Mahabharat All Episodes

પ્રશ્ન: શું તે દુર્યોધનના પૂર્વ જન્મના કર્મો હતા જેને કારણે તે આટલો દ્વેષીલો બન્યો?

સદ્‍ગુરુ: વેદ વ્યાસ, જેમણે મહાભારતના અધ્યાયોનું સંકલન કર્યું છે, તેમણે બધા પાત્રોને એક ભૂતકાળ આપ્યો છે, જેમાં અર્જુન અને કૃષ્ણનો પણ સમાવેશ થાય છે, જેઓ નર - નારાયણ  સ્વરૂપ હતા. મહાભારતના દરેક પાત્રનું ચિત્રણ તેમના પૂર્વજન્મના પરિણામ સ્વરૂપ દર્શાવવાની સાથે સાથે, તેઓ કઈ રીતે પોતાનાં જીવનમાં થઈ રહેલા કર્મોના પરિણામો સુધરે તે માટે કઈ રીતે મચી રહ્યા હતા તેનું પણ નિરૂપણ છે. દુર્યોધન એક માત્ર એવું પાત્ર છે, જેને માટે વેદ વ્યાસે કોઈ પૂર્વજન્મ રાખ્યો નથી, કારણ કે તેઓ નહોતા ઇચ્છતા કે દુર્યોધન પાસે એવું કોઈ બહાનું રહે કે હું તો આ કારણે આવું જીવ્યો. કારણ કે, જેવું તેનું વર્તન, ભાવનાઓ કે જીવન હતું તેનો કોઈ બચાવ થઈ જ ન શકે.

વ્યાસ ઇચ્છતા હતા કે દુર્યોધન પોતે જેવો છે તેની સો એ સો ટકા જવાબદારી તેની રહે. બીજા સૌ માટે, એક ભૂતકાળ છે જેનાં પ્રભાવથી તેઓ સારા કે ખરાબ, સુંદર કે કુરૂપ પાત્રો તરીકે ઉપજ્યા છે. પણ દુર્યોધનને માટે આવો કોઈ વિકલ્પ નથી. તેથી વ્યાસનો સંદેશ એટલો છે કે દુર્યોધને જે મૂર્ખામી કરી, અમર્યાદિત ક્રોધની કર્યો અને જે અસહિષ્ણુતા દાખવી તેને માટે તે જ જવાબદાર ઠરે. ભાવના, વિચાર, વાણી અને વર્તનનો અવિવેક હોય તો તેનો ઉપાય થાય, પરંતુ જે તેના ક્રોધાવેશ અને દુષ્ટ ઈરાદાઓ હતા, તેના કોઈ કારણ ન હોય.

ચોરો જેવી ઘનિષ્ઠતા

ઘણી એવી ક્ષણો હતી જેમાં દુર્યોધન એક ઉત્તમ અને ઉદાર મિત્ર રહ્યો છે, તેમ છતાં તેને આ ઉપમા લાગુ પડે છે. તે હંમેશા મિત્રો શોધતો રહેતો અને જે લોકો તેના મિત્ર બન્યા અને તેને વફાદાર રહ્યા તે તેમની ઘણી કાળજી રાખતો - આ વાતમાં તે પાંડવો કરતા ચઢિયાતો હતો. દુનિયામાં જે આગેવાનો હોય છે, જે સૌના ભલા માટે કામ કરતા હોય છે, તેવા લોકો મોટે ભાગે મિત્રો હોતા નથી. મહાન કલાકારો, પ્રતિભાશાળી વ્યક્તિઓ, અને વિજ્ઞાનીઓને મિત્રો હોતા નથી, પણ ખરાબમાં ખરાબ ગુનેગારો ને ઘણી વખત સૌથી સારા મિત્રો હોય છે.

દુર્યોધન જેવો હતો તેને માટે બીજા કોઈ વસ્તુને કારણભૂત નહિ કહી શકાય. દુર્યોધનના ચાહકોને આવું કહેવા બદલ હું દિલગીર છું.

