શકો, કારણ કે લોકો તમારી સાથે અથડાતા રહેતા હોય છે, પણ તેનાથી કોઈ ફરક નથી પડતો, તમારે તો તમારી ઉર્જાને વાપરવી હોય છે. જો એ નહિ વપરાય તો તમે અસ્થિર થઇ જશો. એટલે તમે શનિવારે આખા અઠવાડિયાની ભેગી કરેલી ઉર્જાને વાપરવા નીકળશો. પછી ફરી પાછુ બધું ભેગું થવા લાગે, અને “સેટરડે નાઈટ ફીવેર”(શનિવાર રાત્રિએ બીમારી) ફરી આવી જાય.

વાસના થી પ્રેમ તરફનો વણાંક

જયારે તમે પ્રેમ કરો છો, તો તમે સ્થિર થાઓ છો, બીજા કશાની જરૂર રહેતી નથી. તમે ફક્ત આમ જ બેસી શકો છો, જીવનભર. વાસના જોડે તમે ક્યાય બેસી શકતા નથી. તમે કોઈ પાગલ ક્રિયામાં સંડોવાવો છો, અથવા તો તમે કોઈ ગાંડપણ તરફ વળી જાવ છો.

આ ગાંડપણ છોડી દેવાની અને આગળ વધવાની બીજી એક રીત છે –સંપૂર્ણપણે તેને છોડીને આગળ વધવાનું, એવી રીતે, કે તે ક્યારેય તમારો ભાગ જ નહોતું. ધ્યાન (મેડીટેશન) આના વિષે જ છે. હવે, જો તમે નૃત્ય કરો તો ફક્ત તેના આનંદ માટે કરો, તેટલા માટે નહિ કે તમારે કંઈક વાપરવાનું છે. જો કંઈક વપરાય એટલે તમે નાચો, તો તે એક ઉપચાર બની જશે. આ એક સારો ઉપચાર છે, પણ તેમાં કંઈક કદરૂપતા છે. તે વાસનાયુક્ત છે. તેથી તમે પ્રેમથી નાચી શકતા નથી. તમે ફક્ત વાસનાથી નાચી શકો છો.

શું તમે પ્રેમ અને વાસના વચ્ચેનો તફાવત જાણો છો? વાસના એક મજબૂત જરૂરિયાત છે. પ્રેમ એક જરૂરિયાત નથી. જયારે તમે પ્રેમ કરો છો, તો તમે સ્થિર થાઓ છો, બીજા કશાની જરૂર રહેતી નથી. તમે ફક્ત આમજ બેસી શકો છો, જીવનભર! વાસના જોડે તમે ક્યાય બેસી શકતા નથી. તમે કોઈ પાગલ ક્રિયામાં સંડોવાવો છો, અથવા તો તમે ગાંડપણ તરફ વળી જાવ છો. જયારે તમારામાં જ્ઞાનતંતુઓની ચોક્કસ અસરો હોય છે, તમારી અંદર એક ચોક્કસ ગાંડપણ હોય છે, ત્યારે તમે ફક્ત વાસનામાંજ હોઈ શકો છો. તમારી વાસના સેક્સ માટે, ખોરાક માટે, કે કોઈ ચોક્કસ પ્રવૃત્તિ માટે હોય; તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ તમે કશાક પ્રત્યે વાસનાનો વિકાસ કરો છો. તે વાસના વિના તમે જીવી શકતા નથી. તમારું કામ પણ તમારી વાસનાને કાઢવાની એક અસરકારક રીત બની જાય છે,વાત એટલી જ છે કે તે સૌથી લોકપ્રિય છે અને વિશ્વમાં સ્વીકૃત છે. આજે લોકો ફક્ત કામ, કામ અને કામ જ કરતા રહે છે. એટલા માટે નહીં કે તેઓ કંઈક અસાધારણ બનાવી રહ્યા છે, પણ ફક્ત એટલે કે તેઓને કામ કરવું છે. નહિતર, તેઓ નથી જાણતા કે પોતાની સાથે શું કરવું.

તમારે તે ગાંડપણને સાવચેતીપૂર્વક સંભાળવું પડશે. કોઈને ક્યારેય ખબર નથી હોતી કે તમારી પાસે આ તમારી અંદર છે અને તમે તેને ભૂલી જવા માગો છો. તમે તેને ભૂલવાના બનતા પ્રયત્નો કરો છો. દુનિયાની બધી મનોરંજનની વસ્તુઓ આ ગાંડપણને છુપાવવાજ રચાઈ છે. જો તમે સંપૂર્ણપણે સમજદાર હોત, તો તમારે કોઈ મનોરંજનની જરૂર પડત નહીં. તમારે ગાંડપણ ને છુપાવવા માટે જ મનોરંજનની જરૂર પડે છે. જો તમારી પાસેથી મનોરંજન જતું રહે તો તમે પાગલ થઇ જશો. માણસને આ પાગલપન છુપાવવાજ મનોરંજનની જરૂર હોય છે. જો તે સમજદાર હશે તો તેને કોઈ મનોરંજનની જરૂર નથી. તે માત્ર બેસીને એક વૃક્ષને વધતા જોઈ શકશે. તેને કોઈ મનોરંજનની જરૂર નથી.

સંપાદકની નોંધ: ન્યુયોર્ક ટાઈમ્સની બેસ્ટસેલર, “ઇનર એન્જિનિયરીંગ – એક યોગીની આનંદ માટેની માર્ગદર્શિકા” તે એક પગલું છે, આવા ગાંડપણથી ઉપર જવા અને મેડીટેશન (ધ્યાન) તરફ વધવા.