એવું કહેવાય છે કે ગુનાખોરીમાં દોસ્તી વધુ ગાઢ. જો એમ પૂછાય કે કેટલી ગાઢ, તો કહેવામાં આવે, “જેવા ચોરનાં સાથીદાર.” ગુનો આચરવા માટે, સ્વાભાવિક રીતે તમને સહઅપરાધીની જરૂર પડે. ખોટા કામોમાં લેવડ દેવડમાં વફાદારી ન હોય તો દુનિયામાં ઘણા ખોટા કામો થતાં અટકી જાય. ગુનાની દુનિયામાં આવા ભેજાબાજ અને કુખ્યાત ભાગીદારો થઈ ગયા છે જેમના નામ લોકોનાં દિમાગની સાથે ઇતિહાસનાં પાનાઓમાં પણ કોતરાઈ ગયા છે. પણ દુર્યોધન એવો હતો જેને માટે કોઈ પણ રીતે બચાવ શક્ય નથી જ. જે લોકો દુર્યોધનના ચાહકો છે તેઓને હું કહું છું, આવું બોલતા બોલતા હું દિલગીરી અનુભવું છુ. ઢોરને પ્રેમ કરવામાં ખોટું કશું જ નથી, બસ, તમારે તેનાથી સલામત અંતર જાળવી રાખવું જરૂરી છે.

જંગલી જાનવર રોમાંચક હોય છે. “ટાઇગર ટાઈગર બર્નિંગ બ્રાઇટ” - ખૂબ સુંદર અંગ્રેજી કવિતા છે, જો વાધ પાંજરામાં પુરાયેલો હોય કે સંગ્રહાલયમાં હોય અથવા તમે જીપમાં બેઠા હો અને તે સલામત અંતરે હોય તો તમે અચરજ કરીને તેની પ્રશંસા કરી શકો, પણ જો તે તમારી સાવ સામે આવી જાય તો તમને આ કવિતા યાદ ન જ આવે. તે જ પ્રમાણે, દૂરથી જોતા, જે લોકો સેવા કરવાના ઉત્સાહથી કે ધર્મની સ્થાપના કરવાના ઉદ્દેશ્યથી કે પછી બીજા કોઈ પણ કામ કરે તેના કરતાં દુર્યોધન જેવું જીવન વધારે લોભામણું લાગી શકે. પરંતુ જો તમે તેના વફાદાર મિત્રોની શ્રેણીમાં ન હોવ અને તમારે ક્યારેય તેની નજીક જવું પડે તો તમને તેનો પસ્તાવો જરૂર થાય.

રાજકુમારીની વ્યથા

એક વખત કૃષ્ણ દુર્યોધનનાં મહેમાન હતા. દુર્યોધનની સુંદર, યુવાન અને નાજુક પત્ની ભાનુમતીને અંદાજ ન હતો કે તેનો પતિ કેવો માણસ છે. તે સમયની રીત પ્રમાણે રાજકુમારીને એવી શીખ આપવામાં આવતી હતી કે રાજકુળમાં ઉછરેલો તેનો પતિ ગમે તેવો હોય, તેને પ્રેમ કરવો. ભાનુમતી દુર્યોધનનો પ્રેમ મેળવવા અને તેનું ધ્યાન આકર્ષિત કરવા વધુ પડતી તત્પર રહતી. હકીકતમાં, ભાનુમતીનો ઘણી રીતે દુરુપયોગ થતો હતો, પણ તેને પ્રેમ નહોતો મળ્યો. એક રાત્રે, દુર્યોધને એક શાહી ભોજનું આયોજન કર્યું. સૌએ ખૂબ નશો કર્યો અને મહેલમાં આવા જંગલી વર્તનને રોકવાવાળું કોઈ ન હતું. ભીષ્મને પછી જ્યારે આ વિષે જાણ થઈ ત્યારે તેઓ રડી પડ્યા. કુરુકુળમાં આવી અપવિત્રતા અને દુર્વ્યવહાર પહેલા ક્યારેય થયો ન હતો. આ એક વ્યક્તિને કારણે જાણે જંગલરાજ આવી ગયું હતું.

પતિ તરફથી પૂરતું ધ્યાન ન મળવાને કારણે દુઃખી રહેતી ભાનુમતી, વધુ પડતો દારૂ પીને કાબૂ ખોઈ બેઠી. જ્યારે ઓરડાના બીજા છેડેથી કૃષ્ણની નજર પડી ત્યારે તે એક ભયાનક પરિસ્થિતિમાં મૂકાઈ જવાય તે હદે લથડી પડી હતી. કૃષ્ણ જાણે ભીડમાંથી રસ્તો કરતા તેમ તેના સુધી પહોંચ્યા અને અર્ધનગ્ન ભાનુમતીને બચાવી લેવા તેને ઊંચકીને લઈ જવામાં જોખમ હોવા છતાં, તેના કક્ષમાં પહોંચાડી. તમણે જ્યારે કૃષ્ણએ તેને નીચે મૂકી અને તેની તરફ નજર કરી ત્યારે આવી સૌ અને નાજુક છોકરી દુર્યોધન જેવા પુરુષના હાથમાં આવી પડી એ વિચારીને તેમની આંખમાં આંસુ આવી પડ્યાં.

ક્રમશ:

More Mahabharat Stories